ભજનરસ/નઘરો એક નિરંજન નાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 28: Line 28:
{{center|સથરો સૌ મળ્યો રે.}}  
{{center|સથરો સૌ મળ્યો રે.}}  
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
અખાની લેખણમાં નગદ ને નક્કર સોનાની લગડીમાંથી ખણખણતા રૂપિયા જેવા શબ્દો પાડવાની કળા છે. જીવનમાં જેણે ખોટા ચલણને ઝાટકી કાઢ્યું તેણે વાણીમાંયે બોદા, ઘસાયેલા, કટાયેલા શબ્દથી ચલાવી નથી લીધું. આતમતેજથી ઝગારા મારતા ને રણકતા શબ્દો તેની પાસે ઊમટતા આવે છે ને મારકો પડાવી જાય છે. અખાના મારકાવાળા શબ્દોને આપણે દીઠે ઓળખી કાઢીએ. ‘સઘરો' અને ‘નઘરો’ એવા મૂલ્યવાન અને અર્થસભર શબ્દો છે.
'''સઘરો સૌ મળ્યો... હારદ ન આવે હાથ'''
જ્યાં જુઓ ત્યાં સઘરો જ જોવા મળે છે. કોઈ નામ, રૂપ, જાતિ, વર્ણ કે ચિહ્ન સહુને વળગ્યાં જ છે. અમુક આધાર કે અવલંબન પર તેનું અસ્તિત્વ છે. જેને કોઈ જાતના આધારની જરૂર જ નથી એવો નિરાલંબ તો એક નઘરો નિરંજન નાથ છે. તે છે નિરંજન. કોઈ લાંછન, લક્ષણ, વિશેષણ એને લાગુ પડતું નથી, અને એ વળી સર્વનો સ્વામી છે.
પ્રકૃતિની છાયા-છાપરી નીચે રહેતો જીવ સઘરો છે, પ્રકૃતિથી ૫૨ રહેલો પુરુષોત્તમ, આત્મદેવ છે નઘરો. સંતોએ પ્રકૃતિના ૫રસ્પર આધારિત ઘર અને તેથી પર નિરાલંબ ઘરની વાત અનેક જગ્યાએ કહી છે. સુંદરદાસનું કવિત છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,
પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,
એક એક ઘર કે આધાર એક એક ઘર
એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,
સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ
તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,
તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ
વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.
</poem>}}
{{Poem2Open}}
પંચ-ઇન્દ્રિય સાથે જોડાયેલા મનનો પસારો પાંચ ઘર સુધી. મન તેની પકડમાંથી મુક્ત થયું એટલે સાક્ષી ઘરમાં વિરમ્યું. અને ત્યારે પછી મનનો આધાર જ તૂટી પડ્યો એટલે એને વિલય થવાનો વારો આવી પહોંચ્યો. નિરાલંબ ઘરમાં કેમ પ્રવેશ થાય છે તેની આ જરાક ઝાંખી. આ અનામી ઘરને વળી સંતો ‘ખૂબ વતન ઘર', ‘ગગન ઘર’, ‘સૂન શિખર મઠ' એવાં એવાં નામોથી લડાવે છે, આપણા જેવાને હાથ આપવા માટે જ તો. અખાએ પણ, આપણને બેઠા કરવાનો પડકારો કર્યો જ છેઃ
{{Poem2Close}}
{{Block center|<poem>
તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?
<nowiki>*</nowiki> 
જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.
</poem>}}
{{Poem2Open}}
સાધુઓમાં બોલાય છેઃ 'ઘર મેં ઘર દિખલાઈ દે, સો સત્ ગુરુ હમાર.' આ ઘરમાં બેઘર બની રહેનારો નઘરો કે નુઘરો જ સાચો સત્ ગુરુ. આપણે માનીએ કે શાસ્ત્રો, જ્ઞાનીજનો, સંતપુરુષોના ઉપદેશથી આપણે તરી જશું, પણ નઘરો નિશાની ન કરે ત્યાં સુધી કાંઈ વળે નહીં, એ એકલો જ ઉપદેશ આપવા સમર્થ છે. અને ઉપદેશ પણ કેવો આપે છે? જેનું હારદ ન આવે હાથ', જેનું રહસ્ય પામી શકાતું નથી. આ ગહન રહસ્યને શોધનારો પોતે જ તેમાં ડૂબી જઈને પોતાને પામે છે. આ સાવ પોતાના જ ઘરની વાત અખાએ સંશય વિના અનુભવથી ગાઈ છે.
{{Poem2Close}}
{{Block center|<poem>
'''આપ સંશે ઊડી ગયો આપથી.'''
'''ત્યારે અખા દીસે રામ છેક ઘરના.'''
</poem>}}
{{center|'''જેણે વણનમૂને... સુધરો કહાવે? ભૂપ'''}}
{{Poem2Open}}
આ બેઘર બાદશાહ જેવો નુઘરો ભારે જાદુગર લાગે છે. કોઈ જાતનાં સાધનોની સહાય કે સામગ્રી વિના તેણે આ વિશ્વની રચના કરી. આ પંચમહાભૂતોનો સમુદાય તેણે ક્યાંથી મેળવ્યો હશે! મહા આશ્ચર્યનાં મંડાણ છે આ બધાં. એમાં 'આકાશ કીધું અટપટું,' અખાએ આકાશને અટપટું શા માટે કહ્યું હશે? બીજા પદાર્થોથી એ કાંઈ વધુ જટિલ નથી. પણ આ સર્વના મૂળમાં આકાશ રહ્યું છે ને તે અટપટું, અષ્ટપટવાળું છે.. અષ્ટધા પ્રકૃતિના, અપરા પ્રકૃતિના આઠેઆઠ તંતુ આ આકાશ સંઘરીને બેઠું છે. ગગનનો ગૂઢ તત્ત્વઝંકાર અહીં થાય છે. નરસૈયાનો સ્વામી જેમ સકળ વ્યાપી રહ્યો છે તેમ અખાનો નિરંજન નાથ પણ વિશ્વથી વેગળો નયી.
'''નુઘરા વડે ગુરુ... અનુભવીણા અંધ'''
આ કડી અસ્પષ્ટ લાગે છે. પાઠભેદ કે શુદ્ધ વાચના મળે તો કાંઈ સળ સૂઝે એવું છે. ગરવા ગુરુ નુઘરા વડે ગિરિના બંધ બાંધે છે એટલે શું? કદાચ અખાને પ્રિય ચિત્ર આ ગુરુ દ્વારા બંધાતા ગિરિબંધમાં રહ્યું હોય. બીજી પંક્તિમાં ખટ દરશનનો વધતો પથારો ને અનુભવ વિના એમાં જ અટવાતા અંધ પોથી-પંડિતોની વાત આવે છે એટલે ગુરુના અનુભવભંડારની અહીં વાત હોઈ શકે. અખાએ તેને પર્વતમાં અંતરભૂત થતા જળભંડાર સાથે સરખાવ્યું છે. 'ચિત્ત વિચાર સંવાદમાં તેણે ચિદ્દનની વૃષ્ટિથી લદબદ થઈ જતા ચિત્ત રૂપી પર્વતની વાત કરી છે. તેમાં કેટલુંક જળ ચિત્ત ગ્રહણ કરે છે ને તેનો હૃદ, ધરો બંધાય છે. ચિત્તનો ચિદ્ સાથે એટલી તદ્રુપતા. પણ બીજું વાણીરૂપે વહે છે તેમાંથી બુદ્ધિ-વિલાસ, ચૌદ વિઘા, ચોસઠ કળાનાં વહેળા-વોંકળા, નદી-નાળાં વહી નીકળે છે. પણ જો આ વૃત્તિઓના વિસ્તારમાં વહી જવાને બદલે કોઈ મૂળની ભાળ કાઢે, મૂળ સેર પકડે તો એને શું મળે? અખાના શબ્દોમાં :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''તું તારું તુજપણું લે ઘેર, તેથી અંતર આવતી સેર,'''
'''નગ દીસે બા'રે કોરડા, માંહી ભર્યાં જળના ઓરડા,'''
'''તું તારું પરોવ જો ચિત્ત, તો લેવું મૂક્યું થાયે મિત.'''
</poem>}}
{{Poem2Open}}
ગુરુ જે ગિરિના બંધ બાંધે છે તે આવો ચિત્તને ચિદ્દન સાથે એકરૂપ કરતો અમૃતધરો છે. પહાડની શિલાઓમાં ઝળ સંઘરી રાખતા આ પ્રકારના વીરડાને ‘કાચલિયો વીરડો' કહેવામાં આવે છે. નાળિયેરની કાચલી તોડતાં એમાંથી મીઠું જળ મળે છે તેમ શિલાનાં પડ ભેદતું આ પાણી પીતાં તૃપ્તિ થઈ જાય છે. ગરવા ગુરુ આવા બંધ બાંધી આપે છે, તેને નિમિત્ત બનાવીને નઘરો અનુભવને વાચાયે આપે છે. પણ મૂળનું અનુસંધાન કરનારા નીકળતા નથી ને જુદાં જુદાં દર્શનોના વાદવિવાદમાં અજ્ઞાનીઓ અટવાયા કરે છે. અખાએ પોતાના સર્જનમાં પણ નાથ નિરંજન ગ્રંથકરતા'ને જ જોયો છે.
{{Poem2Close}}
{{center|'''તે સ્વે સાગર... પશુને પાશ'''}}
{{Poem2Open}}
સંસાર-સાગર અગાધ જળભરેલો, મહા ભયંકર અને તરવો ભારે કઠિન ગણાય છે. પણ આ સાગરને દેહ અને ઇચ્છાને અધીન જીવે પોતે જ ઉત્પન્ન કર્યો છે. એકાદ આશાનું તણખલું આવી મળ્યું તો એમાંથી અનંત જન્મોના માળા તે ઊભા કરવા લાગી જાય છે. પોતે જ ઊભી કરેલી આશા-તૃષ્ણાની જાળમાં તે ફસાઈ મરે છે. પારધીના સંગીતમાં મુગ્ધ બની પવનવેગી મૃગ પણ મલપતો, હરખાતો સામેથી દોડીને આવે છે ને જાળમાં ફસાઈ પ્રાણ ગુમાવે છે. મનુષ્ય એવા જ પશુ જેવા પાશમાં બંધાઈ ગયો છે-એક જ આશાની ઝીણી મધલાળની દોરીએ.
{{Poem2Close}}
{{center|'''નુધરો નિત રહે... તેજ પણ નહીં તાપ'''}}
{{Poem2Open}}
જેના અંતરમાંથી પોતાપણું સદંતર નીકળી ગયું છે તે સદાય નિર્મળ છે, કારણ કે તેના પર કર્મની રજ ચડતી નથી. ઉપરાંત તે બહારની કોઈ વસ્તુથી દોરાતો કે ઘેરાતો નથી. તે મણિની જેમ સ્વયં-પ્રકાશિત છે. ક્રિયા-પ્રતિક્રિયાનાં અજવાળાં-અંધારાં તેને માટે નથી. તેનાં કાર્યો આત્મ-દીપ્તિથી ઝળહળે છે. કોઈનાં વચન કે કાર્યથી એ ઉગ્ર, વ્યગ્ર થતો નથી. એ સદાય વિગતજવર' છે, તપી નથી જતો, ઊલટું શીતળ તેજ સામાને આપે છે.
{{Poem2Close}}
{{center|'''દિનકર વડે... નહીં વાણીની જાત'''}}
{{Poem2Open}}
દેહભાવથી મુક્ત પુરુષને કર્મની મલિનતા નથી સ્પર્શતી તેમ કાળનું બંધન પણ નથી રહેતું. સૂર્યના ઉદય-અસ્તથી દિવસ-રાતનું ચક્ર ઘૂમતું દેખાય છે; પણ સૂર્યના ઘરમાં જ નિવાસ કરે તેને ઉદય-અસ્ત ક્યાંથી રહે? એ જ રીતે આત્મસૂર્ય સાથે એકત્વ સાધતાં જેને માટે જન્મ-મૃત્યુ, ઉદય-અસ્ત, સંસાર-મોક્ષ એ બંનેનો છેદ ઊડી ગયો એ નિત્ય નિર્વાણ-પદમાં જ મહાલે છે. આ વસ્તુ વાણીમાં આવી શકે એમ નથી. કર્મ અને કાળ બંનેને ગળી જતી. આ સ્થિતિ તો નજરને મૂળમાંથી પલટાવી નાખતા રામ-રસાયનથી આવે છે. અખાનું પદ છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''રામ રસાયન જન જીનહીં પિયો હે,'''
{{right|'''તાકે નેન ભયે કછુ ઓર,'''}}
'''ઉતરત નાંહીં તાકે બ્રહ્મ ખુમારી,'''
{{right|'''વાનું બહું ન કાલ ગ્રહ્યો છે,'''}}
'''જયું કા ત્યું હી અખા હે નિરંતર'''
{{right|'''ચિત્ત ચિપ ભયો સો ભયો ઠે.'''}}
</poem>}}
{{center|'''રચના તો રચતો... ઘટ નહીં ઘટમોડ'''}}
{{Poem2Open}}
અખો છે સ્વતંત્ર ચાલનો ચલંદો. કોઈ વિચારના ખાનામાં ન પુરાય, તો વાણીના નિયમો તોડી નવાં રૂપ પણ કેમ ઘડતો ન જાય? અહીં રચનના તો રચતો રૂંધી' એમાં રૂંધી નાખીને રચના કરતો' એવા ક્રિયાવિશેષણને બદલે 'રૂંધી રચના' એ રચનાનું નામવિશેષણ પણ હોઈ શકે. જેવી ઊંઘી રચના એવી રૂંધી રચના. જે બંધન — રૂંધન ઊભાં કરે એવી રચના. નુઘરો આ માયામય સૃષ્ટિને સરજે છે અને એની વચ્ચે આકાશની જેમ અલિપ્ત રહે છે. આ રહસ્ય તેણે ગુપ્ત ગોખલે રાખ્યું અને પ્રપંચનું પોત સર્વત્ર ફેલાવ્યું.
અધોલોકમાં, કીટ-પતંગની સૃષ્ટિમાં જુઓ, ઊર્ધ્વલોકમાં દેવતાઓને નિહાળો કે પછી ભૂમાપુરુષના અનંત-વ્યાપી વિસ્તારમાં ફરી વળો પણ એની સર્વ રચના નિરાળી દેખાશે. એટલું જ નહીં, એના જેવો પણ કોઈ બીજો નહીં મળે કારણ કે નુઘરામાં કર્તાપણાનો અંશ પણ નથી. એ સદાય 'નિરદાવે નિઃશંક' ખેલે છે. ક્યાંય ઘાટને માથે કર્તાનું લેબલ હોય તો તેનું સરનામું શોધી કાઢીએ, પણ આને ઘટ કે ઘટના આકારનીયે પડી નથી. ત્યારે આ ઘટમા પુરાઈ કોણ રહે છે ને ઘડનારાને શોધતો ફરે છે? તે ઘટની બહાર છે કે અંદર? અખો કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો
સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય
</poem>}}
{{right|[વેદઅંગ, છપ્પો ૫૧૪]}}

Revision as of 10:44, 21 May 2025

નઘરો એક નિરંજન નાથ

સઘરો સૌ મળ્યો રે, નઘરો એક નિરંજન નાથ જી,
ઉપદેશ આપે એક્લો જેનું હારદ ન આવે હાથ-
જેણે વણનમુને વિશ્વ રચ્યું અને વણમસાલે વીર જી,
અવનિ રે દળ ક્યાંથી રે કાઢ્યું, ને ક્યાંથી કાઢ્યું નીર-
તેજ તે તપતું કર્યું અને અનિલ કીધો અરૂપ જી,
આકાશ કીધું અટપટું, એનો નુથરો કહાવે રે ભૂપ-
નુથરા વડે ગરવા ગુરુ તે, બાધે ગિરિના રે બંધ જી,
તે ખટ દર્શન થઈ ખટપટે, પણ અનુભવહીણા અંધ-
તે સ્વે સાગર સઘરો કરે, જો મલી આવે આશ જી,
જેમ મૃગ મરાવ્યો મલપતો, પડે પશુને પાશ-
નુધરો નિત રહે નિર્મળો, જેને અંતર નહીં કશું આપ જી,
તે મણિની પેઠે ઝળઙળે, તેને તેજ પણ નહીં તાપ-
દિનકર વડે રાત પરખીએ, નહીં તો દિવસ નહીં રાત જી,
નિર્વાણપદ નુથરા તણાં, નહીં વાણીની જાત-
રચના તો રચતો રૂંધી, માંહી નભ ન આવે જેમ જી,
તે ગુહ્ય રાખે ગોખલે, પણ પોત તે પસર્યું તેમ-
અધો ઉરધ ભૂમા થયું કો' જવલ્લે નહીં જોડ જી,
તેમ નુધરો નિરદાવે રહે, જ્યાં ઘટ નહીં ઘટમોડ—
સન્મુખ થઈને સમજતાં, બોલે તો આવે વાત જી,
વાદે વળગણ વાધતાં, ભાઈ, ધામ ન પાવે ધાત-
નુધરો તે સ્વે નરહરિ, જ્યાં દ્વૈત નહીં, નહીં એક જી,
જ્યમ છે ત્યમનું અખા, આ તો નેતિ નેતિનો શેષ—
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> સથરો સૌ મળ્યો રે.

અખાની લેખણમાં નગદ ને નક્કર સોનાની લગડીમાંથી ખણખણતા રૂપિયા જેવા શબ્દો પાડવાની કળા છે. જીવનમાં જેણે ખોટા ચલણને ઝાટકી કાઢ્યું તેણે વાણીમાંયે બોદા, ઘસાયેલા, કટાયેલા શબ્દથી ચલાવી નથી લીધું. આતમતેજથી ઝગારા મારતા ને રણકતા શબ્દો તેની પાસે ઊમટતા આવે છે ને મારકો પડાવી જાય છે. અખાના મારકાવાળા શબ્દોને આપણે દીઠે ઓળખી કાઢીએ. ‘સઘરો' અને ‘નઘરો’ એવા મૂલ્યવાન અને અર્થસભર શબ્દો છે. સઘરો સૌ મળ્યો... હારદ ન આવે હાથ જ્યાં જુઓ ત્યાં સઘરો જ જોવા મળે છે. કોઈ નામ, રૂપ, જાતિ, વર્ણ કે ચિહ્ન સહુને વળગ્યાં જ છે. અમુક આધાર કે અવલંબન પર તેનું અસ્તિત્વ છે. જેને કોઈ જાતના આધારની જરૂર જ નથી એવો નિરાલંબ તો એક નઘરો નિરંજન નાથ છે. તે છે નિરંજન. કોઈ લાંછન, લક્ષણ, વિશેષણ એને લાગુ પડતું નથી, અને એ વળી સર્વનો સ્વામી છે. પ્રકૃતિની છાયા-છાપરી નીચે રહેતો જીવ સઘરો છે, પ્રકૃતિથી ૫૨ રહેલો પુરુષોત્તમ, આત્મદેવ છે નઘરો. સંતોએ પ્રકૃતિના ૫રસ્પર આધારિત ઘર અને તેથી પર નિરાલંબ ઘરની વાત અનેક જગ્યાએ કહી છે. સુંદરદાસનું કવિત છે :

એક ઘર, દોય ઘર, તીન ઘર, પાંચ ઘર,
પાંચ ઘર તજે તબ છઠો ઘર પાઈએ,
એક એક ઘર કે આધાર એક એક ઘર
એક ઘર નિરાધાર આપ હી દિખાઈએ,
સો તો ઘર સાક્ષીરૂપ ઘર મધ્ય હૈ અનુપ
તાહુ ઘર મધ્ય કોઈ દિન ઠહરાઈએ,
તાકે ઘર સાક્ષી ન અસાક્ષી ન સુંદર કછુ
વચન અતીત કહું આઈ હૈ ન જાઈ હૈ.

પંચ-ઇન્દ્રિય સાથે જોડાયેલા મનનો પસારો પાંચ ઘર સુધી. મન તેની પકડમાંથી મુક્ત થયું એટલે સાક્ષી ઘરમાં વિરમ્યું. અને ત્યારે પછી મનનો આધાર જ તૂટી પડ્યો એટલે એને વિલય થવાનો વારો આવી પહોંચ્યો. નિરાલંબ ઘરમાં કેમ પ્રવેશ થાય છે તેની આ જરાક ઝાંખી. આ અનામી ઘરને વળી સંતો ‘ખૂબ વતન ઘર', ‘ગગન ઘર’, ‘સૂન શિખર મઠ' એવાં એવાં નામોથી લડાવે છે, આપણા જેવાને હાથ આપવા માટે જ તો. અખાએ પણ, આપણને બેઠા કરવાનો પડકારો કર્યો જ છેઃ

તમે તમારાં ઘર ઓળખો, શું બેઠા છો હારી?
*
જે ઘર જાવું મૂવા પછી, તે ઘર જીવતાં જુવો.

સાધુઓમાં બોલાય છેઃ 'ઘર મેં ઘર દિખલાઈ દે, સો સત્ ગુરુ હમાર.' આ ઘરમાં બેઘર બની રહેનારો નઘરો કે નુઘરો જ સાચો સત્ ગુરુ. આપણે માનીએ કે શાસ્ત્રો, જ્ઞાનીજનો, સંતપુરુષોના ઉપદેશથી આપણે તરી જશું, પણ નઘરો નિશાની ન કરે ત્યાં સુધી કાંઈ વળે નહીં, એ એકલો જ ઉપદેશ આપવા સમર્થ છે. અને ઉપદેશ પણ કેવો આપે છે? જેનું હારદ ન આવે હાથ', જેનું રહસ્ય પામી શકાતું નથી. આ ગહન રહસ્યને શોધનારો પોતે જ તેમાં ડૂબી જઈને પોતાને પામે છે. આ સાવ પોતાના જ ઘરની વાત અખાએ સંશય વિના અનુભવથી ગાઈ છે.

આપ સંશે ઊડી ગયો આપથી.
ત્યારે અખા દીસે રામ છેક ઘરના.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> જેણે વણનમૂને... સુધરો કહાવે? ભૂપ

આ બેઘર બાદશાહ જેવો નુઘરો ભારે જાદુગર લાગે છે. કોઈ જાતનાં સાધનોની સહાય કે સામગ્રી વિના તેણે આ વિશ્વની રચના કરી. આ પંચમહાભૂતોનો સમુદાય તેણે ક્યાંથી મેળવ્યો હશે! મહા આશ્ચર્યનાં મંડાણ છે આ બધાં. એમાં 'આકાશ કીધું અટપટું,' અખાએ આકાશને અટપટું શા માટે કહ્યું હશે? બીજા પદાર્થોથી એ કાંઈ વધુ જટિલ નથી. પણ આ સર્વના મૂળમાં આકાશ રહ્યું છે ને તે અટપટું, અષ્ટપટવાળું છે.. અષ્ટધા પ્રકૃતિના, અપરા પ્રકૃતિના આઠેઆઠ તંતુ આ આકાશ સંઘરીને બેઠું છે. ગગનનો ગૂઢ તત્ત્વઝંકાર અહીં થાય છે. નરસૈયાનો સ્વામી જેમ સકળ વ્યાપી રહ્યો છે તેમ અખાનો નિરંજન નાથ પણ વિશ્વથી વેગળો નયી. નુઘરા વડે ગુરુ... અનુભવીણા અંધ આ કડી અસ્પષ્ટ લાગે છે. પાઠભેદ કે શુદ્ધ વાચના મળે તો કાંઈ સળ સૂઝે એવું છે. ગરવા ગુરુ નુઘરા વડે ગિરિના બંધ બાંધે છે એટલે શું? કદાચ અખાને પ્રિય ચિત્ર આ ગુરુ દ્વારા બંધાતા ગિરિબંધમાં રહ્યું હોય. બીજી પંક્તિમાં ખટ દરશનનો વધતો પથારો ને અનુભવ વિના એમાં જ અટવાતા અંધ પોથી-પંડિતોની વાત આવે છે એટલે ગુરુના અનુભવભંડારની અહીં વાત હોઈ શકે. અખાએ તેને પર્વતમાં અંતરભૂત થતા જળભંડાર સાથે સરખાવ્યું છે. 'ચિત્ત વિચાર સંવાદમાં તેણે ચિદ્દનની વૃષ્ટિથી લદબદ થઈ જતા ચિત્ત રૂપી પર્વતની વાત કરી છે. તેમાં કેટલુંક જળ ચિત્ત ગ્રહણ કરે છે ને તેનો હૃદ, ધરો બંધાય છે. ચિત્તનો ચિદ્ સાથે એટલી તદ્રુપતા. પણ બીજું વાણીરૂપે વહે છે તેમાંથી બુદ્ધિ-વિલાસ, ચૌદ વિઘા, ચોસઠ કળાનાં વહેળા-વોંકળા, નદી-નાળાં વહી નીકળે છે. પણ જો આ વૃત્તિઓના વિસ્તારમાં વહી જવાને બદલે કોઈ મૂળની ભાળ કાઢે, મૂળ સેર પકડે તો એને શું મળે? અખાના શબ્દોમાં :

તું તારું તુજપણું લે ઘેર, તેથી અંતર આવતી સેર,
નગ દીસે બા'રે કોરડા, માંહી ભર્યાં જળના ઓરડા,
તું તારું પરોવ જો ચિત્ત, તો લેવું મૂક્યું થાયે મિત.

ગુરુ જે ગિરિના બંધ બાંધે છે તે આવો ચિત્તને ચિદ્દન સાથે એકરૂપ કરતો અમૃતધરો છે. પહાડની શિલાઓમાં ઝળ સંઘરી રાખતા આ પ્રકારના વીરડાને ‘કાચલિયો વીરડો' કહેવામાં આવે છે. નાળિયેરની કાચલી તોડતાં એમાંથી મીઠું જળ મળે છે તેમ શિલાનાં પડ ભેદતું આ પાણી પીતાં તૃપ્તિ થઈ જાય છે. ગરવા ગુરુ આવા બંધ બાંધી આપે છે, તેને નિમિત્ત બનાવીને નઘરો અનુભવને વાચાયે આપે છે. પણ મૂળનું અનુસંધાન કરનારા નીકળતા નથી ને જુદાં જુદાં દર્શનોના વાદવિવાદમાં અજ્ઞાનીઓ અટવાયા કરે છે. અખાએ પોતાના સર્જનમાં પણ નાથ નિરંજન ગ્રંથકરતા'ને જ જોયો છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> તે સ્વે સાગર... પશુને પાશ

સંસાર-સાગર અગાધ જળભરેલો, મહા ભયંકર અને તરવો ભારે કઠિન ગણાય છે. પણ આ સાગરને દેહ અને ઇચ્છાને અધીન જીવે પોતે જ ઉત્પન્ન કર્યો છે. એકાદ આશાનું તણખલું આવી મળ્યું તો એમાંથી અનંત જન્મોના માળા તે ઊભા કરવા લાગી જાય છે. પોતે જ ઊભી કરેલી આશા-તૃષ્ણાની જાળમાં તે ફસાઈ મરે છે. પારધીના સંગીતમાં મુગ્ધ બની પવનવેગી મૃગ પણ મલપતો, હરખાતો સામેથી દોડીને આવે છે ને જાળમાં ફસાઈ પ્રાણ ગુમાવે છે. મનુષ્ય એવા જ પશુ જેવા પાશમાં બંધાઈ ગયો છે-એક જ આશાની ઝીણી મધલાળની દોરીએ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> નુધરો નિત રહે... તેજ પણ નહીં તાપ

જેના અંતરમાંથી પોતાપણું સદંતર નીકળી ગયું છે તે સદાય નિર્મળ છે, કારણ કે તેના પર કર્મની રજ ચડતી નથી. ઉપરાંત તે બહારની કોઈ વસ્તુથી દોરાતો કે ઘેરાતો નથી. તે મણિની જેમ સ્વયં-પ્રકાશિત છે. ક્રિયા-પ્રતિક્રિયાનાં અજવાળાં-અંધારાં તેને માટે નથી. તેનાં કાર્યો આત્મ-દીપ્તિથી ઝળહળે છે. કોઈનાં વચન કે કાર્યથી એ ઉગ્ર, વ્યગ્ર થતો નથી. એ સદાય વિગતજવર' છે, તપી નથી જતો, ઊલટું શીતળ તેજ સામાને આપે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> દિનકર વડે... નહીં વાણીની જાત

દેહભાવથી મુક્ત પુરુષને કર્મની મલિનતા નથી સ્પર્શતી તેમ કાળનું બંધન પણ નથી રહેતું. સૂર્યના ઉદય-અસ્તથી દિવસ-રાતનું ચક્ર ઘૂમતું દેખાય છે; પણ સૂર્યના ઘરમાં જ નિવાસ કરે તેને ઉદય-અસ્ત ક્યાંથી રહે? એ જ રીતે આત્મસૂર્ય સાથે એકત્વ સાધતાં જેને માટે જન્મ-મૃત્યુ, ઉદય-અસ્ત, સંસાર-મોક્ષ એ બંનેનો છેદ ઊડી ગયો એ નિત્ય નિર્વાણ-પદમાં જ મહાલે છે. આ વસ્તુ વાણીમાં આવી શકે એમ નથી. કર્મ અને કાળ બંનેને ગળી જતી. આ સ્થિતિ તો નજરને મૂળમાંથી પલટાવી નાખતા રામ-રસાયનથી આવે છે. અખાનું પદ છે :

રામ રસાયન જન જીનહીં પિયો હે,
તાકે નેન ભયે કછુ ઓર,
ઉતરત નાંહીં તાકે બ્રહ્મ ખુમારી,
વાનું બહું ન કાલ ગ્રહ્યો છે,
જયું કા ત્યું હી અખા હે નિરંતર
ચિત્ત ચિપ ભયો સો ભયો ઠે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રચના તો રચતો... ઘટ નહીં ઘટમોડ

અખો છે સ્વતંત્ર ચાલનો ચલંદો. કોઈ વિચારના ખાનામાં ન પુરાય, તો વાણીના નિયમો તોડી નવાં રૂપ પણ કેમ ઘડતો ન જાય? અહીં રચનના તો રચતો રૂંધી' એમાં રૂંધી નાખીને રચના કરતો' એવા ક્રિયાવિશેષણને બદલે 'રૂંધી રચના' એ રચનાનું નામવિશેષણ પણ હોઈ શકે. જેવી ઊંઘી રચના એવી રૂંધી રચના. જે બંધન — રૂંધન ઊભાં કરે એવી રચના. નુઘરો આ માયામય સૃષ્ટિને સરજે છે અને એની વચ્ચે આકાશની જેમ અલિપ્ત રહે છે. આ રહસ્ય તેણે ગુપ્ત ગોખલે રાખ્યું અને પ્રપંચનું પોત સર્વત્ર ફેલાવ્યું. અધોલોકમાં, કીટ-પતંગની સૃષ્ટિમાં જુઓ, ઊર્ધ્વલોકમાં દેવતાઓને નિહાળો કે પછી ભૂમાપુરુષના અનંત-વ્યાપી વિસ્તારમાં ફરી વળો પણ એની સર્વ રચના નિરાળી દેખાશે. એટલું જ નહીં, એના જેવો પણ કોઈ બીજો નહીં મળે કારણ કે નુઘરામાં કર્તાપણાનો અંશ પણ નથી. એ સદાય 'નિરદાવે નિઃશંક' ખેલે છે. ક્યાંય ઘાટને માથે કર્તાનું લેબલ હોય તો તેનું સરનામું શોધી કાઢીએ, પણ આને ઘટ કે ઘટના આકારનીયે પડી નથી. ત્યારે આ ઘટમા પુરાઈ કોણ રહે છે ને ઘડનારાને શોધતો ફરે છે? તે ઘટની બહાર છે કે અંદર? અખો કહે છે :

માંહે બહાર ન જાયે કહ્યો, બાંધ્યો રૂંધ્યો પોતે લહ્યો
સેજે સહજ કુલ્યું આકાશ, ઊપજ સાથે અખા સમાસ,
આગળ સગુણ નીપજતું જાય, પાછળ નિર્ગુણ થઈ ભૂંસાય

[વેદઅંગ, છપ્પો ૫૧૪]