ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/હામીદમીયાં ડોસામીયાં સૈયદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 60: Line 60:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા
|previous = સુંદરજી ગોકળદાસ બોટાઇ
|next = સુંદરજી ગોકળદાસ બોટાઇ
|next = હરિશંકર ઓઘડભાઇ ઠાકર
}}
}}

Latest revision as of 02:59, 20 May 2025

હામીદમીયાં ડોસામીયાં સૈયદ

એઓ અમદાવાદના વતની અને સૈયદ કુટુંબના છે. એમનો જન્મ અમદાવાદમાં સન ૧૮૯૨માં થયો હતો. એમના માતુશ્રીનું નામ અમીરબીબી છે. એમનું પ્રથમ લગ્ન સન ૧૯૦૯માં અમદાવાદમાં થયું હતું અને બીજી વારનું લગ્ન સન ૧૯૨૩માં ઝેબુનનિસા બેગમ સાથે થયું હતું. અમદાવાદમાં એમણે બધું શિક્ષણ લીધું હતું અને તે દરમિયાન એમને હાઇ અને સ્પેશિયલ સ્કૉલરશિપો મળી હતી. તેઓ અંગ્રેજી, ગુજરાતી, ફારસી, અરબી, ઉર્દુ, હિન્દી અને બંગાળી ભાષા સારી રીતે જાણે છે. પ્રથમ તે સરકારી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નોકર હતા. સરકારી નોકરી છોડ્યા પછી પત્રકાર તરીકેનું જીવન સન ૧૯૧૭થી શરૂ કર્યુ હતું. ધર્મ, ઈતિહાસ અને ભાષા એ એમના પ્રિય વિષયો છે; અને એમના જીવન પર કુરાન, ગીતા અને સોક્રેટીસની અસર થયાનું તેઓ લખે છે. હિન્દુ ધર્મ પ્રતિ એમને પક્ષપાત છે; અને વૈષ્ણવ સાહિત્ય પણ ઠીક વાંચેલું છે. શિક્ષક અને પત્રકાર તરીકે તેઓ જીવન ગાળે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> : : એમની કૃતિઓ : :

પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. ઝોહરા સન ૧૯૧૮
૨. હઝરત ખાલિદ બિન વાલીદ  ” ૧૯૧૮
૩. વીરાંગના કે દેવાંગના?  ” ૧૯૧૯
૪. પિશાચ લીલા  ”
૫. પ્રેમની પ્રતિમા  ” ૧૯૨૫
૬. પ્રેમનો શિકાર  ”
૭. અપ્સરા કે ચુડેલ  ” ૧૯૨૬
૮. પ્રેમ વિજય  ” ૧૯૨૭
૯. મહિસુરનો સિંહ  ” ૧૯૨૮
૧૦. ભૂત બંગલો  ” ૧૯૩૦