મર્મર/અલબેલી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(+૧) |
||
| Line 12: | Line 12: | ||
અંગોના ભંગ એના ભાંગીને આગળા | અંગોના ભંગ એના ભાંગીને આગળા | ||
{{gap|3em}}અંતરના લિયે મને ગોતી. | {{gap|3em}}અંતરના લિયે મને ગોતી. | ||
વરસે છે હેતની હેલી. –એક૦ | {{gap|3em}}વરસે છે હેતની હેલી. –એક૦ | ||
ઝંખનાને ઝરૂખેથી ઝૂકી ઝૂકી જોતી મને | ઝંખનાને ઝરૂખેથી ઝૂકી ઝૂકી જોતી મને | ||
Latest revision as of 09:06, 14 May 2025
અલબેલી
એક અલકમલકની અલબેલી
શી મ્હાલે છે મન મેલી!
પાલવ લ્હેરાય એના પ્રીતના પાનેતરનો
જાતને એ ઝાંઝરમાં ખોતી,
અંગોના ભંગ એના ભાંગીને આગળા
અંતરના લિયે મને ગોતી.
વરસે છે હેતની હેલી. –એક૦
ઝંખનાને ઝરૂખેથી ઝૂકી ઝૂકી જોતી મને
આંખોમાં આંખડી પ્રોતી,
દિલના દરિયેથી એના કલ્પના કિનારે મારા
મનડાના મૂકી જતી મોતી.
છેડતી મને શું છકેલી! –એક૦