મર્મર/નિવેદન: Difference between revisions
(+1) |
No edit summary |

| Line 8: | Line 8: | ||
છેલ્લે, કવિતાનું આ પુસ્તક ફરી આ રીતે પ્રગટ કરવાની હામ ભીડનાર મારા મિત્ર શ્રી. નટવરલાલ ગાંધીનો આભાર માનું એટલો ઓછો છે. એમણે પ્રકાશન માટે તત્પરતા ન દાખવી હોત તો આ સંગ્રહ આ રીતે પ્રગટ થયો જ ન હોત. | છેલ્લે, કવિતાનું આ પુસ્તક ફરી આ રીતે પ્રગટ કરવાની હામ ભીડનાર મારા મિત્ર શ્રી. નટવરલાલ ગાંધીનો આભાર માનું એટલો ઓછો છે. એમણે પ્રકાશન માટે તત્પરતા ન દાખવી હોત તો આ સંગ્રહ આ રીતે પ્રગટ થયો જ ન હોત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|ધાતીગર મહેલ્લો,
નાનપુરા, સૂરત
૩૦-૧૨-૧૯૫૭. ||જયન્ત પાઠક}} | {{rh|ધાતીગર મહેલ્લો,
નાનપુરા, સૂરત
૩૦-૧૨-૧૯૫૭. ||'''જયન્ત પાઠક'''}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 07:17, 14 May 2025
‘મર્મર’ની આ બીજી સંવર્ધિત આવૃત્તિમાં, પ્રથમ આવૃત્તિમાંનાં કેટલાંક કાવ્યો રદ કરવામાં આવ્યાં છે અને એ આવૃત્તિના પ્રકાશન પછીના ગાળામાં લખાયેલાં કાવ્યોમાંથી કેટલાંક ચૂંટીને મૂકવામાં આવ્યાં છે. નવાં કાવ્યોની પસંદગી કરી આપવા માટે તેમજ પ્રથમ આવૃત્તિને અંશતઃ સુધારેલા પ્રવેશકને આ બીજી આવૃત્તિમાં છાપવાની સંમતિ આપવા માટે પૂ. પ્રો. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીનો હૃદયથી આભાર માનું છું. તેવી જ રીતે નવાં કાવ્યોને આવરી લેતું ‘મર્મરનું મર્મદર્શન' કરાવવા બદલ મુ. પ્રો. વ્રજરાય દેસાઈનો પણ આભારી છું. મારા મિત્ર ભાઈશ્રી ઉશનસે સંગ્રહનાં કાવ્યો માટે દ્યોતક ટિપ્પણ લખી આપ્યું છે તે બદલ એમનો પણ ઋણી છું. છેલ્લે, કવિતાનું આ પુસ્તક ફરી આ રીતે પ્રગટ કરવાની હામ ભીડનાર મારા મિત્ર શ્રી. નટવરલાલ ગાંધીનો આભાર માનું એટલો ઓછો છે. એમણે પ્રકાશન માટે તત્પરતા ન દાખવી હોત તો આ સંગ્રહ આ રીતે પ્રગટ થયો જ ન હોત.
ધાતીગર મહેલ્લો,
નાનપુરા, સૂરત
૩૦-૧૨-૧૯૫૭.
જયન્ત પાઠક