પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Reference Corrections)
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્લેટોએ અનુકરણનો પ્રચલિત અર્થ લઈ કવિતાને અસત્યમય ઠરાવેલી. ઍરિસ્ટૉટલ ‘અનુકરણ’ શબ્દને નવો અર્થ આપે છે અને કવિતાને વ્યાવહારિક સત્યનાં ધોરણોથી મુક્ત કરે છે, એટલું જ નહીં કાવ્યગત સત્યની સ્વતંત્ર વ્યાખ્યા સર્જે છે. આ વ્યાખ્યા દ્વારા ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થવા લાગે છે.

કવિતા અને સત્યના સંબંધ વિશેનાં ઍરિસ્ટૉટલનાં મંતવ્યો પ્લેટોનાં મંતવ્યો સાથે વિરોધાવવા જેવાં છે, આપણે આગળ જોયું કે ઍરિસ્ટૉટલ જ્યારે ઇતિહાસકાર અને કવિનાં કાર્યોને સરખાવે છે ત્યારે એ ઇતિહાસકારને બનાવો જેવા બન્યા છે એવા નિરૂપનાર અને કવિને બનાવો જેવા બનવા જોઈએ એવા નિરૂપનાર કહે છે. ઇતિહાસકારની કૃતિમાં આ રીતે વ્યાવહારિક સત્ય એટલે કે તથ્ય હોય છે. કવિની કૃતિમાં? વ્યાવહારિક સત્યને એ અતિક્રમતી હોવાથી સત્યની બાબતમાં ઇતિહાસ કરતાં એ ઊતરતી? ઍરિસ્ટૉટલ કહે છે – ના, કવિતા તો ઇતિહાસ કરતાં વધારે તત્ત્વનિષ્ઠ અને ઉચ્ચ વસ્તુ છે, કારણ કે ઇતિહાસ અમુક-અમુક ચોક્કસ બનાવોને નિરૂપે છે, ત્યારે કવિતાનો પ્રયત્ન સાર્વત્રિક(યુનિવર્સલ)ને નિરૂપવાનો હોય છે.<ref>૧૬</ref> સાર્વત્રિક એટલે અમુક પ્રકારનો માણસ અમુક પ્રસંગે આવશ્યકતાના કે સંભવિતતાના નિયમ અનુસાર કઈ રીતે બોલે કે વર્તે તે.<ref>૧૭</ref> કવિતાએ આ પ્રકારની સાર્વત્રિકતા સિદ્ધ કરવાનું નિશાન રાખવાનું છે.
કવિતા અને સત્યના સંબંધ વિશેનાં ઍરિસ્ટૉટલનાં મંતવ્યો પ્લેટોનાં મંતવ્યો સાથે વિરોધાવવા જેવાં છે, આપણે આગળ જોયું કે ઍરિસ્ટૉટલ જ્યારે ઇતિહાસકાર અને કવિનાં કાર્યોને સરખાવે છે ત્યારે એ ઇતિહાસકારને બનાવો જેવા બન્યા છે એવા નિરૂપનાર અને કવિને બનાવો જેવા બનવા જોઈએ એવા નિરૂપનાર કહે છે. ઇતિહાસકારની કૃતિમાં આ રીતે વ્યાવહારિક સત્ય એટલે કે તથ્ય હોય છે. કવિની કૃતિમાં? વ્યાવહારિક સત્યને એ અતિક્રમતી હોવાથી સત્યની બાબતમાં ઇતિહાસ કરતાં એ ઊતરતી? ઍરિસ્ટૉટલ કહે છે – ના, કવિતા તો ઇતિહાસ કરતાં વધારે તત્ત્વનિષ્ઠ અને ઉચ્ચ વસ્તુ છે, કારણ કે ઇતિહાસ અમુક-અમુક ચોક્કસ બનાવોને નિરૂપે છે, ત્યારે કવિતાનો પ્રયત્ન સાર્વત્રિક(યુનિવર્સલ)ને નિરૂપવાનો હોય છે.<ref>Poetry, therefore, is a more philosophical and a higher thing than history : for poerty tends to express the universal, history the particular.</ref> સાર્વત્રિક એટલે અમુક પ્રકારનો માણસ અમુક પ્રસંગે આવશ્યકતાના કે સંભવિતતાના નિયમ અનુસાર કઈ રીતે બોલે કે વર્તે તે.<ref>By the universal I mean how a person of a certain type will on occasion speak or act, according to the law of probability or necessity.</ref> કવિતાએ આ પ્રકારની સાર્વત્રિકતા સિદ્ધ કરવાનું નિશાન રાખવાનું છે.
જોઈ શકાય છે કે પ્લેટોની દૃષ્ટિએ ‘આઇડિયા’ – અમૂર્ત ખ્યાલમાં સાર્વત્રિકતા અને તેથી પરમ સત્યતા હતી; ઍરિસ્ટૉટલની દૃષ્ટિ એ સાર્વત્રિકતા ક્રિયાશીલ મૂર્ત પદાર્થમાં છે – એમાં પ્રવર્તતા આવશ્યકતા કે સંભવિતતાના નિયમને કારણે. એમ કહેવામાં આવ્યું છે કે પ્લેટોની સાર્વત્રિકતા એટલે ભૂમિતિનો ત્રિકોણ, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ સાર્વત્રિક એટલે, કહો કે, ઘોડો – એક જીવંત પ્રાણી. (વિમ્સૅટ અને બ્રુક્સ, લિટરરી ક્રિટિસિઝમ, એ શૉર્ટ હિસ્ટરી, પૃ. ૨૩)

આ સંભવિતતાનું – આવશ્યકતાનું – કાર્યકારણસંબંધનું – બુદ્ધિગ્રાહ્યતાનું ધોરણ એ જ ઍરિસ્ટૉટલનું સત્યનું ધોરણ છે અને એની વિચારસરણીમાં એ લગભગ ઈશ્વર જેવું સ્થાન ભોગવે છે. પ્લેટોએ સત્યદર્શનનો એક જ રાજમાર્ગ જોવો અને તે બુદ્ધિના સાધનને પ્રયોજતો ફિલસૂફીનો માર્ગ. કવિતા બુદ્ધિના નહીં પણ ઊર્મિના સાધનને પ્રયોજે છે માટે એ અસત્યને માર્ગે લઈ જનારી છે એમ એણે માન્યું. ઍરિસ્ટૉટલ પણ બુદ્ધિનું અને બુદ્ધિના સાધનને પ્રયોજતી ફિલસૂફીનું ગૌરવ તો કરે જ છે –એ પણ સૉક્રેટીસ અને પ્લેટોની જમાતના ફિલસૂફ જ છેને? – પણ કવિતાના વ્યાપારને એ બુદ્ધિવિરોધી માનવાને બદલે બૌદ્ધિક નિયમોનું પાલન કરનાર વ્યાપાર માને છે અને એને ફિલસૂફીની નજીક બેસાડે છે. ફિલસૂફીનું એક શાસ્ત્ર તરીકે પ્રયોજન શું હોય છે? જગતના પદાર્થોના અને જગતમાં પ્રવર્તતા ભિન્નભિન્ન વ્યાપારોના આંતરસંબંધ ખોળવા અને જગતનું એક સુસંગત બુદ્ધિગ્રાહ્ય દર્શન ઊભું કરવા પ્રયત્ન કરવો. ઇતિહાસ ફિલસૂફીને સામે છેડે છે. એ વાસ્તવિક જગતના બનાવોને નોંધે છે, પણ જેવા છે તેવાઃ એમાંથી કોઈ સુસંબદ્ધ દર્શન ઘડવાનો એનો પ્રયાસ નથી હોતો. (ઍરિસ્ટૉટલને, દેખીતી રીતે જ, તત્ત્વનિષ્ઠ ઇતિહાસની કલ્પના ન હતી.) કવિતાનું સ્થાન આ બન્નેની વચમાં ક્યાંક છે. ઇતિહાસની જેમ એ બનાવોને જેવા બને છે એવા ને એવા રૂપમાં ન મૂકી શકે, કેમ કે એણે સાર્વત્રિકતા સાધવાની છે, બનાવોની પાછળના કાર્યકારણતત્ત્વને પકડવાનું છે. બૌદ્ધિક નિયમને અનુસરવાનું છે. બીજી બાજુ, ફિલસૂફીની જેમ અનુભવગમ્ય જગતનું વિશાળ અવલોકન, એ અવલોકનની સામગ્રીમાંથી સર્વસાધારણ સિદ્ધાંતગ્રહણ, સંકલ્પન, તર્ક વગેરે જેવા વ્યાપારો કવિતા ન પ્રયોજી શકે, કેમ કે એ તો માત્ર કવિને સૂઝેલું જીવનનું ચિત્ર – સાક્ષાત્‌ ચિત્ર રજૂ કરે, કોઈ વિશેષ બનાવ કે બનાવોનું વર્ણન કરે. હા, આ ચિત્ર કે વર્ણન એણે સુઘટિત બનાવ્યું હોય, એમાં સંભવિતતાનું ધોરણ સાચવીને એને બુદ્ધિગ્રાહ્ય કે પ્રતીતિકર બનાવ્યું હોય. આ દૃષ્ટિએ જ કવિતા ઇતિહાસથી જુદી પડે છે અને ફિલસૂફીની સગોત્રીય બને છે.

પણ વિશેષ બનાવો કે હકીકતોના નિરૂપણમાં સંભવિતતાનું ધોરણ સાચવવું એટલે શું? વાસ્તવિક જગતનો સમગ્ર વ્યવહાર આપણે એક સુસંકલિત અર્થપૂર્ણ ઘટના તરીકે જોઈ શકતા નથી. એમાં ઘણાંબધાં ક્ષુદ્ર આકસ્મિક નિર્માલ્ય તત્ત્વો આપણને મિશ્રિત થયેલાં જણાય છે. કવિ જ્યારે જગતના આવા કોઈ વ્યવહારને કાવ્યના વિષય તરીકે સ્વીકારે છે ત્યારે તેણે એ વ્યવહારને એવા ને એવા વિશૃંખલ વિકલ રૂપમાં રજૂ નથી કરવાનો. એણે એ વ્યવહારના લાક્ષણિક અંશો પસંદ કરી અથવા બધા અંશોને સુઘટિત કરી એની અર્થપૂર્ણતા પ્રગટ કરી આપવી જોઈએ અને એ રીતે વ્યવહારને એક સ્વયંસંપૂર્ણ પ્રતીતિકર વ્યવહાર તરીકે આપણી સમક્ષ રજૂ કરવો જોઈએ. આમાં વાસ્તવિકતાને વટી જવાની વાત છે, પણ એને વિકૃત કરવાની વાત નથી. કવિતા પ્રકૃતિતંત્રથી આગળ જાય, પણ એ પ્રકૃતિતંત્રનું જ સૂક્ષ્મ રહસ્ય અને સત્ય પ્રગટ કરવા માટે, પ્રાકૃતિક નિયમનો વિરોધ કરવા માટે નહીં. એક વાક્યમાં કહેવું હોય તો, એણે હકીકતના સત્યનું ભાવનાત્મક સત્યમાં રૂપાંતર કરવું જોઈએ – તથ્યનું સત્યમાં રૂપાંતર, ઍરિસ્ટૉટલનો જ સૂક્ષ્મ વિવેકભયોં પ્રયોગ વાપરીએ તો ‘શક્યતા’ને ‘સંભવિતતા’માં પલટાવવી જોઈએ.

ઍરિસ્ટૉટલે હોમરના ‘ઑડિસી’નો આપેલો દાખલો એની આ વિચારસરણીને અત્યંત સ્પષ્ટ કરે એવો છે. એ કહે છે કે હોમરે ‘ઑડિસી’માં ઑડિસ્યૂસનાં બધાં પરાક્રમોનો સમાવેશ નથી કર્યો; કેટલાક બનાવો જેમની વચ્ચે કંઈ આવશ્યક સંબંધ નહોતો એ એમણે એમાંથી ટાળ્યાં છે. એટલે કે પસંદગી અને સંઘટન દ્વારા એમણે ઑડિસ્યૂસના જીવનની અર્થપૂર્ણતા, એનું રહસ્ય પ્રગટ કર્યું. આમ થવાથી, હોમરની કૃતિમાંથી ઐતિહાસિક યાથાતથ્ય ઓછું થયું, પણ માનવજીવનનું સૂક્ષ્મ સત્ય પ્રગટ થયું. એ ઇતિહાસથી એક ડગલું આગળ જઈ, તત્ત્વાભિમુખ બની.<ref>૧૮</ref>
ઍરિસ્ટૉટલે હોમરના ‘ઑડિસી’નો આપેલો દાખલો એની આ વિચારસરણીને અત્યંત સ્પષ્ટ કરે એવો છે. એ કહે છે કે હોમરે ‘ઑડિસી’માં ઑડિસ્યૂસનાં બધાં પરાક્રમોનો સમાવેશ નથી કર્યો; કેટલાક બનાવો જેમની વચ્ચે કંઈ આવશ્યક સંબંધ નહોતો એ એમણે એમાંથી ટાળ્યાં છે. એટલે કે પસંદગી અને સંઘટન દ્વારા એમણે ઑડિસ્યૂસના જીવનની અર્થપૂર્ણતા, એનું રહસ્ય પ્રગટ કર્યું. આમ થવાથી, હોમરની કૃતિમાંથી ઐતિહાસિક યાથાતથ્ય ઓછું થયું, પણ માનવજીવનનું સૂક્ષ્મ સત્ય પ્રગટ થયું. એ ઇતિહાસથી એક ડગલું આગળ જઈ, તત્ત્વાભિમુખ બની.<ref>જૉન ગૅસનર ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ સંક્ષેપમાં સરસ રીતે સ્ફુટ કરી આપે છે : “For realism of detail such a view substitutes the ideality of significant outline. It is not... the opposite of the real, but rather its fulfilment and perfection in the sense that reality stands in clear relief and becomes meaningful.” ‘ઍરિસ્ટૉટેલિઅન લિટરરી ક્રિટિસિઝમ’ એ લેખ પૃ. XI-XII, બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ.</ref>
આનો અર્થ એવો તો નથી જ કે વાસ્તવિક બનાવો કદી સંભવિતતાની શરતોને વશ વર્તતા જ ન હોય. ઍરિસ્ટૉટલ સ્પષ્ટપણે સ્વીકારે છે કે કેટલાક ‘વાસ્તવિક’ બનાવો પણ ‘સંભવિત’ હોઈ શકે, અને એવા સંજોગોમાં વાસ્તવિકતાને ઓળંગવાની આવશ્યકતા ઊભી થતી નથી. વાસ્તવિક બનાવો જેવા છે એવા કવિને કામ આવી શકે. હા, માત્ર કામ આવી શકે, એને કાવ્યનું રૂપ આપવા બીજું ઘણું જોઈએ.

તો, કવિતામાં અપેક્ષિત સંભવિતતાનું ધોરણ તે આ છે. એ ધોરણ પદાર્થ કે પરિસ્થિતિના સ્વરૂપમાં રહેલા શાશ્વત રહસ્યને પ્રગટ કરે છે અને એ રીતે સત્યદર્શનનો જ એક પ્રકાર બની રહે છે – અલબત્ત, એક પ્રકાર. સદ્‌ભાગ્યે ઍરિસ્ટૉટલ કવિતાના સત્યની આ વ્યાખ્યા કરવા જતાં, પ્લેટોથી ઊલટા પ્રકારની ભૂલ કરતા નથી. ઇતિહાસ, કવિતા અને ફિલસૂફીને એ સત્યનાં ભિન્નભિન્ન પાસાંને ભિન્નભિન્ન રીતે વ્યક્ત કરતી માનવપ્રવૃત્તિઓ તરીકે જોઈ શકે છે અને સૌને એનું ઉચિત સ્થાન એ આપે છે. કોઈનેયે સ્થાનભ્રષ્ટ કરવાની એમને જરૂર નથી પડતી. ઇતિહાસ ‘વિશેષ’ (પર્ટિક્યુલર)ને યથાર્થ રૂપે નિરૂપે છે, પણ તેનું દર્શન અધૂરું છે, કારણ કે દરેક ‘વિશિષ્ટ’માં અંતર્હિત રહેલા સાર્વત્રિક સુધી એની નજર પહોંચતી નથી; ઇતિહાસ પદાર્થવિશેષ કે વ્યક્તિવિશેષને તેના સમગ્ર રૂપે પ્રત્યક્ષ કરતો નથી, પરંતુ તેના ખંડિત અંશોનો નિર્દેશ કરે છે. કવિતાનું લક્ષ્ય છે ‘સાર્વત્રિક’, પણ એને એ રજૂ કરે છે ‘વિશેષ’ના માધ્યમથી, પદાર્થવિશેષ કે વ્યક્તિવિશેષના વિશિષ્ટ અંશોના રસમય, ભાવનાત્મક દર્શન દ્વારા. ફિલસૂફી જગતની વિશિષ્ટ અનુભવસામગ્રીનો ઉપયોગ કરે છે, પણ ‘સાર્વત્રિક’ને સિદ્ધ કરવા માટે, અને એમાં એનો વ્યાપાર હોય છે અમૂર્ત ચિંતનપ્રણાલીનો; એમાં ‘વિશેષ’નું વિશેષ તરીકે કંઈ મહત્ત્વ રહેતું નથી. આમ, ઍરિસ્ટૉટલ કવિતાનો સત્યદર્શનનો એક આગવો પ્રકાર ધરાવતી પ્રવૃત્તિ તરીકે વિચાર કરે છે.

આટલું પૂરતું નથી. સંભવિતતા કે સત્યનું જે ધોરણ કવિતા વિશેષના માધ્યમથી મૂર્ત કરે છે એ આવે છે ક્યાંથી? એમ લાગે છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આ ધોરણ ઘડાયું તો હોય છે વાસ્તવિક જગતના આપણા વિશાળ અનુભવોથી. છતાં આ સંભવિતતાનું ધોરણ કવિતાનું આંતરિક ધોરણ બની જાય છે – બહારથી લદાયેલું રહેતું નથી. કાવ્ય કે નાટકના આરંભબિંદુરૂપ પ્રાથમિક હકીકતોની પરીક્ષા આપણે આપણા અંગત અનુભવ કે ઇતિહાસની હકીકતોને અનુસરી નથી કરવાની હોતી. એને તો આપણે સ્વીકારી લઈએ. પછી એનો વિકાસ જે રીતે આલેખવામાં આવે તેના તર્ક (લૉજિક)ની તપાસ આપણે અનુભવના તર્કને અનુસરીને કરી શકીએ. (હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૬૧) એટલે ઍરિસ્ટૉટલનું સત્ય આ કે તે કોઈ ચોક્કસ અનુભવના પ્રામાણ્યની અપેક્ષા નથી રાખતું. છતાં એ અનુભવમૂલક છે ખરું. દાખલા તરીકે, સુસંગત વર્તન એ આપણા બુદ્ધિજગતનો એક ખ્યાલ છે અને ઍરિસ્ટૉટલને ચરિત્રાલેખનમાં સુસંગત વર્તનનો આગ્રહ પણ છે, પરંતુ આનો અર્થ એવો નથી કે અસંગત વર્તન કરનાર પાત્ર કવિતામાં ન આવે. આવે, પરંતુ, ઍરિસ્ટૉટલ કહે છે કે, એ, પછી, સુસંગત રીતે અસંગત વર્તન કરનાર હોવું જોઈએ. અંતે જે બુદ્ધિગ્રાહ્યતાનો ઍરિસ્ટૉટલને અત્યંત આગ્રહ છે તે કાવ્યના ઘટક અંશોની પરસ્પર સંગતિરૂપ બની જાય છે. કાવ્યના કોઈ અંશના સત્યાસત્યનો નિર્ણય કેવળ લૌકિક અનુભવનો હવાલો આપીને નહીં કરી શકાય. કાવ્યસમગ્રના સંદર્ભમાં એ અંશનું ઔચિત્ય તપાસવાથી જ કરી શકાશે : “કોઈ પાત્રની ઉક્તિ કે એનું કાર્ય કાવ્યદૃષ્ટિએ બરાબર છે કે નહીં તેની પરીક્ષા કરવા માટે આપણે માત્ર તે કાર્ય કે ઉક્તિ પ્રત્યે જ ન જોવું જોઈએ... એ ઉક્તિ કે એ ક્રિયા કોણે કરી – કોના પ્રત્યે, ક્યારે, કયા પ્રકારે, કયા હેતુથી – આ બધું ગણનામાં લેવું જોઈએ.” “(કવિના નિરૂપણમાં) પરસ્પર વિરુદ્ધ લાગતી બાબતોની પરીક્ષા તાર્કિક પ્રતિવાદમાં પ્રવર્તતા નિયમો અનુસાર થવી જોઈએ – એ જ વસ્તુ એ જ સંદર્ભમાં, એ જ અર્થમાં અભિપ્રેત છે કે નહીં. આ પ્રશ્નોનો ઉકેલ કવિ પોતે જે કહે છે તેને અથવા બુદ્ધિશાળી માણસ શું ધારીને ચાલે તેને લક્ષમાં રાખીને કરવો જોઈએ.”

ઍરિસ્ટૉટલના કાવ્યગત સત્ય પર બુદ્ધિપ્રામાણ્યની આણ ફરે છે એ વાત સાચી છે પણ એક બાજુથી ઍરિસ્ટૉટલ સ્થૂળ ભૌતિક હકીકતોની યથાર્થતાનું બંધન નથી સ્વીકારતા. તો બીજી બાજુથી સૂક્ષ્મ રીતે બુદ્ધિપ્રામાણ્યને અનુસરવા છતાં કાવ્ય પોતાનો એક આગવો વિશેષ સંદર્ભ રચતું હોય છે અને એ રીતે બુદ્ધિ-પ્રામાણ્યને નવું અસ્તિત્વ મળતું હોય છે એ હકીકતનો નિર્દેશ કરે છે. કાવ્યગત સત્યની આ ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વની સ્થાપના ઍરિસ્ટૉટલની તટસ્થ તત્ત્વશોધક વિચારક તરીકેની એક સિદ્ધિ છે.

આથી આગળ વધી ઍરિસ્ટૉટલ સત્યના આ ધોરણમાં પણ કેટલીક છૂટછાટો મૂકે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. લોકસ્વીકૃત બાબતોનો, એ અસત્ય કે અતાર્કિક હોય તોયે, કાવ્ય ઉપયોગ કરી શકે – જેમ કે, દેવો વિશેની વાતો. તેમજ આપણને આશ્ચર્યથી અભિભૂત કરવા માટે અતર્ક્ય કે અવાસ્તવિક નિરૂપણનો કવિ આશ્રય લઈ શકે – જેમ કે, અતિપ્રાકૃતિક ચમત્કારો વગેરે. મહાકાવ્ય દૃશ્ય ન હોઈ એમાં આવા નિરૂપણને વધારે અવકાશ રહે છે. અલબત્ત, આવાં સ્થળોએ કવિતાના જાદુથી અતર્ક્યતાને ઢાંકી દેવાની કવિમાં શક્તિ હોવી જોઈએ. (હોમરમાં, ઍરિસ્ટૉટલ કહે છે કે, અસત્યો કુશળતાપૂર્વક કહેવાની કળા હતી!) વળી, એ સંભવિત છે કે ઘણી વસ્તુઓ સંભવિતતાની વિરુદ્ધ પણ બને.<ref>૧૯</ref> જોકે અહીં પણ ‘અસંભવિત’ બનાવની ‘સંભવિતતા’ પ્રતીત થવી જોઈએ. વળી, કાવ્યમાં એક વાર બુદ્ધિગ્રાહ્ય ન થાય એવું તત્ત્વ દાખલ કરવામાં આવે અને એને સંભવિતતાનો આભાસ આપવામાં આવે પછી તર્ક-અસંગત હોવા છતાં આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. પરીકથામાં આપણે અવાસ્તવિકતાને સ્વીકારીને ચાલવું જ પડે છે ને? હા, અહીં કવિને માથે એ વાતાવરણ ટકાવી રાખવાની, અવાસ્તવિકતાનું નિર્વહણ અવાસ્તવિકતાને છાજે એવી પ્રતીતિકર રીતે કરવાની ફરજ આવી પડે છે.
આથી આગળ વધી ઍરિસ્ટૉટલ સત્યના આ ધોરણમાં પણ કેટલીક છૂટછાટો મૂકે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. લોકસ્વીકૃત બાબતોનો, એ અસત્ય કે અતાર્કિક હોય તોયે, કાવ્ય ઉપયોગ કરી શકે – જેમ કે, દેવો વિશેની વાતો. તેમજ આપણને આશ્ચર્યથી અભિભૂત કરવા માટે અતર્ક્ય કે અવાસ્તવિક નિરૂપણનો કવિ આશ્રય લઈ શકે – જેમ કે, અતિપ્રાકૃતિક ચમત્કારો વગેરે. મહાકાવ્ય દૃશ્ય ન હોઈ એમાં આવા નિરૂપણને વધારે અવકાશ રહે છે. અલબત્ત, આવાં સ્થળોએ કવિતાના જાદુથી અતર્ક્યતાને ઢાંકી દેવાની કવિમાં શક્તિ હોવી જોઈએ. (હોમરમાં, ઍરિસ્ટૉટલ કહે છે કે, અસત્યો કુશળતાપૂર્વક કહેવાની કળા હતી!) વળી, એ સંભવિત છે કે ઘણી વસ્તુઓ સંભવિતતાની વિરુદ્ધ પણ બને.<ref>ઍરિસ્ટૉટલે ટાંકેલું એગેથોનનું વાક્ય : “It is probable that many things should happen contrary to probability.”</ref> જોકે અહીં પણ ‘અસંભવિત’ બનાવની ‘સંભવિતતા’ પ્રતીત થવી જોઈએ. વળી, કાવ્યમાં એક વાર બુદ્ધિગ્રાહ્ય ન થાય એવું તત્ત્વ દાખલ કરવામાં આવે અને એને સંભવિતતાનો આભાસ આપવામાં આવે પછી તર્ક-અસંગત હોવા છતાં આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. પરીકથામાં આપણે અવાસ્તવિકતાને સ્વીકારીને ચાલવું જ પડે છે ને? હા, અહીં કવિને માથે એ વાતાવરણ ટકાવી રાખવાની, અવાસ્તવિકતાનું નિર્વહણ અવાસ્તવિકતાને છાજે એવી પ્રતીતિકર રીતે કરવાની ફરજ આવી પડે છે.
આ બધાનો અર્થ એવો થાય કે કાવ્યમાંનું નિરૂપણ એના પોતાના સંદર્ભમાં સહૃદય સામાજિકને પ્રતીતિકર લાગવું જોઈએ. કાવ્યની અંતર્ગત પ્રતીતિકરતાનો આ સ્વીકાર બુદ્ધિગ્રાહ્ય સત્ય (રેશનલ ટ્રુથ)ને બદલે સહજોપલબ્ધિરૂપ સત્ય (ઇન્ટ્યૂઇટેડ ટ્રુથ)ના ખ્યાલ તરફ લઈ જાય. ઍરિસ્ટૉટલના ચિત્તમાં આ ખ્યાલનો ઉદય થતો જણાય છે. પણ એ વિકસ્યો દેખાતો નથી. એટલું જ નહીં પણ ઍરિસ્ટૉટલ જ્યારે સ્વીકારે છે કે અશક્ય કે અવાસ્તવિકના નિરૂપણને માત્ર સર્વસ્વીકૃત અભિપ્રાય કે ઊંચા પ્રકારની વાસ્તવિકતાને અનુલક્ષીને જ નહીં પણ કળાની આવશ્યકતાઓને અનુલક્ષીને પણ ન્યાય્ય ઠરાવી શકાય.<ref>૨૦</ref> ત્યારે એ જ્ઞાનાત્મક (કૉગ્નિટિવ) કે વસ્તુલક્ષી (ઑબ્જેક્ટિવ) સત્ય ઉપરાંત આકૃતિગત (ફૉર્મલ) સત્યના સ્વીકારની દિશામાં જઈ રહ્યા છે એની એમને જ ખબર નહીં હોય. કવિતા અને રાજકારણમાં, તેમ કવિતા અને બીજી કળામાં, ખરાપણાનાં ધોરણો જુદાં હોય છે એમ એ કહે છે ત્યાં તથા હરિણીને શિંગડાં દોરી નાખવાની ભૂલ એ ચલાવી લેવા તૈયાર થાય છે – જો એ સરસ રીતે ચીતરાઈ હોય તો – ત્યાં વસ્તુગત યથાર્થતાને ભોગે કલાત્મક રચનાસૌન્દર્યનો મહિમા થતો જણાય છે (પ્લેટોથી તદ્દન વિરોધી વાત!) તે આવા વલણનું જ પરિણામ હોઈ શકે. ઍરિસ્ટૉટલનું સત્ય તે સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય તાત્ત્વિક સત્ય છે પણ એ સત્યની સીમાઓને પણ ઍરિસ્ટૉટલ વટી જવાનો પ્રયત્ન કરે છે એમાં એમની દૃષ્ટિની ઉદારતા અને વ્યાપકતા દેખાય છે. કાવ્યગત સત્યના આગવા ખ્યાલ તરફ સાહિત્યવિચારણાને દોરવામાં ઍરિસ્ટૉટલની વિશેષતા છે.
આ બધાનો અર્થ એવો થાય કે કાવ્યમાંનું નિરૂપણ એના પોતાના સંદર્ભમાં સહૃદય સામાજિકને પ્રતીતિકર લાગવું જોઈએ. કાવ્યની અંતર્ગત પ્રતીતિકરતાનો આ સ્વીકાર બુદ્ધિગ્રાહ્ય સત્ય (રેશનલ ટ્રુથ)ને બદલે સહજોપલબ્ધિરૂપ સત્ય (ઇન્ટ્યૂઇટેડ ટ્રુથ)ના ખ્યાલ તરફ લઈ જાય. ઍરિસ્ટૉટલના ચિત્તમાં આ ખ્યાલનો ઉદય થતો જણાય છે. પણ એ વિકસ્યો દેખાતો નથી. એટલું જ નહીં પણ ઍરિસ્ટૉટલ જ્યારે સ્વીકારે છે કે અશક્ય કે અવાસ્તવિકના નિરૂપણને માત્ર સર્વસ્વીકૃત અભિપ્રાય કે ઊંચા પ્રકારની વાસ્તવિકતાને અનુલક્ષીને જ નહીં પણ કળાની આવશ્યકતાઓને અનુલક્ષીને પણ ન્યાય્ય ઠરાવી શકાય.<ref>In general, the imposssible must be justified by reference to artistic requirements, or to the higher reality, or to received opinion.</ref> ત્યારે એ જ્ઞાનાત્મક (કૉગ્નિટિવ) કે વસ્તુલક્ષી (ઑબ્જેક્ટિવ) સત્ય ઉપરાંત આકૃતિગત (ફૉર્મલ) સત્યના સ્વીકારની દિશામાં જઈ રહ્યા છે એની એમને જ ખબર નહીં હોય. કવિતા અને રાજકારણમાં, તેમ કવિતા અને બીજી કળામાં, ખરાપણાનાં ધોરણો જુદાં હોય છે એમ એ કહે છે ત્યાં તથા હરિણીને શિંગડાં દોરી નાખવાની ભૂલ એ ચલાવી લેવા તૈયાર થાય છે – જો એ સરસ રીતે ચીતરાઈ હોય તો – ત્યાં વસ્તુગત યથાર્થતાને ભોગે કલાત્મક રચનાસૌન્દર્યનો મહિમા થતો જણાય છે (પ્લેટોથી તદ્દન વિરોધી વાત!) તે આવા વલણનું જ પરિણામ હોઈ શકે. ઍરિસ્ટૉટલનું સત્ય તે સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય તાત્ત્વિક સત્ય છે પણ એ સત્યની સીમાઓને પણ ઍરિસ્ટૉટલ વટી જવાનો પ્રયત્ન કરે છે એમાં એમની દૃષ્ટિની ઉદારતા અને વ્યાપકતા દેખાય છે. કાવ્યગત સત્યના આગવા ખ્યાલ તરફ સાહિત્યવિચારણાને દોરવામાં ઍરિસ્ટૉટલની વિશેષતા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાદટીપ'''
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અનુકરણ : એક કવિકર્મ
|previous = અનુકરણ : એક કવિકર્મ
|next = કાવ્યવિભાવનાનું મૂલબિંદુ
|next = કાવ્યવિભાવનાનું મૂલબિંદુ
}}
}}

Latest revision as of 02:32, 28 April 2025

કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ

પ્લેટોએ અનુકરણનો પ્રચલિત અર્થ લઈ કવિતાને અસત્યમય ઠરાવેલી. ઍરિસ્ટૉટલ ‘અનુકરણ’ શબ્દને નવો અર્થ આપે છે અને કવિતાને વ્યાવહારિક સત્યનાં ધોરણોથી મુક્ત કરે છે, એટલું જ નહીં કાવ્યગત સત્યની સ્વતંત્ર વ્યાખ્યા સર્જે છે. આ વ્યાખ્યા દ્વારા ઍરિસ્ટૉટલની કાવ્યવિભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ થવા લાગે છે. કવિતા અને સત્યના સંબંધ વિશેનાં ઍરિસ્ટૉટલનાં મંતવ્યો પ્લેટોનાં મંતવ્યો સાથે વિરોધાવવા જેવાં છે, આપણે આગળ જોયું કે ઍરિસ્ટૉટલ જ્યારે ઇતિહાસકાર અને કવિનાં કાર્યોને સરખાવે છે ત્યારે એ ઇતિહાસકારને બનાવો જેવા બન્યા છે એવા નિરૂપનાર અને કવિને બનાવો જેવા બનવા જોઈએ એવા નિરૂપનાર કહે છે. ઇતિહાસકારની કૃતિમાં આ રીતે વ્યાવહારિક સત્ય એટલે કે તથ્ય હોય છે. કવિની કૃતિમાં? વ્યાવહારિક સત્યને એ અતિક્રમતી હોવાથી સત્યની બાબતમાં ઇતિહાસ કરતાં એ ઊતરતી? ઍરિસ્ટૉટલ કહે છે – ના, કવિતા તો ઇતિહાસ કરતાં વધારે તત્ત્વનિષ્ઠ અને ઉચ્ચ વસ્તુ છે, કારણ કે ઇતિહાસ અમુક-અમુક ચોક્કસ બનાવોને નિરૂપે છે, ત્યારે કવિતાનો પ્રયત્ન સાર્વત્રિક(યુનિવર્સલ)ને નિરૂપવાનો હોય છે.[1] સાર્વત્રિક એટલે અમુક પ્રકારનો માણસ અમુક પ્રસંગે આવશ્યકતાના કે સંભવિતતાના નિયમ અનુસાર કઈ રીતે બોલે કે વર્તે તે.[2] કવિતાએ આ પ્રકારની સાર્વત્રિકતા સિદ્ધ કરવાનું નિશાન રાખવાનું છે. જોઈ શકાય છે કે પ્લેટોની દૃષ્ટિએ ‘આઇડિયા’ – અમૂર્ત ખ્યાલમાં સાર્વત્રિકતા અને તેથી પરમ સત્યતા હતી; ઍરિસ્ટૉટલની દૃષ્ટિ એ સાર્વત્રિકતા ક્રિયાશીલ મૂર્ત પદાર્થમાં છે – એમાં પ્રવર્તતા આવશ્યકતા કે સંભવિતતાના નિયમને કારણે. એમ કહેવામાં આવ્યું છે કે પ્લેટોની સાર્વત્રિકતા એટલે ભૂમિતિનો ત્રિકોણ, ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ સાર્વત્રિક એટલે, કહો કે, ઘોડો – એક જીવંત પ્રાણી. (વિમ્સૅટ અને બ્રુક્સ, લિટરરી ક્રિટિસિઝમ, એ શૉર્ટ હિસ્ટરી, પૃ. ૨૩) આ સંભવિતતાનું – આવશ્યકતાનું – કાર્યકારણસંબંધનું – બુદ્ધિગ્રાહ્યતાનું ધોરણ એ જ ઍરિસ્ટૉટલનું સત્યનું ધોરણ છે અને એની વિચારસરણીમાં એ લગભગ ઈશ્વર જેવું સ્થાન ભોગવે છે. પ્લેટોએ સત્યદર્શનનો એક જ રાજમાર્ગ જોવો અને તે બુદ્ધિના સાધનને પ્રયોજતો ફિલસૂફીનો માર્ગ. કવિતા બુદ્ધિના નહીં પણ ઊર્મિના સાધનને પ્રયોજે છે માટે એ અસત્યને માર્ગે લઈ જનારી છે એમ એણે માન્યું. ઍરિસ્ટૉટલ પણ બુદ્ધિનું અને બુદ્ધિના સાધનને પ્રયોજતી ફિલસૂફીનું ગૌરવ તો કરે જ છે –એ પણ સૉક્રેટીસ અને પ્લેટોની જમાતના ફિલસૂફ જ છેને? – પણ કવિતાના વ્યાપારને એ બુદ્ધિવિરોધી માનવાને બદલે બૌદ્ધિક નિયમોનું પાલન કરનાર વ્યાપાર માને છે અને એને ફિલસૂફીની નજીક બેસાડે છે. ફિલસૂફીનું એક શાસ્ત્ર તરીકે પ્રયોજન શું હોય છે? જગતના પદાર્થોના અને જગતમાં પ્રવર્તતા ભિન્નભિન્ન વ્યાપારોના આંતરસંબંધ ખોળવા અને જગતનું એક સુસંગત બુદ્ધિગ્રાહ્ય દર્શન ઊભું કરવા પ્રયત્ન કરવો. ઇતિહાસ ફિલસૂફીને સામે છેડે છે. એ વાસ્તવિક જગતના બનાવોને નોંધે છે, પણ જેવા છે તેવાઃ એમાંથી કોઈ સુસંબદ્ધ દર્શન ઘડવાનો એનો પ્રયાસ નથી હોતો. (ઍરિસ્ટૉટલને, દેખીતી રીતે જ, તત્ત્વનિષ્ઠ ઇતિહાસની કલ્પના ન હતી.) કવિતાનું સ્થાન આ બન્નેની વચમાં ક્યાંક છે. ઇતિહાસની જેમ એ બનાવોને જેવા બને છે એવા ને એવા રૂપમાં ન મૂકી શકે, કેમ કે એણે સાર્વત્રિકતા સાધવાની છે, બનાવોની પાછળના કાર્યકારણતત્ત્વને પકડવાનું છે. બૌદ્ધિક નિયમને અનુસરવાનું છે. બીજી બાજુ, ફિલસૂફીની જેમ અનુભવગમ્ય જગતનું વિશાળ અવલોકન, એ અવલોકનની સામગ્રીમાંથી સર્વસાધારણ સિદ્ધાંતગ્રહણ, સંકલ્પન, તર્ક વગેરે જેવા વ્યાપારો કવિતા ન પ્રયોજી શકે, કેમ કે એ તો માત્ર કવિને સૂઝેલું જીવનનું ચિત્ર – સાક્ષાત્‌ ચિત્ર રજૂ કરે, કોઈ વિશેષ બનાવ કે બનાવોનું વર્ણન કરે. હા, આ ચિત્ર કે વર્ણન એણે સુઘટિત બનાવ્યું હોય, એમાં સંભવિતતાનું ધોરણ સાચવીને એને બુદ્ધિગ્રાહ્ય કે પ્રતીતિકર બનાવ્યું હોય. આ દૃષ્ટિએ જ કવિતા ઇતિહાસથી જુદી પડે છે અને ફિલસૂફીની સગોત્રીય બને છે. પણ વિશેષ બનાવો કે હકીકતોના નિરૂપણમાં સંભવિતતાનું ધોરણ સાચવવું એટલે શું? વાસ્તવિક જગતનો સમગ્ર વ્યવહાર આપણે એક સુસંકલિત અર્થપૂર્ણ ઘટના તરીકે જોઈ શકતા નથી. એમાં ઘણાંબધાં ક્ષુદ્ર આકસ્મિક નિર્માલ્ય તત્ત્વો આપણને મિશ્રિત થયેલાં જણાય છે. કવિ જ્યારે જગતના આવા કોઈ વ્યવહારને કાવ્યના વિષય તરીકે સ્વીકારે છે ત્યારે તેણે એ વ્યવહારને એવા ને એવા વિશૃંખલ વિકલ રૂપમાં રજૂ નથી કરવાનો. એણે એ વ્યવહારના લાક્ષણિક અંશો પસંદ કરી અથવા બધા અંશોને સુઘટિત કરી એની અર્થપૂર્ણતા પ્રગટ કરી આપવી જોઈએ અને એ રીતે વ્યવહારને એક સ્વયંસંપૂર્ણ પ્રતીતિકર વ્યવહાર તરીકે આપણી સમક્ષ રજૂ કરવો જોઈએ. આમાં વાસ્તવિકતાને વટી જવાની વાત છે, પણ એને વિકૃત કરવાની વાત નથી. કવિતા પ્રકૃતિતંત્રથી આગળ જાય, પણ એ પ્રકૃતિતંત્રનું જ સૂક્ષ્મ રહસ્ય અને સત્ય પ્રગટ કરવા માટે, પ્રાકૃતિક નિયમનો વિરોધ કરવા માટે નહીં. એક વાક્યમાં કહેવું હોય તો, એણે હકીકતના સત્યનું ભાવનાત્મક સત્યમાં રૂપાંતર કરવું જોઈએ – તથ્યનું સત્યમાં રૂપાંતર, ઍરિસ્ટૉટલનો જ સૂક્ષ્મ વિવેકભયોં પ્રયોગ વાપરીએ તો ‘શક્યતા’ને ‘સંભવિતતા’માં પલટાવવી જોઈએ. ઍરિસ્ટૉટલે હોમરના ‘ઑડિસી’નો આપેલો દાખલો એની આ વિચારસરણીને અત્યંત સ્પષ્ટ કરે એવો છે. એ કહે છે કે હોમરે ‘ઑડિસી’માં ઑડિસ્યૂસનાં બધાં પરાક્રમોનો સમાવેશ નથી કર્યો; કેટલાક બનાવો જેમની વચ્ચે કંઈ આવશ્યક સંબંધ નહોતો એ એમણે એમાંથી ટાળ્યાં છે. એટલે કે પસંદગી અને સંઘટન દ્વારા એમણે ઑડિસ્યૂસના જીવનની અર્થપૂર્ણતા, એનું રહસ્ય પ્રગટ કર્યું. આમ થવાથી, હોમરની કૃતિમાંથી ઐતિહાસિક યાથાતથ્ય ઓછું થયું, પણ માનવજીવનનું સૂક્ષ્મ સત્ય પ્રગટ થયું. એ ઇતિહાસથી એક ડગલું આગળ જઈ, તત્ત્વાભિમુખ બની.[3] આનો અર્થ એવો તો નથી જ કે વાસ્તવિક બનાવો કદી સંભવિતતાની શરતોને વશ વર્તતા જ ન હોય. ઍરિસ્ટૉટલ સ્પષ્ટપણે સ્વીકારે છે કે કેટલાક ‘વાસ્તવિક’ બનાવો પણ ‘સંભવિત’ હોઈ શકે, અને એવા સંજોગોમાં વાસ્તવિકતાને ઓળંગવાની આવશ્યકતા ઊભી થતી નથી. વાસ્તવિક બનાવો જેવા છે એવા કવિને કામ આવી શકે. હા, માત્ર કામ આવી શકે, એને કાવ્યનું રૂપ આપવા બીજું ઘણું જોઈએ. તો, કવિતામાં અપેક્ષિત સંભવિતતાનું ધોરણ તે આ છે. એ ધોરણ પદાર્થ કે પરિસ્થિતિના સ્વરૂપમાં રહેલા શાશ્વત રહસ્યને પ્રગટ કરે છે અને એ રીતે સત્યદર્શનનો જ એક પ્રકાર બની રહે છે – અલબત્ત, એક પ્રકાર. સદ્‌ભાગ્યે ઍરિસ્ટૉટલ કવિતાના સત્યની આ વ્યાખ્યા કરવા જતાં, પ્લેટોથી ઊલટા પ્રકારની ભૂલ કરતા નથી. ઇતિહાસ, કવિતા અને ફિલસૂફીને એ સત્યનાં ભિન્નભિન્ન પાસાંને ભિન્નભિન્ન રીતે વ્યક્ત કરતી માનવપ્રવૃત્તિઓ તરીકે જોઈ શકે છે અને સૌને એનું ઉચિત સ્થાન એ આપે છે. કોઈનેયે સ્થાનભ્રષ્ટ કરવાની એમને જરૂર નથી પડતી. ઇતિહાસ ‘વિશેષ’ (પર્ટિક્યુલર)ને યથાર્થ રૂપે નિરૂપે છે, પણ તેનું દર્શન અધૂરું છે, કારણ કે દરેક ‘વિશિષ્ટ’માં અંતર્હિત રહેલા સાર્વત્રિક સુધી એની નજર પહોંચતી નથી; ઇતિહાસ પદાર્થવિશેષ કે વ્યક્તિવિશેષને તેના સમગ્ર રૂપે પ્રત્યક્ષ કરતો નથી, પરંતુ તેના ખંડિત અંશોનો નિર્દેશ કરે છે. કવિતાનું લક્ષ્ય છે ‘સાર્વત્રિક’, પણ એને એ રજૂ કરે છે ‘વિશેષ’ના માધ્યમથી, પદાર્થવિશેષ કે વ્યક્તિવિશેષના વિશિષ્ટ અંશોના રસમય, ભાવનાત્મક દર્શન દ્વારા. ફિલસૂફી જગતની વિશિષ્ટ અનુભવસામગ્રીનો ઉપયોગ કરે છે, પણ ‘સાર્વત્રિક’ને સિદ્ધ કરવા માટે, અને એમાં એનો વ્યાપાર હોય છે અમૂર્ત ચિંતનપ્રણાલીનો; એમાં ‘વિશેષ’નું વિશેષ તરીકે કંઈ મહત્ત્વ રહેતું નથી. આમ, ઍરિસ્ટૉટલ કવિતાનો સત્યદર્શનનો એક આગવો પ્રકાર ધરાવતી પ્રવૃત્તિ તરીકે વિચાર કરે છે. આટલું પૂરતું નથી. સંભવિતતા કે સત્યનું જે ધોરણ કવિતા વિશેષના માધ્યમથી મૂર્ત કરે છે એ આવે છે ક્યાંથી? એમ લાગે છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આ ધોરણ ઘડાયું તો હોય છે વાસ્તવિક જગતના આપણા વિશાળ અનુભવોથી. છતાં આ સંભવિતતાનું ધોરણ કવિતાનું આંતરિક ધોરણ બની જાય છે – બહારથી લદાયેલું રહેતું નથી. કાવ્ય કે નાટકના આરંભબિંદુરૂપ પ્રાથમિક હકીકતોની પરીક્ષા આપણે આપણા અંગત અનુભવ કે ઇતિહાસની હકીકતોને અનુસરી નથી કરવાની હોતી. એને તો આપણે સ્વીકારી લઈએ. પછી એનો વિકાસ જે રીતે આલેખવામાં આવે તેના તર્ક (લૉજિક)ની તપાસ આપણે અનુભવના તર્કને અનુસરીને કરી શકીએ. (હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૬૧) એટલે ઍરિસ્ટૉટલનું સત્ય આ કે તે કોઈ ચોક્કસ અનુભવના પ્રામાણ્યની અપેક્ષા નથી રાખતું. છતાં એ અનુભવમૂલક છે ખરું. દાખલા તરીકે, સુસંગત વર્તન એ આપણા બુદ્ધિજગતનો એક ખ્યાલ છે અને ઍરિસ્ટૉટલને ચરિત્રાલેખનમાં સુસંગત વર્તનનો આગ્રહ પણ છે, પરંતુ આનો અર્થ એવો નથી કે અસંગત વર્તન કરનાર પાત્ર કવિતામાં ન આવે. આવે, પરંતુ, ઍરિસ્ટૉટલ કહે છે કે, એ, પછી, સુસંગત રીતે અસંગત વર્તન કરનાર હોવું જોઈએ. અંતે જે બુદ્ધિગ્રાહ્યતાનો ઍરિસ્ટૉટલને અત્યંત આગ્રહ છે તે કાવ્યના ઘટક અંશોની પરસ્પર સંગતિરૂપ બની જાય છે. કાવ્યના કોઈ અંશના સત્યાસત્યનો નિર્ણય કેવળ લૌકિક અનુભવનો હવાલો આપીને નહીં કરી શકાય. કાવ્યસમગ્રના સંદર્ભમાં એ અંશનું ઔચિત્ય તપાસવાથી જ કરી શકાશે : “કોઈ પાત્રની ઉક્તિ કે એનું કાર્ય કાવ્યદૃષ્ટિએ બરાબર છે કે નહીં તેની પરીક્ષા કરવા માટે આપણે માત્ર તે કાર્ય કે ઉક્તિ પ્રત્યે જ ન જોવું જોઈએ... એ ઉક્તિ કે એ ક્રિયા કોણે કરી – કોના પ્રત્યે, ક્યારે, કયા પ્રકારે, કયા હેતુથી – આ બધું ગણનામાં લેવું જોઈએ.” “(કવિના નિરૂપણમાં) પરસ્પર વિરુદ્ધ લાગતી બાબતોની પરીક્ષા તાર્કિક પ્રતિવાદમાં પ્રવર્તતા નિયમો અનુસાર થવી જોઈએ – એ જ વસ્તુ એ જ સંદર્ભમાં, એ જ અર્થમાં અભિપ્રેત છે કે નહીં. આ પ્રશ્નોનો ઉકેલ કવિ પોતે જે કહે છે તેને અથવા બુદ્ધિશાળી માણસ શું ધારીને ચાલે તેને લક્ષમાં રાખીને કરવો જોઈએ.” ઍરિસ્ટૉટલના કાવ્યગત સત્ય પર બુદ્ધિપ્રામાણ્યની આણ ફરે છે એ વાત સાચી છે પણ એક બાજુથી ઍરિસ્ટૉટલ સ્થૂળ ભૌતિક હકીકતોની યથાર્થતાનું બંધન નથી સ્વીકારતા. તો બીજી બાજુથી સૂક્ષ્મ રીતે બુદ્ધિપ્રામાણ્યને અનુસરવા છતાં કાવ્ય પોતાનો એક આગવો વિશેષ સંદર્ભ રચતું હોય છે અને એ રીતે બુદ્ધિ-પ્રામાણ્યને નવું અસ્તિત્વ મળતું હોય છે એ હકીકતનો નિર્દેશ કરે છે. કાવ્યગત સત્યની આ ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વની સ્થાપના ઍરિસ્ટૉટલની તટસ્થ તત્ત્વશોધક વિચારક તરીકેની એક સિદ્ધિ છે. આથી આગળ વધી ઍરિસ્ટૉટલ સત્યના આ ધોરણમાં પણ કેટલીક છૂટછાટો મૂકે છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. લોકસ્વીકૃત બાબતોનો, એ અસત્ય કે અતાર્કિક હોય તોયે, કાવ્ય ઉપયોગ કરી શકે – જેમ કે, દેવો વિશેની વાતો. તેમજ આપણને આશ્ચર્યથી અભિભૂત કરવા માટે અતર્ક્ય કે અવાસ્તવિક નિરૂપણનો કવિ આશ્રય લઈ શકે – જેમ કે, અતિપ્રાકૃતિક ચમત્કારો વગેરે. મહાકાવ્ય દૃશ્ય ન હોઈ એમાં આવા નિરૂપણને વધારે અવકાશ રહે છે. અલબત્ત, આવાં સ્થળોએ કવિતાના જાદુથી અતર્ક્યતાને ઢાંકી દેવાની કવિમાં શક્તિ હોવી જોઈએ. (હોમરમાં, ઍરિસ્ટૉટલ કહે છે કે, અસત્યો કુશળતાપૂર્વક કહેવાની કળા હતી!) વળી, એ સંભવિત છે કે ઘણી વસ્તુઓ સંભવિતતાની વિરુદ્ધ પણ બને.[4] જોકે અહીં પણ ‘અસંભવિત’ બનાવની ‘સંભવિતતા’ પ્રતીત થવી જોઈએ. વળી, કાવ્યમાં એક વાર બુદ્ધિગ્રાહ્ય ન થાય એવું તત્ત્વ દાખલ કરવામાં આવે અને એને સંભવિતતાનો આભાસ આપવામાં આવે પછી તર્ક-અસંગત હોવા છતાં આપણે તેનો સ્વીકાર કરવો જોઈએ. પરીકથામાં આપણે અવાસ્તવિકતાને સ્વીકારીને ચાલવું જ પડે છે ને? હા, અહીં કવિને માથે એ વાતાવરણ ટકાવી રાખવાની, અવાસ્તવિકતાનું નિર્વહણ અવાસ્તવિકતાને છાજે એવી પ્રતીતિકર રીતે કરવાની ફરજ આવી પડે છે. આ બધાનો અર્થ એવો થાય કે કાવ્યમાંનું નિરૂપણ એના પોતાના સંદર્ભમાં સહૃદય સામાજિકને પ્રતીતિકર લાગવું જોઈએ. કાવ્યની અંતર્ગત પ્રતીતિકરતાનો આ સ્વીકાર બુદ્ધિગ્રાહ્ય સત્ય (રેશનલ ટ્રુથ)ને બદલે સહજોપલબ્ધિરૂપ સત્ય (ઇન્ટ્યૂઇટેડ ટ્રુથ)ના ખ્યાલ તરફ લઈ જાય. ઍરિસ્ટૉટલના ચિત્તમાં આ ખ્યાલનો ઉદય થતો જણાય છે. પણ એ વિકસ્યો દેખાતો નથી. એટલું જ નહીં પણ ઍરિસ્ટૉટલ જ્યારે સ્વીકારે છે કે અશક્ય કે અવાસ્તવિકના નિરૂપણને માત્ર સર્વસ્વીકૃત અભિપ્રાય કે ઊંચા પ્રકારની વાસ્તવિકતાને અનુલક્ષીને જ નહીં પણ કળાની આવશ્યકતાઓને અનુલક્ષીને પણ ન્યાય્ય ઠરાવી શકાય.[5] ત્યારે એ જ્ઞાનાત્મક (કૉગ્નિટિવ) કે વસ્તુલક્ષી (ઑબ્જેક્ટિવ) સત્ય ઉપરાંત આકૃતિગત (ફૉર્મલ) સત્યના સ્વીકારની દિશામાં જઈ રહ્યા છે એની એમને જ ખબર નહીં હોય. કવિતા અને રાજકારણમાં, તેમ કવિતા અને બીજી કળામાં, ખરાપણાનાં ધોરણો જુદાં હોય છે એમ એ કહે છે ત્યાં તથા હરિણીને શિંગડાં દોરી નાખવાની ભૂલ એ ચલાવી લેવા તૈયાર થાય છે – જો એ સરસ રીતે ચીતરાઈ હોય તો – ત્યાં વસ્તુગત યથાર્થતાને ભોગે કલાત્મક રચનાસૌન્દર્યનો મહિમા થતો જણાય છે (પ્લેટોથી તદ્દન વિરોધી વાત!) તે આવા વલણનું જ પરિણામ હોઈ શકે. ઍરિસ્ટૉટલનું સત્ય તે સૂક્ષ્મ બુદ્ધિગ્રાહ્ય તાત્ત્વિક સત્ય છે પણ એ સત્યની સીમાઓને પણ ઍરિસ્ટૉટલ વટી જવાનો પ્રયત્ન કરે છે એમાં એમની દૃષ્ટિની ઉદારતા અને વ્યાપકતા દેખાય છે. કાવ્યગત સત્યના આગવા ખ્યાલ તરફ સાહિત્યવિચારણાને દોરવામાં ઍરિસ્ટૉટલની વિશેષતા છે.

પાદટીપ

  1. Poetry, therefore, is a more philosophical and a higher thing than history : for poerty tends to express the universal, history the particular.
  2. By the universal I mean how a person of a certain type will on occasion speak or act, according to the law of probability or necessity.
  3. જૉન ગૅસનર ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ સંક્ષેપમાં સરસ રીતે સ્ફુટ કરી આપે છે : “For realism of detail such a view substitutes the ideality of significant outline. It is not... the opposite of the real, but rather its fulfilment and perfection in the sense that reality stands in clear relief and becomes meaningful.” ‘ઍરિસ્ટૉટેલિઅન લિટરરી ક્રિટિસિઝમ’ એ લેખ પૃ. XI-XII, બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ.
  4. ઍરિસ્ટૉટલે ટાંકેલું એગેથોનનું વાક્ય : “It is probable that many things should happen contrary to probability.”
  5. In general, the imposssible must be justified by reference to artistic requirements, or to the higher reality, or to received opinion.

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted