23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{Block center|<poem></poem>}}{{SetTitle}} | {{Block center|<poem></poem>}}{{SetTitle}} | ||
{{Heading| III | {{Heading| III<br>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા|(સાક્ષરયુગ)}} | ||
{{center|૧ | {{center|'''૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે. | નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે. | ||
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે. | અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૨ | {{center|'''૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી. | સાક્ષરશ્રી ગોવર્ધનરામે પોતાની કારકિર્દીનો ઘણોએક સમય પોતાની મહત્ત્વાકાંક્ષી રચના ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ના લેખન પાછળ ગાળ્યો હતો. અને, એટલે જ, કદાચ વિવેચનપ્રવૃત્તિમાં તેઓ ઝાઝા રોકાઈ શક્યા નહોતા. અલબત્ત, ઠ. વ. વ્યાખ્યાનમાળા નિમિત્તે, ‘The Classical Poets of Gujarat’ જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ તેમની પાસેથી ઉપલબ્ધ બની શક્યો છે. અને તેમની સાક્ષરતા અને તેમની વિવેચનદૃષ્ટિનો એમાં સુભગ યોગ થવા પામ્યો છે. પણ વિવેચનનાં તત્ત્વો વિશે અલગ લેખરૂપે તેમણે ચર્ચા કરી નથી. | ||
| Line 18: | Line 18: | ||
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય! | અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૩ | {{center|'''૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા. | મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા. | ||
| Line 40: | Line 40: | ||
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત. | અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૪ | {{center|'''૪'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ. | આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ. | ||
| Line 56: | Line 56: | ||
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી. | ‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૫ | {{center|'''૫'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી. | સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી. | ||
| Line 67: | Line 67: | ||
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે. | રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૬ | {{center|'''૬'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે. | સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે. | ||
| Line 85: | Line 85: | ||
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી. | આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૭ | {{center|'''૭'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે. | બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે. | ||
| Line 119: | Line 119: | ||
પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું. | પણ, બળવંતરાયનો આ જાતનો વિકાસવાદ જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરી આપે છે, તેથી કદાચ વધુ નવા પ્રશ્નો ઊભા કરી આપે છે. એક, આગલા યુગની સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલું ‘સત્ય’, આ વિકાસવાદને સ્વીકારીએ તો, આજના યુગના ‘સત્ય’ કરતાં સીમિત નહિ ઠરે? પણ તો પછી, સાહિત્યમાં મૂર્ત થતું ‘સત્ય’ ખરેખર જે તે યુગના જ્ઞાત ‘સત્ય’માં પરિસીમિત હોય છે? તેમણે પોતે જ ‘સત્ય’ ‘સૌંદર્ય, અને ‘શીલ’ને જીવન અને કળાનાં પરમ મૂલ્યો તરીકે સ્વીકાર કર્યો છે, તો કળામાં પ્રગટ થતાં ‘સત્ય’ કે ‘સૌંદર્ય’ને એ પરમ મૂલ્યો જોડે કેવો સંબંધ છે? કળાકૃતિ ખરેખર ‘સત્ય’નું આલેખન કરે છે? જો ‘સત્ય’નું આલેખન કરે છે, તો તેનું સ્વરૂપ કેવું? અને જીવનના સમુત્ક્રાંતિક્રમમાં આગલા યુગની સાહિત્યિક ઉપલબ્ધિઓ કરતાં આજની કળા વધુ ‘વિકસિત’ કે વધુ ‘ઉત્કૃષ્ટ’ કે વધુ ચઢિયાતી છે એવું પણ કહી શકાશે ખરું? વગેરે. પણ, બળવંતરાયે, આ રીતે, વિવેચનમીમાંસાના કેટલાક ખરેખરા કૂટ પ્રશ્નો પર આંગળી મૂકી આપી છે, તેનું મહત્ત્વ આંકીએ એટલું ઓછું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ) | |||
|next = IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ) | |||
}} | |||