9,256
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૨ | }} {{Poem2Open}} લાંબા સમયથી લગ્નના આગલા દિવસથી છેક, એક ઇચ્છા મનના ગોપનગૃહમાં સંતાડી રાખી હતી. વચ્ચે વચ્ચે એને બહાર કાઢીને જોઈ લેતી. ક્યાંક એનાં ૫૨ ૨જ ન ચડી ગઈ હોય, ક્યાંક એનું સ્વર...") |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
તે દિવસે બપોરે, વ્યોમેશે પોતાની કંપનીના એક જુવાન અધિકારીના લગ્નના માનમાં ૨૫-૩૦ જણને આમંત્ર્યા હતા. સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી ખાણી-પીણીનો કાર્યક્રમ શરૂ થયો. વાતો, વાનગીઓની ગ૨મ ગંધ, ઉલ્લાસ ઘોંઘાટની વચ્ચે બારણાં પર ઘંટડી વાગી તે માત્ર વ્યોમેશે સાંભળી. હળવેથી બારણું ખોલી તે બહાર ગયો ને બે મિનિટમાં પાછો આવી ગયો. મહેમાનનું — કોઈનું ધ્યાન ન ગયું. માત્ર વસુધાએ ‘કોણ હતું?’ના ભાવથી એના તરફ દષ્ટિ માંડી. પણ વ્યોમેશ તો હસીને મિત્રોને ખાવાનો આગ્રહ કરવામાં રોકાઈ ગયો હતો. | તે દિવસે બપોરે, વ્યોમેશે પોતાની કંપનીના એક જુવાન અધિકારીના લગ્નના માનમાં ૨૫-૩૦ જણને આમંત્ર્યા હતા. સંગીતનો કાર્યક્રમ પૂરો થયા પછી ખાણી-પીણીનો કાર્યક્રમ શરૂ થયો. વાતો, વાનગીઓની ગ૨મ ગંધ, ઉલ્લાસ ઘોંઘાટની વચ્ચે બારણાં પર ઘંટડી વાગી તે માત્ર વ્યોમેશે સાંભળી. હળવેથી બારણું ખોલી તે બહાર ગયો ને બે મિનિટમાં પાછો આવી ગયો. મહેમાનનું — કોઈનું ધ્યાન ન ગયું. માત્ર વસુધાએ ‘કોણ હતું?’ના ભાવથી એના તરફ દષ્ટિ માંડી. પણ વ્યોમેશ તો હસીને મિત્રોને ખાવાનો આગ્રહ કરવામાં રોકાઈ ગયો હતો. | ||
પાર્ટી પૂરી થઈ ને બધાં ગયાં, પછી વ્યોમેશ વસુધા પાસે આવ્યો. | પાર્ટી પૂરી થઈ ને બધાં ગયાં, પછી વ્યોમેશ વસુધા પાસે આવ્યો. | ||
‘વસુધા, ફૈબા ગુજરી ગયાં.’ | |||
‘ફૈબા? ક્યારે?’ વસુધા ચોંકી ગઈ. ‘તમને કોણે કહ્યું?’ | ‘ફૈબા? ક્યારે?’ વસુધા ચોંકી ગઈ. ‘તમને કોણે કહ્યું?’ | ||
આજે તાર આવ્યો. પાર્ટી ચાલતી હતી ત્યારે.’ | આજે તાર આવ્યો. પાર્ટી ચાલતી હતી ત્યારે.’ | ||
| Line 60: | Line 60: | ||
આટલાં વર્ષો પતિ-બાળકોને સાચવવામાં, ઘ૨ ચલાવવામાં, સંસારનાં કર્તવ્યો પૂરાં કરવામાં જે એક સ૨કણું તત્ત્વ વારે વારે દેખા દઈ છટકી જતું હતું, તે મોહક અલપઝલપ દેખાયેલું તેજસ્વી તત્ત્વ પામવાની શરૂઆત કરવાનો સમય આવી ગયો હતો. | આટલાં વર્ષો પતિ-બાળકોને સાચવવામાં, ઘ૨ ચલાવવામાં, સંસારનાં કર્તવ્યો પૂરાં કરવામાં જે એક સ૨કણું તત્ત્વ વારે વારે દેખા દઈ છટકી જતું હતું, તે મોહક અલપઝલપ દેખાયેલું તેજસ્વી તત્ત્વ પામવાની શરૂઆત કરવાનો સમય આવી ગયો હતો. | ||
‘આવતી કાલે’… તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું. | ‘આવતી કાલે’… તેણે ધીમેથી પોતાની જાતને કહ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||