બાળ કાવ્ય સંપદા/ઊઠો મહમ્મદ ઘોરી !: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+૧)
 
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સપનાંની દુનિયા
|previous = બબલભાઈ
|next = એક નાનકડી બસ
|next = એક નાનકડી બસ
}}
}}

Latest revision as of 18:05, 9 April 2025

ઊઠો મહમ્મદ ઘોરી !

લેખક : હેમેન શાહ
(1957)

સાત હજી તો વાગે ત્યાં તો કહે મને ઢંઢોળી,
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી !

ખાઈ બગાસું કહું કે મમ્મીનું કાચું વિજ્ઞાન,
સવાર હજી તો છે મુંબઈમાં, બપોર હશે જાપાન.
સારું બેટા આઈન્સ્ટાઈન, આ લે કહું છું સૉરી !
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી !

અહીંયાં મારી ચિંતાઓનો વિચાર આવે કોને ?
પાછા ક્યાંથી જોડીશ હું આ મારાં સપનાંઓને ?
મમ્મી પ્રભાતિયાને બદલે સંભળાવી દે લોરી !
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી !

વહેલાં વહેલાં ઉઠાડવાનો જુલમ ઘણો છે પુરાણો,
આવી ગયો છે વખત કે માથું ઊંચકે કોઈ શાણો !
ખુલ્લેઆમ કરું છું બળવો, માથે ચાદર ઓઢી !
સૂરજ માથા ઉપર આવ્યો, ઊઠો મહમ્મદ ઘોરી !