બાળ કાવ્ય સંપદા/પ્રશ્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પ્રશ્ન|લેખક : | {{Heading|પ્રશ્ન|લેખક : રાજેન્દ્ર શાહ <br>(1913-2010)}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
Latest revision as of 02:36, 14 February 2025
પ્રશ્ન
લેખક : રાજેન્દ્ર શાહ
(1913-2010)
વાદળ વરસી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?
કોણ ક્યાંથી નિત સીંચતું ? એને
જોઈ નહીં, નહીં જાણી.
કૂવાને ૫૨થા૨ નહીં,
નહીં તળાવના કોઈ તીરે !
નદીએ બેસી નીરખું ત્યાં
જળ ઊછળે સ્હેજ સમીરે.
કોઈ ઝૂકે આકાશથી નહીં,
નહીં ગાગ૨ની એંધાણી,
વાદળ વ૨સી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?