બાળ કાવ્ય સંપદા/નાના થૈને રે !: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
આવો બાપુ ! રીત બતાવું, | આવો બાપુ ! રીત બતાવું, | ||
ટીંકા, પાટુ, પીવું, ખાવું, | ટીંકા, પાટુ, પીવું, ખાવું, | ||
પાડા થઈને રે {{right|– નાના...}} | {{gap}}પાડા થઈને રે {{right|– નાના...}} | ||
શેરી વચ્ચે નાચવા આવો, | શેરી વચ્ચે નાચવા આવો, | ||
ઓળકોળાંબે હીંચવા આવો, | ઓળકોળાંબે હીંચવા આવો, | ||
બોથડ મોટી મૂછ બોડાવો | બોથડ મોટી મૂછ બોડાવો | ||
પૈસો દૈને રે{{right|– નાના...}} | {{gap}}પૈસો દૈને રે{{right|– નાના...}} | ||
સૂરજ ભૈની નાનકી છોડી, | સૂરજ ભૈની નાનકી છોડી, | ||
કૂરડિયે કંકુડાં ઘોળી, | કૂરડિયે કંકુડાં ઘોળી, | ||
દા'ડી દા'ડી આવે દોડી | દા'ડી દા'ડી આવે દોડી | ||
દરિયે થૈને રે {{right|– નાના...}} | {{gap}}દરિયે થૈને રે {{right|– નાના...}} | ||
ડુંગર ઉપર જઈ બોલાવો, | ડુંગર ઉપર જઈ બોલાવો, | ||
ઉષા બેની, આવો આવો ! | ઉષા બેની, આવો આવો ! | ||
એની પાસે ગાલ રંગાવો | એની પાસે ગાલ રંગાવો | ||
ગોઠ્યણ થૈને રે {{right|– નાના...}} | {{gap}}ગોઠ્યણ થૈને રે {{right|– નાના...}} | ||
નાને માથે નાનકડી પાંથી, | નાને માથે નાનકડી પાંથી, | ||
દૈશ હું ઓળી મીંડલાં ગૂંથી, | દૈશ હું ઓળી મીંડલાં ગૂંથી, | ||
જોજો રાતે નાખતા ચૂંથી | જોજો રાતે નાખતા ચૂંથી | ||
ગાંડા થૈને રે {{right|– નાના...}} | {{gap}}ગાંડા થૈને રે {{right|– નાના...}} | ||
ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં, | ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં, | ||
માંહી પાંચીકા વીણશું લીસા, | માંહી પાંચીકા વીણશું લીસા, | ||
કાગળ, બાગળ, રૂપિયા પૈસા | કાગળ, બાગળ, રૂપિયા પૈસા | ||
ફેંકી દૈને રે {{right|– નાના...}} | {{gap}}ફેંકી દૈને રે {{right|– નાના...}} | ||
ખેંચી દોરી ખૂબ હીંડોળે, | ખેંચી દોરી ખૂબ હીંડોળે, | ||
થાકેલી બા જાશે ઝોલે, | થાકેલી બા જાશે ઝોલે, | ||
ભાગી જાશું બેઉ ભાગોળે | ભાગી જાશું બેઉ ભાગોળે | ||
સાંકળ દૈને રે {{right|– નાના...}} | {{gap}}સાંકળ દૈને રે {{right|– નાના...}} | ||
વેળુ વચ્ચે વીરડા ગાળી, | વેળુ વચ્ચે વીરડા ગાળી, | ||
વાંકે ઘૂંટણ પીશું પાણી, | વાંકે ઘૂંટણ પીશું પાણી, | ||
ગોવાળ આવે ગાડર જાણી | ગોવાળ આવે ગાડર જાણી | ||
ડાંગો લૈને રે {{right|– નાના...}} | {{gap}}ડાંગો લૈને રે {{right|– નાના...}} | ||
લીંબોળીનાં લૂમખાં લેવા, | લીંબોળીનાં લૂમખાં લેવા, | ||
ઝૂંમશું ઝાડે વાંદર જેવા, | ઝૂંમશું ઝાડે વાંદર જેવા, | ||
પંખીડલાંના ખાશું મેવા | પંખીડલાંના ખાશું મેવા | ||
જંગલ જૈને રે {{right|– નાના...}} | {{gap}}જંગલ જૈને રે {{right|– નાના...}} | ||
ખેતર કોતર ખીણ ઓળંગી, | ખેતર કોતર ખીણ ઓળંગી, | ||
જોઈ વાદળીઓ રંગબેરંગી, | જોઈ વાદળીઓ રંગબેરંગી, | ||
ઘૂમશું ડુંગર જંગી જંગી | ઘૂમશું ડુંગર જંગી જંગી | ||
ઘેલાં થૈને રે {{right|– નાના...}} | {{gap}}ઘેલાં થૈને રે {{right|– નાના...}} | ||
નાની આંખે નાનકાં આંસુ, | નાની આંખે નાનકાં આંસુ, | ||
Latest revision as of 16:06, 11 February 2025
લેખક : ઝવેરચંદ મેઘાણી
(1894-1947)
નાના થૈને, નાના થૈને, નાના થૈને રે,
બાપુ ! તમે નાના થૈને રે
મારા જેવા નાના થૈને રે,
છાના માના રમવા આવો ! નાના થૈને રે.
નાના કેવી રીતે થાવું,
આવો બાપુ ! રીત બતાવું,
ટીંકા, પાટુ, પીવું, ખાવું,
પાડા થઈને રે – નાના...
શેરી વચ્ચે નાચવા આવો,
ઓળકોળાંબે હીંચવા આવો,
બોથડ મોટી મૂછ બોડાવો
પૈસો દૈને રે– નાના...
સૂરજ ભૈની નાનકી છોડી,
કૂરડિયે કંકુડાં ઘોળી,
દા'ડી દા'ડી આવે દોડી
દરિયે થૈને રે – નાના...
ડુંગર ઉપર જઈ બોલાવો,
ઉષા બેની, આવો આવો !
એની પાસે ગાલ રંગાવો
ગોઠ્યણ થૈને રે – નાના...
નાને માથે નાનકડી પાંથી,
દૈશ હું ઓળી મીંડલાં ગૂંથી,
જોજો રાતે નાખતા ચૂંથી
ગાંડા થૈને રે – નાના...
ઝભ્ભે ઝાઝાં રાખજો ખીસાં,
માંહી પાંચીકા વીણશું લીસા,
કાગળ, બાગળ, રૂપિયા પૈસા
ફેંકી દૈને રે – નાના...
ખેંચી દોરી ખૂબ હીંડોળે,
થાકેલી બા જાશે ઝોલે,
ભાગી જાશું બેઉ ભાગોળે
સાંકળ દૈને રે – નાના...
વેળુ વચ્ચે વીરડા ગાળી,
વાંકે ઘૂંટણ પીશું પાણી,
ગોવાળ આવે ગાડર જાણી
ડાંગો લૈને રે – નાના...
લીંબોળીનાં લૂમખાં લેવા,
ઝૂંમશું ઝાડે વાંદર જેવા,
પંખીડલાંના ખાશું મેવા
જંગલ જૈને રે – નાના...
ખેતર કોતર ખીણ ઓળંગી,
જોઈ વાદળીઓ રંગબેરંગી,
ઘૂમશું ડુંગર જંગી જંગી
ઘેલાં થૈને રે – નાના...
નાની આંખે નાનકાં આંસુ,
બાની સાથે રોજ રિસાશું,
ખાંતે એના ધબ્બા ખાશું,
ગોળે જૈને રે.
નાના થૈને, નાના થૈને, નાના થૈને રે !