રચનાવલી/૯૬: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 3: Line 3:
{{Heading|૯૬. બલિવેદી (શ્રીમતી રંગનાયકમ્મા) |}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/12/Rachanavali_96.mp3
}}
<br>
૯૬. બલિવેદી (શ્રીમતી રંગનાયકમ્મા) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
નવલકથાની બે ગતિ હોય છે. કાં તો એની બહારની ગતિ હોય છે અને કાં તો એની અંદરની ગતિ હોય છે. એટલે કે નવલકથા ક્યારેક માણસની અંદર ઊતરી એનાં સ્વપ્નો, તરંગો, ભાવો, ભાવનાઓ, ઇચ્છાઓની વચ્ચે ફરતી હોય છે અને અંદરની હલચલને રજૂ કરે છે. કાં તો માણસના બહારના સંબંધોની વચ્ચે ફરતી એની સામાજિક ગડમથલને રજૂ કરે છે. એવી પણ નવલકથાઓ છે, જે માણસની અંદર અને બહાર બંને બાજુએ ગતિ કરે છે. ગતિ કોઈપણ રીતે કરે, તેથી નવલકથા સારી બનશે એવી કોઈ ખાતરી હોતી નથી. નવલકથાની ગતિ કેટલી જીવંત અને ક્લાત્મક બને છે એના પર જ સારી નવલકથાનો આધાર છે.  