ભજનરસ/આંબલિયાની ડાળ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| આંબલિયાની ડાળ | }} {{Block center|<poem> સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે, જંગલ વચમાં એક્લી હો જી- નદી રે કિનારે બેઠો એક બગલો, {{right|હંસલો જાણીને કીધો એનો સંગ રે,}} {{right|મોઢામાં લીધી માછલી હો જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે, | '''સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે,''' | ||
જંગલ વચમાં એક્લી હો જી- | '''જંગલ વચમાં એક્લી હો જી-''' | ||
નદી રે કિનારે બેઠો એક બગલો, | '''નદી રે કિનારે બેઠો એક બગલો,''' | ||
{{right|હંસલો જાણીને કીધો એનો સંગ રે,}} | {{right|'''હંસલો જાણીને કીધો એનો સંગ રે,'''}} | ||
{{right|મોઢામાં લીધી માછલી હો જી- }} | {{right|'''મોઢામાં લીધી માછલી હો જી-''' }} | ||
ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી, | '''ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,''' | ||
{{right|બાઈ, મારો પિયુડો પરદેશ રે,}} | {{right|'''બાઈ, મારો પિયુડો પરદેશ રે,'''}} | ||
{{right|ફરુકે મારી આંખડી હો જી-}} | {{right|'''ફરુકે મારી આંખડી હો જી-'''}} | ||
માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા, | '''માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,''' | ||
{{right|બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,}} | {{right|'''બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,'''}} | ||
{{right|બીજા રે નરની આખડી હો જી-}} | {{right|'''બીજા રે નરની આખડી હો જી-'''}} | ||
બાઈ મીરાં કે'છે પ્રભુ, ગિરધરના ગુણ વા'લા, | '''બાઈ મીરાં કે'છે પ્રભુ, ગિરધરના ગુણ વા'લા,''' | ||
{{right|શરણુંમાં રાખો મારા શામ રે,}} | {{right|'''શરણુંમાં રાખો મારા શામ રે,'''}} | ||
{{right|ભજન કરીએ ભાવથી ડો જી-}} | {{right|'''ભજન કરીએ ભાવથી ડો જી-'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
આપણે ત્યાં મીરાંને નામે ગવાતાં ભજનોમાં આ ભજન પાંચ જ કડીમાં સાધકની સંપૂર્ણ યાત્રાને ચિત્રમાંકિત કરે છે. એના પ્રલંબિત ઢાળ અને કરુણ-મધુર લપ દ્વારા એ ઘણું લોકપ્રિય થયું છે. પણ સાધકની અનુભૂતિનાં પાંચ પગલાં પારખવામાં આવે તો એ સાધનાની વાટે મશાલ ચેતાવી શકે. | |||
'''સાંયા, મેં તો... એકલી હો જી-''' | |||
પહેલું ચિત્ર છે પરમ પ્રિયતમ કાજે સર્વ કંઈ તજીને નીકળી પડેલી નારીનું. સંસારના બધા આધારો તો તેણે ક્યાંયે પાછળ રાખી દીધા છે, પણ જેને આધારે બધું લૂંટાવી દીધું એની ક્યાંયે ઝાંખી થતી નથી. નિર્જન વનમાં આંબાની ડાળ પકડી તે અંતરમાં કોની છબી આગની રેખાએ આંકતી હશે? | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''તુમ્હરે કારણ સબ સુખ ડિયાં''' | |||
'''અબ મોંઢે કર્યો તરસાવો?''' | |||
<nowiki>*</nowiki> | |||
'''પિય બિન સૂનો છે મ્હારો દેસ''', | |||
'''તેરે કારણ બન બન ડોલું કર જોગણ કો ભેસ.''' | |||
<nowiki>*</nowiki> | |||
'''બરજી, મેં કાહૂકી નાંહિ રહૂં,''' | |||
'''તન ધન મેરો સબહી જાવો, ભલ મેરો સીસ લહૂં.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
એકલી, અસહાય, ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હૃદયદ્રાવક છે! મરમીજનો જેને એકાકીની એકાકી ભણી યાત્રા' કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું? | |||
આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક, કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્વળ શ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઈ હંસની જેમ નીરક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્વળતા, એકાગ્રતા, આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે ઃ આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાય છે કે આ તો બગભગત છે, ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડિંભકા સૂરા'-વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''નદી કિનારે બઝુલા બૈઠા,''' | |||
{{right|'''ચુન ચુન મછિયાં ખાય,''' }} | |||
'''બડી મછી કા કાંટા લાગા''' | |||
{{right|'''તડપ તડપ જીવ જાય.'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પણ બગલાજીની આ દશા થાય તે પહેલાં કેટકેટલા વિશ્વાસુ ભક્તો આ કહેવાતા મહાત્માઓ, સિદ્ઘપુરુષો, ગુરુ મહારાજોની ચુંગાલમાં ફસાઈ બરબાદ થઈ જતા હશે! પરંતુ જેમને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ જ ખપતું નથી તેઓ ભ્રમજાળથી સવેળા ચેતી પોતાને માર્ગે ચાલવા માગે છે. | |||
'''ઊડી ગયો હંસલો... આંખડી હો જી-''' | |||
વિશ્વમાં એવો એક મહાનિયમ પ્રવર્તે છે કે જેને હરિ વિના બીજું ખપતું નથી તેને હિર કે હિરનો બંદો મળી જ રહે છે. પેલો બગલો તો કિનારે બેસી રહ્યો હતો, અહીં હંસની પાંખો ગગનમાં ઝંકાર કરતી જાય છે. હંસ નથી બોલતો, હંસની પાંખો બોલે છે. આ નવું જ ચિત્ર. ઊર્ધ્વની ગતિમય લિપિમાં સંદેશ. પ્રીતમને મળવા માટે પ્રાણની પાંખો પળેપળે ઊડ, ઊડ, ઊડ, થતી રહેવી જોઈએ. ચાતુરી આતૂરી નાહીં.' આતુરતાની અહીં કિંમત છે, ચતુરતાની નહીં. મીરાંના ઘાયલ પ્રાણનો પુકાર : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''સાંવરો ઉવરણ, સાંવરો સુમરણ, સાંવરો ધ્યાન. ધરાં.''' | |||
<nowiki>*</nowiki> | |||
'''તુમ દેખે બિન ક્લ ન પડત હૈ, તડફ-તડફ જિય જાસી,''' | |||
<nowiki>*</nowiki> | |||
'''બિન દેખ્યાં ક્લ નાહિ પડત જિય ઐસી ઠાની હો,''' | |||
'''અંગ અંગ વ્યાકુલ ભઈ મુખ પિય પિય બાની હો.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
ઉવરણ — ઊગરવાનો આરો, સુમરણ ~~ એની નિત્ય સ્મૃતિ. આમ ધ્યેય અને ધ્યાન સંયુક્ત થાય ત્યાં સાત સમંદર પારથી પણ પરદેશી પ્રીતમ આવી આવી પહોંચે છે. | |||
આ ઝંખનાની આગને પગલે ક્યાંકથી શીતળ લહરી વહી આવે છે. શુભ શકુન દર્શાવતી આંખ ફરકે છે, આંખમાં જ કહે છે ઃ હવે મિલનને વાર નથી. | |||
{{Poem2Close}} | |||
{{center|'''માલણ ગૂંથી... આખડી હોજી'''}} | |||
{{Poem2Open}} | |||
હવે તો પ્રીતમના ગળામાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરણ, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. મીરાંની વાણી : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''‘સહેલિયાં સાજન ઘર આયા હો,''' | |||
'''બહોત દિ'નો કી જોવતી બિરહિણિ પિવ પાયા હો.''' | |||
<nowiki>*</nowiki> | |||
'''હરિ સાગર સૂં નેહરો, મૈણાં બંધ્યા સનહ હો,''' | |||
'''મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.''' | |||
</poem>}} | |||
{{center|'''બાઈ મીરાં... ભાવથી હોજી-'''}} | |||
{{Poem2Open}} | |||
આખરે એક જ વિનતિ : ‘શરણુંમાં રાખો મારા શામ.' મીરાંના શબ્દોમાં છોડ મત જાજ્યો જી મહારાજ.' આ વિનતિપત્ર પર અંકિત મીરાંના અનુભવની મહોર : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''અવિનાસી હૈં બાલમા હૈ જિનર્સે સાઁચી પ્રીત,''' | |||
'''મીરાં હૂઁ પ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત,''' | |||
</poem>}} | |||
{{HeaderNav2 | |||
|previous = દીવડા વિના | |||
|next = સામળિયો મુંજો સગો | |||
}} | |||
Latest revision as of 07:27, 23 May 2025
સાંયા, મેં તો પકડી આંબલિયાની ડાળ રે,
જંગલ વચમાં એક્લી હો જી-
નદી રે કિનારે બેઠો એક બગલો,
હંસલો જાણીને કીધો એનો સંગ રે,
મોઢામાં લીધી માછલી હો જી-
ઊડી ગયો હંસલો, ગાજે એની પાંખડી,
બાઈ, મારો પિયુડો પરદેશ રે,
ફરુકે મારી આંખડી હો જી-
માલણ ગૂંથી લાવે, ફૂલ કેરા ગજરા,
બાઈ,. મારો શામળિયો ભરથાર હૈ,
બીજા રે નરની આખડી હો જી-
બાઈ મીરાં કે'છે પ્રભુ, ગિરધરના ગુણ વા'લા,
શરણુંમાં રાખો મારા શામ રે,
ભજન કરીએ ભાવથી ડો જી-
આપણે ત્યાં મીરાંને નામે ગવાતાં ભજનોમાં આ ભજન પાંચ જ કડીમાં સાધકની સંપૂર્ણ યાત્રાને ચિત્રમાંકિત કરે છે. એના પ્રલંબિત ઢાળ અને કરુણ-મધુર લપ દ્વારા એ ઘણું લોકપ્રિય થયું છે. પણ સાધકની અનુભૂતિનાં પાંચ પગલાં પારખવામાં આવે તો એ સાધનાની વાટે મશાલ ચેતાવી શકે. સાંયા, મેં તો... એકલી હો જી- પહેલું ચિત્ર છે પરમ પ્રિયતમ કાજે સર્વ કંઈ તજીને નીકળી પડેલી નારીનું. સંસારના બધા આધારો તો તેણે ક્યાંયે પાછળ રાખી દીધા છે, પણ જેને આધારે બધું લૂંટાવી દીધું એની ક્યાંયે ઝાંખી થતી નથી. નિર્જન વનમાં આંબાની ડાળ પકડી તે અંતરમાં કોની છબી આગની રેખાએ આંકતી હશે?
તુમ્હરે કારણ સબ સુખ ડિયાં
અબ મોંઢે કર્યો તરસાવો?
*
પિય બિન સૂનો છે મ્હારો દેસ,
તેરે કારણ બન બન ડોલું કર જોગણ કો ભેસ.
*
બરજી, મેં કાહૂકી નાંહિ રહૂં,
તન ધન મેરો સબહી જાવો, ભલ મેરો સીસ લહૂં.
એકલી, અસહાય, ઝંખતી-ઝૂરતી વિચારમગ્ન નારીનું આ ચિત્ર કેવું હૃદયદ્રાવક છે! મરમીજનો જેને એકાકીની એકાકી ભણી યાત્રા' કહે છે તેનું આ પ્રથમ પગલું. સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી એવી અવસ્થા. આ સૂનકારભર્યા અરણ્યમાંથી બહાર કેમ નીકળવું?
આ અવસ્થામાં સાધક કોઈ માર્ગદર્શક, કોઈ માર્ગસંગાથી કે સહાયકનો હાથ ઝંખે છે. અહીં આંબાની ડાળ પકડી ઊભેલી સ્ત્રીની નજર જરા દૂર જાય છે. જુએ છે તો સામે નદી વહી જાય છે. એને કિનારે એક ઉજ્વળ શ્વેત વસ્ત્રધારી પુરુષ બેઠો છે. એ જાણે ઊંડા ધ્યાનમાં નિમગ્ન છે. કોઈ હંસની જેમ નીરક્ષીર પારખનારો વિવેકી ને વૈરાગ્યવાન લાગે છે. આવી ઉજ્વળતા, એકાગ્રતા, આત્મલીનતા જોઈ સ્ત્રીને થાય છે ઃ આ પરમહંસદેવ મને માર્ગ બતાવશે. પણ નિકટના પરિચયમાં આવતાં તેને અનુભવ થાય છે કે આ તો બગભગત છે, ધૂર્ત છે. ગોરખના શબ્દોમાં ‘સ્વાંગકા પૂરા, ડિંભકા સૂરા'-વેશમાં પૂરો પારંગત અને દંભમાં ભારે પાવરધો છે. ભોળા લોકોને માછલીની જેમ દાઢમાં લેવા માટે જ એની આ ધ્યાનબાજી ચાલે છે. આવા ધૂર્ત ગુરુનું એક ચિત્ર છે :
નદી કિનારે બઝુલા બૈઠા,
ચુન ચુન મછિયાં ખાય,
બડી મછી કા કાંટા લાગા
તડપ તડપ જીવ જાય.
પણ બગલાજીની આ દશા થાય તે પહેલાં કેટકેટલા વિશ્વાસુ ભક્તો આ કહેવાતા મહાત્માઓ, સિદ્ઘપુરુષો, ગુરુ મહારાજોની ચુંગાલમાં ફસાઈ બરબાદ થઈ જતા હશે! પરંતુ જેમને પરમાત્માની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ જ ખપતું નથી તેઓ ભ્રમજાળથી સવેળા ચેતી પોતાને માર્ગે ચાલવા માગે છે. ઊડી ગયો હંસલો... આંખડી હો જી- વિશ્વમાં એવો એક મહાનિયમ પ્રવર્તે છે કે જેને હરિ વિના બીજું ખપતું નથી તેને હિર કે હિરનો બંદો મળી જ રહે છે. પેલો બગલો તો કિનારે બેસી રહ્યો હતો, અહીં હંસની પાંખો ગગનમાં ઝંકાર કરતી જાય છે. હંસ નથી બોલતો, હંસની પાંખો બોલે છે. આ નવું જ ચિત્ર. ઊર્ધ્વની ગતિમય લિપિમાં સંદેશ. પ્રીતમને મળવા માટે પ્રાણની પાંખો પળેપળે ઊડ, ઊડ, ઊડ, થતી રહેવી જોઈએ. ચાતુરી આતૂરી નાહીં.' આતુરતાની અહીં કિંમત છે, ચતુરતાની નહીં. મીરાંના ઘાયલ પ્રાણનો પુકાર :
સાંવરો ઉવરણ, સાંવરો સુમરણ, સાંવરો ધ્યાન. ધરાં.
*
તુમ દેખે બિન ક્લ ન પડત હૈ, તડફ-તડફ જિય જાસી,
*
બિન દેખ્યાં ક્લ નાહિ પડત જિય ઐસી ઠાની હો,
અંગ અંગ વ્યાકુલ ભઈ મુખ પિય પિય બાની હો.
ઉવરણ — ઊગરવાનો આરો, સુમરણ ~~ એની નિત્ય સ્મૃતિ. આમ ધ્યેય અને ધ્યાન સંયુક્ત થાય ત્યાં સાત સમંદર પારથી પણ પરદેશી પ્રીતમ આવી આવી પહોંચે છે. આ ઝંખનાની આગને પગલે ક્યાંકથી શીતળ લહરી વહી આવે છે. શુભ શકુન દર્શાવતી આંખ ફરકે છે, આંખમાં જ કહે છે ઃ હવે મિલનને વાર નથી.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> માલણ ગૂંથી... આખડી હોજી
હવે તો પ્રીતમના ગળામાં જીવનનો હાર પહેરાવવાની ઘડી આવી પહોંચી. જ્યાં અનન્ય સ્મરણ, અનન્ય શરણ ત્યાં અંતર્યામીને પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. મીરાંની વાણી :
‘સહેલિયાં સાજન ઘર આયા હો,
બહોત દિ'નો કી જોવતી બિરહિણિ પિવ પાયા હો.
*
હરિ સાગર સૂં નેહરો, મૈણાં બંધ્યા સનહ હો,
મીરા સખી કે આંગણે દૂધાં વૂઠા મેહ હો.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> બાઈ મીરાં... ભાવથી હોજી-
આખરે એક જ વિનતિ : ‘શરણુંમાં રાખો મારા શામ.' મીરાંના શબ્દોમાં છોડ મત જાજ્યો જી મહારાજ.' આ વિનતિપત્ર પર અંકિત મીરાંના અનુભવની મહોર :
અવિનાસી હૈં બાલમા હૈ જિનર્સે સાઁચી પ્રીત,
મીરાં હૂઁ પ્રભુજી મિલ્યા હૈ એ હી ભગતિ કી રીત,