ભજનરસ/ચંદની રાત કેસરિયા તારા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 17: | Line 17: | ||
{{right|સરવે ગોપી આનંદ પામી રે.}} | {{right|સરવે ગોપી આનંદ પામી રે.}} | ||
</poem>}} | </poem>}} | ||
{{HeaderNav2 | |||
|previous = સાંભળ સહિયર | |||
|next = ચંદની રાત | |||
}} | |||
{{ | |||
Latest revision as of 07:04, 23 May 2025
ચંદની રાત કેસરિયા તારા
ચંદની રાત કેસરિયા તારા રે,
પોઠી ભરવા ચાલ્યા વણઝારા રે.
વણઝારે આડત કીધી રે,
કાયા નગરી ઈજારે લીધી રે.
દાણી, દાણ ઘટે તે લેજો રે,
પોઠી હમારા જાવા દેજો રે.
જેવા વાડીના કુંમલા મરવા રે,
તેવા પોઠી હમારે ભરવા રે.
ભલે મલિયા, ભલે મલિયા રે,
તારા ગુણ ન જાયે કલિયા રે.
મહેતા નરસૈંયાના સ્વામી રે,
સરવે ગોપી આનંદ પામી રે.