મર્મર/‘મર્મર’નું મર્મદર્શન: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
શાળાપુસ્તકોમાં આવતાં પાંચેક કાવ્યો બાદ કરતાં આજે કેટલાને, ને તેમાંય કોને, કલાપી વાંચવાની પરવા હશે એ ચિન્ત્ય વસ્તુ છે. છતાં નવપ્રશિષ્ટ શૈલીમાં કલાપી ફરી આવે તો આવકારપાત્ર નીવડે. આજનો શિક્ષિત વાચક બહલાવેલ ઊર્મિ કે ચિત્રને હસી કાઢશે. કોઈ કવિ આજે કલાપી પેઠે ચિત્તંત્રને છૂટે દોરે નહિ વહેવા દે, પણ તેનું સંયમન કરશે. નવાં પરણ્યાં દંપતીના પ્રથમ મિલનનું એક કાવ્ય<ref>‘આપણ વચે’—ગીતા કાપડિયા (પરીખ): કવિતા-અંક ૫.</ref> છે : પત્ની મળતાં જ પતિ વિવાદનો આરંભ કરે છે કે મારા પહેલાં, અરે મારા દેખતાં લગ્નવિધિ પ્રસંગે તમારા સ્પર્શનો—વિશિષ્ટ અંગોના સ્પર્શનો કોઈ અધિકારી હતો. સુશ્લિષ્ટ પદાવલીઓમાં સંયમિત છન્દલયમાં પતિપત્નીનો ટૂંકાક્ષરી વિવાદ તથા પત્નીની ભયજનિત ચિન્તા વધતાં ચાલે છે અને અન્તે કહે છે કે એ અનધિકારી કે અધિકારી તો બે વચ્ચે અવરોધક અંગવસ્ત્રનો ઊડતો દબાતો પાલવ હતો. કાવ્યદેહે ઊતરેલો આ બુદ્ધિનો ચમત્કાર અને તેને સુયોગ્ય શબ્દ દ્વારા દર્શાવવાની સ્વચ્છ શૈલી પ્રશિષ્ટ કહેવાય. વૈજ્ઞાનિક નિયમોનું અજ્ઞાત બાળક દર્પણમાં પોતાનું મુખ જુએ ત્યારે તેને થતી મૂંઝવણ પરિચિત છે. પણ એક નવકવિએ<ref>‘શયનગૃહમાં’—પ્રિયકાન્ત મણિયાર : કવિતા-અંક ૪.</ref> તેવી મૂંઝવણ જુદા સંયોગોમાં કલ્પી છે. શયનગૃહમાં મળેલાં દંપતી પૈકી પતિની દૃષ્ટિ અનાયાસ દર્પણમાં પડે, ભાન ભૂલેલાને ક્ષણભર ભ્રમ થાય ને જાણે અન્ય યુગલ બેશરમ બન્યું છે એમ સમજી આશ્ચર્યચકિત થાય, પણ પછી સમજે કે હું જ મારી જાતને હસતો હતો, ને તાત્પર્ય દર્શાવે કે મનુષ્ય બીજામાં જુએ છે તે દોષસ્થિતિ પોતાનું જ પ્રતિબિમ્બ છે—આ પણ કૌતુકરાગી વસ્તુનો પ્રશિષ્ટ શૈલીએ કરેલો વિનિયોગ ગણાય. જીવનરંગ અને શીલ તથા શૈલીનું સૌષ્ઠવ બંનેનો સમન્વય કરવા આજની કવિતા મથે છે. | શાળાપુસ્તકોમાં આવતાં પાંચેક કાવ્યો બાદ કરતાં આજે કેટલાને, ને તેમાંય કોને, કલાપી વાંચવાની પરવા હશે એ ચિન્ત્ય વસ્તુ છે. છતાં નવપ્રશિષ્ટ શૈલીમાં કલાપી ફરી આવે તો આવકારપાત્ર નીવડે. આજનો શિક્ષિત વાચક બહલાવેલ ઊર્મિ કે ચિત્રને હસી કાઢશે. કોઈ કવિ આજે કલાપી પેઠે ચિત્તંત્રને છૂટે દોરે નહિ વહેવા દે, પણ તેનું સંયમન કરશે. નવાં પરણ્યાં દંપતીના પ્રથમ મિલનનું એક કાવ્ય<ref>‘આપણ વચે’—ગીતા કાપડિયા (પરીખ): કવિતા-અંક ૫.</ref> છે : પત્ની મળતાં જ પતિ વિવાદનો આરંભ કરે છે કે મારા પહેલાં, અરે મારા દેખતાં લગ્નવિધિ પ્રસંગે તમારા સ્પર્શનો—વિશિષ્ટ અંગોના સ્પર્શનો કોઈ અધિકારી હતો. સુશ્લિષ્ટ પદાવલીઓમાં સંયમિત છન્દલયમાં પતિપત્નીનો ટૂંકાક્ષરી વિવાદ તથા પત્નીની ભયજનિત ચિન્તા વધતાં ચાલે છે અને અન્તે કહે છે કે એ અનધિકારી કે અધિકારી તો બે વચ્ચે અવરોધક અંગવસ્ત્રનો ઊડતો દબાતો પાલવ હતો. કાવ્યદેહે ઊતરેલો આ બુદ્ધિનો ચમત્કાર અને તેને સુયોગ્ય શબ્દ દ્વારા દર્શાવવાની સ્વચ્છ શૈલી પ્રશિષ્ટ કહેવાય. વૈજ્ઞાનિક નિયમોનું અજ્ઞાત બાળક દર્પણમાં પોતાનું મુખ જુએ ત્યારે તેને થતી મૂંઝવણ પરિચિત છે. પણ એક નવકવિએ<ref>‘શયનગૃહમાં’—પ્રિયકાન્ત મણિયાર : કવિતા-અંક ૪.</ref> તેવી મૂંઝવણ જુદા સંયોગોમાં કલ્પી છે. શયનગૃહમાં મળેલાં દંપતી પૈકી પતિની દૃષ્ટિ અનાયાસ દર્પણમાં પડે, ભાન ભૂલેલાને ક્ષણભર ભ્રમ થાય ને જાણે અન્ય યુગલ બેશરમ બન્યું છે એમ સમજી આશ્ચર્યચકિત થાય, પણ પછી સમજે કે હું જ મારી જાતને હસતો હતો, ને તાત્પર્ય દર્શાવે કે મનુષ્ય બીજામાં જુએ છે તે દોષસ્થિતિ પોતાનું જ પ્રતિબિમ્બ છે—આ પણ કૌતુકરાગી વસ્તુનો પ્રશિષ્ટ શૈલીએ કરેલો વિનિયોગ ગણાય. જીવનરંગ અને શીલ તથા શૈલીનું સૌષ્ઠવ બંનેનો સમન્વય કરવા આજની કવિતા મથે છે. | ||
પ્રણય કે પ્રણયકલહ નવી વસ્તુ નથી. લગ્નજીવનમાં વિસંવાદનાં કાવ્યો તો આપણે ભાતભાતનાં જાણીએ છીએ. સ્ત્રીકેળવણીની અગત્ય વિષે લખતાં સો વર્ષ પર નવલરામે લખેલું: | પ્રણય કે પ્રણયકલહ નવી વસ્તુ નથી. લગ્નજીવનમાં વિસંવાદનાં કાવ્યો તો આપણે ભાતભાતનાં જાણીએ છીએ. સ્ત્રીકેળવણીની અગત્ય વિષે લખતાં સો વર્ષ પર નવલરામે લખેલું: | ||
{{Block center|'''<poem>ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ભમે છે, | {{Block center|'''<poem>ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ભમે છે, | ||
| Line 230: | Line 227: | ||
આવ્યાં છો તો અમર થઈને ર્હો.</poem>'''}} | આવ્યાં છો તો અમર થઈને ર્હો.</poem>'''}} | ||
{{rh|સૂરત, ૨૮-૧૨-૧૯૫૭||'''વ્રજરાય મુકુન્દરાય દેસાઈ''' }} | {{rh|સૂરત, ૨૮-૧૨-૧૯૫૭||'''વ્રજરાય મુકુન્દરાય દેસાઈ''' }} | ||
< | <hr> | ||
{{reflist}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = પ્રવેશક | |previous = પ્રવેશક | ||
|next = નિવેદન | |next = નિવેદન | ||
}} | }} | ||
Latest revision as of 07:12, 14 May 2025
શાળાપુસ્તકોમાં આવતાં પાંચેક કાવ્યો બાદ કરતાં આજે કેટલાને, ને તેમાંય કોને, કલાપી વાંચવાની પરવા હશે એ ચિન્ત્ય વસ્તુ છે. છતાં નવપ્રશિષ્ટ શૈલીમાં કલાપી ફરી આવે તો આવકારપાત્ર નીવડે. આજનો શિક્ષિત વાચક બહલાવેલ ઊર્મિ કે ચિત્રને હસી કાઢશે. કોઈ કવિ આજે કલાપી પેઠે ચિત્તંત્રને છૂટે દોરે નહિ વહેવા દે, પણ તેનું સંયમન કરશે. નવાં પરણ્યાં દંપતીના પ્રથમ મિલનનું એક કાવ્ય[1] છે : પત્ની મળતાં જ પતિ વિવાદનો આરંભ કરે છે કે મારા પહેલાં, અરે મારા દેખતાં લગ્નવિધિ પ્રસંગે તમારા સ્પર્શનો—વિશિષ્ટ અંગોના સ્પર્શનો કોઈ અધિકારી હતો. સુશ્લિષ્ટ પદાવલીઓમાં સંયમિત છન્દલયમાં પતિપત્નીનો ટૂંકાક્ષરી વિવાદ તથા પત્નીની ભયજનિત ચિન્તા વધતાં ચાલે છે અને અન્તે કહે છે કે એ અનધિકારી કે અધિકારી તો બે વચ્ચે અવરોધક અંગવસ્ત્રનો ઊડતો દબાતો પાલવ હતો. કાવ્યદેહે ઊતરેલો આ બુદ્ધિનો ચમત્કાર અને તેને સુયોગ્ય શબ્દ દ્વારા દર્શાવવાની સ્વચ્છ શૈલી પ્રશિષ્ટ કહેવાય. વૈજ્ઞાનિક નિયમોનું અજ્ઞાત બાળક દર્પણમાં પોતાનું મુખ જુએ ત્યારે તેને થતી મૂંઝવણ પરિચિત છે. પણ એક નવકવિએ[2] તેવી મૂંઝવણ જુદા સંયોગોમાં કલ્પી છે. શયનગૃહમાં મળેલાં દંપતી પૈકી પતિની દૃષ્ટિ અનાયાસ દર્પણમાં પડે, ભાન ભૂલેલાને ક્ષણભર ભ્રમ થાય ને જાણે અન્ય યુગલ બેશરમ બન્યું છે એમ સમજી આશ્ચર્યચકિત થાય, પણ પછી સમજે કે હું જ મારી જાતને હસતો હતો, ને તાત્પર્ય દર્શાવે કે મનુષ્ય બીજામાં જુએ છે તે દોષસ્થિતિ પોતાનું જ પ્રતિબિમ્બ છે—આ પણ કૌતુકરાગી વસ્તુનો પ્રશિષ્ટ શૈલીએ કરેલો વિનિયોગ ગણાય. જીવનરંગ અને શીલ તથા શૈલીનું સૌષ્ઠવ બંનેનો સમન્વય કરવા આજની કવિતા મથે છે. પ્રણય કે પ્રણયકલહ નવી વસ્તુ નથી. લગ્નજીવનમાં વિસંવાદનાં કાવ્યો તો આપણે ભાતભાતનાં જાણીએ છીએ. સ્ત્રીકેળવણીની અગત્ય વિષે લખતાં સો વર્ષ પર નવલરામે લખેલું:
ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ભમે છે,
બાઈનું ચિત્ત ચૂલામાં ય.
તો વળી ગોવર્ધનરામે બીજી રીતે દર્શાવેલું કે,
નર જાત સુખી હશે અહીં કદી મહાલતી સ્વચ્છન્દથી,
પણ નારીને રોવા વિના નહીં કર્મમાં બીજું કંઈ.
કવિ કલાપીએ એ વિસંવાદ અને તેનો વિષાદ કાવ્યમાં સમાવવા તથા શમાવવા બહુ ગડમથલ કરેલી, ને આજના કવિઓ પણ કરે છે. છતાં, આજની કાવ્યસૃષ્ટિ વસ્તુભેદ કરતાં શૈલીભેદ વધારે બતાવે છે. આધુનિક કવિને પોતાના સંસ્કૃત-અંગ્રેજી અભ્યાસ ઉપરાંત કલાપી પછીનાં ચાલીસ વર્ષમાં થયેલા ગુજરાતી કવિતાના ઘડતરનો પણ સારો લાભ મળેલો છે. કવિતા अપરતન્ત્ર આત્મશક્તિ (आत्मनः कला-અંશ) છે, મનુષ્યકૃત કલાસ્વરૂપ પણ છે. કલાપીમાં એ આત્મશક્તિ સ્ફુરતી વિશેષતઃ જણાય છે આજના કવિઓનું ધ્યાન એના કલાસ્વરૂપ ઉપર પણ કેન્દ્રિત થયું છે. આ સંગ્રહ ‘મર્મર' એનું ઉત્કૃષ્ટ દૃષ્ટાન્ત છે. જીવન સરણીને કાંઠે બે ઝાડ કે ઝાડનું વન (सयुजा सखायौ) હોય ને પવન ફુંકાતાં વૃક્ષનાં પર્ણ અફળાવાથી મર્મર નીપજે તેની કવિતા આ 'મર્મર.' ચૌદપંદર વર્ષથી એક કૉલેજિયન કવિની પંક્તિ મને યાદ રહી ગઈ છે: ‘પ્યાલા રકાબી ખખડાટ સંગીત', એ પંક્તિને લીધે તેમનું નામ પણ યાદ રહી ગયું હતું. તેના કર્તા તે આ 'મર્મર'ના કવિ જયન્ત પાઠક છે. એ પંક્તિવાળું કાવ્ય ‘મર્મર’માં નથી, ને મને કાવ્ય વિષય વિષે કશું યાદ નથી. કદાચ હોટલનો છોકરો રસ્તે પ્યાલારકાબી ખખડાવતો જાય, ને બિચારાને એ ખખડાટના સંગીતથી સંતોષ માનવો પડે તેનો વિષાદ હશે. કદાચ કોઈ વિચારલીન વિદુષીને રસ્તેથી આવતો એ ખખડાટ સાંભળી થતો કોપ હશે; ગમે તે હશે. જે પંક્તિમાં મનુષ્યની સ્મૃતિમાં ઘર કરવાની શક્તિ છે તેમાં જરૂર કાવ્યત્વ છે–તે મનુષ્ય માટે, તે પ્રજા માટે. કવિતા અર્થયુક્ત શબ્દની શક્તિ છે, કવિના અંતરમાં ઊઠતા શબ્દની શક્તિ છે—વાચકના ઉરમાં સમાતા શબ્દની શક્તિ છે : વાચકના ઉરમાં ઊગતા એ ને એ, કે વિવિધ ઉન્મેષશાલી अर्थोને પણ ધારીને વાચકના અંતરમાં ઊઠ્યા કરવું એ કવિતાશબ્દની આનંદકરા શક્તિ છે. સેંકડો માણસો સેંકડો વર્ષ સુધી યાદ કરે એવી આ પંક્તિ છે એમ કહેવાનું નથી, પણ આજના જીવનનિરૂપણ અંગે એનું મહત્ત્વ છે. કવિતા દ્વારા રજૂ થતો જીવનમર્મ મને એ પંક્તિમાં વર્તાય છે. ‘મર્મર’માં જીવનના ખડખડાટમાંથી નીપજતા કે નિપજાવવાના સંગીતનું કાવ્ય છે: કવિ ખખડાટે સંભળાવે છે ને સંગીતે જન્માવે છે. એ સંગીતનો યશ પ્રકૃતિને—જેનો અંશ માનવી પોતે પણ છે તે પ્રકૃતિને ફાળે જાય છે. એ કાવ્યનું નામ ‘મેઘદૂત’ વાંચતાં જ કાલિદાસનો સંસ્કાર જાગ્રત થાય. પછી આવે એનો આરંભ ‘શાળામાંથી છૂટી આજે’ એવો, જીવનના એક પાસા જેવો, સદંતર અકાવ્યમય, અનુષ્ટુપની એ પંક્તિનો ઉત્તરાર્ધ ‘અષાઢી ઘનવર્ષણે’ એ શબ્દોમાં વસતો કાવ્યાર્થ—મેઘનો ગડગડાટ—સંભળાવે એવો છે, જાણે જીવનનું એ બીજું પણ કવિત્વપૂર્ણ પાસું. જીવનનાં બે પાસાં જેવી બે શૈલીના સુભગ મિશ્રણથી ‘મેઘદૂત’નો આરંભ થાય છે. વસ્તુલક્ષી પત્ની અને અવસ્તુલક્ષી પતિ વચ્ચેના અંતરની સૂચક ભેદક બે શૈલી સમસ્ત કાવ્યભાગમાં છે. સાદા સાધારણ શબ્દોમાં રેશનનું સડેલું અનાજ વીણતી પત્નીનું યથાતથ ચિત્ર આવે; પતિ કાલિદાસનું કાવ્ય વાંચતો જાય ને પુસ્તકિયા કવિભાષા બોલે; વરસાદમાં પલળી ઘેર આવેલા પતિને પત્ની કહે:
જવા દો એ બધાં ગપ્પાં. છત્રી લાવો બજારથી.
ત્યારે કવિ કહે: જાણે છે ભાવ છે એના ઊંચા કંઈ આસમાનથી? 'એના ભાવ’ એટલે છત્રીના–યક્ષના-કવિતાનાં ગપ્પાંના. આ સંવાદ વાંચતા, પાડોશીને ત્યાંથી માગી આણેલા કાંગ ઝાડકતી સુદામાપત્ની અને ધર્મપંડિત સુદામા વચ્ચે પ્રેમાનંદે યોજેલો લાંબો વાર્તાલાપ યાદ આવે જ. છતાં બે વચ્ચે કેવો ભેદ! એ ભેદ સમયનો છે ને શૈલીનો પણ છે. ચોવીસ પંક્તિના ‘મેઘદૂત'માં ૧૬–૧૭મી પંક્તિમાં આપણે કાવ્યપંડિત કાલિદાસના યક્ષથી પણ નિકૃષ્ટ પોતાની સ્થિતિ વિચારી આકળવિકળ થાય છે, ત્યાં તો જેમ કાલિદાસનો મેઘ આકાશ ને ભૂમિનાં અંતર ભાગનાર હતો તેમ અહીં મેઘે ઉરનાં અંતર ભાગ્યાં, પતિપત્નીને ચોપાસ અલકા અલકા થઈ રહી—સ્વર્ગ હેઠું ઊતર્યું. આ મેઘવિજયનું કાવ્ય છે; કવિ કાન્તે ‘વસન્ત વિજય' કાવ્યસ્થ કર્યો, પણ તે વિજય વનશ્રી વચ્ચે વસતા પાંડુ પર થયો. આજે આપણે ‘સુરતાની વાડી’માં વસતા નથી, છતાં દુનિયાની ઘટમાળથી ભાગતા પણ નથી. એ ઘટમાળની વચ્ચે ‘સુરતાની વાડી’ ઉછેરવાના આપણને કોડ છે. ‘સપ્તક’માં કવિ કહે છે: રાખ તારી વાત મૃત્યુ પારની,
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ×××
જેહના તલસે છ દર્શન કાજ તું
ઢૂંઢવા તેને ફરે કાં બ્હાવરો?
એ ઊભો સરિયામ રસ્તા પર, ફકત્
ફેંકી જો ચહેરેથી બુરખો આવર્યો.
પૃ. ૭૯-૮૦
આજની કવિતા ‘સુરતાની વાડી’ ઉછેરવાના કોડ તો સેવે છે, પણ આ દુનિયાની ગડમથલ એક ઘડી પણ છોડીને ભાગવાનું તેને પાલવે તેમ નથી. કવિ તો મેઘદૂતનું પ્રસંગચિત્ર દોરીને અટકી જાય છે. ઊર્મિનો એક પણ બખાળો નહિ, છતાં આપણને ‘પ્યાલારકાબી ખખડાટ સંગીત’ સાંભળવા મળે છે. માનવી પણ માટીનું—ઊર્મિચિંતનાદિનું—પાત્ર જ છે. ખખડે પણ ખરું. તમને સંગીત સંભળાય તો સાંભળી લો, તમારે હસવું હોય તો હસી પડો, અને કરુણ ઉદ્ગાર કાઢો: ‘રે પામર માનવી! તું કવિ! તું પંડિત!’ કૌતુકરાગિતા તો આપણી દૃષ્ટિમાં વસે છે, વસ્તુમાં નહિ. વસ્તુ તો જે હશે તે હશે. કવિનો બુદ્ધિવૈભવ અને કલ્પનાવૈભવ મળીને જે વસ્તુ–જે કાવ્યપદાર્થ-સર્જી આપે છે તે માણી લ્યો-સૌ પોતપોતાની રીતે જીવન માણે છે તેમ. ઉપરનાં ત્રણ દૃષ્ટાન્તથી એમ ન માનવું કે આ કવિઓ કોઈ રંગીલા છેલ છે. પ્રશિષ્ટ શૈલીનાં, હું-તું, પહેલો બીજો પુરુષ, વાપરતાં આવાં શૃંગારકાવ્યો ‘સ્વાનુભવરસિક' પણ નથી. નાટકકાર પોતાનાં પાત્રોના ભાવ સ્વગત કરે તેટલે અંશે ને તેવી તટસ્થતાથી કવિ જગતનો-જગતનાં કોઈ કોઈ પાત્રોનો ખખડાટ ને તેમાં છુપાયેલું સંગીત સાંભળીને સંભળાવે છે. આ કાવ્યો જીવનમાં વસ્તુતઃ થતા અનુભવોનું અક્ષરશઃ આલેખન પણ નથી. કવિકલાકાર એ અનુભવને ઘડે છે. કાવ્યદેહ ઘડતાં ઘડતાં એમાં મૂર્તિમંત કરવાના અનુભવનું પણ કવિ આદર્શીકરણ કરે છે. થયેલા અનુભવમાં, ભાવના વેગમાં, એ તણાતો નથી. ભાવને શબ્દદેહમાં સંયમિત કરવા પર એની કવિશક્તિ જમાવે છે. કાવ્યવિષય ગમે તે હોય, પણ એનો કવિ રૂપપર પ્રશિષ્ટ શૈલીનો છે. કાવ્યદેહને કોઈ સ્થળે તરડ પડે કે રસોળી થાય એવું ‘ફાટું ફાટું’ થતું એના અનુભવનું-ઊર્મિ ચિંતનનું બળ હોતું નથી એમ નહિ; પણ હોય તે તેનું ધારણ કરવાની, કાવ્યદેહમાં તેનું સંયમન કરવાની, એની શક્તિ છે, ને નેમ તો ખસૂસ છે. માટે જ કવિ વર્ડઝવર્થે ‘recollected in tranquillity’ એ વિશેષણ કાવ્યસ્થ ઊર્મિને લગાડેલું. જ્યારે એ કાવ્યસ્થ આદર્શ અનુભવની અનુભાવના કરીએ ત્યારે આપણને અન્યથા થાય તેના કરતાં વિશેષ સ્વસ્થ, સ્વચ્છ અનુભવ (ઊર્મિચિંતનાદિનો અનુભવ થાય); આપણી પાર્થિવ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ થાય; આપણને જીવન પ્રત્યે પ્રસન્ન દૃષ્ટિ સાંપડે, એમાં પ્રશિષ્ટ શૈલીની નવી કવિતાની સાર્થક્તા છે. આજના કવિઓ માટીની એષણાના ભર્યા ભર્યા નથી. એમની એષણા છે. જીવનતત્ત્વની, તેના સૌન્દર્યની, કવિશબ્દલસિત સૌન્દર્યની. કલાપીએ કહ્યું હતું તેમ “સૌન્દર્યો પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે.” એ ‘મર્મર’ના કવિને ‘મને થતું’ કાવ્યમાં સમજાયું. વિરૂપ પત્નીને નીરખી ખિન્ન થતો પતિ ને તે જ માતા જોડે ગેલ કરતો બાળક જોઈ કવિ સમક્ષ કોયડો ઊભો થાય છે, ને પછી પ્રકાશ લાધતાં કવિ ઝંખે છે : ‘તને અગર ચાહવા બની શકાય જો બાલક.’ સૌન્દર્યમૂર્તિ બાળકની અદોષ સ્વાભાવિક્તા સાંપડે તો કુરૂપ પત્ની પણ પતિની દૃષ્ટિએ સૌન્દર્યમૂર્તિ બને. સૌન્દર્ય ને પ્રેમ પર્યાય શબ્દો છે, એમ કહેવું સહેલું છે પણ એમ સમજીને રહેવું મુશ્કેલ છે. સૌન્દર્યની ઝંખના—આનંદની ઝંખના જીવનની કવિતાની ટેક (ધ્રુવ પંક્તિ) છે, પણ એ ઝંખનાની ક્યાંય નિતાન્ત તૃપ્તિ નથી : ‘જીવનગીતની ધ્રુવપંક્તિનો પ્રાસ મળે ના ક્યાંય’ માટે જ ‘દુઃખની છાંય’ હેઠળ એકલું બેઠું કવિનું અંતર પ્રશ્ન પૂછ્યા કરે છે કે જીવનચંપાને છોડ બેઠેલી કોડભરી માનવકળીઓ કેમ ખીલતી નથી? ઉત્તરમાં કવિ સંસ્કૃત કવિઓની પરંપરા સંભારી કહે છે કે એ ખીલશે ‘ઊઠ્યે રમણીના સ્મિતની હિલોળ!’ શું કવિ ભારતની સ્ત્રીજાતિની અવનત દશાનો વિચાર કરે છે? મેરિડિથને હાસાત્મક નાટકના સર્જન માટે સ્ત્રીસહચાર આવશ્યક લાગ્યો, તેમ શું કવિ સ્મિતમતી સ્ત્રીજાતિની અપેક્ષા કલ્પે છે? પણ એ પ્રશ્ન કવિતાદૃષ્ટિએ અસ્થાને છે, ગૌણ છે ; ‘સ્મિતની હિલોળ’ એ પદાર્થ પ્રત્યક્ષવત્ કરવાનું કામ પહેલું છે. એ સ્મિત પ્રગટાવવામાં કવિ અવરોધ દેખે છે :
સૂતી વસુધા નીચે
ડાળિયો ઋજુ હીંચે —‘ચંદ્ર ચઢતો હતો.’
ને સૂતેલી પૃથ્વીને પ્રણયી ચન્દ્ર ‘સભર ઢળતો હતો,’ ત્યારે આ ભર્યાં ભર્યા સૌન્દર્ય વચ્ચે ‘બિછડેલ બે પંખીના કંઠથી સાદ પડતો હતો’ શું આ જીવનનું તત્ત્વ? પ્રકૃતિ ને માનવ વચ્ચે તો ઠીક, ખુદ પ્રકૃતિમાં પણ આવો વિસંવાદ છે! ત્યારે વળી કોઈ વાર સાગરતટે એકસાથે સૂર્યાસ્ત ને ચન્દ્રોદય નીરખતાં કવિને થાય છે કે ‘પ્રસન્ન નભ ને ધરા' તો પરમ પુરુષના ઓષ્ઠ છે ને કવિપુરુષ એ ઓષ્ઠ પર ફરકતું સ્મિત છે. ને ઈશ્વર હસે ત્યારે માનવી–કવિમાનવી-કવિતા નીપજે છે. વળી,
નિર્દોષ શિશુઓના અકારણ હાસ્યમાં,
કાલી, ફક્ત આનંદના અર્થે ભરેલી વાણીમાં
હાસ્ય મારું યે અકારણ
અનિમિત્ત કાલું મારું યે ઉચ્ચારણ
કેવું સહજ સાથે થતું!
હાથે કુશળ કવિના સહજ જ્યમ પ્રાસ આવી જાય છે.
–‘ઇતબાર આપે’
જીવનમાં ને જગતમાં વસંત આવે ને ફૂટતાં ફૂલો સુગંધ વહેવરાવે ને તૂટતાં ઉર પણ પ્રીત અભંગ રાખે; પણ દુઃખ એ છે કે ‘આવી વસંત વહી જાય.’ ના, ના, વસંત ચાલી ગઈ નથી; દુ:ખનિરાશા વ્યાપ્યાં નથી; પણ ચાલી જવાનો ભય વસંતના આગમનના આનંદના ઊંડાણમાં ઘર કરી બેઠો છે એટલું જ. માટે તો, તે દિન સાંજ સમે દિશ પશ્ચિમ ભગ્નહૃદય ઊગ્યો શશી બંકિમ—‘પ્રીત રહે ના છાની’
એ બીજના ચંદ્રમાં કવિ આવતી પૂર્ણિમાનો કોલ વાંચે છે. એ આશા ટકે તો મનુષ્ય પણ વસંત ઋતુના છંદે ‘સોહે વસંતતિલકા સમ દીપ્તિમંત.’ શબ્દલયનું સૌન્દર્ય પણ–સૌન્દર્યદેવી કહે છે—ममैवांशः सनातन: ; કવિ–કલ્પનાની ભોમમાં વા તેના રસાયનમાં એ અંશો અનુસ્યૂત થઈ એકરૂપ બને છે, ત્યારે આવી ઉપમા નીપજે છે. ‘કુમાર’ (ડિસેમ્બર, ૧૯૫૭)માં ‘મર્મર’ના કવિનું કાવ્ય છે તે જુઓ :
જિન્દગી સૉનેટ જેવી જોઈએ :
ટૂંકી છતાં દૃઢબંધ;
મુક્ત, પણ ના વ્યસ્ત હોયે છંદ;
ઊર્મિ કે ચિન્તન સભર, સંયત પરંતુ જોઈએ!
પંક્તિઓને પ્રાસ હો કે પ્રાસની હો ખોટ
પણ અંતમાં આવે જ આવે ચોટ!
મિલ્ટને કહેલું કે Life should be a true poem. તેનું ભાષ્ય તે આ કાવ્ય. અને એમ કેમ ન બને? ઉપરથી શરદચંદ્ર સુધા વરસે છે, નીચે પૃથ્વી પર વાયુમાં કણસલાં ડોલે છે, ને વચ્ચે કવિમનુષ્યનું હલકું ફૂલ જેવું હૈયું ‘જલે મીન શું તરે.’
શિરે ધવલ ચાંદ, ને ચરણ ભૂમિમાટી ચૂમે
અહો નિકટ બેયની હૃદય મારું કેવું રમે!—'શરદ રજની'
ભલે ને પ્રલયના પવન સૂસવાટા કરે, પણ ‘પડું પડું’ કરતા વૃક્ષની સોડમાં માટીનો પોપડો તોડીને ‘તૃણાંકુર સમૂર્ધ્વ શીર્ષે ખડો’ થાય છે ને? આ આશાને અંતરમાં ધારનારા આધુનિક કવિઓ પ્રકૃતિને વ્યક્તિ તરીકે, મુખ્યત્વે સ્ત્રી વ્યક્તિ તરીકે નીરખે છે. પ્રકૃતિસૈન્દર્ય પીતાં કવિની
સ્મૃતિનું શશીમુખ તવ ખૂલે
અંતર અવકાશે નીલે—શરદની રાતે
અને સ્ત્રીનાં અંગો, એમનું હલનચલન પ્રકૃતિનાં અંગો તથા ભાવોમાં દેખાય. કવિસ્મૃતિમાં પ્રકૃતિસૌન્દર્યનાં ને સાહિત્યસંગીતકલાના સૌન્દર્યનાં પણ અનેકાનેક ચિત્રો ખચિત છે, તે માનવહૃદયના ભાવો પ્રત્યક્ષ કરાવવા કામ આવે છે; ને માનવહૃદયના ભાવો પ્રકૃતિના ભાવ દર્શાવવા ખપ લાગે છે. વર્ષામાં ‘સરલઉર સાધુશી ધરણી' જોઈ કવિહૃદય પ્રફુલ્લ થાય છે. અન્યત્ર ‘શિશુસરળ સ્રોતસ્વિની’નો ઉલ્લેખ છે. બહુ દિવસે અચાનક બાળમિત્ર સાંભરતાં કવિને સમજાય છે.
પણ સુરભિશો એ તો સૂતો સ્મૃતિકુસુમે, બની
પ્રખર બળતા મધ્યાહ્નેયે સુધાઝડી શાંતિની.—સ્મરણ પ્રિયનાં
શરદમાં કવિને
કૃતસ્નાન ધરા શોભે સુંદરી નવસ્નાત શી
અલેતી અભિજાત શી! —‘શરદ વર્ણન’
દેખાય છે ને વર્ષામાં ‘નિબિડ અંધકારે ઢળ્યાં
ધરાગગન રાત આખી નિજ વાત ક્હેતાં રહ્યાં—વર્ષાનું પ્રભાત
તો વળી સિન્ધુ
સાવેશ આશ્લેષ વિષે વસુન્ધરા સમાવવાને ધસતો સવેગ
—જાણ્યા છતાં યે
પાસે નાનું ઝરણું વહેતું જોઈ કવિને પાર્વતીનું સ્મિત સાંભરે છે. એવી ‘સ્મૃતિની સુરભિ' ફેલાઈ રહેતાં માનવી ને પ્રકૃતિ એકરૂપ બની જાય છે. નવીન તરેહનું અદ્વૈત-કવિ તરેહનું અદ્વૈત! ને આપણે કવિને સમજવાનો માત્ર નથી, પાંચ ક્ષણ પણ કવિવત્ થવાનું છે. સત્ અને ચિદ્ને વટાવીને શેષ રહેતું આનંદતત્ત્વ આત્મસાત્ કરવાનું છે. Pathetic Fallacy વૃત્તિમય ભાવાભાસ પોતે આભાસ છે, જૂઠ છે; ખરું તો Sympathetic truth છે–સહાનુભૂતિરૂપ પરસ્પરાકર્ષણનું સત્ય છે. ને તો પણ ઈશનાં એંધાણ ક્યાંય વસ્તુજગતમાં કવિ જોતા નથી. શેનાં હોય? માનવી તથા પ્રકૃતિનું કવિતરેહનું અદ્વૈત જોઈએ તેટલું ઊંડું ઊતર્યું નહિ હોય, અથવા તો કવિ ઉશનસ્ કહે છે તેમ દુનિયા તો ‘પ્રપૂર્ણ ભૂમિકર્દમ’ છે. હશે, પણ એક આશા ‘મર્મર’ને કવિને ને તેમની પેઠે અન્ય કવિઓને છે. આ દુનિયામાં ધૂળની ઢગલીઓ રમી મેલો થયેલો કવિબાલ પ્યારા પ્રભુની મસ્તીમાં મજા લેશે: પ્રભુ પિતાને ખોળે એ ચઢી જશે ને તેના પાપનો મેલ પોતા પર લઈ પ્રભુ ધન્ય થશે. નમ્રતા છતાં શી ધૃષ્ટતા છે! धन्यास्तदंगरजसा मलिनीभवन्ति । માટે જ કવિ કહે છે કે ‘મને થતું : તને અગર ચાહવા બની શકાય જો બાળક.’ બાળકનો તો મોટો ઉપકાર કે એના સમાગમે ‘અહો મારા જેવા જડસુની ય પલ્ટાઈ પ્રકૃતિ’ ‘અમે એને દીધું જીવન? નહિ, એણે જ અમને.’ બાળક રહેવાય કે થવાય તો પાપ જ ન જન્મે. સદા પ્રભુના ખોળામાં, નિતાન્ત સૌન્દર્યના ખોળામાં રમાય. બાળક તો નિર્મળ પ્રેમ પિછાને છે, ને સૌ પ્રેમરૂપોમાં સૌન્દર્ય જોઈ માણે છે. ‘હાડમાંસ ને રુધિર ભરેલું મઢ્યું ચામડે અંગ’ તેના સૌન્દર્યથી આનંદપુલકિત થાય એ તો પામર સ્ત્રીભૂખ્યો માનવી—બાળકનો પિતા. માટે એ જ મોટી એષણા : ‘બની શકાય જો બાળક.’ છતાં સ્ત્રીપુરુષનો પ્રેમ નિર્મળ નથી એમ કેમ કહેવાય? આગ્રા ફોર્ટને વિષે ભોમિયાના મુખે નીકળતાં સડસડાટ વચન સાંભળતાં કવિ સુભગ તર્ક કરે છે કે પુત્રે અહીં કેદ કરેલો શાહેજહાં ભીંતમાં જડેલા શીશા દ્વારા તાજમહાલને નીરખતો હશે ત્યારે એનો હૃદયદુર્ગ હચમચી ઊઠતો હશે, હૈયાની દીવાલમાંથી કાંકરા ખરે તે જોઈ જોઈ આગ્રાફોર્ટના પણ કાંકરા ખર્યા હશે ને એ જીર્ણ થયો હશે. નિર્જીવ પથ્થરમાં પણ સહાનુભૂતિ પ્રગટાવવાની પ્રેમની શક્તિ છે. જીવન આખું એક પ્રલમ્બિત ઝંખના જ છે. વનમાં સીતાને શોધતા રામ જેને તેને એક પ્રશ્ન પૂછતા, તેમ જ્યાં ત્યાં કવિ પોતાની ઝંખના મૂર્તિમંત થતી જુએ છે ને તેની જ વાત કરતા ફરે છે: નદીને કહે છે, રેવા! હું એ ક્ષણની નીરખું વાટ કે જ્યારે બારે મેઘ વરસીને હૈયાકાશને સ્વચ્છ કરી દે; ને ચંપાકળીને કહે છે :
નથી તારા મારા જુદા કોડ, ઓ રે ઉદાસિની!
વાટ જોઈશું જીવનને છોડ રમણીના હાસની.
એમ જો કવિ નમણે હૈયે વાંછે છે, તો કવચિત્ એકદમ ચીસ પાડી ઊઠે ‘કોઈ મને ઇતબાર આપે’ કેમકે હું, કોકિલા, ફૂલપાન, સીસોટીનું સંગીત, બાળકનું હાસ્ય, માત્ર આનંદના અર્થે ભરેલી કવિવાણી, સૌ એકરૂપ છીએ એ વારંવારના અનુભવ છતાં કોક વાર અહંકાર ઘર કરી બેસે છે ને પેલી
બૃહત્તાને ભૂલી
મારી મહત્તાના ઝૂલે રહું છું ઝૂલી.
ને ત્યારે આર્ત નાદ ઊઠે છે :
તો મને ઇતબાર આપો,
એટલો, બસ એટલો જ કરાર આપો:
કે નથી જુદો જગતથી હું.
હું એક છું.
હું એ જ છું.
એ ઇતબારની શોધમાં ચાલી નીકળેલા કવિને ખોટી ચીજ ખપતી નથી. તિલક જપમાળાથી, દેવદેરાસરથી, માદળિયાં-તાવીજથી રીઝનારા બીજા, કવિઓ નહિ. દયારામે ગાયું:
તમે રીઝો ચાંદરણે રે અમો રીઝું ચંદ્ર મળ્યે.
એ ચંદ્રની શોધમાં નીકળેલા કવિઓને શ્રી કૃષ્ણ કે અરવિંદ ઘોષ તો નિમિત્તમાત્ર છે. કવિ તો કહે છે, ‘કોઈ મને ઇતબાર આપે;’ ઝંખના એ ઇતબારની છે, માટે તેના આપનારની છેઃ સ્ત્રીને બાળકની ઝંખના છે, માટે એ તેના પિતાને વાંછે છે.
એક વાર,
આઘાં આઘાં રે એનાં આલયો
એમ લાગે છે, ને
કાળના ડુંગર ફાળે કૂદતા
તરસ્યા બનીને એના તેજના
કવિ ચાલી નીકળે છે, ત્યારે લાગવા માંડે છે કે
હવે દિવસ એ દૂર નથી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ×××
વિશ્વવીણા સંગીતલયે અવ વિસંવાદનો સૂર નથી. પણ જ્યારે અસહાય બની જવાય છે ત્યારે ઝંખના વિનમ્રરૂપ ધારણ કરે છે:
આ જીવનની જમનાનાં જળ
વહો ચરણ તુજ ધોતાં
તથા ‘આ મુજ મનની ચંચળ ધેનુ' તમારે પગલે પગલે અનુસરો. અહલ્યા ને કુબ્જા પેઠે ચરણઠેસે ને અંગાશ્લેષે પણ પલટાઈને સૌન્દર્ય-નિધાન બનવાની કવિને ઝંખના છે :
કાળગંગાને આરે રે મને કોઈ સંત મળે.
અને મળે તેને એક પ્રશ્ન છે
તુજ સ્પરશે આ પંક વિષે શું નહિ પ્રગટે અરવિંદ?
સૌન્દર્યનિધાન કૃષ્ણારવિંદ છતાં, છેવટે તો હું જગતથી જુદો નથી ને દુઃખભૂખ છતાં અંતે જગત આનંદવન છે એ ઇતબાર છતાં, કવિ ‘કાળની રજથી આચ્છાદિતા આ ધરા’ નીરખે છે; પ્રકાશપિપાસુ ઊભે માથે અહીંતહીં અથડાતા દોડતા કવિ માનવી, અને ઊંધે માથે લટકી
તેજટશરે વ્યગ્ર ર્હે અંધારને ઝંખી
એ ચામાચીડિયાં પંખી–એ બે વચ્ચેનો ભેદ નોંધે છે; તેમ જ ભૂત ને વર્તમાનનો ભેદ પણ નોંધે છે : કવિએ પાવાગઢના જંગલમાં ભૂખ્યા ભટકતા કાળની ત્રાડ સાંભળી તો એ પણ જોયું :
આ જલાશય જૂનું
ચોતરફ ગીચ વનરાજિથી રાજતું
લીલી ફ્રેમે મઢ્યા
રાજકુંવરી તણા આયના શું રૂડું
કેવું છે શાન્ત કલ્લોલસૂનું!
પવિત્ર પ્રશસ્ત ધામ કાશીપુરીમાં
પાણી નહીં ગટરવારિથી ઓછું મેલું.
પુણ્યાર્થ સ્નાન કરવા કશું લોક ઘેલું!
ત્યારે પાવાગઢ પાસે
તાડના ઝાડશા
આદિવાસી જનો, નાયકા રાઠવા,
ચારતા ચારદસ ઢોરઢાંખર
રે તવારીખથી સાવ જે બેખબર
એમનું જગત તે આ જ વગડો
ના નગર, ના પતાઈ નહીં મોહમદ બેગડો.
એવાં બેખબર ચામાચીડિયાં માનવી જોયાં તો વળી ચંડીગઢમાં ભૂતકાળની બેશરમ તવારીખને સ્થાને અત્યારે
ફરી કૃષીવલો હળે બળદ પુષ્ટ બે જોતરી
નહેરનીર વાળી, ખાળી નદીઓ, ખભેથી ખભા
મિલાવી રત ઉદ્યમે, નદીતટો ગીતે ગાજતા.
This will go onward the same
Though dynasties pass.
-In 'Time of Breaking of Nations' (Hardy)
ચંડીગઢની નીરવ ભૂમિ પર કવિએ ભૂતનો કાળબોલ—અભિનવ દ્રૌપદીનો ચિત્કાર-સાંભળ્યો તેવો જ, કવિ કહે છે, યુધિષ્ઠિરે સાંભળી કૃષ્ણને કહ્યું
સુણો પેલા પુરનારી વિલાપને
દુઃખતપ્ત વ્યથાકુલ હૈયાના અભિશાપને
ત્યારે કૃષ્ણ ને યુધિષ્ઠિર ભીષ્મ પાસે જઈ બોધ પામેલા
વિસ્તારવું પ્રેમનું, વત્સ, વર્તુલ :
સમસ્ત આ વિશ્વ ગણ્યું ઘટે કુલ.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ×××
પ્રેમ એ જ જગે, રાજન્, અમોઘ એક શાસન.
જ્યાં શત્રુત્વ નહિ એ જ સાચું યુદ્ધનિવારણ.
પછી આપણે કેમ કહીએ કે ઐહિક જીવનને પ્રેરણા આપવા બાબત કવિઓ હારી બેઠા છે? આટઆટલું શબ્દલાલિત્ય, અર્થગૌરવ, છન્દલયનું પ્રભુત્વ ને વૈવિધ્ય, પણ જીવનથી જુદાઈ–એમ આપણાથી કેમ કહેવાય? રામસહાય બની વનમાં જતા લક્ષ્મણનો સ્વપત્ની ઊર્મિલા સાથે થતો હૃદયદ્રાવક સંવાદ કવિ યોજે છે; સીતાને ‘નૃપત્વ પ્રેરી મતિ’એ તજી દીધા પછી રામને થતો પશ્ચાત્તાપ કલ્પે છે; ગાંધીજી, વલ્લભભાઈ શ્રી અરવિંદ, બ. ક. ઠા. જતાં મૃત્યુ વિષે વિવિધ ચિંતન કવિના આત્મપ્રદેશમાં ઊઠે છે. એ બધું છે કેમકે કવિને તો જીવનમાં, આ જ જીવનમાં, મુખ્ય રસ છે: જિન્દગી કાવ્ય જેવી જોઈએ.
કોઈની જિન્દગી ફૂલશી
હસી હસી સૌરભ ઉત્સરે છે
તો કોઈની
ધૂપસળી સમાન
જલી જલી મ્હેકનું દેતી દાન.
તો મારી જિન્દગીનું—કવિ પૂછે છે—સાર્થક્ય શું? જૂના કવિઓ કહેતા કે લખચોરાશીના ફેરા ફરતાં ફરતાં આ મોંઘો મનુષ્યાવતાર મળ્યો છે, માટે ‘પ્રાણિયા! ભજી લેને કિરતાર'. કવિકીટને ભ્રમરનો ચટકો લાગ્યો છે, હવે ભ્રમર બન્યે જ છૂટકો છે. એ ભ્રમર બનવાની એક જ રીત છે : આ જિન્દગી મળી છે તો જરા અહીં મળતો જાઉં...ભલા કૈં ભળતો જાઉં, બે ઘડીનો આનંદ રળતો જાઉં…….ફૂલ થઈ ફળતો જાઉં...ગહનમાં ગળતો જાઉં.
ઘડીક ભૂલીને મનનું ગાણું
આ કોલાહલ માણું
એ જ—અથવા, એ પણ—ગહનમાં ગળી સૌન્દર્યનિધાન બનવાની રીત છે ; માટે ‘અમરત શું અદકું અમને તે આ ધરતીનું વ્હાલ’ અને ‘અંતરનું અમરત રેડે આ હયે પ્રેમનો કોઈ પરમાણું' છતાં કાણું વાસણ કેમ ધારે? નસીબ મારે કોરા રણની જ લૂનું લહાણું! માટે સૌન્દર્યનિધાન થવા મથતો, જગતને સૌન્દર્યનિધાન કરવા મથતો જનમેળામાં ફરીફરીને થાકી જતો કવિ સાદ કરે છેઃ હે સૌન્દર્યનિધાન!
એકલડી છું સાવ આજ તો, મોહન જાવ હરી
મુખ જોયા કરું ફરીફરી
કવિઓ વસ્તુજગતથી વિમુખ થતા લાગે, પણ તત્ત્વતઃ તો વસ્તુ-અવસ્તુને એકાકાર કરતા ને તેમાં તદાકાર થવા મથતા સૌન્દર્યાંશભૂત આપણા કવિઓ છે. કવિનું કામ તો જીવનનો જ્યારે જે પ્રતિભાસ થતો હોય તેનું જ કાવ્યરૂપ નિબન્ધન કરવાનું છે. પુરુષ અંધારા પિંજરામાં પુરાયો છે—આ દેહના, ઘરના ખૂણાના, જાગતિક પરિવેશના; પણ એની ઝંખના પ્રકાશની છે. તેને એ ઝંખના અસ્વસ્થ બનાવે છે, વધારે પ્રકાશને પીવા ભેટવા એ દોડધામ કરી મૂકે છે. તો ક્યારેક એને વિશ્વાસ ઊપજે છે કે
સૂણી રહું છું શ્વાસ
તે મારો નથી, તારો જ છે;
તું કેટલો રે પાસ!
આનન્દ છે! આનન્દ છે! આ ધરતી પર આનન્દ છે. આમ કહેતો કવિપુરુષ પુરુષોમાં વિશિષ્ટ છે. પણ એનું વૈશિષ્ટ્ય એટલું જ નથી. વાણી વડે જ કવિ કવિ છે, અને કવિતા એટલે વિશિષ્ટ લયબદ્ધ સુંદર આહ્લાદક ભાષા, જેનું ઉદ્ગમસ્થાન પેલો કવિપુરુષ છે. એમ તો કલાકૃતિ માત્રનું—અને અ-કલા માત્રનું પણ—ઉદ્ગમસ્થાન મનુષ્યનું અંતર છે, પણ કોઈ કલાનું ઉપાદાન કવિની ભાષા પેઠે કે ભાષા જેટલું આભ્યન્તર નથી. અન્તરમાં ઊઠતા અર્થો ભાષાનો દેહ ધરી આવિષ્કાર પામે છે. એ અર્થોનું કલારૂપ નિબંધન થાય ત્યારે કવિતા જન્મે. તો હવે કલાપી પછી ૫૦-૬૦ વર્ષે પણ ગુજરાતી ભાષા એવી ને એવી હોય—સાનમાં સમજાય એવી (કલાપીના ફારસી શબ્દો આજે પણ ક્યાં સહેલા લાગે છે?) સહેલી હોય એમ તો કેમ બને કે કેમ ઈચ્છાય? એક વાર, બે વાર, ત્રણવાર, વાંચવું પડે; પુષ્પનું દલેદલ આપણી સમક્ષ ખીલતું જાય ત્યારે તથા ખીલી રહે ત્યારે જેમ એનું સૌન્દર્ય માણીએ તેમ કાવ્યનું પણ માણવાનું હોય. કાવ્ય-વાચનની રીત કેળવવી પડે, છન્દાદિના લય જાણવા પડે, શબ્દોના અર્થ વિચારવા પડે, શબ્દકોશનો પણ કોઈવાર આશરો શોધવો પડે—સંસ્કૃત કહેવાતા શબ્દો ને સમાસોથી કેમ ડરાય? સૌન્દર્ય તેના શિલ્પી માત્રને—શું ચિત્રકારને કે શું કવિને—સર્વને શ્રમસાધ્ય છે, તો પછી તેના ભોક્તાને એ સહેજમાં અનાયાસ કેમ પ્રાપ્ત થાય? કવિની સંવિત્તિમાં ઊઠતા પ્રકાશકણ કવિવાણીએ ઝીલીને ઘડવા પડે છે. ત્યારે જેમ કવિને કાવ્યાનંદની કે સર્જનના આનંદની પ્રાપ્તિ થાય છે તેમજ આપણને થવાની છે. આરંભના એ શ્રમ પછી તો નવરાશે જ્યારે મેજ પરથી ‘મર્મર' ઉપાડો ને ચિત્તને ગોઠે તે કાવ્યનો આકાર ધરવા દો આત્માને એ કાવ્યમર્મરથી ભરી દો ત્યારે સત્વર આનંદમય થાઓ—સદાસર્વદા તો કોણ જાણે, પણ પાંચપચાસ ક્ષણ તો ચોક્કસ. આપણા કવિએ કવિતાને આવકારી છે
‘આવ્યાં છો તોં અહીં જ રહી જાઓ હવે’
આખું ભુવન અંધકારમાં ઘોરે છે, ત્યારે–-કવિ કહે છે—હે કાવ્યદેવી! આ મારું નાનકડું ભવન—સ્વજીવન, સ્વચિત્ત, સ્વકાવ્યગ્રન્થ—ઉજાળો. આ જીવનની પાર પ્રકાશ વા મોક્ષ હશે તે કોણ જાણે છે? અત્યારે તો આ કાવ્યપ્રકાશ રોકડો મોક્ષ છે, માટે આપણે પણ આ ગ્રંથમાં સમાતી કાવ્યદેવીને કહીએ—આ કવિનાં માનસ સંતાનોને કહીએઃ
આવ્યાં છો તો અમર થઈને ર્હો
તમે મારાં દેવનાં દીધેલ છો
તમે મારાં માગી લીધેલ છો
આવ્યાં છો તો અમર થઈને ર્હો.
સૂરત, ૨૮-૧૨-૧૯૫૭
વ્રજરાય મુકુન્દરાય દેસાઈ
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted