દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ભગવાનનો સનેપાત: Difference between revisions
(+૧) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/ભગવાનનો સનેપાત to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ભગવાનનો સનેપાત without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|ભગવાનનો સનેપાત}} | {{Heading|ભગવાનનો સનેપાત}} | ||
{{Block center|<poem>ભગવાનને સનેપાત થયો છે | {{Block center|<poem>ભગવાનને સનેપાત થયો છે | ||
| Line 48: | Line 45: | ||
તો ય ભગવાનની પડી ટેવ ટળે નહીં</poem>}} | તો ય ભગવાનની પડી ટેવ ટળે નહીં</poem>}} | ||
આપણેતો ખાલી રાતે જ દેખેલા અને એ ય ભગવાનની મુઠ્ઠી જેટલા જ તારા. અને ભગવાન પાસે તો ધોધના ધોધ. ક્યારેક ક્યાંક ક્રેટભર શાંતિને ડિકીમાં ઠાંસી સૈર કરી બે-ચાર પ્લેટ તારા તળીને ઝરણાના પાણીમાં ટાઢી કરેલી શાંતિની બાટલી ખોલી લહેર કરે. કરતાં કરતાં જરી ચસકે અને વળી આંખ મીંચીને આંટા લેતા પ્રથવી પર આવી ચડે અને દુનિયાને ભાંડવા માંડે અને વળી ફરી સનેપાત ચડે ત્યારે કોક વાર તો બીક લાગે કે મગજમાં પ્રેશર ચડી જશે અને ક્યાંક લકવા બકવા જેવું થઈ જાય અને ભગવાન સમજો કે ખાટલે ચડે પછી આ દુનિયાનું શું થશે? | આપણેતો ખાલી રાતે જ દેખેલા અને એ ય ભગવાનની મુઠ્ઠી જેટલા જ તારા. અને ભગવાન પાસે તો ધોધના ધોધ. ક્યારેક ક્યાંક ક્રેટભર શાંતિને ડિકીમાં ઠાંસી સૈર કરી બે-ચાર પ્લેટ તારા તળીને ઝરણાના પાણીમાં ટાઢી કરેલી શાંતિની બાટલી ખોલી લહેર કરે. કરતાં કરતાં જરી ચસકે અને વળી આંખ મીંચીને આંટા લેતા પ્રથવી પર આવી ચડે અને દુનિયાને ભાંડવા માંડે અને વળી ફરી સનેપાત ચડે ત્યારે કોક વાર તો બીક લાગે કે મગજમાં પ્રેશર ચડી જશે અને ક્યાંક લકવા બકવા જેવું થઈ જાય અને ભગવાન સમજો કે ખાટલે ચડે પછી આ દુનિયાનું શું થશે? | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:26, 7 May 2025
ભગવાનને સનેપાત થયો છે
કોઈના પણ મોઢામાં ગરીને એલફેલ બોલે છે
આમ તો ભગવાનને શાંતિ બહુ ફેવરિટ
બેઠા બેઠા ગટગટાવી જાય બાટલી પછી બાટલી
પબલિકનું પણ એવું કે શાંતિ હોય ત્યાં લગી
ભગવાન ભણી જોવે ય નહીં
પણ કેપેસિટી બારની શાંતિ સાવ ખાલી પેટે પીધી હોય તો ચડી જ
જાયને!
એટલે પછી ભગવાન દંડૂકો લઈ હાથમાં આખા ગામની જાતરા કરવા ઊઠે. હેબિટ તો ય પગલાં આઘાંપાછાં થાય થાય ને થાય. અમેરિકામાં ઊભા રહી ધોળા બંગલામાં ગજવે 'દીવાલ હોના ચ મંગતા હૈ. અપુનકો ફુકટકા ભાવ મારનેકા આદત નહીં હૈ. અપુન સમજો, ભારત દેશકા એકદમ બડા મુસોલિની મિનિસ્ટર હૈ. હમારા અમેરિકામે મૈને મેરે હાથસે કાઉબોયકા ઘોડા લોગકા પ્લાસ્ટિક સર્જરી કરકે ઉનકો આદમીકા સર છાતી પેટ ઔર હાથ ચિટકાયેલા હૈ. ફિર ઉનકો ડાન્સ કરનેકા વાસ્તે રિમોટ પાસ્ટમેં ગ્રીસ ભેજા સેટિર બના કર ઔર વે લોગ ગાના ગાતે હૈ માઉન્ટ એવરેસ્ટ પર. મૈને નેપાલકા નામ સુના હૈ. તુમકો સીરિયા સમજતા હૈ ક્યા? દેખો, ચીના લોકસે બીના નહીં. વો બુદ્ધુ લોક ભગવાનમેં માનતા નહીં. કિતના બડા દીવાલ બનાયા? બહારસે કુછ ભી આતા નહીં. ઇંગ્લિશ? નો ઇંગ્લિશ. ખાલી ખાના પકાના જાનતા. સબકા નામ ચિંગ લિંગ પિંગ સિંગ કિંગ.
ઉનકો થોડા શાંતિ પિલાના મંગતા. જાપાનકો હિરોશિમા-નાગાસાકીમેં હમને ઉપરસે શાંતિ બરસાયા. બાદમેં ઉનકા બોડીમેં વિટામિન ભર ગયા ના! તો આજ સબ લોગકો લેકર પિકનિક કરેગા. આફ્રિકામેં જાયગા. ઔર બોક્સિંગમેં હાથીકા દાંત તોડેગા. તુમ સબ ભી થોડા શાંતિ ચડા દો.’
આપણે તો છાપામાં આવે અને ટીવીમાં દેખાય એટલો જ ઇતિહાસ જાણીએ. થોડાં નામ થોડાં નગર થોડાં નિશાન. પણ સૌને ખબર છે કે ઇતિહાસ પાર વિનાના છે. અને ભગવાન સૌના મેળામાં દરેક ખેલમાં લાઈનના પહેલા નંબરે ઊભા રહે છે, શાંતિ ચડી હોય તો દરવાન અને પાછળ ઊભેલા, બેઉની ભેળા બાધતા. આખરે અંદર જવા મળે અને પડદો ખૂલે તો સામેના મંચ ઉપર ભગવાન.
ચગડોળ ચાલે તો પહેલી ઝૂલણસીટમાં
અને પહેલવાની સ્વિચ પણ સંભાળનાર ભગવાન
ફુગ્ગાની દુકાને ભગવાન ભગવાનને બંદૂક આપે
ભગવાન બધા ય ફુગ્ગા ફોડીને ઇનામનાં રમકડાં લઈ જાય
એટલે ઈતિહાસમાં હાલતાં ને ચાલતાં મળે ભગવાન
ફુરસદ હોય તો પોતાને પ્રભુનો પુત્ર પરખાવતા કોક મિસ્ત્રીના દીકરાનું ભાષણ સાંભળે. અને હજારોની ભેળા ભૂખ્યા થાય તો એક ટોપલાના તળિયે પડેલા સાત રોટલા અને પાંચ માછલીથી સૌનાં પેટ ભરી દે. વળી બાર ટોપલા ભરીને બચે રોટલાના ટુકડા અને તેર ટોપલામાં માછલી. સૌની સાથે પોતે ય ઓડકાર આવે એટલું ખાય. પછી વળી ટોળાં ભેળા દાંત ખોતરતા ઊભા રહે જ્યારે કહેવાતા દીકરાનાં લૂગડાં ઊતારી ખાલી પોતડીમાં ચાબખા ખાધેલી પીઠે મણિયા લાકડાના બે ભારોટિયા ઊંચકીને એને ગડથોલાં ખાતો જુએ. મદદ તો શું દેવા જાય પણ એકાદા ગબડતા ઢેફા પર એને અડબડવા દે જંયે ખીલા ઠોકી ઊંચે લટકાવે પછી એ અડધુપડધું લવે કે ‘લઈ લે આ પ્યાલો પાછો' ત્યારે તો શેઠ વાદળાંમાં ચડી સાતમા આસમાનમાં શાંતિની સુરાહી ખોલી પવાલામાં ઠાલવે.
ગોળીના ય શોખીન
ગંધક સીસાની તો મનપસંદ
લિંકન ગાંધી લ્યુથર કેનેડી એવા જાતજાતના શિકાર કરે
પિકનિક
છરી ચાકૂ તલવાર તોપ એવી માણસજાતને સદાની ઉપયોગી જણસ માટે ખજાના ખેરાત કરે. ફોસ્ફરસ ખીલા અમોનિઆથી ઝાઝા ઝેરીલા અને શોરીલા પાવડર શોધવા ખાણ-ખીણ—ખેતર-ખળાં ખુલ્લાં મેલી દે. ઘડીના છઠ્ઠા ભાગમાં પહાડ તોડનાર પરાક્રમીને માલામાલ કરી કાનમાં બોલે ‘આમાંથી ઈનામ આપજે. શોધખોળિયા, કલમકાર, હિસાબનીસને. અને એય, એક ઘૂંટડો શાંતિનો ય રાખજે.'
હર્બર્ટ વેલ્સનાં સપનાંનાં પેન્ઝર ધણને સાચાં કરી ગુડેરિયન અને રોમેલ દેશવિદેશે ધમરોળાવે. ત્યારે તાળી પાડીને રાજીરાજીથી વેગ્નરનાં સંગીત સાંભળે. વળી, વસંત આવી હોય એવા મે મહિનામાં બીથોવનને સંભારી બોલને ગોલમાં હિટ કરી હિટલરનું હોલમાં સત્યાનાશ કાઢે.
પણ જેમ દિવસ પછી રાત
દહાડા પછી રેણ
એમ ઉપવાસ-પાર્ટી શાંતિ-રોજદારી ચાલતાં રહે
તો ય ભગવાનની પડી ટેવ ટળે નહીં
આપણેતો ખાલી રાતે જ દેખેલા અને એ ય ભગવાનની મુઠ્ઠી જેટલા જ તારા. અને ભગવાન પાસે તો ધોધના ધોધ. ક્યારેક ક્યાંક ક્રેટભર શાંતિને ડિકીમાં ઠાંસી સૈર કરી બે-ચાર પ્લેટ તારા તળીને ઝરણાના પાણીમાં ટાઢી કરેલી શાંતિની બાટલી ખોલી લહેર કરે. કરતાં કરતાં જરી ચસકે અને વળી આંખ મીંચીને આંટા લેતા પ્રથવી પર આવી ચડે અને દુનિયાને ભાંડવા માંડે અને વળી ફરી સનેપાત ચડે ત્યારે કોક વાર તો બીક લાગે કે મગજમાં પ્રેશર ચડી જશે અને ક્યાંક લકવા બકવા જેવું થઈ જાય અને ભગવાન સમજો કે ખાટલે ચડે પછી આ દુનિયાનું શું થશે?