દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/દિવસો આવ્યા: Difference between revisions

(+1)
 
 
(2 intermediate revisions by the same user not shown)
(No difference)

Latest revision as of 02:35, 7 May 2025


દિવસો આવ્યા

આંબે બેઠો મોર
પ્રિયાની આંગળીઓની સાથે રમી રહેવાના દિવસો આવ્યા
કોયલ કેરો શોર
નેણમાં નેણ પરોવી ચૂપ હસી લેવાના દિવસો આવ્યા

ભર બપ્પોરે બોલી રહેતો કાગ
કો'કની વાટ જોઈ રહેવાના દિવસો આવ્યા
કેસૂડાની ડાળ ડાળપે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિ:શ્વાસથી ઊના દિવસો આવ્યા

મારે
સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા
૧૯૬૩