23,710
edits
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/કાવ્યવિભાવનાનું મૂલબિંદુ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યવિભાવનાનું મૂલબિંદુ without leaving a redirect) |
(+1) |
||
| Line 9: | Line 9: | ||
કલાના સ્વરૂપલક્ષી ધોરણની આ સંપ્રજ્ઞતા ઍરિસ્ટૉટલના કાવ્યમૂલ્યાંકનને સાચી દિશા આપે છે અને તેથી એનું મહત્ત્વ ઘણું છે. પ્લેટો આ સ્વરૂપલક્ષી ધોરણથી સાવ અજાણ હતા એવું કંઈ નથી. ફીડ્રસ’માં એ કહે જ છે – | કલાના સ્વરૂપલક્ષી ધોરણની આ સંપ્રજ્ઞતા ઍરિસ્ટૉટલના કાવ્યમૂલ્યાંકનને સાચી દિશા આપે છે અને તેથી એનું મહત્ત્વ ઘણું છે. પ્લેટો આ સ્વરૂપલક્ષી ધોરણથી સાવ અજાણ હતા એવું કંઈ નથી. ફીડ્રસ’માં એ કહે જ છે – | ||
“તમે સ્વીકારશો કે દરેક વક્તવ્યની રચના દેહશીર્ષપાદયુક્ત સજીવ તંત્રની પેઠે થવી જોઈએ; એને મધ્ય જોઈએ, આરંભ-અંત જોઈએ અને એ બધાં પરસ્પર તથા સમગ્ર સાથે સંવાદી રીતે ગોઠવાયેલાં હોવાં જોઈએ.” | “તમે સ્વીકારશો કે દરેક વક્તવ્યની રચના દેહશીર્ષપાદયુક્ત સજીવ તંત્રની પેઠે થવી જોઈએ; એને મધ્ય જોઈએ, આરંભ-અંત જોઈએ અને એ બધાં પરસ્પર તથા સમગ્ર સાથે સંવાદી રીતે ગોઠવાયેલાં હોવાં જોઈએ.” | ||
પરંતુ આકૃતિના વિમર્શનમાંથી જે તૃપ્તિ મળે છે તેની ચર્ચા પ્લેટો કરતા નથી. તેમ એ તૃપ્તિનું જે મનોવૈજ્ઞાનિક મૂલ્ય છે તેની પણ એ વાત કરતા નથી. પ્રશ્નની એ બાજુની એ ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરે છે. | પરંતુ આકૃતિના વિમર્શનમાંથી જે તૃપ્તિ મળે છે તેની ચર્ચા પ્લેટો કરતા નથી. તેમ એ તૃપ્તિનું જે મનોવૈજ્ઞાનિક મૂલ્ય છે તેની પણ એ વાત કરતા નથી. પ્રશ્નની એ બાજુની એ ઇરાદાપૂર્વક ઉપેક્ષા કરે છે.<ref>“Plato, though he must have been sensitive to this aspect of literary art, studiously avoided discussing the satisfaction to be derived from the contemplation of structure and pattern in literature or the possible psychological value of such satisfaction.” – ડેવિડ ડેઇચિઝ, ક્રિટિકલ અપ્રોચિઝ ટુ લિટરેચર, પૃ. ૩૭</ref> | ||
એટલે એકતાના અને સુશ્લિષ્ટતાના સિદ્ધાંતને ઍરિસ્ટૉટલ જે મહત્ત્વ આપે છે તે પ્લેટો નથી આપતા. કદાચ પ્લેટોમાં એ વિચાર સિદ્ધાંતનું રૂપ જ પકડતો નથી, એ માત્ર વક્તૃત્વનો કોઈ સામાન્ય નિયમ આપતા હોય એવી રીતે એની વાત કરી નાખે છે. | |||
ઍરિસ્ટૉટલને સાહિત્ય પરત્વેના સ્વરૂપલક્ષી ધોરણની સૂચના પ્લેટો પાસેથી જ મળી હોવાનો સંભવ છે. કેમ કે ઍરિસ્ટૉટલે આકૃતિનો સિદ્ધાંત જે રીતે રજૂ કર્યો છે તેમાં પ્લેટોનાં ઉપર આપેલાં વાક્યોનું જ વિસ્તરણ દેખાય છે. પ્લેટો પણ આકૃતિનો સિદ્ધાંત સમજાવતાં જીવંત પ્રાણીનું ઉદાહરણ લે છે. અપેક્ષિત એકતાને સજીવ એકતા (ઑર્ગેનિક યુનિટી) તરીકે ઓળખાવે છે, સુશ્લિષ્ટ આદિ, મધ્ય, અંતની વાત કરે છે, પરંતુ ઍરિસ્ટૉટલ આકૃતિના સિદ્ધાંતને કાવ્યસૌન્દર્યસાધક સિદ્ધાંત તરીકે સ્થાપે છે, એનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય પ્રગટ કરે છે અને કાવ્યમૂલ્યાંકનનાં અન્ય ધોરણોને આ સિદ્ધાંતને અનુવર્તતાં બનાવે છે. આમાં જ ઍરિસ્ટૉટલના આ સિદ્ધાંતની મૌલિકતા રહેલી છે. | ઍરિસ્ટૉટલને સાહિત્ય પરત્વેના સ્વરૂપલક્ષી ધોરણની સૂચના પ્લેટો પાસેથી જ મળી હોવાનો સંભવ છે. કેમ કે ઍરિસ્ટૉટલે આકૃતિનો સિદ્ધાંત જે રીતે રજૂ કર્યો છે તેમાં પ્લેટોનાં ઉપર આપેલાં વાક્યોનું જ વિસ્તરણ દેખાય છે. પ્લેટો પણ આકૃતિનો સિદ્ધાંત સમજાવતાં જીવંત પ્રાણીનું ઉદાહરણ લે છે. અપેક્ષિત એકતાને સજીવ એકતા (ઑર્ગેનિક યુનિટી) તરીકે ઓળખાવે છે, સુશ્લિષ્ટ આદિ, મધ્ય, અંતની વાત કરે છે, પરંતુ ઍરિસ્ટૉટલ આકૃતિના સિદ્ધાંતને કાવ્યસૌન્દર્યસાધક સિદ્ધાંત તરીકે સ્થાપે છે, એનું મનોવૈજ્ઞાનિક મૂલ્ય પ્રગટ કરે છે અને કાવ્યમૂલ્યાંકનનાં અન્ય ધોરણોને આ સિદ્ધાંતને અનુવર્તતાં બનાવે છે. આમાં જ ઍરિસ્ટૉટલના આ સિદ્ધાંતની મૌલિકતા રહેલી છે. | ||
ટ્રૅજેડીનાં લક્ષણો આપતાં ઍરિસ્ટૉટલે આ આકૃતિલક્ષી દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. અને એને વિશદતાથી, લાક્ષણિક વ્યાખ્યાપદ્ધતિથી વીગતે સમજાવ્યું પણ છે. આપણે હવે તે જોઈએ. | ટ્રૅજેડીનાં લક્ષણો આપતાં ઍરિસ્ટૉટલે આ આકૃતિલક્ષી દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. અને એને વિશદતાથી, લાક્ષણિક વ્યાખ્યાપદ્ધતિથી વીગતે સમજાવ્યું પણ છે. આપણે હવે તે જોઈએ. | ||
| Line 18: | Line 20: | ||
આથી જ, ઍરિસ્ટૉટલ કૃતિમાં અપેક્ષિત એકતાને સજીવ એકતા તરીકે ઓળખાવે છે. સજીવ પદાર્થને અનેક અવયવો હોય છે, છતાં એ અનેકતામાં આપણને એકતા પ્રતીત થાય છે, કેમ કે બધા અવયવો વચ્ચે લોહીનો-પ્રાણનો સંબંધ હોય છે. એના એકેય અવયવને સમગ્રને હાનિ કર્યા વિના દૂર કરી શકાતો નથી. કલાકૃતિની વસ્તુરચના પણ, ઍરિસ્ટૉટલ કહે છે, એક ક્રિયાનું અનુકરણ કરે અને એ એક ક્રિયા હોવી જોઈએ સમગ્ર, પણ એના અવયવોનું સંઘટન એવે પ્રકારે થયું હોય કે એમાંથી એકાદને દૂર કરતાં સમગ્રને આઘાત પહોંચે અને એ ખંડિત થાય. જેની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિથી કશો દેખીતો ફેર ન પડે એને કંઈ સમગ્રનો સજીવ અંશ ન કહેવાય. આવા ફાલતુ અંશો જેમાં હોય એટલે કે જેમાં બનાવો કશાયે આવશ્યક કે સંભવિત અનુક્રમ વગર એક પછી એક બન્યા કરતા હોય એવી વસ્તુરચનાને ઍરિસ્ટૉટલ ‘પ્રસંગપ્રધાન’ (એપિસૉડિક) વસ્તુરચના કહે છે, એટલું જ નહીં, એને કનિષ્ઠ પ્રકારની પણ ગણે છે. બનાવો જ્યારે એકબીજામાંથી સ્વાભાવિકપણે ફૂટે – એક ડાળમાંથી બીજી ડાળ ફૂટે તેમ –અને બધા મળીને એક લક્ષ્ય સિદ્ધ કરે ત્યારે એને જ એકાત્મક વસ્તુરચના કહેવાય અને એ જ ઉત્તમ પ્રકારની ગણાય. | આથી જ, ઍરિસ્ટૉટલ કૃતિમાં અપેક્ષિત એકતાને સજીવ એકતા તરીકે ઓળખાવે છે. સજીવ પદાર્થને અનેક અવયવો હોય છે, છતાં એ અનેકતામાં આપણને એકતા પ્રતીત થાય છે, કેમ કે બધા અવયવો વચ્ચે લોહીનો-પ્રાણનો સંબંધ હોય છે. એના એકેય અવયવને સમગ્રને હાનિ કર્યા વિના દૂર કરી શકાતો નથી. કલાકૃતિની વસ્તુરચના પણ, ઍરિસ્ટૉટલ કહે છે, એક ક્રિયાનું અનુકરણ કરે અને એ એક ક્રિયા હોવી જોઈએ સમગ્ર, પણ એના અવયવોનું સંઘટન એવે પ્રકારે થયું હોય કે એમાંથી એકાદને દૂર કરતાં સમગ્રને આઘાત પહોંચે અને એ ખંડિત થાય. જેની ઉપસ્થિતિ કે અનુપસ્થિતિથી કશો દેખીતો ફેર ન પડે એને કંઈ સમગ્રનો સજીવ અંશ ન કહેવાય. આવા ફાલતુ અંશો જેમાં હોય એટલે કે જેમાં બનાવો કશાયે આવશ્યક કે સંભવિત અનુક્રમ વગર એક પછી એક બન્યા કરતા હોય એવી વસ્તુરચનાને ઍરિસ્ટૉટલ ‘પ્રસંગપ્રધાન’ (એપિસૉડિક) વસ્તુરચના કહે છે, એટલું જ નહીં, એને કનિષ્ઠ પ્રકારની પણ ગણે છે. બનાવો જ્યારે એકબીજામાંથી સ્વાભાવિકપણે ફૂટે – એક ડાળમાંથી બીજી ડાળ ફૂટે તેમ –અને બધા મળીને એક લક્ષ્ય સિદ્ધ કરે ત્યારે એને જ એકાત્મક વસ્તુરચના કહેવાય અને એ જ ઉત્તમ પ્રકારની ગણાય. | ||
ઍરિસ્ટૉટલના આકૃતિના સિદ્ધાંતમાં ત્રીજું તત્ત્વ કદ છે. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ સાવયવ એકતાની પ્રતીતિનો આધાર પદાર્થનું કદ છે. દાખલા તરીકે, એક તદ્દન નાનું જીવડું લો. એક પલકારામાં એનું દર્શન થઈ જાય છે. એથી એ એક રૂપે પ્રતીત થાય છે, પણ સમગ્ર રૂપે નહીં. બીજી રીતે કહીએ તો એ સ્વયંસંપૂર્ણ પદાર્થ રૂપે દેખાય છે, પરંતુ એના અવયવો દેખાતા નથી. એથી ઊલટી રીતે એક ખૂબ મોટા કદનું – હજારેક માઈલ લાંબું – પ્રાણી લો. એના અવયવો જોઈ શકાય છે, પરંતુ એની એકતાનો અનુભવ આપણે કરી શકતા નથી. હવે ઍરિસ્ટૉટલના સિદ્ધાંત પ્રમાણે ભિન્નભિન્ન અવયવોની એકતાપર્યવસાયી સંઘટના એ આકૃતિ છે. તેથી એકતાનું દર્શન થતું હોય પણ અવયવોનું દર્શન ન થતું હોવ અને અવયવોનું દર્શન થતું હોય પણ એકતાનું દર્શન ન થતું હોય એ બન્ને પ્રસંગે આકૃતિનો અનુભવ ન હોઈ શકે. એટલે આકૃતિના અનુભવ માટે બહુ નાના નહીં, બહુ મોટા નહીં, પણ ચોક્કસ પ્રમાણના કદની જરૂર રહે છે. ઍરિસ્ટૉટલ પ્રમાણ આ રીતે દર્શાવે છે : જીવંત પ્રાણીઓમાં એક દૃષ્ટિક્ષેપમાં જેને સહેલાઈથી આવરી શકાય એવું કદ જોઈએ; વસ્તુરચનામાં સ્મૃતિથી આવરી શકાય એવું કદ જોઈએ. | ઍરિસ્ટૉટલના આકૃતિના સિદ્ધાંતમાં ત્રીજું તત્ત્વ કદ છે. ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ સાવયવ એકતાની પ્રતીતિનો આધાર પદાર્થનું કદ છે. દાખલા તરીકે, એક તદ્દન નાનું જીવડું લો. એક પલકારામાં એનું દર્શન થઈ જાય છે. એથી એ એક રૂપે પ્રતીત થાય છે, પણ સમગ્ર રૂપે નહીં. બીજી રીતે કહીએ તો એ સ્વયંસંપૂર્ણ પદાર્થ રૂપે દેખાય છે, પરંતુ એના અવયવો દેખાતા નથી. એથી ઊલટી રીતે એક ખૂબ મોટા કદનું – હજારેક માઈલ લાંબું – પ્રાણી લો. એના અવયવો જોઈ શકાય છે, પરંતુ એની એકતાનો અનુભવ આપણે કરી શકતા નથી. હવે ઍરિસ્ટૉટલના સિદ્ધાંત પ્રમાણે ભિન્નભિન્ન અવયવોની એકતાપર્યવસાયી સંઘટના એ આકૃતિ છે. તેથી એકતાનું દર્શન થતું હોય પણ અવયવોનું દર્શન ન થતું હોવ અને અવયવોનું દર્શન થતું હોય પણ એકતાનું દર્શન ન થતું હોય એ બન્ને પ્રસંગે આકૃતિનો અનુભવ ન હોઈ શકે. એટલે આકૃતિના અનુભવ માટે બહુ નાના નહીં, બહુ મોટા નહીં, પણ ચોક્કસ પ્રમાણના કદની જરૂર રહે છે. ઍરિસ્ટૉટલ પ્રમાણ આ રીતે દર્શાવે છે : જીવંત પ્રાણીઓમાં એક દૃષ્ટિક્ષેપમાં જેને સહેલાઈથી આવરી શકાય એવું કદ જોઈએ; વસ્તુરચનામાં સ્મૃતિથી આવરી શકાય એવું કદ જોઈએ. | ||
કદનો સિદ્ધાંત સાચો હોવા છતાં સહેજ વિચાર કરતાં તરત જણાઈ આવશે કે એની કોઈ ચોક્કસ મર્યાદા બાંધવી મુશ્કેલ છે. સ્મૃતિનું માપ પણ માણસે-માણસે અને પ્રસંગે-પ્રસંગે ફરે છે. તેથી સ્મૃતિથી આવરી શકાય એટલું કદ રાખવું જોઈએ એમ કહેવાથી પણ કશી નિશ્ચિતતા આવતી નથી. આરંભ અને અંતને એક દૃષ્ટિમાં આવરી શકાવા જોઈએ કે સમગ્રની સ્પષ્ટ છાપ પડવી જોઈએ – એ ધોરણો પણ વસ્તુગત નહીં પણ વ્યક્તિગત રહેવાનો સંભવ છે. કદનો આ નિયમ કેટલાક કાવ્યપ્રકારોને – ખાસ કરીને એપિક જેવા કાવ્યપ્રકારોને લાગુ પાડવામાં તો વિશેષ મુશ્કેલી પડે. ઍરિસ્ટૉટલ પોતે આવી મુશ્કેલી અનુભવે છે. એ જુએ છે કે એપિકમાં ઘણાબધા ભાગોવાળી રચનાઓ થાય છે, એટલે સુધી કે એક એપિકમાં અનેક ટ્રૅજેડીની સામગ્રી ભરેલી હોય. | કદનો સિદ્ધાંત સાચો હોવા છતાં સહેજ વિચાર કરતાં તરત જણાઈ આવશે કે એની કોઈ ચોક્કસ મર્યાદા બાંધવી મુશ્કેલ છે. સ્મૃતિનું માપ પણ માણસે-માણસે અને પ્રસંગે-પ્રસંગે ફરે છે. તેથી સ્મૃતિથી આવરી શકાય એટલું કદ રાખવું જોઈએ એમ કહેવાથી પણ કશી નિશ્ચિતતા આવતી નથી. આરંભ અને અંતને એક દૃષ્ટિમાં આવરી શકાવા જોઈએ કે સમગ્રની સ્પષ્ટ છાપ પડવી જોઈએ – એ ધોરણો પણ વસ્તુગત નહીં પણ વ્યક્તિગત રહેવાનો સંભવ છે. કદનો આ નિયમ કેટલાક કાવ્યપ્રકારોને – ખાસ કરીને એપિક જેવા કાવ્યપ્રકારોને લાગુ પાડવામાં તો વિશેષ મુશ્કેલી પડે. ઍરિસ્ટૉટલ પોતે આવી મુશ્કેલી અનુભવે છે. એ જુએ છે કે એપિકમાં ઘણાબધા ભાગોવાળી રચનાઓ થાય છે, એટલે સુધી કે એક એપિકમાં અનેક ટ્રૅજેડીની સામગ્રી ભરેલી હોય.<ref>‘લિટલ ઇલિઅડ’માં આઠ ટ્રૅજેડીનું વસ્તુ છે એમ ઍરિસ્ટૉટલ નોંધે છે.</ref>એકતાની અપેક્ષા તો અહીં પણ એ રાખે જ છે, હોમરના ‘ઇલિઅડ’ અને ‘ઑડિસી’માં એક કે વધુમાં વધુ બે ટ્રૅજેડીની સામગ્રી છે એમ કહી એની વસ્તુની એકતા અને સઘનતાને એ નમૂનારૂપ પણ ગણે છે, છતાં એપિક કથનાત્મક – વર્ણનાત્મક પદ્ધતિનો કાવ્યપ્રકાર હોવાથી તેમાં વિસ્તારને અવકાશ રહે છે અને એકંદરે જોતાં ટ્રૅજેડીના પ્રમાણમાં એપિકમાં ઓછી એકતા હોય છે એ એમને સ્વીકારવું પડે છે. આને કારણે એ એપિક કરતાં ટ્રૅજેડીને ઉચ્ચ સાહિત્યપ્રકાર પણ ગણે છે. | ||
આ ઍરિસ્ટૉટલની આકૃતિની વિભાવના થઈ, અને આકૃતિ માટેનો એમનો આગ્રહ થયો. એની પાછળ ઍરિસ્ટૉટલની સૌન્દર્યશાસ્ત્રીય દૃષ્ટિ રહેલી છે એનું સૂચન ઍરિસ્ટૉટલના એક વાક્ય પરથી આપણને થાય છે. એ કહે છે – સૌન્દર્યના આધાર કદ અને ગોઠવણી બન્ને છે. ગોઠવણી એટલે, અલબત્ત, અવયવોનો આદિથી અંત સુધીનો સ્વાભાવિક તર્કસંગત અનિવાર્ય અનુક્રમ, કૃતિની સ્વયંપર્યાપ્ત એકાત્મકતા સિદ્ધ કરતી યોજના કે ભાત. ગોઠવણીને સૌન્દર્યનો આધાર ગણાવીને ઍરિસ્ટૉટલે કેવી પાયાની વાત કરી નાખી! આ અસંબદ્ધ, અનિશ્ચિત, આકસ્મિક જગત માણસની મતિને મૂંઝવે છે, એના હૃદયને ભાર કરે છે. એ એને પોતાથી અતિરિક્ત, સ્વતંત્ર લાગે છે. એને એ પોતાનું કરવા ઇચ્છે છે. આ એ કેવી રીતે કરી શકે? એ જગતને સમજીને અને ઓળખીને. કોઈ પણ પદાર્થને ઓળખી લઈએ એટલે એના પર આપણું બૌદ્ધિક સ્વામિત્વ સ્થાપિત થઈ જાય છે. એ આપણાથી ભિન્ન સ્વતંત્ર પદાર્થ રહેતો નથી, આપણો બની જાય છે. પણ કોઈ પદાર્થને ઓળખવો એટલે શું? એટલે એ પદાર્થની એકતાની, એની યોજનાની, એના રૂપની બૌદ્ધિક પ્રતીતિ થવી. આ પ્રતીતિ આનંદજનક હોય છે, કેમ કે એથી માણસની મતિને અકળાવનાર આકસ્મિકતા અને અસંબદ્ધતા દૂર હટે છે, અને જગત સાથે સૂક્ષ્મ આત્મીય સંબંધ બંધાય છે. એની બુદ્ધિ કે કલ્પનાએ સાધેલા આ પરિણામમાં એ સૌન્દર્ય જુએ છે. બીજી રીતે કહીએ તો યોજના, અનુક્રમ, ભાત શોધવાની અને નિર્મિત કરવાની માણસની એક સહજવૃત્તિ છે. (અનુકરણની વૃત્તિ સાથે લય અને સંવાદની વૃત્તિને પણ માનવજાતની એક સ્વાભાવિક વૃત્તિ તરીકે ઍરિસ્ટૉટલે ગણાવેલ છે એ અહીં યાદ કરી લઈએ.) અસંબદ્ધતા અને આકસ્મિકતાથી એનું ચિત્ત પ્રત્યાકર્ષણ અનુભવે છે. સુસંબદ્ધ સ્વાભાવિક ગોઠવણી એના ચિત્તને સ્પર્શે છે. એને સૌન્દર્યનો અનુભવ કરાવે છે. ઍરિસ્ટૉટલ ગોઠવણીને સૌંદર્યનો એક આધાર ગણાવે છે તે આ રીતે સાચું છે. | આ ઍરિસ્ટૉટલની આકૃતિની વિભાવના થઈ, અને આકૃતિ માટેનો એમનો આગ્રહ થયો. એની પાછળ ઍરિસ્ટૉટલની સૌન્દર્યશાસ્ત્રીય દૃષ્ટિ રહેલી છે એનું સૂચન ઍરિસ્ટૉટલના એક વાક્ય પરથી આપણને થાય છે. એ કહે છે – સૌન્દર્યના આધાર કદ અને ગોઠવણી બન્ને છે. ગોઠવણી એટલે, અલબત્ત, અવયવોનો આદિથી અંત સુધીનો સ્વાભાવિક તર્કસંગત અનિવાર્ય અનુક્રમ, કૃતિની સ્વયંપર્યાપ્ત એકાત્મકતા સિદ્ધ કરતી યોજના કે ભાત. ગોઠવણીને સૌન્દર્યનો આધાર ગણાવીને ઍરિસ્ટૉટલે કેવી પાયાની વાત કરી નાખી! આ અસંબદ્ધ, અનિશ્ચિત, આકસ્મિક જગત માણસની મતિને મૂંઝવે છે, એના હૃદયને ભાર કરે છે. એ એને પોતાથી અતિરિક્ત, સ્વતંત્ર લાગે છે. એને એ પોતાનું કરવા ઇચ્છે છે. આ એ કેવી રીતે કરી શકે? એ જગતને સમજીને અને ઓળખીને. કોઈ પણ પદાર્થને ઓળખી લઈએ એટલે એના પર આપણું બૌદ્ધિક સ્વામિત્વ સ્થાપિત થઈ જાય છે. એ આપણાથી ભિન્ન સ્વતંત્ર પદાર્થ રહેતો નથી, આપણો બની જાય છે. પણ કોઈ પદાર્થને ઓળખવો એટલે શું? એટલે એ પદાર્થની એકતાની, એની યોજનાની, એના રૂપની બૌદ્ધિક પ્રતીતિ થવી. આ પ્રતીતિ આનંદજનક હોય છે, કેમ કે એથી માણસની મતિને અકળાવનાર આકસ્મિકતા અને અસંબદ્ધતા દૂર હટે છે, અને જગત સાથે સૂક્ષ્મ આત્મીય સંબંધ બંધાય છે. એની બુદ્ધિ કે કલ્પનાએ સાધેલા આ પરિણામમાં એ સૌન્દર્ય જુએ છે. બીજી રીતે કહીએ તો યોજના, અનુક્રમ, ભાત શોધવાની અને નિર્મિત કરવાની માણસની એક સહજવૃત્તિ છે. (અનુકરણની વૃત્તિ સાથે લય અને સંવાદની વૃત્તિને પણ માનવજાતની એક સ્વાભાવિક વૃત્તિ તરીકે ઍરિસ્ટૉટલે ગણાવેલ છે એ અહીં યાદ કરી લઈએ.) અસંબદ્ધતા અને આકસ્મિકતાથી એનું ચિત્ત પ્રત્યાકર્ષણ અનુભવે છે. સુસંબદ્ધ સ્વાભાવિક ગોઠવણી એના ચિત્તને સ્પર્શે છે. એને સૌન્દર્યનો અનુભવ કરાવે છે. ઍરિસ્ટૉટલ ગોઠવણીને સૌંદર્યનો એક આધાર ગણાવે છે તે આ રીતે સાચું છે. | ||
પરંતુ કદ એ સૌન્દર્યનો આનુષંગિક આધાર છે એમ કહેવું જોઈએ. કદ જાતે સ્વતંત્ર રીતે સૌન્દર્યજનક નથી, પરંતુ યોગ્ય કદના અભાવે પદાર્થ કે કૃતિની એકતાની કે યોજનાની પ્રતીતિ થઈ શકતી નથી. એટલે કે આકૃતિનું સૌન્દર્ય પ્રત્યક્ષ થતું નથી. સમગ્રની સ્પષ્ટ છાપ ઊભી થવામાં મુશ્કેલી ન પડતી હોય તો, જેટલું મોટું કદ એટલી કૃતિ વધારે સુંદર બને એમ ઍરિસ્ટૉટલ કહે છે ત્યારે પણ એ લક્ષમાં રાખવું જોઈએ કે મોટા કદમાં યોજના કે આકૃતિની લીલાને મોટો પટ મળે છે, એની વિવિધતા અને એની સંકુલતા પ્રગટ કરી શકાય છે. એટલે કદ આકૃતિના સૌંદર્યનો નૈમિત્તિક હેતુ છે. એ સૌંદર્યને અવકાશ આપે તેમ સૌંદર્ય પ્રત્યક્ષ થવામાં અંતરાયરૂપ પણ બને. અથવા તો એમ પણ કહી શકાય કે આકૃતિનો આધાર કદ છે અને સૌન્દર્યનો આધાર આકૃતિ છે, એટલે કદ સૌંદર્યનો પરંપરયા આધાર છે. | પરંતુ કદ એ સૌન્દર્યનો આનુષંગિક આધાર છે એમ કહેવું જોઈએ. કદ જાતે સ્વતંત્ર રીતે સૌન્દર્યજનક નથી, પરંતુ યોગ્ય કદના અભાવે પદાર્થ કે કૃતિની એકતાની કે યોજનાની પ્રતીતિ થઈ શકતી નથી. એટલે કે આકૃતિનું સૌન્દર્ય પ્રત્યક્ષ થતું નથી. સમગ્રની સ્પષ્ટ છાપ ઊભી થવામાં મુશ્કેલી ન પડતી હોય તો, જેટલું મોટું કદ એટલી કૃતિ વધારે સુંદર બને એમ ઍરિસ્ટૉટલ કહે છે ત્યારે પણ એ લક્ષમાં રાખવું જોઈએ કે મોટા કદમાં યોજના કે આકૃતિની લીલાને મોટો પટ મળે છે, એની વિવિધતા અને એની સંકુલતા પ્રગટ કરી શકાય છે. એટલે કદ આકૃતિના સૌંદર્યનો નૈમિત્તિક હેતુ છે. એ સૌંદર્યને અવકાશ આપે તેમ સૌંદર્ય પ્રત્યક્ષ થવામાં અંતરાયરૂપ પણ બને. અથવા તો એમ પણ કહી શકાય કે આકૃતિનો આધાર કદ છે અને સૌન્દર્યનો આધાર આકૃતિ છે, એટલે કદ સૌંદર્યનો પરંપરયા આધાર છે. | ||
| Line 32: | Line 34: | ||
આ છેલ્લા વિધાનમાં રહેલું ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ વીગતે વિચારવા જેવું છે, પરંતુ આ બધાં ઉદાહરણો એટલું તો ચોક્કસ બતાવી આપે છે કે ઍરિસ્ટૉટલને મન કાવ્યની ચરિતાર્થતા એની આકૃતિમાં જ છે. એથી જ આકૃતિવિચાર ઍરિસ્ટૉટલના સાહિત્યવિવેચનનું કેન્દ્ર બની જાય છે. | આ છેલ્લા વિધાનમાં રહેલું ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ વીગતે વિચારવા જેવું છે, પરંતુ આ બધાં ઉદાહરણો એટલું તો ચોક્કસ બતાવી આપે છે કે ઍરિસ્ટૉટલને મન કાવ્યની ચરિતાર્થતા એની આકૃતિમાં જ છે. એથી જ આકૃતિવિચાર ઍરિસ્ટૉટલના સાહિત્યવિવેચનનું કેન્દ્ર બની જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદટીપ''' | |||
{{reflist}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ | |previous = કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ | ||
|next = સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય | |next = સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય | ||
}} | }} | ||