23,710
edits
No edit summary |
(+1) |
||
| Line 118: | Line 118: | ||
પણ આ તો કાગળ પરના ટાઢાબોળ મુદ્રણમાં ‘નળાખ્યાન’ને નિરાંતે વાંચતી વેળા આજે આપણને સૂઝે ને જરાક ખટકે તેવા વાંધા. પણ એ લખાયું ત્યારે તો તે કંઠપાઠ્ય નહિ, કંઠગેય અને શ્રવણાસ્વાદ્ય પદ્યરચના હતી. (આમેય કવિતામાત્ર તેના એક મૂળભૂત અંશમાં ગાન નહિ તો લયવાહી પઠનની અને શ્રવણાનુભવની વાક્કળા છે.) સુરત, નંદરબાર કે વડોદરાના ચૌટામાં પ્રેમાનંદ આની કથા માંડી માણના તાલ સાથે એની દેશીઓ તે તે ભાવોમાં તદ્રુપ બની ક્યારેક તદનુરૂપ અભિનય સાથે એક પછી એક મીઠી હલકે હલકારતો હશે, ત્યારે તેના હસાવ્યા હસતા અને રડાવ્યા રડતા ભાવમુગ્ધ શ્રોતાઓનું તેના રસપ્રવાહમાં ખેંચાતાં આવી કોઈ નાનકડી ક્ષતિઓ કે અસંગતિઓ તરફ ધ્યાને શાનું ગયું હશે? અત્યારે પણ ‘નળાખ્યાન’ માત્ર એકાંતમાં મનમાં વાંચવાને બદલે સાહિત્યસૂઝવાળા અને કંઠની બક્ષિસવાળા આખ્યાનકારને કંઠે ગવાતું સાંભળીએ તો એનો રસાનુભવ અનેરો જ થાય. પરંતુ પ્રેમાનંદની વિશિષ્ટતા એ છે કે એની આ કૃતિને પુસ્તકરૂપે વાંચો ત્યારે પણ સાહિત્યિક મૂલ્યવત્તાના નિરપેક્ષ ધોરણે એની ઉપર ચીંધેલી કોઈ કોઈ ક્ષતિઓ કે મર્યાદાઓ છતાં સમગ્રપણે તેનો કસ ઊંચો ઊતરે એવી અભ્યાસક્ષમ અને આસ્વાદ્ય રચના ઠરી એ તેના સર્જકની મધ્યકાલીન કવિશ્રેષ્ઠ અને આખ્યાનકાર-શિરોમણિ તરીકેની પ્રતિષ્ઠાને સાધાર ઠરાવી અક્ષત રાખશે. ભીમક, નળ, ઋતુપર્ણ અને ચેદિરાજાના મહેલો, વનો સ્વર્ગ અને અંતરીક્ષ સુધી વિસ્તરતા સીમાડાની, માનવજીવનમાં વિધિના પ્રાબલ્યને તેમ જ જીવનના માધુર્ય અને કારુણ્યને સ્પર્શતી, સત્ત્વશાળી નર-નારી-વિશેષોના અવિચ્છેદ્ય પ્રેમની આ કથામાંદ નાયકનાયિકાનાં સૌંદર્યવર્ણનો, હંસવિલાપ ને નળ તથા દમયંતી સાથેના મિલનના, નળના દમયંતી ત્યાગના, દમયંતી પર હારની ચોરીના આળના તથા માશીને ત્યાં દમયંતીના અને ભીમકને ત્યાં બાહુકના અભિજ્ઞાનના પ્રસંગોનું નિરૂપણ, દમયંતી-ઇંદુમતી, દમયંતી-સુદેવ અને દમયંતી-બાહુકના સંવાદો આ સર્વમાં પ્રગટ થતું મધ્યકાલીન કથાત્મક ગુજરાતી કવિતા સાહિત્યમાં તો વિરલ એવા પ્રથમ પંક્તિના સર્જકનું કવિકર્મ ‘નળાખ્યાન’ના વાચન-પરિશીલનને એક અવિસ્મરણીય આનંદાનુભવ બનાવી દે છે. આખ્યાનકાર અને કવિ તરીકેની પ્રમાનંદની શક્તિઓ અને મર્યાદાઓનું યુગપત્ દર્શન કરાવનાર આ આખ્યાન એનું સર્વભોગ્ય અમર સર્જન બન્યું છે. | પણ આ તો કાગળ પરના ટાઢાબોળ મુદ્રણમાં ‘નળાખ્યાન’ને નિરાંતે વાંચતી વેળા આજે આપણને સૂઝે ને જરાક ખટકે તેવા વાંધા. પણ એ લખાયું ત્યારે તો તે કંઠપાઠ્ય નહિ, કંઠગેય અને શ્રવણાસ્વાદ્ય પદ્યરચના હતી. (આમેય કવિતામાત્ર તેના એક મૂળભૂત અંશમાં ગાન નહિ તો લયવાહી પઠનની અને શ્રવણાનુભવની વાક્કળા છે.) સુરત, નંદરબાર કે વડોદરાના ચૌટામાં પ્રેમાનંદ આની કથા માંડી માણના તાલ સાથે એની દેશીઓ તે તે ભાવોમાં તદ્રુપ બની ક્યારેક તદનુરૂપ અભિનય સાથે એક પછી એક મીઠી હલકે હલકારતો હશે, ત્યારે તેના હસાવ્યા હસતા અને રડાવ્યા રડતા ભાવમુગ્ધ શ્રોતાઓનું તેના રસપ્રવાહમાં ખેંચાતાં આવી કોઈ નાનકડી ક્ષતિઓ કે અસંગતિઓ તરફ ધ્યાને શાનું ગયું હશે? અત્યારે પણ ‘નળાખ્યાન’ માત્ર એકાંતમાં મનમાં વાંચવાને બદલે સાહિત્યસૂઝવાળા અને કંઠની બક્ષિસવાળા આખ્યાનકારને કંઠે ગવાતું સાંભળીએ તો એનો રસાનુભવ અનેરો જ થાય. પરંતુ પ્રેમાનંદની વિશિષ્ટતા એ છે કે એની આ કૃતિને પુસ્તકરૂપે વાંચો ત્યારે પણ સાહિત્યિક મૂલ્યવત્તાના નિરપેક્ષ ધોરણે એની ઉપર ચીંધેલી કોઈ કોઈ ક્ષતિઓ કે મર્યાદાઓ છતાં સમગ્રપણે તેનો કસ ઊંચો ઊતરે એવી અભ્યાસક્ષમ અને આસ્વાદ્ય રચના ઠરી એ તેના સર્જકની મધ્યકાલીન કવિશ્રેષ્ઠ અને આખ્યાનકાર-શિરોમણિ તરીકેની પ્રતિષ્ઠાને સાધાર ઠરાવી અક્ષત રાખશે. ભીમક, નળ, ઋતુપર્ણ અને ચેદિરાજાના મહેલો, વનો સ્વર્ગ અને અંતરીક્ષ સુધી વિસ્તરતા સીમાડાની, માનવજીવનમાં વિધિના પ્રાબલ્યને તેમ જ જીવનના માધુર્ય અને કારુણ્યને સ્પર્શતી, સત્ત્વશાળી નર-નારી-વિશેષોના અવિચ્છેદ્ય પ્રેમની આ કથામાંદ નાયકનાયિકાનાં સૌંદર્યવર્ણનો, હંસવિલાપ ને નળ તથા દમયંતી સાથેના મિલનના, નળના દમયંતી ત્યાગના, દમયંતી પર હારની ચોરીના આળના તથા માશીને ત્યાં દમયંતીના અને ભીમકને ત્યાં બાહુકના અભિજ્ઞાનના પ્રસંગોનું નિરૂપણ, દમયંતી-ઇંદુમતી, દમયંતી-સુદેવ અને દમયંતી-બાહુકના સંવાદો આ સર્વમાં પ્રગટ થતું મધ્યકાલીન કથાત્મક ગુજરાતી કવિતા સાહિત્યમાં તો વિરલ એવા પ્રથમ પંક્તિના સર્જકનું કવિકર્મ ‘નળાખ્યાન’ના વાચન-પરિશીલનને એક અવિસ્મરણીય આનંદાનુભવ બનાવી દે છે. આખ્યાનકાર અને કવિ તરીકેની પ્રમાનંદની શક્તિઓ અને મર્યાદાઓનું યુગપત્ દર્શન કરાવનાર આ આખ્યાન એનું સર્વભોગ્ય અમર સર્જન બન્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’ સંપા. અનંતરાય રાવળ-માંથી)}} | {{right|(કવિ પ્રેમાનંદકૃત ‘નળાખ્યાન’ સંપા. અનંતરાય રાવળ-માંથી)}} | ||
<br> | <br> | ||