બાળ કાવ્ય સંપદા/મારી પુરી ...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાબર બે સંદેશા લાવી|લેખક : ભારતીબહેન જી. બોરડ<br>(1969)}}
{{Heading|મારી પુરી ... |લેખક : ભારતીબહેન જી. બોરડ<br>(1969)}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 13:14, 6 April 2025

મારી પુરી ...

લેખક : ભારતીબહેન જી. બોરડ
(1969)


(૧) બા વણે ગોળ પુરી ,
મેં વણી લંબગોળ,
મારી એ પુરીમાં બા
થાતી ઓળઘોળ .

(૨) દાદી વણે ગોળ પુરી ,
મેં વણી ચોરસ ,
તોય દાદી કહે : આ છે
સરસ સરસ સરસ .

(૩) કાકી વણે ગોળ પુરી ,
મેં વણી લંબચોરસ ,
તોય કાકી કહે : આ તો
ખાતાં લાગશે સરસ.

(૪) માસી વણે ગોળ પુરી ,
મેં વણી ત્રિકોણ,
તોય માસી કહે : આના
સરસ બન્યા ત્રણ કોણ.

(૫) ફઈ વણે ગોળ પુરી ,
મેં વણી પંચકોણ,
તોય ફઈ કહે : આનો
પહેલો નંબર ઓણ !