બાળ કાવ્ય સંપદા/રિમઝિમ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રિમઝિમ|લેખક : કાન્તિ કડિયા<br>(1950)}} {{Block center|<poem> રિમઝિમ રિમઝિમ વ૨સી ફોરાં,{{gap}} {{right|ધરતી ૫૨ તો આવ્યાં છે.}} કોણે આ ફોરાંના પગમાં, {{right|ઝાંઝરિયાં પહેરાવ્યાં છે !}} થાય મને કે દોડી દોડી, {{right|આંગણ...") |
(+1) |
||
| Line 26: | Line 26: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પૂછાપૂછ | ||
|next = | |next = આપણ એવા બંદા ! | ||
}} | }} | ||
Latest revision as of 03:07, 24 February 2025
રિમઝિમ
લેખક : કાન્તિ કડિયા
(1950)
રિમઝિમ રિમઝિમ વ૨સી ફોરાં,
ધરતી ૫૨ તો આવ્યાં છે.
કોણે આ ફોરાંના પગમાં,
ઝાંઝરિયાં પહેરાવ્યાં છે !
થાય મને કે દોડી દોડી,
આંગણમાં જઈ આવું હું.
સાવ ટબૂકલાં એ ફોરાંને,
ખોબામાં લઈ આવું હું.
કોણ દેશથી આવે ફોરાં ?
કોણ દેશ એ જાશે જી.
ઝળહળ ઝળહળ સૂરજ-તેજે,
મરક મરક મરકાશે જી.
કોણ તને મોકલતું ફોરાં ?
કોણ તને બોલાવે છે ?
અલકમલકથી આવી પાછું,
અલકમલક તું જાવે છે !