બાળ કાવ્ય સંપદા/મને આપોને મેઘધનુષ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મને આપોને મેઘધનુષ્ય|લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'<br>(1947)}} {{Block center|<poem> મને આપોને મેઘધનુષ, ધનુષ મારે ધરવું છે. {{gap|4em}}...મને આપોને. એ રે ધનુષના ઢળતાં રે ઢંગ છે, એના ઝૂલે ઝૂલે મારે ઝૂલવું છે {{g...") |
(+1) |
||
| Line 27: | Line 27: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બાળક અને બા | ||
|next = | |next = મળ્યું મને રમકડાનું ગાણું | ||
}} | }} | ||
Latest revision as of 01:45, 21 February 2025
મને આપોને મેઘધનુષ્ય
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'
(1947)
મને આપોને મેઘધનુષ,
ધનુષ મારે ધરવું છે.
...મને આપોને.
એ રે ધનુષના
ઢળતાં રે ઢંગ છે,
એના ઝૂલે ઝૂલે
મારે ઝૂલવું છે
...મને આપોને.
એ રે ધનુષમાં
સાતેયે રંગ છે,
એના રંગે રંગે
મારે રમવું છે
....મને આપોને.
એ રે ધનુષનાં
રંગીન નીર છે
એનાં નીરે નીરે
મારે નહાવું છે
...મને આપોને.