બાળ કાવ્ય સંપદા/હું તો જાઉં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 11: Line 11:
હું તો એકલો સિધાવું;
હું તો એકલો સિધાવું;
એકલો સિધાવું,
એકલો સિધાવું,
જઈને જંગલ વસાવું........{{right|હું તો...}}
જઈને જંગલ વસાવું........{{gap|1em}}{{right|હું તો...}}


જંગલ વસાવું.
જંગલ વસાવું.

Latest revision as of 00:54, 12 February 2025

હું તો જાઉં

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

હું તો જાઉં જાઉં કરું,
મારી સંગ નાવે કોઈ,
સંગ નાવે કોઈ,
બધાં ઊભાં રહે જોઈ...... હું તો...

ઊભાં રહે જોઈ,
હું તો એકલો સિધાવું;
એકલો સિધાવું,
જઈને જંગલ વસાવું........હું તો...

જંગલ વસાવું.
મીંઢા પથ્થર હસાવું;
પથ્થર હસાવું,
નવી નદીઓ વહાવું... હું તો...

નદીઓ વહાવું,
નવાં તીરથ જગાવું,
તીરથ જગાવું,
ભગીરથ બની જાઉં... હું તો...