બાળ કાવ્ય સંપદા/પંખીઓનો આનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
સંપે રે'તાં સાથ, પ્રીતનો પડદો ખોલે.
સંપે રે'તાં સાથ, પ્રીતનો પડદો ખોલે.
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે. {{right|૧}}
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે. {{right|૧}}
કોઈ વનફળ ખાય છે, કો કણ ચણતાં જાય;
કોઈ વનફળ ખાય છે, કો કણ ચણતાં જાય;
કોઈ ચૂસે છે ફૂલરસ, વનસ્પતિ કોઈ ખાય;
કોઈ ચૂસે છે ફૂલરસ, વનસ્પતિ કોઈ ખાય;
Line 15: Line 16:
સાંજે પોઢે માળ, જંપતાં બાળક જોઈ,
સાંજે પોઢે માળ, જંપતાં બાળક જોઈ,
ઊઠી મળસકે ધાય, ખાય છે વનફળ કોઈ. {{right|૨}}
ઊઠી મળસકે ધાય, ખાય છે વનફળ કોઈ. {{right|૨}}
ફળ ઝૂલે ભલી ભાતનાં, મેવો વિધવિધ જાત,
ફળ ઝૂલે ભલી ભાતનાં, મેવો વિધવિધ જાત,
પંખી સૌ પ્રીતે જમે, દીધો દીનાનાથ;
પંખી સૌ પ્રીતે જમે, દીધો દીનાનાથ;
Line 20: Line 22:
ખાએ રાખી ખંત, ખૂટે નહિ માલ મધુરો;
ખાએ રાખી ખંત, ખૂટે નહિ માલ મધુરો;
ધરી સદા સંતોષ, પીએ નિત્યે જળ નિર્મળ,
ધરી સદા સંતોષ, પીએ નિત્યે જળ નિર્મળ,
આવી ઠરે નિજ ઠામ, ભલી ભાંતે ઝૂલે ફળ. {{right|૩}}
આવી ઠરે નિજ ઠામ, ભલી ભાંતે ઝૂલે ફળ. {{gap|1em}}{{right|૩}}
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 02:21, 11 February 2025

પંખીઓનો આનંદ

લેખક : ગો. ક. દેલવાડાકર
(1869-1935)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (કુંડળિયા છંદ)

ડોલે તરુવર ડાળીઓ, પવન ઝુલાવે પાન,
ઊડે મનોહર પંખીઓ, ગાતાં સુંદર ગાન;
ગાતાં સુંદર ગાન, ધ્યાન ઈશ્વરનું ધરતાં,
કરતાં વને કલ્લોલ, રોજ આનંદે ફરતાં;
સંપે રે'તાં સાથ, પ્રીતનો પડદો ખોલે.
સુખિયાં પંખી રોજ, ડાળીઓ તરુવર ડોલે.

કોઈ વનફળ ખાય છે, કો કણ ચણતાં જાય;
કોઈ ચૂસે છે ફૂલરસ, વનસ્પતિ કોઈ ખાય;
વનસ્પતિ કોઈ ખાય, જાય દોડી જળઘાટે,
સંપે સૌ મળી ના'ય, પછી વળતાં નિજ વાટે;
સાંજે પોઢે માળ, જંપતાં બાળક જોઈ,
ઊઠી મળસકે ધાય, ખાય છે વનફળ કોઈ.

ફળ ઝૂલે ભલી ભાતનાં, મેવો વિધવિધ જાત,
પંખી સૌ પ્રીતે જમે, દીધો દીનાનાથ;
દીધો દીનાનાથ, પાક ખેતરમાં પૂરો,
ખાએ રાખી ખંત, ખૂટે નહિ માલ મધુરો;
ધરી સદા સંતોષ, પીએ નિત્યે જળ નિર્મળ,
આવી ઠરે નિજ ઠામ, ભલી ભાંતે ઝૂલે ફળ.