બાળ કાવ્ય સંપદા/પંખીઓના સંપની ગરબી: Difference between revisions
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|પંખીઓના સંપની ગરબી|લેખક : દલપતરામ<br>(1820-1898)}} | {{Heading|પંખીઓના સંપની ગરબી|લેખક : દલપતરામ<br>(1820-1898)}} | ||
{{center|(મારું સોનાનું છે બેડું રે, છેલછબીલા છોગાળા – એ રાગ.)}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
સખી જો આ શોભે સારાં રે, પીંપર ઉપર પંખીડાં; | સખી જો આ શોભે સારાં રે, પીંપર ઉપર પંખીડાં; | ||
બહુ ટોળે મળી વસનારાં રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૧ }} | બહુ ટોળે મળી વસનારાં રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૧ }} | ||
કેવાં કલ્લોલ કરે છે રે ! પીંપર ઉપર પંખીડાં; | કેવાં કલ્લોલ કરે છે રે ! પીંપર ઉપર પંખીડાં; | ||
સ્વર મધુર મધુર ઊચરે છે રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૨ | સ્વર મધુર મધુર ઊચરે છે રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૨}} | ||
પરિપૂર્ણ ૫૨સ્પ૨ પ્રીતે રે, પીંપર ઉપર પંખીડાં, | પરિપૂર્ણ ૫૨સ્પ૨ પ્રીતે રે, પીંપર ઉપર પંખીડાં, | ||
રહે હળી મળી રૂડી રીતે રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૩}} | રહે હળી મળી રૂડી રીતે રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૩}} | ||
| Line 28: | Line 28: | ||
આ કથન કહ્યાં શુભ કામે રે, પીંપર ઉપર પંખીડાં; | આ કથન કહ્યાં શુભ કામે રે, પીંપર ઉપર પંખીડાં; | ||
દીધી શીખ દલપતરામે રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૧૨}} | દીધી શીખ દલપતરામે રે, પીંપર ઉપર પંખીડાં. {{right|૧૨}} | ||
</poem>}} | |||
<hr> | |||
{{reflist}} | {{reflist}} | ||
[૧. દિલમાં (ચો.પાં.)] | [૧. દિલમાં (ચો.પાં.)] | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:03, 11 February 2025
લેખક : દલપતરામ
(1820-1898)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (મારું સોનાનું છે બેડું રે, છેલછબીલા છોગાળા – એ રાગ.)
સખી જો આ શોભે સારાં રે, પીંપર ઉપર પંખીડાં;
બહુ ટોળે મળી વસનારાં રે, પીંપર ઉપર પંખીડાં. ૧
કેવાં કલ્લોલ કરે છે રે ! પીંપર ઉપર પંખીડાં;
સ્વર મધુર મધુર ઊચરે છે રે, પીંપર ઉપર પંખીડાં. ૨
પરિપૂર્ણ ૫૨સ્પ૨ પ્રીતે રે, પીંપર ઉપર પંખીડાં,
રહે હળી મળી રૂડી રીતે રે, પીંપર ઉપર પંખીડાં. ૩
દીસે છે દિલનાંર ડાહ્યાં રે, પીંપર ઉપર પંખીડાં,
ગુણવંત ભલાં ગણાયાં રે, પીંપર ઉપર પંખીડાં. ૪
કેવાં લાયક છે ? નથી લડતાં રે, પીંપર ઉપર પંખીડાં;
નથી એકબીજાને નડતાં રે, પીંપર ઉપર પંખીડાં. ૫
તેથી પોતે સુખ પામે છે રે, પીંપર ઉપર પંખીડાં;
જુએ તેને હરખ જામે છે રે, પીંપર ઉપર પંખીડાં. ૬
મેં દૂર રહીને દીઠાં રે, પીંપર ઉપર પંખીડાં;
મારા મનમાં લાગ્યાં મીઠાં રે, પીંપર ઉ૫૨ પંખીડાં. ૭
છે જોતાં જનાવર*[1] જાતે રે, પીંપર ઉપર પંખીડાં;
પણ સંપી વસે ભલી ભાંતે રે; પીંપર ઉપર પંખીડાં. ૮
તેથી લેશ શિખામણ લઈએ રે, પીંપર ઉ૫૨ પંખીડાં;
એમ હળીમળી સરવે રહીએ રે, પીંપર ઉપર પંખીડાં. ૯
ત્રિભુવનનો રાજા રીઝે રે, પીંપર ઉપ૨ પંખીડાં;
પરલોકે પણ સુખ લીજે રે, પીંપર ઉપર પંખીડાં. ૧૦
છતમાં થોડા દિન છઈએ રે, પીંપર ઉપર પંખીડાં;
લડીને શીદ અપજશ લઈએ રે ? પીંપર ઉપર પંખીડાં. ૧૧
આ કથન કહ્યાં શુભ કામે રે, પીંપર ઉપર પંખીડાં;
દીધી શીખ દલપતરામે રે, પીંપર ઉપર પંખીડાં. ૧૨
- ↑ * માણસથી બીજી હલકી જાતનાં પ્રાણી. જન + અવર
Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files
[૧. દિલમાં (ચો.પાં.)]