અનેકએક/આગિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''આગિયા'''}} <poem> '''૧''' અસંખ્ય તેજરેખાઓ એકમેકમાંથી પસાર થતી વીંટળાતી વીખરાતી ઊડી રહી છે અરવ સૂરાવલિઓમાં રાત્રિનો સન્નાટો દ્રવી રહ્યો છે '''૨''' આકાશે આંક્યા લિસોટા બિછાવી ઝગમગતી બિછા...")
 
()
 
Line 60: Line 60:
ક્ષણભર તો ક્ષણભર
ક્ષણભર તો ક્ષણભર
આ સ્તબ્ધ અંધકાર  
આ સ્તબ્ધ અંધકાર  
વિહ્વળ થાય
વિહ્‌વળ થાય
ક્ષણભર તો ક્ષણભર
ક્ષણભર તો ક્ષણભર
રમ્ય આકૃતિઓ રચાય
રમ્ય આકૃતિઓ રચાય


'''૭'''
'''૭'''

Latest revision as of 01:57, 27 March 2023

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> આગિયા





અસંખ્ય તેજરેખાઓ
એકમેકમાંથી પસાર થતી
વીંટળાતી વીખરાતી
ઊડી રહી છે
અરવ સૂરાવલિઓમાં
રાત્રિનો સન્નાટો
દ્રવી રહ્યો છે




આકાશે
આંક્યા લિસોટા
બિછાવી ઝગમગતી બિછાત
અહીં તરે તેજબુંદો
વચ્ચે ઝૂલે
રાત્રિ કરાલ




મેં
ગૂંજામાં ભરી રાખ્યા છે
થોડા તણખા
આવ
ઓરો આવ ભેરુ
આપણે આ રાત
વિતાવી દઈશું




પ્રગાઢ અંધકારમાં
એક ઝબકાર થાય
વિલાય
થાય વિલાય
આટલું જ
બસ આટલું જ




એક
ઝળહળ ટપકું
જંપવા નથી દેતું
રાત્રિને




પ્રગટ થઈ છે આગ
શાંત શીતળ સુગંધિત
ક્ષણભર તો ક્ષણભર
આ સ્તબ્ધ અંધકાર
વિહ્‌વળ થાય
ક્ષણભર તો ક્ષણભર
રમ્ય આકૃતિઓ રચાય




એ કહે
એ પ્રચંડ અંધકાર છે
મારી પાસે થોડા ઝબકાર છે
વાત
અંધકાર વિદીર્ણ કરવાની નથી
અંધારામાં પ્રકાશ
ઝબકારામાં અંધારું
જોઈ લેવાની છે



હે રાત્રિ
તારું વિરાટ રૂપ
વધુ વિરાટ
અંધારું હજુ ઘનઘોર હજો

ઝબઝબ અજવાળું
ઝીણું
ઝીણેરું હજો




તારાઓ
નીરખી રહ્યા છે
આ કોણ
ઝબૂક ઝબૂક ઘૂમી રહ્યું
ઝબૂકિયા ઊડે
તે જ હું... તે જ હું
શબ્દ બોલે