અનેકએક/બજારમાં: Difference between revisions
No edit summary |
(→) |
||
| Line 27: | Line 27: | ||
ને સહુને બોર વેચવા છે | ને સહુને બોર વેચવા છે | ||
હુંય મારાં બોર લઈ | હુંય મારાં બોર લઈ આવ્યો છું ને | ||
ચાખી ચાખી | ચાખી ચાખી | ||
એકેક બોર અલગ કરતો જતો | એકેક બોર અલગ કરતો જતો | ||
Latest revision as of 01:21, 27 March 2023
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> બજારમાં
બોરાં લઈ બેઠો છું બજારમાં
ગામ નાનું માણસ ઝાઝું
તે બોરીઓ ભરી ભરીને
ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં
બોલે છે તે બોર વેચે છે
બૂમો પાડે તે વધુ બોર વેચે છે
ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
કોઈ જોડકણાંનો શોર મચાવે
કોઈ ટુચકાઓ વેરે છે
કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
નાચી લે છે
રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
બોર વચ્ચે ઠળિયા
ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
ક્યાંક ક્યાંક તો
શરમ મૂકી
ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
ભોળિયું લોક હોંશે-હોંશે
મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
તોલ તાજગીમાં ગોલમાલથી
બજાર ઊભરાય છે
ને સહુને બોર વેચવા છે
હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
ચાખી ચાખી
એકેક બોર અલગ કરતો જતો
બેઠો છું બજારમાં
ચૂપચાપ