અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દત્તાત્રય ભટ્ટ/ગઝલ (મારામાં ઊગ્યું ...): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગઝલ (મારામાં ઊગ્યું ...)|દત્તાત્રય ભટ્ટ}} <poem> મારામાં ઊગ્યું...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(નવનીત સમર્પણ, એપ્રિલ)}}
{{Right|(નવનીત સમર્પણ, એપ્રિલ)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હેમેન શાહ/આઠ ત્રિપદી | આઠ ત્રિપદી]]  | વૃક્ષને તાજા પવનનો કેફ છે]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /એમ મારે જવાનું  | એમ મારે જવાનું ]]  | આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,  ]]
}}

Latest revision as of 11:10, 29 October 2021


ગઝલ (મારામાં ઊગ્યું ...)

દત્તાત્રય ભટ્ટ

મારામાં ઊગ્યું ઘાસ આ રોમાંચ એનો મઘમઘે,
મારામાં દૂઝ્યા ચાસ આ રોમાંચ એનો મઘમઘે.

તારી સભામાં કેટલા મિત્રો હતા હાજર છતાં,
મુજને ગણ્યો તેં ખાસ આ રોમાંચ એનો મઘમઘે.

આંખો કરીને બંધ જ્યાં યાત્રી થયો હું ભીતરી,
ખૂલતો ગયો અજવાસ આ રોમાંચ એનો મઘમઘે.

એ ગામને છોડી ગયો વરસો થયાં છે તે છતાં,
ચરણોને એની પ્યાસ આ રોમાંચ એનો મઘમઘે.

ગોવાળ, ગોપી, રાધિકે ને શ્યામસુંદર આજ પણ,
મારામાં રમતાં રાસ આ રોમાંચ એનો મઘમઘે.
(નવનીત સમર્પણ, એપ્રિલ)