સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ચિમનલાલ ભટ્ટ/મારું વતન: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<Poem> મારું વતન આ મારું વતન, હાં, વહાલું વહાલું મને મારું વતન! જેની માટી...") |
(No difference)
|
Latest revision as of 08:43, 29 May 2021
મારું વતન આ મારું વતન, હાં,
વહાલું વહાલું મને મારું વતન!
જેની માટીની મારી કાયા ઘડેલી,
તેને કરું છું કોટી કોટી નમન, હાં …વહાલું.
રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર,
મારા વતનનાં મોંઘાં રતન, હાં …વહાલું.
ગાંધીબાપુને હૈયે વસ્યું જે,
સંસારસાર ને જીવનધન હાં …વહાલું.
વહાલા વતનની બેડીને તોડવા,
હોંશે ઓવારું હું તન, મન, ધન, હાં …વહાલું.