ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/પ્રાક્કથન: Difference between revisions
(+1) |
(+1) |

| Line 5: | Line 5: | ||
આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ. | આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{rh|'''વલ્લભ વિદ્યાનગર,'''
૧૫ ઑક્ટોબર, ’૮૪
અને
૫ ઑગસ્ટ ’૮૫||'''પ્રમોદકુમાર પટેલ''' | {{rh|'''વલ્લભ વિદ્યાનગર,'''
૧૫ ઑક્ટોબર, ’૮૪
અને
૫ ઑગસ્ટ ’૮૫||'''પ્રમોદકુમાર પટેલ'''}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 14:17, 24 May 2025
૧૯૮૦–૮૧ના વર્ષમાં યુ.જી.સી.ની માયનર રિસર્ચ સ્કિમ અન્વયે સંશોધન અધ્યયન અર્થે એક નાનો પ્રોજેક્ટ હાથ ધરેલો. એનો વિષય હતો : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી ‘વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. નિયત સમયમાં એ કામ પૂરું કરેલું, પણ એ અધ્યયન અપ્રગટ રહ્યું હતું. દરમ્યાન એની ગૌણ નીપજ જેવા બેત્રણ છૂટક લેખો પ્રગટ થયેલા. હવે યુ.જી.સી.ની સંશોધન નિબંધ/રિસર્ચ પેપર્સ પ્રકાશન યોજના અન્વયે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા એ અધ્યયન પ્રકાશિત થઈ રહ્યું છે, ત્યારે સહજ સંતોષની લાગણી અનુભવી રહું છું. અહીં મારે નોંધવું જોઈએ કે ગુજરાતીમાં વિવેચનતત્ત્વ વિશે છેલ્લાં ત્રણેક વર્ષોમાં ઠીક ઠીક નવાં લખાણો પ્રગટ થયાં છે. આ અધ્યયનમાં એ નવાં લખાણોની તપાસ પણ આમેજ કરી લીધી છે. આ અધ્યયનનિબંધનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે યુજીસીનો, પ્રોજેક્ટ માટેની તથા ગ્રંથપ્રકાશનની સહાય માટે, હૃદયપૂર્વક આભાર માનું છું. એ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રકાશન વિભાગની સમિતિએ આ નિબંધને પ્રકાશન અર્થે સ્વીકાર્યો તે માટે એ સમિતિનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ પ્રકાશનમાં કુલપતિશ્રી શાહસાહેબ, કુલસચિવશ્રી ઠક્કરસાહેબ, અને અનુસ્નાતક ગુજરાતી વિભાગના પ્રોફેસર-અધ્યક્ષ શ્રી શેખડીવાળાસાહેબે ઊંડો રસ દાખવ્યો છે, તે માટે તેમનો સૌનો આભારી છું. શ્રી જશવંત શેખડીવાળાસાહેબે આ પુસ્તક માટે સહૃદયભાવે પુરોવચન લખી આપ્યું, તે માટે વળી તેમનો વિશેષ ઋણી બન્યો છું. અસ્તુ.
વલ્લભ વિદ્યાનગર,
૧૫ ઑક્ટોબર, ’૮૪
અને
૫ ઑગસ્ટ ’૮૫
પ્રમોદકુમાર પટેલ