ભજનરસ/વહેતાનાં નવ વહીએ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વહેતાનાં નવ વહીએ | }} {{Block center|<poem> ભાઈ રે, વહેતામાં નવ વહીએ, આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ. અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે, ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે- માયાનું મહંતપણું,...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
ભાઈ રે, વહેતામાં નવ વહીએ,
'''ભાઈ રે, વહેતામાં નવ વહીએ,'''
આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.  
'''આતમશું અવલંબીએ, લેહમાં લીન થઈએ.'''


અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,
'''અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાયે,'''
ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-  
'''ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંયે-'''


માયાનું મહંતપણું, અટપટું એવું,
'''માયાનું મહંતપણું, અટપટું એવું,'''
સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-
'''સૂક્ષ્મથી અતિ સાંકડું, વિસ્તારણ પણ તેવું-'''


જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,
'''જેમ થાયો ઘાણી તણો, નિશદિન બહુ હીડે,'''
જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-
'''જાણે હું અતિશે આઘે ગયો, માયા મીંડે ને મીંડે-'''


એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,
'''એહ અજાને લ્યો ઓળખી, તો ધ્યેય ધ્યાને આવે,'''
અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-  
'''અંધારું ઉલેચતાં, નવ તિમિર નસાથે-'''


જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,
'''જેમ વહેતે વહેતું દેખીએ બેઠાં જળકાંઠે,'''
ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે  
'''ઠેકાણે તે ઠામ છે, મણિ પામ્યો કંઠે'''


ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,
'''ઊંચો અનુભવ આણીએ, દશા દેવની લીજે,'''
રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–
'''રાંક રોલાકૃત કામનાં, માજન નવ રીઝે–'''


જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,
'''જો રે જાણો તો જાણજો, થોડું ઘણું ભાખ્યું,'''
લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-
'''લઈ શકો તો લ્યો અખા, અજમાલ્ય નાખ્યું-'''
ભાઈ રે, વહેતામાં નવ વહીએ.
'''ભાઈ રે, વહેતામાં નવ વહીએ.'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 36: Line 36:
ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો.   
ભાઈ, તમે એમ માનો છો કે તમે કાંઈ કરો છો, ભરો છો, તરો છો? ના, રે ના. તમે તો તમારી પ્રકૃતિ ને વૃત્તિઓના પ્રવાહમાં તણાતા જાઓ છો. આ સતત ભય ને અસંતોષનું જગત છે એનું ભાન છે ને? વહેતામાં જ વહે તેને ભાગે ક્યાંયે વિશ્રાન્તિ નથી. માટે સવેળા ચેતી ઈ તમારા પોતાનામાં રહેલા અવિચળ ને અનશ્વર સ્વરૂપ ભણી વળો. એનું અવલંબન તમને નોધારા નહીં છોડી દે. જેમ જેમ એની લગની લાગશે તેમ તેમ તમે એમાં લીન-વિલીન થતા જશો. પરમ શાંતિના પારાવારમાં નિમગ્ન થઈ જશો.   
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''અધિષ્ઠાન ઓળખ્યા.... ઘરમાંયે'''}}
{{Poem2Open}}
‘હું આ છું' અને મારે તે જોઈએ' કહી સહુ દોડ્યા જાય છે. પણ હું કોણ છું અને મારું મૂળ શું એ જોવા તો કોઈ થોભતું નથી. આ બધું મંડાણ કોના આધારે એ તો જરા જુઓ. અધિષ્ઠાન — મૂળ આધાર જાણ્યા વિના આ અંધાધૂંધ દોટ ક્યાં લઈ જશે તેનો તો વિચાર કરો! ભલે ગતિમાં વેગ લાગે ને પ્રગતિના આભાસ ઊભા થાય પણ આ બધું અંતે ધૂળ ૫૨નું લીંપણ છે. પિંજરામાં રહીને પંખી ગમે તેટલી પાંખો ફફડાવે પણ તે મુક્ત થતું નથી. ‘હું' ને મારું'નું પિંજરું તોડતાં જ આકાશ તમારું છે.
અધિષ્ઠાનને ઓળખવા માટે પાંચ પગથિયાં ચડવાં પડે છે. તે છે નામ, રૂપ, અનુષ્ઠાન, અવસ્થાન અને અધિષ્ઠાન. નામ અને રૂપ બાહ્ય, સ્થૂળ અને સીમિત છે, અહંભાવ સાથે જોડાયેલાં છે. તેને ભેદી આત્મભાવનું અનુસરણ કરવામાં આવે તે અનુષ્ઠાન. તેનાથી દેહભાવને બદલે આત્મભાવ સાથે સામ્ય સધાય છે. અનુષ્ઠાનમાં લાંબો સમય રહેવાની સ્થિતિ બંધાય તે અવસ્થાન અને અહંભાવ પૂર્ણાહંતા કે આત્મભાવમાં લય પામે તે અધિષ્ઠાન. એ સર્વશૂન્ય અને સર્વાધાર એવી પરમ સ્થિતિ છે.
{{Poem2Close}}
{{center|'''માયાનું મહંતપણું... વિસ્તારણ પણ તેવું-'''}}
{{Poem2Open}}
માયાની પ્રબળતા ને છલના માટે મહંતપણું શબ્દ ચોટડુક છે. મહંતાઈમાં રહેલા આડંબર, ઠાઠ, ઘમંડ અને ધર્મસ્થાનમાં જ ધર્મને નામે વધતો મિથ્યાચાર માયાના સ્વરૂપને બરાબર ખડું કરે છે. જ્ઞાની મુનિને પણ છેતરી ખાય એવી માયાની ધાર સૂક્ષ્મ ને તીક્ષ્ણ છે. ‘ઝીણી માયા છાની છરી, મીઠી થઈને મારે ખરી' એ અખાનું દર્શન આબેહૂબ છે. માયાનો વિસ્તાર બાવાની લંગોટીથી માંડી બ્રહ્માના કમંડલ સુધી ફેલાયેલો છે. અખાની કુશાગ્ર બુદ્ધિએ માયાનાં વિધવિધ રૂપો છપ્પામાં દોરી બતાવ્યાં છે. ‘જહાઁ માન, તહાઁ માયા' એ સાધુઓની ઉક્તિ મનમાં ઉતારવા જેવી છે.
{{Poem2Close}}
{{center|'''જેમ થાયો ઘાણી તણો... મીડે ને મોડે-'''}}
{{Poem2Open}}
ઘાણીનો બળદ આખો જનમારો ફર્યાં કરે પણ એક ડગલુંયે આગળ વધી શકતો નથી, એવી જ રીતે અહંકા૨થી બંધાઈને જપ, તપ, સાધન, ભજન ગમે તેટલાં કરે અને માણસ માને કે મેં આટલાં વ્રત-તપ-અનુષ્ઠાનો કર્યાં પણ એનાથી કાંઈ વળતું નથી. ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ એ માયા મીંડે ને મીડે' માયાનાં ચકરડાં ચીતરવા જેવું છે. આત્મદર્શન વિના એકડો નથી મંડાતો.
{{Poem2Close}}
{{center|'''એહ અજાને... નવ તિમિર નસાવે-'''}}
{{Poem2Open}}
માયા આટલી બધી સબળ અને સૂક્ષ્મ હોવા છતાં ‘આ માયા' એમ ઓળખી લીધી કે તરત એનું જોર ચાલ્યું જાય છે. ભૂત-પ્રેત માની ભય લાગ્યો હોય પણ આ તો ઝાડનું થડિયું કે પડછાયો, એમ ખબર પડતાં જ ભયભીત માણસ હસી પડે છે. અજા એટલે જ અણજન્મી હોવા છતાં ભ્રમને લીધે જન્મી જાય એવી માયા, અંધારું ઉલેચવાથી ન જાય પણ દિવાસળી કરી એટલે અલોપ. બહુ દોડધામની નહીં પણ દૃષ્ટિ ઉઘાડવાની જરૂર છે.
{{Poem2Close}}
{{center|'''જેમ વહેતે વહેતું... મણિ પામ્યો કંઠે-'''}}
{{Poem2Open}}
એકાદ દૃષ્ટાંત આપી અખો પોતાની વાત ગળે ઉતારી દે છે. જળને કાંઠે કોઈ બેઠું હોય, ગળામાં મણિ પહેર્યો હોય ને જળમાં જોતાં મિણ જળની સાથે વહી જતો લાગે. એ મણિને જળમાં શોધવા લાખ ફાંફાં મારે પણ મણિ એમ મળે નહી એ તો ઠેકાણે, કંઠમાં જ પડ્યો છે. બહારનાં જળ ડખોળવાથી નહી પણ પોતાને કંઠ હાથ મૂકવાથી જ મણિની ભાળ મળે છે. આને જ નિત્યની પ્રાપ્તિ કહે છે. મણિ વિશે અખાની સ્પષ્ટ ઉક્તિ :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘હરિ મણિ કંઠ પોતાને મૂળ,'''
{{right|'''તે પડ્યો જાણી બહાર ચાળે ધૂળ.'''}}
'''ઊંચો અનુભવ... નવ રીઝે-'''
</poem>}}
{{Poem2Open}}
આત્મામાં પરમાત્મા દીસે, હિરજનમાં દીસે હિર અને ભૂત માત્રમાં ભગવંત વસે છે એવો ઊંચો અનુભવ જ પ્રાપ્ત કરવો જોઈએ. દેહદૃષ્ટિની જગ્યાએ દેવદૃષ્ટિ ગ્રહવી જોઈએ. જ્યાં કોઈ કામનાનું બીજ ઊગતું જ નથી એવા આનંદ અને અભયનું શિખર સર કરવું જોઈએ. બાકી નાનીમોટી ઇષ્ટપ્રાપ્તિ, વિઘ્નનાશ કે સિદ્ધિ માટે પ્રાર્થના કરવી એ તો રાંકનાં રોલાં જેવું, કાકલૂદી ને કાલાવાલા કરવા જેવું છે, મહાપુરુષોનું મન એમાં ઠરતું નથી. સકામ ભક્તિ કેવી પામર છે તેનાં વેધક શબ્દચિત્રો અખાએ આલેખ્યાં છે. અજ્ઞાન અંગ'ના છપ્પામાં તેણે કહ્યું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''ધન આયુ વિધા બળ રૂપ, શૂર ચાતુરી ન્યાય સિધ્ય ભૂપ,'''
'''જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ચોરી વ્રત તીરથ તપ ત્યાગ,'''
'''અખો કહે સર્વે અમાલ, જોતાં આપે આપનો માલ.'''
</poem>}}
{{Poem2Open}}
આમાં શાન-ભક્તિ-વૈરાગ્યને પણ માયાની ભેટ ગણ્યાં છે. શુદ્ધ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યને અખો ઓળખે છે. પરંતુ જ્ઞાની થઈને ભેળી ભજે એવી માયા અને ‘ભક્તિ કરતાં ભમેં બહુ' એવી ભ્રમજાળને પણ તે બરાબર જાણે છે. એટલે આવાં જ્ઞાન-ભક્તિને તે અજમાલ કહેતાં અચકાતો નથી. આ સર્વે માયાનાં ફૂલો છે. 
{{Poem2Close}}
{{center|'''જો રે જાણો... અજમાલ્ય નાખ્યું-'''}}
{{Poem2Open}}
આ નાનકડા પદમાં અખાએ કહેવાનું બધું કહી દીધું છે અને જે ‘હસતાં રમતાં હિરમાં ભળ્યો' એ આવું અમાલ્ય વહેતી વાણીમાં નાખતો જાય છે. જે અજા છે એટલે કે જન્મી જ નથી એની વળી માયા ક્યાંથી હોય? ‘લઈ શકો તો લ્યો' કહી અખારામ છૂટી ગયા. પણ જે નથી તેને લેવાય શી રીતે? આ અજમાલ્ય છે, એમ ખબર પડતાવેંત કાંઈ લેવાપણું ન રહે. અને જે છે, એ તો સદા છે જ.
{{Poem2Close}}
{{Block center|<poem>
'''અખા આપ સંભારી શમવું'''
{{right|'''અવર અજાનાં ચેન.'''}}
</poem>}}
{{HeaderNav2
|previous = અચવ્યો રસ ચાખો!
|next = શાં શાં રૂપ વખાણું
}}
19,010

edits