મર્મર/આનન્દ છે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 26: Line 26:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = દિનાન્તે  
|previous = દિનાન્તે  
|next =  
|next = ટિપ્પણ
}}
}}

Latest revision as of 09:28, 16 May 2025


આનન્દ છે!

આ સૂર્યનાં કોમળ કિરણનું તેજ,
ને ધરાઉરનો હૂંફાળો હેજ;
ક્યાંક કોકિલનું અચાનક કૂજવું
ને ડાળીઓનું ફૂલભારે ઝૂકવું.
આનન્દ છે! આનન્દ છે! આ ધરતી પર આનન્દ છે!

આ પ્રિયજનોનાં હાસ,
નિર્દોષ શિશુઓનાં રુદનઉલ્લાસ;
શ્રાન્ત તન કેરું દિનાન્તે લેટવું,
ને વિરહ અન્તે સ્વજનનું ભેટવું.
આનન્દ છે! આનન્દ છે! આ ધરતી પર આનન્દ છે!

રાત્રિના અંધારમાં
કોઈનું ચુપચાપ આવી ઊભવું મુજ દ્વારમાં.
સૂણી રહું છું શ્વાસ
તે મારો નથી, તારો જ છે;
તું કેટલો રે પાસ!
આનન્દ છે! આનન્દ છે! આ ધરતી પર આનન્દ છે!