અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી|લાભશંકર ઠાકર}} <poem> ઊંઘી ગયા છ...") |
(No difference)
|
Revision as of 09:09, 13 July 2021
ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
લાભશંકર ઠાકર
ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે, ઊંઘણશી.
તડકામાં સોનેરી રસ્તે ચહલપહલ ઘનઘેરી ઊંચકી
ઉપર નીચે આગળ પાછળ સડસડાટમાં
તનમાં મનમાં અવળ સવળ અંધારા વનમાં
દોડે છે હણહણતી લઈને ઇચ્છાઓ અણદીઠી રે, ઊંઘણશી.
વાતચીત કરતા પડછાયા
સાવ સમીપની નિત્ય પરિચિત શૈશવની અંધારસુંવાળી
સ્પર્શગલી વાંકીચૂકીમાં
બચ બચ બચ તત્પરતા અડતાં, સ્પર્શ ઊઘડતાં
અપારદર્શક એકાંતોમાં
ચસ ચસ ચૂસતા તગ તગ રંગ મજીઠી રે, ઊંઘણશી.
સદીઓના ઓળાઓ અમૃત
રેબઝેબ ભીડોમાં સંકુલ અર્થછાંયડે ઇતિહાસોના, ઉભડક બેસી
ક્લોઝઅપમાં ચોળે છે,
અર્ધનગ્ન ભાષાના અંગે — શ્વેત શ્યામમાં —
તડકાતી પીત પીઠી રે, ઊંઘણશી.
ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
ભાષામાં ઊંઘ્યા છે લઈને આશાઓ મધમીઠી રે. ઊંઘણશી.