બરફનાં પંખી/મુંબઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+૧)
 
Line 26: Line 26:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એક સાંજે
|previous = એક સાંજે
|next = દે તાલી
|next = દે તાલ્લી
}}
}}

Latest revision as of 01:00, 16 May 2025

મુંબઈ

તમે એમ માનો છો કે
આ પથ્થરબાજી કરવા તલપાપડ ઊભેલા
ટોળાના હાથમાં પથ્થર છે?
નાર્રેના.
એ તો શાપિત અહલ્યા છે.
તમે એમ માનો છે કે
આ ચર્ચગેટથી વિરાર જતી
ફાસ્ટ લોકલમાં
લટકનારાઓ માણસ તરીકે ઓળખાય છે?
નાર્રેના.
એ તો ટ્રાન્સફરેબલ ગુડ્સ છે.
જો તમે એમ માનતા હો
કે હું માનું છું તો માનો.
પણ તમને ખબર છે?
એક દિવસ આપણે બધાં
આ શહેરના કબ્રસ્તાનમાં ઊભાં ઊભાં
આ સવાલ પૂછીશું
"આ લાશને દાટવી છે.
બોલો, સ્ક્વેરફીટનો શું ભાવ છે?”

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ***