19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 66: | Line 66: | ||
{{right|'''સમાનવૃક્ષ પરિષસ્વજાતે'''}} | {{right|'''સમાનવૃક્ષ પરિષસ્વજાતે'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
એક જ વૃક્ષમાં રહેલાં બે મિત્ર-પક્ષીની વાત કરી તેમના એક તત્ત્વનો અણસારો આપ્યો છે. | |||
અથર્વવેદના સૂક્ત (૯-૯-૨૦)માંથી શ્વેતાશ્વતર ઉપનિષદે આ મંત્ર (૪-૬) સીધો જ ઉતાર્યો છે. પુરાણોમાં આ અદ્ભુત પક્ષી હુમા, ગરુડ કે કાકભુશંડી જેવાં રૂપ ધરી આવે છે. બૌદ્ધ સિદ્ધોનાં ચર્ચાપદોમાં એના ટહુકા સંભળાય છે. કાયાને તરુવર ને પ્રાણને પંખી તરીકે નિરૂપતાં પદો નાથયોગીઓ તથા નિર્ગુણ-સગુણ સંતકવિઓએ ગાયાં છે. આપણા ઘરની વાત કરીએ તો નરસિંહનું : પઢો રે પોપટ રાજા રામના', દાદા મેકરણનું : મારી મેના રે બોલે ગઢને કાંગરે' અથવા દાસી જીવણનું : ‘મોરલો મરતલોકમાં આવ્યો,' આ આતમપંખીની ઓળખ કરાવે છે. બાઉલ-સાધકો તો આ ‘અર્ચના પાખી'ની વાત કરતાં થાકતા નથી. | |||
એક બાઉલગીત છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
ખાંચાર ભીંતર અર્ચના પાખી | |||
{{right|કેમને આસે જાય!}} | |||
ધરતે પારલે મન-બેડી | |||
{{right|દિતામ તારિ પાય.}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
કોઈ અજાણ પંખી પિંજરમાં કોણ જાણે વી રીતે આવે છે ને ઊડી જાય છે! તેને પકડી શકું તો તેના પગમાં મનની બેડી નાખી દઉં.’ | |||
પણ આ મહાપ્રાણ મનના કબજામાં કદી આવે તો ને? અમન અવસ્થા વિના તેને પામી શકાતું નથી. ભારતની પ્રથમ તત્ત્વજ્ઞાન પરિષદના પ્રમુખપદેથી રવીન્દ્રનાથે જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં આ બાઉલ ગીતનો તેમણે માર્મિક પરિચય કરાવ્યો છે. એ સમયે રાધાકૃષ્ણન્ સાથે રવીન્દ્રનાથનો જે વાર્તાલાપ થયો હતો તેમાં પણ ઋષિપરંપરાથી ગામઠી બાઉલ સુધી જે અનુભૂતિ ઊતરી આવી છે તે રવીન્દ્રનાથે દર્શાવી છે. અરે, રવીન્દ્રનાથનું પોતાનું જ એક ગીત છે આ અર્ચના પાખી* વિશે. પંકજ મલ્લિકના કંઠે આ પંખી એવું તો મધુર ટહુકી ઊઠ્યું છે કે આપણા જ હૃદયમાં તેને આપણે ટહુકતું સાંભળી શકીએ. આ ગીતની કેટલીક પંક્તિઓ તમને સંભળાવું. રવીન્દ્રે કાન માંડી સાંભળેલો ટહુકો કદાચ આપણને પણ સાંભળવાનું મન થઈ જાય. | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
આમિ કાન પેતે રઈ, | |||
ઓ આમાર આપોન હૃદય ગહન-દારે, બારે બારે, | |||
{{right|કાન પેતે રઈ.}} | |||
કોન્ ગોપનબાસીર કાન્તા-હાસીર ગોપનકથા | |||
{{right|શુનિબારે, બારે બારે }} | |||
{{right|કાન પેતે રઈ.}} | |||
... ... ... | |||
કોન્ રાતેર પાખી ગાય એકાકી | |||
સંગીવિહીન અંધકારે, બારે બારે | |||
{{right|કાન પેતે રઈ.}} | |||
કે શે મોર, કેઈ બા જાને, | |||
કિછુ તાર દેખી આભા, | |||
{{right|કિછું પાઈ અનુમાને,}} | |||
કિછુ તાર બુઝી ના બા; | |||
{{right|માઝે માટે તાર બારતા}} | |||
{{right|આમાર ભાષાય પાય કી કથા રે,}} | |||
ઓ શે આમાય જાનિ પાઠાય બાની | |||
{{right|ગાનેર તાને લુકિયે તારે બારે બારે }} | |||
{{right|કાન પેતે રઈ.}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
‘હું કાન માંડીને સાંભળી રહું છું. | |||
અરે, મારા પોતાના જ હૃદયના ગહન દ્વારે વારંવાર કાન માંડી રહું છું. | |||
ત્યાં કોઈક છુપાઈને રહેલાના રુદન-હસ્યની અંતરતમ છાની કથા સાંભળું છું વારંવાર. | |||
રાતનું કોઈક પંખી એકલતામાં ગાઈ રહ્યું છે. સંગી-સાથી વિના, અંધકારમાં વારંવાર હું કાન માંડી રહું છું. | |||
મારું એ શું સગું થાય એ તો કોણ જાણે. કાંઈક તેની આભા ક્વાય છે; કાંઈક અનુમાનથી જાણી શકું છું. કાંઈક તેની અંતરકથા ક્યાંયે સમજાતી નથી. પણ વચ્ચે વચ્ચે તેની કથા મારી વાણીમાં જ પ્રગટી ઊઠે છે. | |||
એ જાણે કે મારાં ગીતોમાં છુપાવીને મને સંદેશો મોકલે છે. | |||
હું સાંભળી રહું છું – કાન માંડીને. | |||
માનવ-પ્રાણની આ અંતરતમ કથા છે. આપણા હૃદયમાંયે આ અકળ પંખી કૂજી રહ્યું છે પણ તેના ભણી કાન માંડવાની આપણને ફુરસદ નથી. જગતની ધાંધલધમાલ અને મનના કોલાહલમાંથી જરાક મુક્ત બનીએ તો એનો આછો-પાતળો ટહુકો કાને પડે. ટાગોરના ગીતમાં એક ચિરવિરહી પ્રાણની કથા છે. પણ વિરહની આગ લાગ્યા વિના એ પંખીની પાંખોને પોતાનું આકાશ મળતું નથી. મૂળે તો એ અનલપંખી છે. પ્રાણાનિ, જ્ઞાનાગ્નિ કે વિરહાગ્નિ ભભૂકી ઊઠે છે ત્યારે જ એ અંધકારના પિંજરને ભસ્મીભૂત કરીને ઊડી નીકળે છે મુક્ત ગગનમાં. કબીરની સાખી છે : | |||
'''બિર અગનિ તન મન જલા, લાગિ રહા તત જીવ,''' | |||
'''ૐ વા જાને વિરહિની, કૈ જિન ભેંટા પીવ'''' | |||
સ્વાનુભવ વિના આ વિરહની આગ કેવી પ્રચંડ હોય અને પછી પરમ પ્રિયતમ મળ્યાનો આનંદ કેવો અપાર હોય તે જાણી શકાતું નથી. | |||
કબીરે પણ વિરહથી પ્રજ્વલિત પ્રાણની કથા ઘણી સાખીઓ ને પદોમાં કહી છે. પણ એ તો પૂરા પરખંદા ખરા ને! આ પંખીને પ્રિયતમ કેમ મળે એની શોધનો કીમિયો પણ તે બતાવી ગયા છે. એક ભજનમાં તેમણે આ દિશા ભણી ઇશારો કર્યો છે. ટાગોરની એ નમ્રતા હશે, પણ બાઉલગાન સાંભળીને એ બોલી ઊઠતા ઃ ‘અમે તો કિનારે કિનારે હોડી હંકારનાર, પણ એ તો મધદરિયે ઝુકાવનારા.' કબીરની વાણીમાં મધદરયે ઝુકાવી મરજીવા બનીને મેળવેલાં મોતી ઝળકે છે. કબીરે પંખીને ખોજી કાઢવાનો માર્ગ ખુલ્લો કરતાં કહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''‘પંખીકા ખોજ મીનકા મારગ''' | |||
{{right|'''અક્લ આકાશે વાસ લિયો હે'''}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પંખીની ખોજનો ખરો માર્ગ મીનમાર્ગ છે. યોગની પરિભાષામાં પ્રાણની ઊર્ધ્વધારાને મીનમાર્ગ કહેવામાં આવે છે. માછલું જેમ જળમાં ઊંડે રહી, જળને સામે પ્રવાહે તરે છે એમ પ્રાણ સુષુમણામાં પ્રવેશી ઊંચે મસ્તક ભણી, સહસ્રાર ભણી ગતિ કરે ત્યારે મીનમાર્ગનું ઉદ્ઘાટન થાય છે. પણ અનલ — પ્રાણાગ્નિ જાગી ઊઠ્યા વિના એ બનતું નથી. પ્રાણમયી શક્તિને તેથી ‘ચિદગ્નિકુંડ રામુદ્ભવા' કે 'મણિપુરનિવાસિની' કહેવામાં આવે છે. મણિપુર અગ્નિતત્ત્વનું ચક્ર છે. પ્રાણનું ઉડ્ડયન જ્વાલામી અગન-પાંખે થાય છે, તો તેનો વિરામ છે ચિદાકાશની પરમ પ્રશાંતિમાં. આને શિવ-શક્તિનું મિલન કહો, જીવ-શિવનું ઐક્ય કહો કે પરમ અદ્વૈતની પ્રાપ્તિ કહો એ સરખું જ છે. શિવને ભાલે શોભતા સોમની અમૃતવર્ષા વિના પ્રાણનો કાલાગ્નિ શાંત થતો નથી. શાંતમ્, અદ્વૈતમ્ એ માનવપ્રાણીનું અંતિમ આનંદધામ છે. | |||
પ્રાણનું પંખી કેવી રીતે ઊર્ધ્વ ભણી ઉડ્ડયન કરે છે તેના અણસારા ભારતીય તેમ પશ્ચિમના અનુભવી મરમીઓ દ્વારા મળે છે. કબીરની સાથે જ ગાઈ ઊઠતા હોય તેમ ‘સંત જ્હોન ઑફ ધ ક્રોસ'ના એક કાવ્યને અહીં આપું. પ્રાણના આ ઊર્ધ્વ-ગમનને પ્લૉટિનસ ‘એકાકીનું એકાકી ભણી ઉડ્ડયન' કહે છે. સંત જ્હોન ઑફ ધ ક્રોસે તેની એક પછી એક પાંચ અવસ્થા વર્ણવી છે. તેમણે કહ્યું છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''‘એકાકી પંખીની પાંચ અવસ્થા છે :''' | |||
'''પહેલી, તે સર્વોચ્ચ બિંદુ ભણી પાંખો પ્રસારે છે.''' | |||
'''બીજી, તેને કોઈ સંગાથનો વસવસો થતો નથી, પછી ભલેને''' | |||
'''તે પોતાની જાતનું પંખી હોય.''' | |||
'''ત્રીજી, તે પોતાની ચાંચ આકાશ ભણી જ નોંધી રાખે છે.''' | |||
'''ચોથી, તેને પોતાનો કોઈ ચોક્કસ રંગ હોતો નથી.''' | |||
'''પાંચમી, તે અત્યંત હળવા મીઠા સૂરે ગાય છે.’''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પૃથ્વી પરના તમામ આધારો હટાવી એકમાત્ર નિર્મલ, નિર્લેપ, નિરાલંબ આકાશ સમા વ્યાપક તત્ત્વ ભણી પ્રાણનું પંખી ઊડી નીકળે ત્યારે પોતાના મૂળ આનંદ-સ્વરૂપને, નિષ્કલંક રૂપને પામે છે. આપણાં સંત દેવીદાસ વિશે સાખી છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''‘કોઈને ખેતર-વાડિયું,''' | |||
{{right|'''કોઈને ગામ-ગરાસ,'''}} | |||
'''આકાશી રોજી ઊપજે,''' | |||
{{right|'''નક્લંક દેવીદાસ.''''}} | |||
</poem>}} | |||
{{HeaderNav2 | |||
|previous = હીરા પરખ લે | |||
|next = રમના હે રે ચોગાના | |||
}} | |||
edits