ભજનરસ/હીરા પરખ લે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 35: Line 35:
'''હર ભજ હર ભજ, હીરા પરખ લે'''
'''હર ભજ હર ભજ, હીરા પરખ લે'''
</poem>}}
</poem>}}
{{Poem2Open}}
નાથપરંપરાનું આ ભજન ગોરખની જેમ મચ્છુન્દ્રના નામથી પણ ગવાય છે. તેના ઘણા પાઠભેદ મળે છે, કડીઓ પણ એકસરખી નથી. યોગપંથમાં મુખ્યત્વે તો નાડીશોધન, બંધ-મુદ્રા અને ચક્રભેદનની વાતો આવે. પણ આ હરને ભજી લેવાની અને એ ભજનથી જ હીરાને પારખી લેવાની, પોતાના આત્મસ્વરૂપને પામી લેવાની વાત ક્યાંથી? પણ યોગારંભ જ પરમ શિવની આરાધનાથી થાય છે. એ ન હોય તો યોગ ક્રિયા, શુષ્ક અને અંગ-કસરત બની જાય. ગોરખનાથે પણ પોતાની આરતી'માં ગાયું છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘નાથ નિરંજન આરતી ગાઉં'''
{{right|'''ગુરુ દયાલ આગ્યાં જો પાઉં''',}}
'''જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,'''
{{right|'''ચંદ સૂર તહૌં સીસ નમાવેં’'''}}
</poem>}}
{{Poem2Open}}
આદિનાથ શિવની આરાધના, અનુભવી સિદ્ધ ગુરુની આજ્ઞા અને હર-હરનું ધ્યાન એ જ સારવસ્તુ છે. આ સાધનાના સારતત્ત્વને સમજી લઈ સુદૃઢપણે વળગી રહેવાનું ગોરખ કહે છે. હૃદયમાં આ હિર-હરનો ગુંજાર અનાયાસ ઊઠવા લાગે તો જ ખરી પ્રાપ્તિ, બાકી બીજી બધી યોગક્રિયાઓ ને જ્ઞાનની કોરી વાતો નકામી છે. આ વસ્તુ સમજી-વિચારી પાકી કરી પોતના હૃદયમાં ઉતારે તો શું થાય?
{{Poem2Close}}
{{center|'''અમર ઘટાસે સદ્ગુરુ આયા'''}}
{{Poem2Open}}
પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે ઃ પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :
{{Poem2Close}}
{{Block right|<poem>
‘લે લાગત લાગત લાગે,
{{right|'''ભે ભાગત ભાગત ભાગે.''''}}
</poem>}}
{{Poem2Open}}
લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે :
{{Poem2Close}}
{{Block center|<poem>
'''‘અનહદ બાજા બજા,'''
{{right|'''દેખ લે સૂનમંડલની મજા!''''}}
</poem>}}
{{Poem2Open}}
પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.
{{Poem2Close}}
{{center|'''સત શબદ કી સેર બનાઈ લે'''}}
{{Poem2Open}}
આ શૂન્યતા અથવા પૂર્ણતા પ્રાપ્ત કરવાની આડે આવતાં વિઘ્નો, આવરણો અને સંત અને શૂરની વાણીમાં કહીએ તો શત્રુઓ કયા? કોઈનો શત્રુ ક્યાંયે બહાર નથી પણ તેના કાળજાના કોઠામાં જ ભરાઈને બેઠો છે. આ આંતર શત્રુઓ સામે યુદ્ધ માંડવાની વાત સંતવાણીના મેદાનમાં સંભળાયા જ કરે છે. એને માટે મનુષ્ય પાસે આયુધો કયાં? સત્ નામની સમશેર અને ધીરજની ઢાલ એમાં મુખ્ય છે. ખરું રણક્ષેત્ર તો પોતાની કાયામાં રહેલું છે. કબીરની સાક્ષીએ :
{{Poem2Close}}

Revision as of 10:41, 14 May 2025

હીરા પરખ લે

હર ભજ હર ભજ હીરા પરખ લે,
સમજ પકડ નર મજબૂતી,
ઓઈ શબદ હરદા મેં રખ લે
ઔર વારતા સબ જૂઠી.

અમર ઘટા સે સદ્ગુરુ આયા
અમૃત બંઘ અંગ ઊઠી,
ત્રિવેણી કા રંગ મહોલ મેં
લે લાગી, તેરી હદ લૂંટી.

સત શબદ કી સેર બનાઈ લે
ઢાલ પકડ લે ધીરપ કી,
કામ ક્રોધ હું માર હટા લે
જદ જાણું તારી રજપૂતી.

પાંચું ચોર બસે કાયા મેં
ઉન કી પકડ લે શિર ચોટી,
પાંચ ને માર પચીસ ને બસ કર
જદ જાણું તારી બુદ્ધ મોટી.

રણઝણ રણઝણ બાજાં બાજે
ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ,
અહંકારના સોહંકારમાં
હંસા ચુગ રા નિજ મોતી.

પકી પડી કા તોલ બનાઈ લે
ખોટ ન આવે એક રતિ,
મચ્છંદ્રી પ્રતાપે ગોરખ બોલ્યા,
અલખ લખે સો ખરા જતિ.
હર ભજ હર ભજ, હીરા પરખ લે

નાથપરંપરાનું આ ભજન ગોરખની જેમ મચ્છુન્દ્રના નામથી પણ ગવાય છે. તેના ઘણા પાઠભેદ મળે છે, કડીઓ પણ એકસરખી નથી. યોગપંથમાં મુખ્યત્વે તો નાડીશોધન, બંધ-મુદ્રા અને ચક્રભેદનની વાતો આવે. પણ આ હરને ભજી લેવાની અને એ ભજનથી જ હીરાને પારખી લેવાની, પોતાના આત્મસ્વરૂપને પામી લેવાની વાત ક્યાંથી? પણ યોગારંભ જ પરમ શિવની આરાધનાથી થાય છે. એ ન હોય તો યોગ ક્રિયા, શુષ્ક અને અંગ-કસરત બની જાય. ગોરખનાથે પણ પોતાની આરતી'માં ગાયું છે :

‘નાથ નિરંજન આરતી ગાઉં
ગુરુ દયાલ આગ્યાં જો પાઉં,
જ્હાઁ જોગેસુર હરિ કું ધ્યાવૈ,
ચંદ સૂર તહૌં સીસ નમાવેં’

આદિનાથ શિવની આરાધના, અનુભવી સિદ્ધ ગુરુની આજ્ઞા અને હર-હરનું ધ્યાન એ જ સારવસ્તુ છે. આ સાધનાના સારતત્ત્વને સમજી લઈ સુદૃઢપણે વળગી રહેવાનું ગોરખ કહે છે. હૃદયમાં આ હિર-હરનો ગુંજાર અનાયાસ ઊઠવા લાગે તો જ ખરી પ્રાપ્તિ, બાકી બીજી બધી યોગક્રિયાઓ ને જ્ઞાનની કોરી વાતો નકામી છે. આ વસ્તુ સમજી-વિચારી પાકી કરી પોતના હૃદયમાં ઉતારે તો શું થાય?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> અમર ઘટાસે સદ્ગુરુ આયા

પોતાના હૃદયમાં જ્યારે હરનામ સતત ગુંજ્યા કરે ત્યારે એ નામ-૨સાયનથી જાણે મનુષ્યનું પોત પલટી જાય છે. માનવ અને મર્ત્ય પિંડની મર્યાદાઓ તૂટવા લાગે છે. 'અમર ઘટા' — ચિદાકાશમાં છવાઈ જતા અમૃત-મેઘની ઘટા જામે છે. સદ્ગુરુ જાણે કૃપાની વર્ષા વરસાવતા અમૃત અને આનંદની ધારાઓથી મનુષ્યને તરબોળ કરી દે છે. સંતોની વાણીમાં આ પ્રેમઘટા, અમૃતઘટા, પરમ તૃપ્તિનો અંગેઅંગમાં ઊઠતો અનુભવ વારંવાર જોવા મળે છે. આ ઘટના બને છે ક્યારે? ત્રિકૂટિ ભેદાય, મન, બુદ્ધિ, અહંકારનો પ્રદેશ ઓળંગી જવાય ત્યારે માટીના પિંડમાં અમૃત-તત્ત્વ પ્રગટે છે. લે લાગી, તારી હદ લૂંટી'— લય બે અર્થને સાથે જ દર્શાવી આપે છે ઃ પરમ તત્ત્વની લય, લગની લાગે છે ને મનુષ્યના અહંકારનો લય થવા લાગે છે. કબીર કહે છે :

Template:Block right

લય લાગે તેમ ભય ભાગે — આ ટૂંકાટચ ને ચોટદાર શબ્દોમાં ભયનું, હદનું જગત વટાવી, અભયના, અનહદના જગતમાં કેમ જવાય તેની ઝંખી છે. પોતાની જાતનો વિલય અને પરમ તત્ત્વમાં લીનતા થતાં બેહદનાં આનંદ-વાજાં વાગે છે. સંતો મૌથી આપણને લલકારી કહે છે :

‘અનહદ બાજા બજા,
દેખ લે સૂનમંડલની મજા!'

પોતાને શૂન્ય કર્યા વિના અનંતમાં પ્રવેશ થતો નથી. અને શૂન્ય એટલે જ પૂર્ણ. અપૂર્ણ મનુષ્ય માટે આ અંતરની મહાશૂન્યતા પૂર્ણત્વની દીક્ષા સમાન છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> સત શબદ કી સેર બનાઈ લે