બરફનાં પંખી/ગઈ પાનખર પાનસોંસરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 12:17, 13 May 2025

ગઈ પાનખર પાનસોંસરી

પીળા પાંદડે ખાઈ લથડિયા ગઈ પાનખર પાનસોંસરી ગઈ
મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ નાકસોંસરી ગઈ

રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે
દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે
સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી કાનસોંસરી ગઈ
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ

મૃગની પછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ
હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ અંતે આઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી સાપસોંસરી ગઈ.
પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર પાનસોંસરી ગઈ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***