ધ્વનિ/આપણે આવળ બાવળ બોરડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 29: | Line 29: | ||
વાવરી જાણે તે બડભાગિયો, | વાવરી જાણે તે બડભાગિયો, | ||
{{gap|3em}}જળહળ એનાં રે ભવંન જી: આપણા. | {{gap|3em}}જળહળ એનાં રે ભવંન જી: આપણા. | ||
{{right|૧૧-૬-૪૭}}</poem>}} | |||
{{right|૧૧-૬-૪૭}</poem>}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 00:48, 9 May 2025
૪૪. આપણે આવળ બાવળ બોરડી
આપણે આવળ બાવળ બોરડી,
કેસરઘોળ્યા ગલના ગોટા જી:
હલકાં તો પારેવાંની પાંખથી
મા’દેવથી યે પણ મોટા જી:
આપણા ઘડવૈયા બાંધવ! આપણે.
કોઈ તો રાચે છે વેળુ છીપથી,
કોઈ તો જળને હિલ્લોળ જી;
મરજીવો ઊતરે મ્હેરામણે,
માથા સાટે મોતી-મોલ જી! આપણા.
નજરું ખૂંપી છે જેની ભોંયમાં,
સામે પૂર એ શું ધાય જી!
અધીરા ઘટડાનો ઘોડો થનગને,
અણદીઠ ઓારું–એને પાય જી: આપણા.
બેઠેલાંનું બેઠું રે' વિમાસણે,
વેળા જુએ નહિ વાટ જી;
ઝાઝેરો ઝૂક્યો છે આંબો સાખથી,
વેડે તેને આવે હાથ જી : આપણા.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટલાં કૂટે છે કરંમ જી;
વાવરી જાણે તે બડભાગિયો,
જળહળ એનાં રે ભવંન જી: આપણા.
૧૧-૬-૪૭