ધ્વનિ/આભમહીં ઊડે કપાસના પોલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
mNo edit summary
Line 24: Line 24:
{{gap|4em}}અંગ અંગ ફૂટે પતંગની પાંખો!  
{{gap|4em}}અંગ અંગ ફૂટે પતંગની પાંખો!  
{{gap|3em}}હો રંગભર્યું જોબનિયું લેતું હિલ્લોલ.   
{{gap|3em}}હો રંગભર્યું જોબનિયું લેતું હિલ્લોલ.   
{{right|૧૬-૮-૪૬ }}</poem>}}
{{right|૧૬-૮-૪૬ }}</poem>}}
<br>
<br>

Revision as of 01:44, 8 May 2025


૩૨. આભમહીં ઊડે કપાસના પોલ

આભમહીં ઊડે કપાસના પોલ
ભાદરવે બોલે કો ફાગણના બોલ.

હરિયાળી કુંજમહીં રઢિયાળી જાય ઢળી
નદિયું બે તીર છલકાતી,
ઊડતા આ શ્યામાના વહી જતા કંઠમાં
ન સુખની યે વેદના સમાતી;
હો સીમ સીમ પાવામાં ગાય કો હિંડોલ.

ભીની તે વાયરાની લહરીમાં ઝીણું શું
મ્હેકે છે આજ રાજચંપો!
દિલની આ ભોમકાની નીચે પોઢેલ પેલો
જાગે છે જાણે અજંપો!
હાં રે એની મંજરીએ કેસરના મોલ.

જેની રે ઝંખના જાગી છે, ઉર મારે
તેને સુણાય સૂર ઝાંખો,
પ્રાણમાં ઉમંગ ઓ રે છાયો શો
અંગ અંગ ફૂટે પતંગની પાંખો!
હો રંગભર્યું જોબનિયું લેતું હિલ્લોલ.
૧૬-૮-૪૬