દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/માદ્રીને લખેલો પાંડુનો પત્ર: Difference between revisions
(+1) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/માદ્રીને લખેલો પાંડુનો પત્ર to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/માદ્રીને લખેલો પાંડુનો પત્ર without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો) |
(No difference)
| |
Revision as of 02:18, 7 May 2025
પથ્થર યે લાવા
યા આગ હવા
અમકો ના ખબર
અમે ભૂલ્યા નથી રે કાંઈ ભૂલ્યા નથી
પુલ દેખીને નદી સખી! બદલી ગઈ વ્હેણ
નેણ તડકાનાં ફાંગાં આ તાકે છે આયને
બારીથી બ્હાર જવા
ભાગ ગયા અમકા આકાશ!
તારી આંગળીને ઝંખે છે હોઠ મારા સાજના
તારા અવાજ વિના કૂવા આ અંધ
આંખ સળગી ગઈ મોતીની સેર બની ખારવા
પથ્થર યે લાવા
યા લાલ લાલ આગ હવા
અમે ભૂલ્યા નથી રે કાંઈ, કેમ હમે ખોલવા?
રસ્તે રસ્તે રાત પડે છે રેલવઈકા પાટા ખખડે છે
કોઈ બોલે બરસાત પડે છે
ઈસ ગામસે ભઈ બરસાત ગામ હે કતના દૂર?
જે રણમાં જીતે તે શૂર
(એક સૂર સૌ!)
જે રનમાં જીટે ટે સૂર
બરસાતી ગાંવ નઈ જાવ રંગ મોરલી
નયનાકે ગાંવ નઈ જાવ રંગ મોરલી
વાહવા ઈરશાદ!
અથવા
તને હજી યાદ કરું છ બમ્બઈ
નળે નળે લેક
તળાવકાંઠે રોમાંચનાં ફૂલ
મહેક નાભિના પ્રસ્વેદની
વિસ્મૃતિ કાજ સાચવી
છતાં હજી યાદ કરું છું
લાવા પથ્થર પથ્થર ડોલે
ડોલે ગ્રીન આગના ભડકા
સડકાં સળગી ગઈ રે સપનાં જોતાં જોતાં
નદિયાં પલળી ગઈ રે આંસુ લ્હોતાં લ્હોતાં
લોહ પંથ છે પુલ
લોહ પંથ છે - આ રસ્તા પર ઘાસ કદી ના ઊગે-
દિવસો કેમ રહે ઘડિયાળે?
લોહ પંથ છે
કેમ રહે ઘડિયાળે?
ઘડિયાળોએ ખાનાં પાડ્યાં આવાં
પથ્થર એટલે ભૂતકાળમાં લાવા
તો આ આગ એટલે વર્તમાન? આજ્ઞાર્થ? ભાવિ? કે કૃદંત?
કોનો અંત?
અંત શું રટ્યા કરો છો?
અંત એટલે ઝાડ ફૂલને જોડી આપે વસંત
આગ એટલે ગીત સખી
જે બદલી ગઈ છે વ્હેણ
વ્હેણ બદલતાં
પથ્થર લાવા
કોન સમજાવા?
અમકો મિતવા ખબર નહી હે
-૧૯૭૨