ધ્વનિ/હે અંધકાર!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
{{Block center|<poem>
{{Block center|<poem>
મ્હોરી રે' છે તેજમાં કાંચનાર :  
મ્હોરી રે' છે તેજમાં કાંચનાર :  
{{gap|3em}]તો મ્હેકે છે મધુર નિશિગંધા થકી અંધકાર.  
{{gap|3em}}તો મ્હેકે છે મધુર નિશિગંધા થકી અંધકાર.  
હે અંધકાર!  
હે અંધકાર!  
તારાં મહા ગૌરવથી અજાણ—  
તારાં મહા ગૌરવથી અજાણ—  
અંધારમાંથી દ્યુતિને પથે જવા-
અંધારમાંથી દ્યુતિને પથે જવા-
મેં ઝંખના કૈં કીધ વારવાર.  
મેં ઝંખના કૈં કીધ વારવાર.  
{{gap|3em}]એ સર્વ હેલના...  
{{gap|3em}}એ સર્વ હેલના...  
ને તો ય,  
ને તો ય,  
{{gap|3em}]હે પ્રેમલ સ્નિગ્ધ સૌમ્ય!  
{{gap|3em}}હે પ્રેમલ સ્નિગ્ધ સૌમ્ય!  
પ્રશાન્ત તારાં સઘળાં રહસ્યનાં  
પ્રશાન્ત તારાં સઘળાં રહસ્યનાં  
તેં તો ઉઘાડી દીધ છે દુવાર.  
તેં તો ઉઘાડી દીધ છે દુવાર.  
મેં તેજની સૃષ્ટિનું કીધ દર્શન:  
મેં તેજની સૃષ્ટિનું કીધ દર્શન:  
જ્યાં રૂપ છે રંગીન ...  
જ્યાં રૂપ છે રંગીન ...  
{{gap|3em}]જ્યાં મધુસ્વરે   
{{gap|3em}}જ્યાં મધુસ્વરે   
આનંદનાં ગીતનું નિત્ય વર્ષણ.  
આનંદનાં ગીતનું નિત્ય વર્ષણ.  
તથાપિ એ તેજ થકી જ તે બની  
તથાપિ એ તેજ થકી જ તે બની  
Line 24: Line 24:
ત્યાં મૌનના સ્પંદનને પિછાનવા  
ત્યાં મૌનના સ્પંદનને પિછાનવા  
મારાં નહીં જાગ્રત કર્ણ.  
મારાં નહીં જાગ્રત કર્ણ.  
{{gap|3em}]રે ઘણું  
{{gap|3em}}રે ઘણું  
ઘણું ય એ તેજ મહીં લહ્યા થકી  
ઘણું ય એ તેજ મહીં લહ્યા થકી  
અદીઠ તે જાય રહી અલક્ષણ.  
અદીઠ તે જાય રહી અલક્ષણ.  
તારે નહીં સીમ...  
તારે નહીં સીમ...  
{{gap|3em}]ન ભિન્ન વર્ણની  
{{gap|3em}}ન ભિન્ન વર્ણની  
સોહામણી ચંચલ કોઈ છે કલા,  
સોહામણી ચંચલ કોઈ છે કલા,  
{{gap|3em}]અવર્ણનીય હે  
{{gap|3em}}અવર્ણનીય હે  
તું સ્હેજમાં જ્યોતિ અનંત વિશ્વનાં  
તું સ્હેજમાં જ્યોતિ અનંત વિશ્વનાં  
દર્શાવતો, જે પ્રગટે પ્રતિક્ષણ;  
દર્શાવતો, જે પ્રગટે પ્રતિક્ષણ;  
Line 36: Line 36:
મારાં રમે લોચન સ્ફૂર્તિપૂર્ણ.  
મારાં રમે લોચન સ્ફૂર્તિપૂર્ણ.  
તારે નાહીં સૂર...  
તારે નાહીં સૂર...  
{{gap|3em}]તથાપિ સૃષ્ટિનાં  
{{gap|3em}}તથાપિ સૃષ્ટિનાં  
સૌમંડલોની ગતિ કેરું લાસ્ય જે,  
સૌમંડલોની ગતિ કેરું લાસ્ય જે,  
અશ્રાવ્ય એના લય સંગ છંદમાં  
અશ્રાવ્ય એના લય સંગ છંદમાં  
Line 47: Line 47:
તેનું ય તે દર્શન છે મને દીધું.  
તેનું ય તે દર્શન છે મને દીધું.  
તારું કશું ગૌરવ હે ઉદાર!  
તારું કશું ગૌરવ હે ઉદાર!  
{{gap|3em}]હે અંધકાર!  
{{gap|3em}}હે અંધકાર!  
{{right|૬-૬-૪૯ }}</poem>}}
{{right|૬-૬-૪૯ }}</poem>}}
<br>
<br>

Latest revision as of 14:50, 6 May 2025


હે અંધકાર!

મ્હોરી રે' છે તેજમાં કાંચનાર :
તો મ્હેકે છે મધુર નિશિગંધા થકી અંધકાર.
હે અંધકાર!
તારાં મહા ગૌરવથી અજાણ—
અંધારમાંથી દ્યુતિને પથે જવા-
મેં ઝંખના કૈં કીધ વારવાર.
એ સર્વ હેલના...
ને તો ય,
હે પ્રેમલ સ્નિગ્ધ સૌમ્ય!
પ્રશાન્ત તારાં સઘળાં રહસ્યનાં
તેં તો ઉઘાડી દીધ છે દુવાર.
મેં તેજની સૃષ્ટિનું કીધ દર્શન:
જ્યાં રૂપ છે રંગીન ...
જ્યાં મધુસ્વરે
આનંદનાં ગીતનું નિત્ય વર્ષણ.
તથાપિ એ તેજ થકી જ તે બની
રહે અરે સીમિત દૃષ્ટિ નેણની,
ને શબ્દના નૂપુરનો જ્યહીં ધ્વનિ
ત્યાં મૌનના સ્પંદનને પિછાનવા
મારાં નહીં જાગ્રત કર્ણ.
રે ઘણું
ઘણું ય એ તેજ મહીં લહ્યા થકી
અદીઠ તે જાય રહી અલક્ષણ.
તારે નહીં સીમ...
ન ભિન્ન વર્ણની
સોહામણી ચંચલ કોઈ છે કલા,
અવર્ણનીય હે
તું સ્હેજમાં જ્યોતિ અનંત વિશ્વનાં
દર્શાવતો, જે પ્રગટે પ્રતિક્ષણ;
દિક્કાલથી જ્યાં થઈને અબાધિત
મારાં રમે લોચન સ્ફૂર્તિપૂર્ણ.
તારે નાહીં સૂર...
તથાપિ સૃષ્ટિનાં
સૌમંડલોની ગતિ કેરું લાસ્ય જે,
અશ્રાવ્ય એના લય સંગ છંદમાં
મદીય જે અંતર તાલ દૈ રહે...
એ કંપનેાની અનુભૂતિ શી પ્રિય!
રે શાંત આનંદની સૌમ્ય મૂર્તિ હે!
આ સર્વથી યે પણ કૈં વિશેષ-
તેં પક્ષ્મની ભીતરના પ્રદેશમાં
સુગોપ્ય મારું મૂલ રૂપ જે રહ્યું
તેનું ય તે દર્શન છે મને દીધું.
તારું કશું ગૌરવ હે ઉદાર!
હે અંધકાર!
૬-૬-૪૯