પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Formatting Corrections)
(Formatting Corrections)
Line 12: Line 12:
શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી.
શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી.
પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું.
પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું.
૧૭ ઑગસ્ટ ૧૯૯૮
{{Poem2Close}}
{{rh|૨૪, નેમિનાથનગર
અમદાવાદ ૩૮૦૦૧૫||જયંત કોઠારી}}

{{rh|૧૭ ઑગસ્ટ ૧૯૯૮
૨૪, નેમિનાથનગર
અમદાવાદ ૩૮૦૦૧૫||
'''જયંત કોઠારી'''}}

{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = પ્રારંભિક
|next = સંપાદક-પરિચય
|next = સંપાદક-પરિચય

Revision as of 01:28, 28 April 2025

નિવેદન

‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ (૧૯૬૬)નું આ સંવર્ધિત રૂપ છે. એ પુસ્તક થોડાં વર્ષમાં જ અપ્રાપ્ત બની ગયું હતું. પણ એમાં લૉંજાઇનસની કાવ્યવિચારણા ઉમેરવાનો લોભ હતો એટલે પુનર્મુદ્રણ કરવાનું ટાળ્યે રાખ્યું. છેલ્લાં થોડાં વર્ષોથી કેટલાક મિત્રો આગ્રહ કરવા લાગ્યા કે ઉમેરણ ભલે પછી અનુકૂળતાએ થાય, આ પુસ્તકનું પુનર્મુદ્રણ તો કરી જ નાખવું જોઈએ. એની ઉપયોગિતા ઘણી છે. પુનર્મુદ્રણનો વિચાર તો કર્યો, પણ વ્યવસ્થા ગોઠવવામાં ઢીલ થઈ એ દરમ્યાન લૉંજાઇનસ વિશે લખવાનું આરંભવાની અનુકૂળતા દેખાઈ એટલે પુનર્મુદ્રણના વિચારને બાજુ પર મૂક્યો. લૉંજાઇનસ વિશે લખાયું ને એ લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં નવેમ્બર ૧૯૯૪થી જૂન ૧૯૯૫ના ગાળામાં પ્રસિદ્ધ પણ થઈ. પરંતુ આ દરમ્યાન રસેલ અને વિન્ટરબૉટમનું ‘એન્શયન્ટ લિટરરી ક્રિટિસિઝમ’ એ પુસ્તક હાથ આવ્યું. જેમાં ગ્રીક-રોમન સમયની સાહિત્યવિચારણાનો ઘણો મોટો દસ્તાવેજ અનુવાદ રૂપે રજૂ થયો હતો. એટલે લોભ લાગ્યો કે હોરેસ વિશે એક, અને એક ગ્રીક-રોમન સાહિત્યવિચારણાના પ્રવાહ વિશે એમ બે પ્રકરણ ઉમેરી આ વિષયને એક પ્રકારની પૂર્ણતા અર્પવી ને પછી પુસ્તક પ્રસિદ્ધ કરવું. પણ આ બધું ક્યારે થાય? બેત્રણ વર્ષે પણ હોરેસ હાથમાં લેવાની અનુકૂળતા મળી નહીં, ફરી મિત્રોએ સલાહ આપી કે આ લોભ મનમાં રહેવા દો, થાય ત્યારે કરજો ને પછી ઉમેરી લેજો, પણ અત્યારે તો હાથમાં છે તે પ્રસિદ્ધ કરી દો, અમારે તો તમારા જૂના પુસ્તકની ઝેરોક્ષ નકલો કરાવવી પડે છે. મને આ સલાહ વ્યવહારુ લાગી. આમેય આ વિષયને હું આગળ લઈ જાઉં એની શક્યતા ઓછી થવા લાગી છે. પરિણામે આ પુસ્તક ‘પ્લેટો-ઍરિસ્ટૉટલ-લોંજાઇનસની કાવ્યવિચારણા.’ ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ મારું એક પ્રિય પુસ્તક છે. એની ગદ્યાભિવ્યક્તિનો હું ખાસ ચાહક છું. ચંદ્રકાન્ત શેઠે એમના ગદ્યસંચય માટે મારી પસંદગી માગી ત્યારે મેં એમાંથી જ એક અંશ સૂચવેલો. લૉંજાઇનસ વિશે લખવું શરૂ કર્યું ત્યારે મનમાં સંશય હતો કે એવું સાહજિક, ભાર વિનાનું, પારદર્શક ગદ્ય હવે સાધ્ય બનશે કે કેમ. પરંતુ મને સંતોષ છે કે લૉંજાઇનસ વિશે એવા જ ગદ્યમાં લખી શકાયું છે. લૉંજાઇનસ વિશેના લખાણમાં પણ લક્ષ્ય એ જ રાખ્યું છે કે એમના વિચારોને એમના ગ્રંથને આધારે સમજવાની-નિરૂપવાની કોશિશ કરવી, એમને વિશે થયેલાં વિવેચનોનો તો ખપપૂરતો, માર્ગદર્શક રૂપે જ ઉપયોગ કરવો. પાંડિત્યપ્રદર્શનથી તો દૂર જ રહેવું. લૉંજાઇનસના વિચારો માટે સામાન્ય રીતે ‘ધ ગ્રેટ ક્રિટિક્સ’માંના ડબલ્યુ. રાઇસ રૉબટર્‌સના અનુવાદનો અને આવશ્યકતા જણાઈ ત્યાં ‘એન્શ્યન્ટ લિટરરી ક્રિટિસિઝમ’માંના ડી. એ. રસેલના અનુવાદનો ઉપયોગ કર્યો છે. આ વિષયમાં પાંડિત્યપૂર્ણ લખાણ કરવાનો આશય પહેલેથી જ નહોતો. તેથી થોડાં મહત્ત્વનાં વિવેચનોનો આશ્રય લઈને સંતોષ માન્યો છે. છેલ્લાં ૩૦ વર્ષમાં ઍરિસ્ટૉટલ વિશે તો કેટલુંબધું લખાયું હોય? પણ એમાં જવું જરૂરી લેખ્યું નથી (અત્યારે એ શ્રમ હું ઉઠાવી શકું તેમ નથી), પણ સહજ રીતે કોઈ વિવેચન તરફ ધ્યાન ગયું તો આવશ્યક લાગ્યો તેટલો જ લાભ લીધો છે. આ રીતે, પ્લેટો અને ઍરિસ્ટૉટલમાં એક-એક અનુલેખ ઉમેરાયો છે. નાનકડા ફેરફાર-ઉમેરણ અંદર પણ ક્યાંક થયાં છે. એક નોંધપાત્ર ફેરફાર તે, પાદટીપ રૂપે અપાયેલાં ઘણાં અંગ્રેજી ઉદ્ધરણો છોડી દીધાં છે તે છે. યાદ આવે છે કે શ્રી યશવંત શુક્લે ‘પરબ’ માટેના મારા પહેલા લેખમાંથી જ અંગ્રેજી ઉદ્ધરણો ઓછાં કરવા પ્રેરેલો, એમ કહીને કે વાચકે તમારા પર વિશ્વાસ મૂકવો જોઈએ. આજે થોડાં વધુ ઉદ્ધરણો ઓછાં કર્યાં છે તેમાં આત્મવિશ્વાસ પણ કારણભૂત છે. એક વસ્તુ વાચકોની નજરે ચડશે કે અહીં સઘળી વ્યક્તિઓ માટે બહુવચનનો પ્રયોગ થયો છે. માનાર્થે બહુવચન એ ગુજરાતી ભાષાની લાક્ષણિકતા છે. તો બધા દેશકાળની વ્યક્તિઓ માટે એ જ પ્રયોગ કરવો જોઈએ એમ હું માનતો થયો છું. અંગ્રેજી-પરદેશી નામો-શબ્દોની જોડણી પણ ડેન્યલ જોન્ઝાના ઉચ્ચારકોશને અનુસરતી રાખવા કોશિશ કરી છે – કેટલીક તડજોડ સાથે. ‘પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ને જે આવકાર મળ્યો છે તે એના આ સંવર્ધિત રૂપને પણ મળશે એવી આશા રાખું છું. શ્રી ચી. ના. પટેલે એમનો આમુખ નવેસરથી જ લખ્યો છે. એમના આમુખમાં જોડણી અને લેખનની વ્યવસ્થા – ખાસ કરીને અંગ્રેજી શબ્દોની – એમની જ રાખી છે. એમની ઇચ્છાથી. પુસ્તકની શબ્દસૂચિમાં પુત્રી દર્શનાની મદદ મળી છે. પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થાય છે એમાં શ્રી મનુભાઈ શાહનો ઉત્સાહ કારણભૂત છે. એમનો આભારી છું.

૧૭ ઑગસ્ટ ૧૯૯૮
૨૪, નેમિનાથનગર
અમદાવાદ ૩૮૦૦૧૫

જયંત કોઠારી