1,149
edits
(Created page with "{{SetTitle}} {{Heading| III. જરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ) | }} {{Poem2Open}} {{center|૧.}} નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિ...") |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| III. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)| }} | |||
{{Heading| III. | {{center|૧.}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે. | નર્મદયુગમાં આરંભાયેલી વિવેચનની પ્રવૃત્તિ સાક્ષરયુગના સાક્ષરો દ્વારા ઘણી જ સંગીન અને વિસ્તૃત ભૂમિકા પર પ્રતિષ્ઠિત થાય છે. સાહિત્યસિદ્ધાંત અને ગ્રંથવિવેચન બંને ય ક્ષેત્રે એક સાથે વિશાળ પ્રવૃત્તિઓ આરંભાય છે. સાક્ષર શ્રી ગોવર્ધનરામ, મણિલાલ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર આદિ મહાન પ્રતિભાશાળી ચિંતકો-વિવેચકો દ્વારા ચાલેલી આ પ્રવૃત્તિમાં સાક્ષરતાના સઘન સંસ્પર્શે નવાં આંતરિક સ્તરો ખુલ્લાં થાય છે, નવા પરિમાણો ઊભાં થાય છે. નર્મદ અને નવલરામ જેવા અભ્યાસીઓને, આમ જુઓ તો, યુનિવર્સિટી શિક્ષણનો પ્રત્યક્ષ લાભ મળ્યો નહોતો. કેવળ વિદ્યાપ્રીતિથી તેમણે ખંતીલા બનીને, સ્વાવલંબન કેળવીને પોતાનું અધ્યયન જારી રાખ્યું હતું, અને પોતાના સમયમાં સાહિત્યવિવેચન અને બીજી વિદ્યાઓને લગતું જે કંઈ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની સાથે કામ પાડ્યું હતું. પણ સાક્ષરયુગના સાહિત્યકારોને સૌને મુંબઈ યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો. પૂર્વપશ્ચિમની અનેક પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ વિશે સંગીન સર્વગ્રાહી અભ્યાસ કરવાની તેમને ત્યાં તક મળી, તો બંને પરંપરાના કાવ્યશાસ્ત્ર/વિવેચનના સિદ્ધાતોનો ય ઊંડો પરિચય તેમને મળ્યો. વળી યુનિવર્સિટીમાં જ્ઞાનવિજ્ઞાનના બીજા વિષયો પણ તેમને અભ્યાસમાં આવ્યા. પરિણામે જીવન જગત અને સમાજ વિશે વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિએ જોવા વિચારવાને તેમને પરિપ્રેક્ષ્ય મળ્યો. આખો ય એ યુગ પુનર્જાગૃતિનો હતો પાશ્ચાત્ય વિદ્યાઓના પ્રકાશમાં પ્રાચીન ભારતની નવેસરથી ખોજ કરવાની વ્યાપક પ્રવૃત્તિ આ સમયે આરંભાઈ હતી. સ્વાભાવિક રીતે જ સાહિત્ય પદાર્થ વિષે આ ગાળામાં વ્યાપક ભૂમિકા પર ચિંતન-મનન આરંભાયું. પૂર્વપશ્ચિમની મહાન પ્રશિષ્ટ કૃતિઓના સઘન અધ્યયન-પરિશીલનથી સૂક્ષ્મ ઉદાર અને પરિમાર્જિત થયેલી રુચિ કે રસજ્ઞતા, બહુશ્રુત પાંડિત્ય, તત્ત્વનિષ્ઠ બૌદ્ધિકતા, સાહિત્યના મૂળગામી પ્રશ્નો કરનારી પર્યેષકતા—આ બધાને લીધે સાક્ષરયુગનું વિવેચન આપણા સાહિત્યના ઇતિહાસનો એક ઘણો મહત્ત્વનો તબક્કો બની રહે છે. | ||
અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે. | અલબત્ત, સર્જન અને વિવેચનની એકાંતિક ઉપાસના કરવાનું સાક્ષરોને સ્વીકાર્ય નહોતું. ‘સાહિત્ય’ પદાર્થને કેવળ સર્જકતાની ભૂમિકાએથી અલગ કરવાનું, વિશાળ પ્રજાજીવન અને સંસ્કૃતિથી વિચ્છિન્ન કરીને તેનો એકાંતિક, વિચાર કરવાનું વલણ ત્યારે કેળવાયું નહોતું. મમ્મટે કહેલું કે કવિની સૃષ્ટિ નિયતિકૃત નિયમરહિતા હોય છે તે વસ્તુ આ આનંદશંકર જેવા વિદ્વાનો સ્વીકારે છે ખરા, પણ સાહિત્યસૃષ્ટિની આત્યંતિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા તેમને અભિપ્રેત નથી જ. બ્રેડલીના મતને અનુસરી સાહિત્યને જીવન સાથે અતિગહન સ્તરે સંબંધ રહ્યો જ છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે અને, તેમના વિવેચન વિચારમાં ય સાહિત્યની આ વિભાવના ગૃહીત રહી છે. નોંધપાત્ર છે કે પૂર્વ-પશ્ચિમના સાહિત્યસિદ્ધાંતોને આમેજ કરીને, સમન્વિત કરીને, વ્યાપક સિદ્ધાંત રચવાની દિશાનાં આ સમયે ઘણું વ્યાપક ભૂમિકા પર ચિંતનમનન થયું. રમણભાઈ, નરસિંહરાવ દિવેટિયા, આ. આનંદશંકર ધ્રુવ જેવાની સાહિત્યચર્ચામાં આ પ્રકારની પ્રવૃત્તિ તરત ધ્યાન ખેંચે છે. પણ આ સાથે કૃતિ/કર્તા વિશે વિવેચન-અધ્યયન, સર્જાતા સાહિત્યનું પ્રવાહદર્શન, આ કે તે યુગનાં સર્જનાત્મક વલણોનું દર્શન, આ કે તે સાહિત્યસ્વરૂપની વિકાસરેખા, સાહિત્યકૃતિઓના વિશિષ્ટ પ્રશ્નો આદિનું ચિંતનવિવેચન–એમ અનેક દિશાઓમાં આ પ્રવૃત્તિ વિસ્તરી છે. નવલરામે, આમ જુઓ તો, ગ્રંથાવલોકન (review) રૂપે વિવેચન-પ્રવૃત્તિ આરંભી હતી. પણ, સ્વાભાવિક રીતે જ, તેમની સાક્ષરી દૃષ્ટિનો એમાં સુભગ યોગ થયો. પછીથી સાક્ષરયુગમાં કૃતિઓના અધ્યયન-વિવેચનની પ્રવૃત્તિ ઘણી રીતે વિકસતી રહી. પણ પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચન જેવી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ સ્વીકારી હોવા છતાં તેના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું કોઈ ખાસ વલણ તેમનામાં જન્મ્યું હોય એમ દેખાતું નથી પશ્ચિમમાં—અને પશ્ચિમમાં એટલે વિશેષતઃ અંગ્રેજી સાહિત્યની પરંપરામાં–કૃતિવિવેચનની જે પ્રવૃત્તિ ચાલતી હતી, તેમાંથી પ્રેરણા લઈને આપણા વિદ્વાનો આ ક્ષેત્રમાં પ્રવૃત્ત થયા જણાય છે. | ||
edits