બાળ કાવ્ય સંપદા/સૂરજદાદા (૧): Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
m (Meghdhanu moved page બાળ કાવ્ય સંપદા/સૂરજ દાદા to બાળ કાવ્ય સંપદા/સૂરજદાદા (૧) without leaving a redirect: જોડણી) |
(No difference)
| |
Revision as of 01:44, 19 April 2025
આકાશે ચમકે તારા
લેખક : ભાનુભાઈ પંડ્યા
(1923)
સૂરજદાદા
ઊંચો ઊંચે જોઉં જ્યાં,
ધીરે ધીરે આવે ત્યાં.
ભાળું નાની આંખમાં,
દાદા સૂરજ રોફમાં.
ધીમે ધીમે તપતા જાય,
કૂમળાં ફૂલ ખીલતાં જાય.
ઝાડ, પાન ને છોડવા,
મંડ્યા તાપે ડોલવા.
વાગે છે ઘડિયાળે બાર,
લાગે છે દાદાનો ભાર.
દાદા ગુસ્સે થાતા બહુ,
પરસેવેથી રડતા સહુ.
સાંજે રમતા શેરીમાં,
દાદા જાતા દેરીમાં.
ચાંદો-તારા આવે બહાર,
દાદા થાતા ઠંડાગાર.