અનુબોધ/‘પૂર્વાલાપ’ની કવિતા : મારો આસ્વાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
કાન્તની કવિતા, આગળ નોંધ્યું છે તેમ, સંખ્યાદૃષ્ટિએ ઝાઝી નથી પણ તેમની કવિતા તેમની ઉત્તમ સર્જકતાની ઝાંખી કરાવે છે જ. કવિ કાન્ત પોતાની કવિતાપ્રવૃત્તિના કડક અવલોકનકાર રહ્યા છે. તેમની નજર સમક્ષ ઉત્તમોત્તમ પાશ્ચાત્ય કવિતા રહી છે. ‘કાન્તમાલા’માં સંગ્રહાયેલા તેમના તા. ૨૯-૧-૧૮૯૧ના પત્રામાંના શબ્દો ખૂબ જ સૂચક છે : ‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું – મ્હારૂં યત્કિંચિત લખાણ કશી આશા આપે એવું નથી. પણ ઇંગ્રેજી કવિતાનો અભ્યાસ, જે આટઅટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતા પરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મ્હને સારી લાગે છે. ખરેખર સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો ગણાતો થયો છું. અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબીત થઈ શકે.’ આવા ઉચ્ચ લક્ષ્યને તાકીને ચાલનાર આ કવિએ પોતાની નબળી રચનાઓનો નાશ કર્યો હોવાનું પણ જણાય છે. કાન્તના કેટલાક પત્રોમાં પોતાની રચાતી જતી કે પ્રગટ થતી કવિતાના ઉલ્લેખો છે અને કેટલીકવાર તો સૂક્ષ્મ માર્મિક ચર્ચાઓ પણ છે. કવિ નર્મદે પોતાની કવિતાના ઉદ્‌ભવ વિશે પાદટીપો મૂકી છે પણ તેમાં કાન્તની સર્જકતા વિશેની જાગરૂકતા ભાગ્યે જ જણાશે. કાન્તે પોતાની કવિતા વિશે સતત અંતર્મુખી દૃષ્ટિ કેળવી ચિકિત્સા કરી છે. તા. ૧૬-૧૦-૧૮૯૦ના પત્રમાં ‘દેવયાની’માંની બે પંક્તિઓનું રહસ્ય સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘....ભ્રમણે જ્યાં અટકતો,
{{Block center|'''<poem>‘....ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.’</poem>}}
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
And in the course of ભ્રમણ (of દેવયાની) the સેંથે ઝબકતો સુભગ મણિ Stopped for a moment when it saw the moon, so infinitely charming in her fresh beauty. The word અટકતો is not merely hyperbolical. You can imagine the મણિ to be really at rest for a few moments though દેવયાની may be moving all the time. When the verse occures again it is not a mere repetition, as you can see, now that I give you the punctuation

{{Block center|<poem>‘......ભ્રમણે જ્યાં અટકતો,
{{Block center|'''<poem>‘......ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક, પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.</poem>}}
શશાંક, પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Even the beautiful Moon stopped in in her ભ્રમણ when she saw the blazing lustre of the gem.
Even the beautiful Moon stopped in in her ભ્રમણ when she saw the blazing lustre of the gem.
Line 22: Line 22:
‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’માં કાન્તે ઉપાડમાં ચન્દ્રિકાનું રમણીય ચિત્ર સર્જવાનો યત્ન કર્યો છે :
‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’માં કાન્તે ઉપાડમાં ચન્દ્રિકાનું રમણીય ચિત્ર સર્જવાનો યત્ન કર્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મધુર મધુર થંડો વાય છે વાયુ આજે
{{Block center|'''<poem>મધુર મધુર થંડો વાય છે વાયુ આજે
પરમ વિમલ શોભા ચન્દ્રિકાની વિરાજે.
પરમ વિમલ શોભા ચન્દ્રિકાની વિરાજે.
અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો.
અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો.
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.</poem>}}
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત શ્લોકમાં પ્રાસનાં બંધનો છે – અને એ રીતે કાન્તનો પદ્યબંધ એ યુગની કવિતાના બંધારણને અનુકૂળ રહીને નવરચના આદરે છે એ લક્ષમાં રાખવું જોઈએ. આમ છતાં, એમાં અતિ લાઘવથી અંકિત ઉઠાવદાર ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે. અને કાન્તની અભિવ્યક્તિની લાક્ષણિકતા એમાં પ્રગટ થાય છે. ‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં આ રચનાપદ્ધતિ વિકસી જણાય છે. કાન્તની પ્રાસાદિક વાણીમાં સંસ્કૃતના અર્થગૌરવવંતા શબ્દો સમુચિત રીતે વિનિયોગ પામ્યા છે અને ઉત્તરોત્તર તેમની કાવ્યબાની અભિવ્યક્તિધર્મ બજાવતી છતાં સંસ્કૃત કવિતાનં ઓજ અને દીપ્તિ પ્રગટ કરી શકી છે તે પણ આ કારણે.

‘સ્વર્ગગંગાને તીર’માં ઉપાડનો અનુષ્ટુભલય કેવો અર્થવાહી છે તે જોઈએ :
‘સ્વર્ગગંગાને તીર’માં ઉપાડનો અનુષ્ટુભલય કેવો અર્થવાહી છે તે જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી,
{{Block center|'''<poem>‘સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી,
શું હવે સંભળાવું હુુંં, નહિ જોઉં ફરી ફરી.’</poem>}}
શું હવે સંભળાવું હુુંં, નહિ જોઉં ફરી ફરી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અનુષ્ટુભના પ્રથમ અને ત્રીજા અષ્ટકમાં પાંચમાં છઠ્ઠા સાતમા અક્ષરે લગાલનું રૂપ હોય, બીજા અને ચોથામાં એ સ્થાને લગાગાનું રૂપ હોય. પંક્તિના ઉપાડમાં, પ્રથમ અષ્ટકમાં લગાગા દ્વારા ઘૂંટાતો ભાવ અને બીજા જ અષ્ટકમાં લગાલ દ્વારા દ્રુત લયમાં વ્યક્ત થતી લાગણી – એમ આ અનુષ્ટુભ સબળ રીતે બાવાભિવ્યક્તિ સાધી શક્યો છે. કાન્તે પ્રયોજેલા અનુષ્ટુભો આ દૃષ્ટિએ ખૂબ જ ધ્યાનપાત્ર છે. ‘વસંત વિજય’ના આરંભમાંનો અનુષ્ટુભ જોઈએ :

{{Block center|<poem>
{{Block center|'''<poem>
નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.</poem>}}
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત અનુષ્ટુભ નવી રીતે જ પ્રયોજાતો હોય તેટલો તેનો અસાધારણ પ્રયોગ છે. પ્રથમ પંક્તિના ઉપાડમાં પ્રથમ અષ્ટકમાં ‘નહીં નાથ! નહીં નાથ!’માં માદ્રીના ત્વરિત બેવડાયેલા શબ્દોનો સુંદર નાટ્યાત્મક વિન્યાસ છે. બીજી પંક્તિના આરંભના અષ્ટકમાં — ‘આ બધું ઘેર અંધારું’ એ ખંડમાં ઘૂંટાતા અંધકારનો અનુભવ થાય છે.

Line 44: Line 44:
‘વસંતવિજય’માં, તેના કાવ્યના પોતમાં, અનેક સત્ત્વો સ્થાન પામ્યાં છે. ખંડકાવ્યની માંડણીમાં અંધકાર અને પ્રકાશનો લાક્ષણિક સંદર્ભ જોઈશું. પ્રથમ શ્લોકમાં તિમિરાવૃત્ત સૃષ્ટિ પર પથરાયેલા અંધારાના પટને થથરાવતી માદ્રીની આર્ત્ત વાણી પ્રગટે છે :

{{Block center|<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
{{Block center|'''<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.’</poem>}}
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુઃસ્વપ્નથી ક્ષુબ્ધ બનેલો રાજા પાંડુ આ અંધારામાં જ ચાલી નીકળે છે! માદ્રીની તીણી ચીસ જાણે કે અંતની ઘટના સુધી અને તે પછીયે પડઘાયા કરે છે. આ માનવજાત પણ પાંડુના જેવી શાપિત છે કે શું? માદ્રીની ચેતવણીના સૂરો તે ‘થનાર’ વસ્તુ અટકાવવાને સમર્થ નથી શું? માદ્રી ઘડીભર નિદ્રાવશ થઈ. પરંતુ કવિએ તેના સંદર્ભમાં યોજેલા શબ્દોનું પરિમાણ તો જુઓ :

{{Block center|<poem>મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
{{Block center|'''<poem>મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.</poem>}}
હમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંડુ કશીક પ્રવંચનમાં જીવવાનો યત્ન કરે છે! અંધકારમાં ડગ ભરતો તે સુંદર ‘જ્યાં જવું હતું તે માદ્રીવિલાસ’ આગળ આવી ઊભો. પણ અહીં તો –
પાંડુ કશીક પ્રવંચનમાં જીવવાનો યત્ન કરે છે! અંધકારમાં ડગ ભરતો તે સુંદર ‘જ્યાં જવું હતું તે માદ્રીવિલાસ’ આગળ આવી ઊભો. પણ અહીં તો –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય
{{Block center|'''<poem>‘ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય
જોતા જ તર્ક નૃપના ક્યહિંએ તણાય.’</poem>}}
જોતા જ તર્ક નૃપના ક્યહિંએ તણાય.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને સદાયે ચંચલ લાગતાં જલ આજે સ્થિરતા ધારણ કરી રહ્યાં એમ જણાય છે! પરંતુ સ્થિર બન્યાં કે ન બન્યાં, રાજા પાંડુ તો તણાતો જ રહ્યો! તે અનેક પૂર્વસંસ્મરણોમાં ડૂબતો ગયો. સૂર્યોદયની ક્ષણ આવી, (જ્ઞાનનો જ્યોતિ પ્રગટ્યો એમ જ ને?) પણ એ પ્રકાશની સાથે વિષમ સ્વરો ઉદ્‌ભવ્યા :

{{Block center|<poem>થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,
{{Block center|'''<poem>થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે,’</poem>}}
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે,’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલું જ નહિ,
એટલું જ નહિ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કોલાહલ થવા  લાગ્યો અરુણોદયથી બધે,
{{Block center|'''<poem>કોલાહલ થવા  લાગ્યો અરુણોદયથી બધે,
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે.</poem>}}
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પૂર્વના પ્રકાશની સાથે કશું સંવાદી સૂરીલું સંગીત જન્મતું નથી. પ્રકાશની સાથે સૃષ્ટિ તેનાં રૂંપરંગો સહિત પ્રત્યક્ષ થઈ પણ તેમાં કોલાહલ જ નિર્માયા હશે? પાંડુએ દૃઢ નિર્ણય કરી લીધો કે તે પોતાના આશ્રમધર્મને નહિ જ ત્યજે. થોડા સમય પછી તે કુટિરે આવ્યો. વસંતના પ્રબળ સામ્રાજ્યની અસર તે અનુભવી રહ્યો હતો. પણ તેની અવગણના કરી તે માદ્રીની કુટિરે પહોંચ્યો ત્યારે વસંતિલ વાયુની લહેરો તેના લોહીમાં ભળી ગઈ હતી, તે હવે ભર્તા બન્યો! માલતીમંડપમાં તે માદ્રી જોડે સહચાર કરવા નીકળ્યો. કોકિલના પંચમ સૂરે તેની સ્થૂળ વૃત્તિને પ્રદીપ્ત કરી. અને પ્રિયતમા માદ્રીના ગીતમાધુર્યથી તે જડવત્‌ બન્યો! આમ, આ કાવ્યની ગૂઢ કરુણતાના મૂળમાં આ વિશ્વજીવનની વિષમ વ્યંગભરી પરિસ્થિતિ રહેલી હોય એવો ધ્વનિ પ્રગટે છે. વાસ્તવમાં, આ કૃતિમાં સ્થૂળ કથા નહિ પણ તેને અવલંબીને ક કાન્તે સિદ્ધ કરેલી શબ્દસૃષ્ટિનું જ મૂલ્ય છે.

Line 72: Line 71:
કાન્તનાં ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ ખૂબ જ જાણીતું છે. એ ઉપરાંત ‘ઉપહાર’ ‘સ્નેહશંકા’ ‘ઉપાલંભ’ ‘ઉદ્‌ગાર’ ‘રતિને પ્રાર્થના’ ‘પ્રમાદિ નાવિક’ ‘વિધુર કુરંગ’ ‘વિપ્રયોગ’ ‘વત્સલનાં નયનો’ ‘અગતિગમન’ ‘વ્હાલાંઓને પ્રાર્થના’, ‘ઘવાયેલો બુલબુલ’ જેવી રચનાઓ ઓછેવત્તે અંશે રસસિદ્ધિ દાખવે છે. આમાંની ઘણીખરી રચનાઓમાં તો વેદનપટુ કાન્તની અતૃપ્ત પ્રણયકામનાનો જ આવિષ્કાર થયો છે. એ કોમળ અંતરની લાગણી ક્યારેક તો અતિ મધુર બાનીમાં પ્રગટી છે :

{{Block center|<poem>નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
{{Block center|'''<poem>નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો</poem>}}
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
{{Block center|'''<poem>‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની! (ઉપહાર)</poem>}}
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની! (ઉપહાર)</poem>'''}}
ક્યારેક કાન્તની કવિતા સૌંદર્યનો રોમેન્ટિક પરિવેશ સજીને પ્રગટી છે :
ક્યારેક કાન્તની કવિતા સૌંદર્યનો રોમેન્ટિક પરિવેશ સજીને પ્રગટી છે :
{{Poem2Open}}
{{Poem2Open}}
કયારેક અંતરની તીવ્ર અસહાય એકલતાની વેદના (અંજનીના લયમાં ચોક્કસ થઈને) પ્રગટ થઈ છે :
કયારેક અંતરની તીવ્ર અસહાય એકલતાની વેદના (અંજનીના લયમાં ચોક્કસ થઈને) પ્રગટ થઈ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અંધારામાં ઝૂરાએલો :
{{Block center|'''<poem>અંધારામાં ઝૂરાએલો :
ઘૂવડ ચાંચે ચૂરાએલો :
ઘૂવડ ચાંચે ચૂરાએલો :
કારાગારે પૂરાએલો :  
કારાગારે પૂરાએલો :  
ઘાટલ હા! બુલબુલ !</poem>}}
ઘાટલ હા! બુલબુલ !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સાગર અને શશી’માં વર્ણમાધુર્યનો કેફ અનેરો છે. અનેક મર્મજ્ઞ અભ્યાસીઓએ એ વિશે ચિંતનમનન કર્યું છે જ. આ છતાં એક અગત્યની હકીક એ છે કે કાન્તની સર્જકતા ઉત્તરોત્તર વિલય પામતી ગઈ છે. તેમાં કેટલીક ઊર્મિલ રચનાઓ તો સ્થૂળ ઊભરાથી વિશેષ નથી. નર્મદ, કાન્ત, કલાપી – એમાંનો કોઈ પણ કવિ કે પછી બીજો કોઈ પણ કવિ જ્યારે અંતરની લાગણીનું સૂક્ષ્મ તત્ત્વ પકડી શક્યો નથી ત્યારે તેના ઉદ્‌ગારો કાવ્યતત્ત્વ સિદ્ધ કરી શક્યા નથી. કદાચ સ્થૂળ લાગણીના આવેગ એ કાવ્યોચિત સામગ્રી પણ નથી. કાન્તના ઉત્તરવયમાં વ્યથા અને સંઘર્ષ તો આવ્યાં જ છે પણ પેલી આરંભ કાળની સર્જકતા – જે વિરાટ વિશ્વનાં વિભિન્ન સત્ત્વોને સાંકળતી રહે છે તે – તેમાં એટલી ગતિશીલ જણાતી નથી. એટલે કાન્તની ઉત્તરકાળની રચનાઓમાં વારંવાર કાવ્યત્વનો અભાવ સાલે છે.

અલબત્ત, ધર્મપરાયણ કાન્તે ઈશ્વરસ્તુતિ કે ઈશ્વરમહિમાનાં સ્તોત્ર જેવાં અનેક કાવ્યો રચ્યાં છે. ‘કાન્તમાલા’માં પ્રકટ થયેલાં કાવ્યોમાં (પૃ.ક ૨૮૨ પર) ઈ.સ. ૧૯૨૩માં શ્રીનગરમાં રચાયેલી કૃતિ સંગ્રહવામાં આવી છે તે ધ્યાનપાત્ર છે :

{{Block center|<poem>ઊચાં પાણી મ ને આ સતાવે પિતા!
{{Block center|'''<poem>ઊચાં પાણી મ ને આ સતાવે પિતા!
પ્રભુ તારક સત્વર ઉદ્ધારી લ્યો!
પ્રભુ તારક સત્વર ઉદ્ધારી લ્યો!
કૈંક નારકી દૃશ્ય બતાવે પિતા!
કૈંક નારકી દૃશ્ય બતાવે પિતા!
મને પાતકીને દયાથી તારી લ્યો!</poem>}}
મને પાતકીને દયાથી તારી લ્યો!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે. પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી.

{{right|* ‘ગ્રંથ’ નવેમ્બર ૧૯૬૭}}<br>
{{right|* ‘ગ્રંથ’ નવેમ્બર ૧૯૬૭}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 15:05, 16 April 2025

‘પૂર્વાલાપ’ની કવિતા : મારો આસ્વાદ, મારી નોંધ

કવિ કાન્તના ‘પૂર્વલાપ’ની કવિતાનો આસ્વાદ કરતાં અનેકવાર તેમની કાવ્યસર્જકનની પ્રવૃત્તિ વિશે અને તેમના કવિકર્મ વિશે વિચાર કરવા પ્રેરાયો છું. આપણે સૌ જાણીએ છીએ કે કવિ કાન્ત અત્યંત કોમળ અને સંવેદનપટુ ચિત્ત લઈને જન્મ્યા હતા, અને ધર્મ, સત્ય અને પ્રકાશ જેવાં દિવ્ય તત્ત્વોની ખોજમાં તેમણે સતત સંક્ષોભ અને સંઘર્ષ અનુભવ્યો હતો. તેમની કાવ્યપ્રવૃત્તિ આ પ્રકારની અત્મખોજની પ્રવૃત્તિ જોડે ગાઢ રીતે સંકળાયેલી છે. એ હકીકત અવગણી શકાય તેવી નથી. તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો તે પૂર્વે તેમનું ચિત્ત ઘેરા વિષાદમાં રંગાયેલું રહ્યું હતું. અને એ સમયમાં તેમની કાવ્યપ્રવૃત્તિના ફલરૂપે તેમનાં ઉત્તમ ખંડકાવ્યો અને કેટલાંક ઊર્મિકાવ્યો રચાયાં. ખ્રિસ્તી ધર્મના અંગીકાર પછીયે તેમના ચિત્તમાં લાગણીના વંટોળ તો ઊઠ્યા પણ તેમની સર્જકતા હવે હ્રાસ પામી હતી. કાન્તના ઉત્તરજીવનની પ્રભુસ્તોત્રરૂપ રૂચનાઓમાં શાતા પામેલા આત્માના અનેક ઉદ્‌ગારો છે. પણ તેમાં ભાગ્યેજ કશું કાવ્ય સિદ્ધ થયેલું જણાશે. ‘સાગર અને શીશ’ જેવા સુખદ અપવાદને બાદ કરતાં એમ કહી શકાય કે ઉત્તરકાળમાં કાન્તની સર્જકતાની ઓટ આવી હતી. માત્ર સંખ્યાદૃષ્ટિએ જોઈએ તો પણ તેમની લાંબી લેખન કારકિર્દીમાં પ્રમાણમાં ઓછી કવિતા પ્રાપ્ત થઈ છે. ‘પૂર્વાલાપ’, (તેમના પરિશિષ્ટની રચનાઓ સમેત) અને ‘કાન્તમાલા’માંની અન્ય રચનાઓમાં કાન્તની સઘળી કાવ્યસંપદ્‌ આવી જતી ગણાય છેએ. કદાચ કોઈ અપ્રગટ રચના હોય ખરી. પરંતુ જે જે રચનાઓ ઉપલબ્ધ બની છે તેમાં કાવ્યજિજ્ઞાસુને રસપ્રદ એવી ઘણી વસ્તુઓ જણાશે. વાસ્તવમાં કાન્તના કાવ્યસર્જનની પ્રવૃત્તિ વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે એ વિષયના સંદર્ભમાં તેમના બે સમકાલીન કવિઓ – કવિ ક્લાન્ત (બાલાશંકર કંથારિયા) અને કવિ કલાપી – બંને સ્મરણે ચઢવાના. એ સાથે કવિ નર્મદની કવિતાપ્રવૃત્તિ પણ આપોઆપ સંકળાતી લાગે. કેટલીક વાર તો આપણા એક યશપાત્ર કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટ પણ ચિત્તમાં ચમકી જવાના. આ સૌ કવિઓનું વ્યક્તિત્વ નિરાળુ છે અને દરેકની કવિતામાં વિવિધ વિષયો સ્થાન પામ્યા છે એ ખરું, પણ એ સૌ કવિઓએ જે પ્રકારે કાવ્યની આરાધના કરી અને તેમણે જ્યાં જ્યાં કાવ્ય સિદ્ધ કર્યું, અથવા કાવ્યસિદ્ધિમાં ક્યાંક ઊણપો રહી ગઈ, તો એ જે ઘટના છે તે મને ખૂબ જ કુતૂહલજનક લાગી છે. આ સૌ સંવેદનપટુ કવિઓને કોઈ ને કોઈ પ્રકારે ચિત્તના સંઘર્ષોમાંથી પસાર થવાના પ્રસંગો આવ્યા અને દરેકે એ કારમી ક્ષણોમાંયે કાવ્યરચનાનો પુરુષાર્થ જારી રાખ્યો. પણ તેમની સાહિત્યરચનાઓમાં સાચી સર્જકતા ક્યાં ક્યાં પાંગરી છે અને એવી સર્જનની પ્રતિષ્ઠા પામતી કૃતિઓ કેવોક ઘાટ પામી છે તે વિશે અવલોકવાનું અવશ્ય રસપ્રદ બને. ઉદાહરણ તરીકે બાલાશકંર કંથારિયાએ ‘ક્‌લાન્ત કવિ’માં જે રસતત્ત્વ સિદ્ધ કર્યું તેમાં ક્યાં ક્યાં રમણીયતાસાધક તત્ત્વો પ્રયોજાયાં, કાન્તે કેટલાંક ઊર્મિકાવ્યોમાં વિશેષતઃ તેમનાં ખંડકાવ્યોમાં પરંપરાગત કળાતત્ત્વોનું અનુસંધાન મેળવ્યાં છતાં કયાં કયાં નૂતન તત્ત્વો પ્રગટાવ્યાં, કલાપીએ અંતરની ઋજુલ કોમળ લાગણીઓને કાવ્યરૂપ આપવા જે પ્રયત્નો કર્યા અને તેમાં જ્યાં જ્યાં મુલાયમ કાવ્ય રચાયું તેમાં કયું જીવાતુભૂત તત્ત્વ રહ્યું છે, અને હરિશ્ચન્દ્ર ભટ્ટે પોતાની સંવેદનાને કાવ્યમય ઘાટ આપતાં એટલે કે તેની અનુભૂતિને અભિવ્યક્તિ આપતાં જે પ્રાણવાન કલ્પનોત્થ ભાષાસંદર્ભ યોજ્યો અને ખાસ તો તેમણે તેમની કવિતામાં જે પ્રકારે mythsનો યોગ કરવા પ્રયત્ન કર્યો – એ દરેકનું કવિકર્મ નિરીક્ષાપાત્ર છે. આ દરેક કવિએ ઓછાવત્તા પ્રમાણમાં ઊર્મિના ઝંઝાવાતો વોઠ્યા અને ભિન્ન ભિન્ન સંયોગોમાં તેમનું ચિત્ત સંતપ્ત રહ્યું , અને વિષય સંજોગો વચ્ચેયે તેમની કવિતાએ અનેક રમણીય વિલાસ સાધ્યા. અલબત્ત સર્જનની પ્રક્રિયા તો ગૂઢ રહસ્યપૂર્ણ છે. પણ આ કવિઓની સર્જનપ્રવૃત્તિનો વિચાર કરનાર કશોક પ્રકાશ પામેય ખરો. કાન્તની કવિતા, આગળ નોંધ્યું છે તેમ, સંખ્યાદૃષ્ટિએ ઝાઝી નથી પણ તેમની કવિતા તેમની ઉત્તમ સર્જકતાની ઝાંખી કરાવે છે જ. કવિ કાન્ત પોતાની કવિતાપ્રવૃત્તિના કડક અવલોકનકાર રહ્યા છે. તેમની નજર સમક્ષ ઉત્તમોત્તમ પાશ્ચાત્ય કવિતા રહી છે. ‘કાન્તમાલા’માં સંગ્રહાયેલા તેમના તા. ૨૯-૧-૧૮૯૧ના પત્રામાંના શબ્દો ખૂબ જ સૂચક છે : ‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું – મ્હારૂં યત્કિંચિત લખાણ કશી આશા આપે એવું નથી. પણ ઇંગ્રેજી કવિતાનો અભ્યાસ, જે આટઅટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતા પરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મ્હને સારી લાગે છે. ખરેખર સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો ગણાતો થયો છું. અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબીત થઈ શકે.’ આવા ઉચ્ચ લક્ષ્યને તાકીને ચાલનાર આ કવિએ પોતાની નબળી રચનાઓનો નાશ કર્યો હોવાનું પણ જણાય છે. કાન્તના કેટલાક પત્રોમાં પોતાની રચાતી જતી કે પ્રગટ થતી કવિતાના ઉલ્લેખો છે અને કેટલીકવાર તો સૂક્ષ્મ માર્મિક ચર્ચાઓ પણ છે. કવિ નર્મદે પોતાની કવિતાના ઉદ્‌ભવ વિશે પાદટીપો મૂકી છે પણ તેમાં કાન્તની સર્જકતા વિશેની જાગરૂકતા ભાગ્યે જ જણાશે. કાન્તે પોતાની કવિતા વિશે સતત અંતર્મુખી દૃષ્ટિ કેળવી ચિકિત્સા કરી છે. તા. ૧૬-૧૦-૧૮૯૦ના પત્રમાં ‘દેવયાની’માંની બે પંક્તિઓનું રહસ્ય સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું છે :

‘....ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.’

And in the course of ભ્રમણ (of દેવયાની) the સેંથે ઝબકતો સુભગ મણિ Stopped for a moment when it saw the moon, so infinitely charming in her fresh beauty. The word અટકતો is not merely hyperbolical. You can imagine the મણિ to be really at rest for a few moments though દેવયાની may be moving all the time. When the verse occures again it is not a mere repetition, as you can see, now that I give you the punctuation

‘......ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક, પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.

Even the beautiful Moon stopped in in her ભ્રમણ when she saw the blazing lustre of the gem. પ્રસ્તુત ચર્ચામાં તેમણે જે પ્રકારે કાવ્યચમત્કૃતિ નિપજાવી તેમાં કદાચ કોઈને ચતુરાઈનો ભાગ લાગે પરંતુ કાન્તની કવિતા તેના યુગની કવિતાનો સર્વથા ત્યાગ કરીને નિર્માણ થઈ નથી. એ યુગની કવિતાની કેટલીક deviceને કાન્તે સર્જકશક્તિથી કાવ્યસાધક બનાવી છે. આપણે માટે એ વસ્તુ જ મહત્ત્વની છે. ૧૮૯૦માંના બીજા એક પત્રમાં સંભવતઃ ‘ચક્રવાકમિથુન’ અંગે ચર્ચા કરી છે. તે પણ એટલી જ સૂચક છે. તેઓ કહે છેઃ ‘આ કવિતામાં મારા વિચારો સંપૂર્ણ રીતે દર્શાવી શક્યો નથી માટે ક્‌વચિત ક્‌વચિત વાંચનારાઓ તે ખોટી રીતે સમજે છે. ‘અંધારાના પ્રબલ જલથી યામિની પૂર્ણ ઘોેર’; એ તે વખતનું વર્ણન નથી, પણ સાંજ છતાં પ્રણયી યુગલને જે ભાસ માત્ર – visions – થાય તેનું વર્ણન છે. ‘અનુભવે, ન છતાં, ક્ષણ એક તે,’ એ પરથી એમ દર્શાવવાનો આશય છે કે હજી તો સાંજ છે, વિરહને વાર છે, પણ તે વિચાર એટલો પ્રબળ છે કે ક્ષણ વાર તો યામિની, દુઃખ, કાલ, પ્રાણીઓની કઠોર ચીસો, વગેરેનો સાક્ષાત્કાર અનુભવે છે. એટલે પછીનાં વાક્યોમાં તમને જે વિરોધ જણાય છે તે નહીં જણાય... પણ વધારે ખુલાસા કરવા જેવું મારું હાલ મન નથી. તેમાં કેટલાક ફેરફારો મેં કર્યા છે અને હજી કરવાનો છું... આવે વખતે વાદળીઓ તણાય નહીં, એ પોઈન્ટ મને બહુ ગમ્યું. ઘણું કરીને તમે સત્ય છો. હું વિચાર કરીશ, કારણ કે indifferent observer (નિરીક્ષણમાં બેદરકાર) કેવો છું એ તમે જાણો છો.’ આમ, કાન્તની કેટલીકે નીવડેલી રચનાઓમાંની અનેક પંક્તિઓ ‘છેક, ચ્હેર, ભૂંસ, લખ’ની પ્રક્રક્રિયામાંથી પસાર થઈ નીવડેલી છે. કાન્તની કવિતામાં જે પ્રૌઢિ, અર્થગૌરવ અને કોમળ રમણીયતાનો સુભગ સંયોગ થયો છે તેમાત્ર ‘જોસ્સા’નો સહજોદ્રેક નથી, એ તો સભાન કળાકારની કવિકર્મની પ્રવૃત્તિની નીપજ છે. કાન્તે કિશોરવયમાં જ દલપતશૈલીનું અનુસંધાન જાળવીને કાવ્યલેખન આરંભેલું જોઈ શકાય. તેમની લેખનકારકિર્દીના આરંભમાં રચાયેલીક કૃતિઓ ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’ અને ‘સ્વર્ગગંગાને તીર’ પ્રસંગાવલંબી રચનાઓ છે અને તેમાં કાન્તની પ્રતિભાનો પાસ બેઠેલો દેખાય છે. એ કવિતાઓની રચનાપ્રવૃત્તિ જાણે કે તેમનાં જાણીતાં ખંડકાવ્યોની પૂર્વભૂમિકા જેવી છે. એમાં આલેખાયેલા પ્રસંગો નિમિત્તે નિરૂપાયેલી લાગણિ કે ચિત્તવૃત્તિઓ તેમનાં ખંડકાવ્યોમાં યે વધુ સ્ફુટ રૂપે સાકાર થતી જોઈ શકાય. ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’નો અંશ જાણે કે ‘દેવયાની’ની માંડણી ન હોય? કદાચ, ‘વસંતવિજય’નું સૂચન પણ એમાં જોઈ શકાય. એ જ રીતે ‘સ્વર્ગગંગાને તીર’ તો તેમના પછીના ખંડકાવ્ય ‘કલ્પના અને કસ્તૂરીમૃગ’ જોડે માર્મિક તંતુથી સંકાળાયેલું છે. આરંભકાળથી પ્રસ્તુત પ્રસંગાવલંબી રચનાઓમાં જ તેમની ખંડકાવ્યકલાનો ધૂંધળો આકાર ઘાટ લેતો જણાય છે. એમાંની કાવ્યબાની, છંદોલય, ભાવાનુકૂળ વૃત્તવૈવિધ્ય આદિ ઘટકો લક્ષપાત્ર છે. સહેજ બારીકાઈથી અવલોકનક કરતાં જણાય છે કે કાન્તનાં સફળ ખંડકાવ્યો ‘અતિજ્ઞાન’, ‘વસંત વિજય’, ‘ચક્રવામિથુન’ અને ‘દેવયાની’– ની રચના એ તેમની ક્રમશઃ વિકસતી સર્જકતાનાં જ સુભગ પરિણામો છે. કાન્તના અંતરમાં તીવ્ર આધ્યાત્મિક કોટિનો જે સંઘર્ષ ચાલ્યો અને તેમની સંવેદનશીલતાએ જે સમર્થ અભિવ્યક્તિ માટે પડકાર ફેંક્યો તે માટે કાન્તનો પુરુષાર્થ પ્રશસ્ય છે. તેમનાં ખંડકાવ્યોનો વિપુલ સૌંદર્ય વૈભવ સિદ્ધ કરવા કાન્તે જે શબ્દસંદર્ભ રચ્યો તે ક્રમશઃ વિકસ્યો જણાય છે. એમ કહેવાયું છે કે કાન્તે સંસ્કૃત કવિતાનો સુંદર પરિચય કર્યો હતો અને તેમનાં ખંડકાવ્યોમાં સંસ્કૃત કવિતાના સંસ્કારો ઝીલતી શબ્દરચનાઓ કે અલંકારોયે છે પરંતુ એમાં માત્ર પરંપરા કે ગતાનુગતિકતા નથી, સર્જકશક્તિનો vital અંશ બનીને એ આવિષ્કાર પામ્યાં છે. ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’માં કાન્તે ઉપાડમાં ચન્દ્રિકાનું રમણીય ચિત્ર સર્જવાનો યત્ન કર્યો છે :

મધુર મધુર થંડો વાય છે વાયુ આજે
પરમ વિમલ શોભા ચન્દ્રિકાની વિરાજે.
અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો.
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.

પ્રસ્તુત શ્લોકમાં પ્રાસનાં બંધનો છે – અને એ રીતે કાન્તનો પદ્યબંધ એ યુગની કવિતાના બંધારણને અનુકૂળ રહીને નવરચના આદરે છે એ લક્ષમાં રાખવું જોઈએ. આમ છતાં, એમાં અતિ લાઘવથી અંકિત ઉઠાવદાર ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે. અને કાન્તની અભિવ્યક્તિની લાક્ષણિકતા એમાં પ્રગટ થાય છે. ‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં આ રચનાપદ્ધતિ વિકસી જણાય છે. કાન્તની પ્રાસાદિક વાણીમાં સંસ્કૃતના અર્થગૌરવવંતા શબ્દો સમુચિત રીતે વિનિયોગ પામ્યા છે અને ઉત્તરોત્તર તેમની કાવ્યબાની અભિવ્યક્તિધર્મ બજાવતી છતાં સંસ્કૃત કવિતાનં ઓજ અને દીપ્તિ પ્રગટ કરી શકી છે તે પણ આ કારણે. ‘સ્વર્ગગંગાને તીર’માં ઉપાડનો અનુષ્ટુભલય કેવો અર્થવાહી છે તે જોઈએ :

‘સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી,
શું હવે સંભળાવું હુુંં, નહિ જોઉં ફરી ફરી.’

અનુષ્ટુભના પ્રથમ અને ત્રીજા અષ્ટકમાં પાંચમાં છઠ્ઠા સાતમા અક્ષરે લગાલનું રૂપ હોય, બીજા અને ચોથામાં એ સ્થાને લગાગાનું રૂપ હોય. પંક્તિના ઉપાડમાં, પ્રથમ અષ્ટકમાં લગાગા દ્વારા ઘૂંટાતો ભાવ અને બીજા જ અષ્ટકમાં લગાલ દ્વારા દ્રુત લયમાં વ્યક્ત થતી લાગણી – એમ આ અનુષ્ટુભ સબળ રીતે બાવાભિવ્યક્તિ સાધી શક્યો છે. કાન્તે પ્રયોજેલા અનુષ્ટુભો આ દૃષ્ટિએ ખૂબ જ ધ્યાનપાત્ર છે. ‘વસંત વિજય’ના આરંભમાંનો અનુષ્ટુભ જોઈએ :

નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.

પ્રસ્તુત અનુષ્ટુભ નવી રીતે જ પ્રયોજાતો હોય તેટલો તેનો અસાધારણ પ્રયોગ છે. પ્રથમ પંક્તિના ઉપાડમાં પ્રથમ અષ્ટકમાં ‘નહીં નાથ! નહીં નાથ!’માં માદ્રીના ત્વરિત બેવડાયેલા શબ્દોનો સુંદર નાટ્યાત્મક વિન્યાસ છે. બીજી પંક્તિના આરંભના અષ્ટકમાં — ‘આ બધું ઘેર અંધારું’ એ ખંડમાં ઘૂંટાતા અંધકારનો અનુભવ થાય છે. હકીકતમાં, ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર’ અને ‘સ્વર્ગગંગાને તીર’ જેવી કૃતિઓમાં પલટાતી ચિત્તવૃત્તિઓને અનુરૂપ છંદોલય રચવાનું વલણ સ્પષ્ટ દેખાઈ આવે છે. અલબત્ત, એમાં ‘સૃષ્ટિસૌંદર્યથી...’ કૃતિમાં તેમણે રથોદ્ધતા, પુષ્પિતાગ્રા, સ્વાગતા, સોરઠો, દૂહો, ગીતિ આદિનો પ્રયોગ કર્યો છે જે પાછળનાં ખંડકાવ્યોમાં દેખાતો નથી. તેમણે તે બંને રચનાઓમાં અનુષ્ટુભ સાથે મંદાક્રાંન્તા, વસંતતિલકા કે માલિનીનો પ્રયોગ કર્યો છે. ‘વસંતવિજય’ ‘ચક્રવાકમિથુન’ કે ‘દેવયાની’ના છંદોલયની પ્રયોગદશા આ આરંભની કૃતિઓ છે. કાન્તે જે જે છંદોમાં કાવ્ય વહેવડાવ્યું એના છંદોલયને સંવાદીરૂપ આપ્યું છે. એટલે શ્લોકે શ્લોકે લયની ગતિ બદલાતી છતાં તે કવિતાની સિદ્ધિને અવરોધક બનતી નથી, ઊલટાનું તે નવીન ક્ષમતા પ્રગટ કરી આપે છે. કાન્તે ખંડકાવ્યોમાં યોજેલા છંદો જાણે કે તેમની અનુભૂતિમાંથી ઘૂંટાઈને, તેના લયમાંથી તાલ મેળવીને પ્રગટ્યા છે. એટલે જ પરસ્પર ભિન્ન લયવાળા છંદોની સહોપસ્થિતિ પણ વ્યવધાન કરતી નથી. તેમની કાવ્યપ્રવૃત્તિની પૂર્વે નવલરામે એ મતલબનું ભાવિ ભાખેલું કે સંસ્કૃત વૃત્તો ગુજરાતી ભાષાના કાઠાને અનુકૂળ નથી. સુભાગ્યે, કાન્તે સંસ્કૃત વૃત્તોનો સુભગ રીતે પ્રયોજી પોતાનું કાવ્ય સિદ્ધ કર્યું એટલું જ નહિ, આપણી અર્વાચીન કવિતા માટે છંદોલયની વિશિષ્ટ ભૂમિકા પણ રચી આપી. કાન્તનાં ખંડકાવ્યોમાં ‘અતિજ્ઞાન’, ‘વસંતવિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’ ખૂબ જ પ્રસિદ્ધ બનેલી કૃતિઓ છે. ‘ચક્રવાકમિથુન’ની માંડણીમાં રહેલો વૃત્તાંત કવિસમયમાંથી લેવાયો છે જ્યારે બીજાં ખંડકાવ્યોનું કથાવસ્તુ આપણા પ્રાચીન ગ્રંથ મહાભારતમાંથી પ્રાપ્ત થયું છે. કાન્તના આરંભનાં ખંડકાવ્યો ‘સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર’, ‘સ્વર્ગગંગાને તીર’, ‘મૃગતૃષ્ણા’, ‘કલ્પના અને કસ્તૂરી મૃગ’ અને ‘રમા’ એ કાવ્યોનું વસ્તુ સ્વ-કલ્પિત છે. કાન્તની સર્જકતા જ્યારે પૂર બહારમાં ખીલી ઊઠી ત્યારે તેમણે પ્રાચીન પાત્રોના જીવનવૃત્તાંતનો આધાર લીધો. સહદેવના જીવનની કરુણતા અતિજ્ઞાનમાં રોપાયેલી હતી. પાંડુની કરુણતા તેના જ્ઞાનની વિફલતામાં હતી તો ચક્રવાકયુગલ મુગ્ધ નિર્દોષ, હોવા છતાંયે વિધિના શાપનો ભોગ બન્યું. ‘દેવયાની’ એ મૂળ લખવા ધારેલી કૃતિનો અંશ છે એમ કહેવાય છે. એમાં પ્રાચીન પાત્રોનું અવલંબન છે. કાન્તે આ પ્રાચીનક પાત્રોના જીવનવૃત્તાંતમાં રહસ્યપૂર્ણ પ્રસંગો જોયા હોય કે તે વૃત્તાંતોમાં તેમને પોતાના આત્મસંઘર્ષની ભૂમિકા સાંપડી હોય, ગમે તેમ, તેમણે એ પ્રાચીન પાત્રોને અવલંબીને જે ખંડકાવ્યો રચ્યાં તે તેમની આરંભની કૃતિઓથી અત્યંત મહત્ત્વનાં સિદ્ધ થયાં. ‘અતિજ્ઞાન’, ‘વસંત વિજય’, કે ‘ચક્રવાકમિથુન’ એ સ્વયં નવીન રહસ્યપૂર્ણ સૃષ્ટિ બની ગયાં. હું તો એને એક પ્રકારે myths રચી એમ જ કહીશ. આ પ્રકારની mythsની કોટિની કવિતા જ દીર્ઘયુષ્ય ભોગવે એમ મને લાગે છે. આ પ્રકારનાં પ્રાચીન પાત્રોની કથાસૃષ્ટિમાં કશુંક લોકોત્તર, કશુંક અગમ્ય, કશુંક અનિર્વચનીય તત્ત્વ પ્રવેશ પામવાનું જ. એમાં માનવજીવનનું કોઈ ગૂઢાતિગૂઢ સત્ય આવિષ્કાર પામતું હોય. આ પ્રકારની mythsને આગવું સત્ય અને સૌંદર્ય હોય. માનવીના બૌદ્ધિક વ્યાપારોથી જેનું આકલન થઈ શકે નહિ પણ જે કશુંક myths દ્વારા જ વ્યક્ત થઈ શકે એવું ભાવતંત્ર mythsમાં પરમ સૌંદર્ય ધારણ કરીને પ્રગટ થાય. આ રીતે ભાવક પોતાના, પોતાની પ્રજાનાં આદિમ તત્ત્વો જોડે અનુસંધાન કેળવતો હોય એમ બને. ‘વસંત વિજય’નો પાંડુ અને માદ્રીનો વૃત્તાંત જાણે કે સ્વયં એક myth બની રહે છે. પાંડુના પતનની કરુણતાનાં મૂળ ઘણાં ઊંડા, ઘણાં ઘણાં ઊંડાં છે. પાંડુ અને માદ્રીનાં પાત્રો કશીક પ્રતીકની મૂલ્યવત્તા ધારણ કરે છે. આપણા જીવનની કોઈ અતિ ગૂઢ કરુણાનો એમાં આવિષ્કાર થાય છે એમ પણ આપણને લાગે. પાડું યોગી હતો, એક સમ્રાટે એ યોગ આદર્યો હતો. એના ભવ્ય પતનની કથા જે શબ્દસૃષ્ટિમાં સાકાર થઈ છે તેમાં એ માનવપાત્રોનો પરિવેશ પણ મહત્ત્વનો છે. કાન્તની સિદ્ધિ એ myth સિદ્ધ કરવા ચાહે છે. ‘વસંતવિજય’માં, તેના કાવ્યના પોતમાં, અનેક સત્ત્વો સ્થાન પામ્યાં છે. ખંડકાવ્યની માંડણીમાં અંધકાર અને પ્રકાશનો લાક્ષણિક સંદર્ભ જોઈશું. પ્રથમ શ્લોકમાં તિમિરાવૃત્ત સૃષ્ટિ પર પથરાયેલા અંધારાના પટને થથરાવતી માદ્રીની આર્ત્ત વાણી પ્રગટે છે :

નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.’

દુઃસ્વપ્નથી ક્ષુબ્ધ બનેલો રાજા પાંડુ આ અંધારામાં જ ચાલી નીકળે છે! માદ્રીની તીણી ચીસ જાણે કે અંતની ઘટના સુધી અને તે પછીયે પડઘાયા કરે છે. આ માનવજાત પણ પાંડુના જેવી શાપિત છે કે શું? માદ્રીની ચેતવણીના સૂરો તે ‘થનાર’ વસ્તુ અટકાવવાને સમર્થ નથી શું? માદ્રી ઘડીભર નિદ્રાવશ થઈ. પરંતુ કવિએ તેના સંદર્ભમાં યોજેલા શબ્દોનું પરિમાણ તો જુઓ :

મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.

પાંડુ કશીક પ્રવંચનમાં જીવવાનો યત્ન કરે છે! અંધકારમાં ડગ ભરતો તે સુંદર ‘જ્યાં જવું હતું તે માદ્રીવિલાસ’ આગળ આવી ઊભો. પણ અહીં તો –

‘ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય
જોતા જ તર્ક નૃપના ક્યહિંએ તણાય.’

અને સદાયે ચંચલ લાગતાં જલ આજે સ્થિરતા ધારણ કરી રહ્યાં એમ જણાય છે! પરંતુ સ્થિર બન્યાં કે ન બન્યાં, રાજા પાંડુ તો તણાતો જ રહ્યો! તે અનેક પૂર્વસંસ્મરણોમાં ડૂબતો ગયો. સૂર્યોદયની ક્ષણ આવી, (જ્ઞાનનો જ્યોતિ પ્રગટ્યો એમ જ ને?) પણ એ પ્રકાશની સાથે વિષમ સ્વરો ઉદ્‌ભવ્યા :

થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે,’

એટલું જ નહિ,

કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે,
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે.

અહીં પૂર્વના પ્રકાશની સાથે કશું સંવાદી સૂરીલું સંગીત જન્મતું નથી. પ્રકાશની સાથે સૃષ્ટિ તેનાં રૂંપરંગો સહિત પ્રત્યક્ષ થઈ પણ તેમાં કોલાહલ જ નિર્માયા હશે? પાંડુએ દૃઢ નિર્ણય કરી લીધો કે તે પોતાના આશ્રમધર્મને નહિ જ ત્યજે. થોડા સમય પછી તે કુટિરે આવ્યો. વસંતના પ્રબળ સામ્રાજ્યની અસર તે અનુભવી રહ્યો હતો. પણ તેની અવગણના કરી તે માદ્રીની કુટિરે પહોંચ્યો ત્યારે વસંતિલ વાયુની લહેરો તેના લોહીમાં ભળી ગઈ હતી, તે હવે ભર્તા બન્યો! માલતીમંડપમાં તે માદ્રી જોડે સહચાર કરવા નીકળ્યો. કોકિલના પંચમ સૂરે તેની સ્થૂળ વૃત્તિને પ્રદીપ્ત કરી. અને પ્રિયતમા માદ્રીના ગીતમાધુર્યથી તે જડવત્‌ બન્યો! આમ, આ કાવ્યની ગૂઢ કરુણતાના મૂળમાં આ વિશ્વજીવનની વિષમ વ્યંગભરી પરિસ્થિતિ રહેલી હોય એવો ધ્વનિ પ્રગટે છે. વાસ્તવમાં, આ કૃતિમાં સ્થૂળ કથા નહિ પણ તેને અવલંબીને ક કાન્તે સિદ્ધ કરેલી શબ્દસૃષ્ટિનું જ મૂલ્ય છે. ‘ચક્રવાકમિથુન’ એ પંખીયુગલનો વૃત્તાંત એ માત્ર માનવજીવનની કરુણતાનો વ્યંજન જ નહિ, એ કૃતિ તો એના સમસ્ત પરિવેશ જોડે કાવ્યના કરુણની દ્યોતક છે. ‘અતિજ્ઞાન’ અને ‘દેવયાની’માં પણ કવિએ યોજેલી શબ્દસૃષ્ટિ અર્થપૂર્ણ છે અને એ બંને પણ, ગૂઢ કરુણને સ્પર્શે છે. કાન્તનાં ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ ખૂબ જ જાણીતું છે. એ ઉપરાંત ‘ઉપહાર’ ‘સ્નેહશંકા’ ‘ઉપાલંભ’ ‘ઉદ્‌ગાર’ ‘રતિને પ્રાર્થના’ ‘પ્રમાદિ નાવિક’ ‘વિધુર કુરંગ’ ‘વિપ્રયોગ’ ‘વત્સલનાં નયનો’ ‘અગતિગમન’ ‘વ્હાલાંઓને પ્રાર્થના’, ‘ઘવાયેલો બુલબુલ’ જેવી રચનાઓ ઓછેવત્તે અંશે રસસિદ્ધિ દાખવે છે. આમાંની ઘણીખરી રચનાઓમાં તો વેદનપટુ કાન્તની અતૃપ્ત પ્રણયકામનાનો જ આવિષ્કાર થયો છે. એ કોમળ અંતરની લાગણી ક્યારેક તો અતિ મધુર બાનીમાં પ્રગટી છે :

નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો

‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની! (ઉપહાર)

ક્યારેક કાન્તની કવિતા સૌંદર્યનો રોમેન્ટિક પરિવેશ સજીને પ્રગટી છે :

કયારેક અંતરની તીવ્ર અસહાય એકલતાની વેદના (અંજનીના લયમાં ચોક્કસ થઈને) પ્રગટ થઈ છે :

અંધારામાં ઝૂરાએલો :
ઘૂવડ ચાંચે ચૂરાએલો :
કારાગારે પૂરાએલો :
ઘાટલ હા! બુલબુલ !

‘સાગર અને શશી’માં વર્ણમાધુર્યનો કેફ અનેરો છે. અનેક મર્મજ્ઞ અભ્યાસીઓએ એ વિશે ચિંતનમનન કર્યું છે જ. આ છતાં એક અગત્યની હકીક એ છે કે કાન્તની સર્જકતા ઉત્તરોત્તર વિલય પામતી ગઈ છે. તેમાં કેટલીક ઊર્મિલ રચનાઓ તો સ્થૂળ ઊભરાથી વિશેષ નથી. નર્મદ, કાન્ત, કલાપી – એમાંનો કોઈ પણ કવિ કે પછી બીજો કોઈ પણ કવિ જ્યારે અંતરની લાગણીનું સૂક્ષ્મ તત્ત્વ પકડી શક્યો નથી ત્યારે તેના ઉદ્‌ગારો કાવ્યતત્ત્વ સિદ્ધ કરી શક્યા નથી. કદાચ સ્થૂળ લાગણીના આવેગ એ કાવ્યોચિત સામગ્રી પણ નથી. કાન્તના ઉત્તરવયમાં વ્યથા અને સંઘર્ષ તો આવ્યાં જ છે પણ પેલી આરંભ કાળની સર્જકતા – જે વિરાટ વિશ્વનાં વિભિન્ન સત્ત્વોને સાંકળતી રહે છે તે – તેમાં એટલી ગતિશીલ જણાતી નથી. એટલે કાન્તની ઉત્તરકાળની રચનાઓમાં વારંવાર કાવ્યત્વનો અભાવ સાલે છે. અલબત્ત, ધર્મપરાયણ કાન્તે ઈશ્વરસ્તુતિ કે ઈશ્વરમહિમાનાં સ્તોત્ર જેવાં અનેક કાવ્યો રચ્યાં છે. ‘કાન્તમાલા’માં પ્રકટ થયેલાં કાવ્યોમાં (પૃ.ક ૨૮૨ પર) ઈ.સ. ૧૯૨૩માં શ્રીનગરમાં રચાયેલી કૃતિ સંગ્રહવામાં આવી છે તે ધ્યાનપાત્ર છે :

ઊચાં પાણી મ ને આ સતાવે પિતા!
પ્રભુ તારક સત્વર ઉદ્ધારી લ્યો!
કૈંક નારકી દૃશ્ય બતાવે પિતા!
મને પાતકીને દયાથી તારી લ્યો!

પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે. પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી. * ‘ગ્રંથ’ નવેમ્બર ૧૯૬૭

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> * * *