બાબુ સુથારની કવિતા/હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.}} {{Block center|<poem> હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી. એ તો અમસ્થા જ ગામના એક ફળિય ામાં થઈને પસાર થઈ રહ્યા હતા ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા અને પા...")
 
(+૧)
 
Line 5: Line 5:
{{Block center|<poem>
{{Block center|<poem>
હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.
હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.
એ તો અમસ્થા જ ગામના એક ફળિય ામાં થઈને
એ તો અમસ્થા જ ગામના એક ફળિયામાં થઈને
પસાર થઈ રહ્યા હતા
પસાર થઈ રહ્યા હતા
ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા
ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા
અને પાડા પર બેસી ગયા.
અને પાડા પર બેસી ગયા.
છકે ગામની બહાર નીકળી ગયા પછી
છેક ગામની બહાર નીકળી ગયા પછી
યમરાજાને ખબર પડી કે
યમરાજાને ખબર પડી કે
એમના પાડા પર બીજુ ં પણ કોઈક બેઠ ું છ.
એમના પાડા પર બીજું પણ કોઈક બેઠું  છે.
એમણે જોયું તો કોયા ઠાર.
એમણે જોયું તો કોયા ઠાર.
એમણે કોયા ઠારને કહ્યુંઃ
એમણે કોયા ઠારને કહ્યુંઃ
Line 17: Line 17:
તમે પાછા જાઓ.”
તમે પાછા જાઓ.”
તો કોયો ઠાર કહે, “તમે તપાસ કરો
તો કોયો ઠાર કહે, “તમે તપાસ કરો
મારો સમય તો ક્યારનોય થઈ ગયે લો
મારો સમય તો ક્યારનોય થઈ ગયેલો
તમે મોડા આવ્યા.”
તમે મોડા આવ્યા.”
યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.
યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.
Line 23: Line 23:
કોયા ઠારની બાબતમાં કેમ મોડા પડ્યા હશે
કોયા ઠારની બાબતમાં કેમ મોડા પડ્યા હશે
એ હજી એમને સમજાતું નથી.
એ હજી એમને સમજાતું નથી.
(‘ડોશી, બાપા અને બીજા કાવ્યો’ માંથી){{right|(‘સાપફેરા’ એક)}}</poem>}}
{{right|(‘ડોશી, બાપા અને બીજા કાવ્યો’ માંથી)}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઘરઝુરાપાનો હવે અર્થ રહ્યો નથી
|previous = બાપા દાણા જોઈ રહ્યા છે
|next = એ આવ્યો
|next = બધું જ બરાબર કરેલું
}}
}}

Latest revision as of 03:20, 15 April 2025


૨૨. હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.

હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી.
એ તો અમસ્થા જ ગામના એક ફળિયામાં થઈને
પસાર થઈ રહ્યા હતા
ત્યાં જ, કોયો ઠાર ઘરમાંથી બહાર આવ્યા
અને પાડા પર બેસી ગયા.
છેક ગામની બહાર નીકળી ગયા પછી
યમરાજાને ખબર પડી કે
એમના પાડા પર બીજું પણ કોઈક બેઠું છે.
એમણે જોયું તો કોયા ઠાર.
એમણે કોયા ઠારને કહ્યુંઃ
“હજી તમારો સમય નથી થયો.
તમે પાછા જાઓ.”
તો કોયો ઠાર કહે, “તમે તપાસ કરો
મારો સમય તો ક્યારનોય થઈ ગયેલો
તમે મોડા આવ્યા.”
યમરાજાએ તપાસ કરી તો એમને કોયા ઠાર સાચા લાગ્યા.
ક્યારેય મોડા ન પડતા યમરાજા
કોયા ઠારની બાબતમાં કેમ મોડા પડ્યા હશે
એ હજી એમને સમજાતું નથી.
(‘ડોશી, બાપા અને બીજા કાવ્યો’ માંથી)