બાબુ સુથારની કવિતા/જેમ જળાશયમાં: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
જેમ | જેમ | ||
જળાશયમાં | {{gap|3em}}જળાશયમાં | ||
એમ | એમ | ||
સફરજનમાં | {{gap|3em}}સફરજનમાં | ||
ટમટમી રહ્યા છે | ટમટમી રહ્યા છે | ||
તારા | {{gap|3em}}તારા | ||
હું ઝંપલાવું છું | હું ઝંપલાવું છું | ||
સફરજનમાં. | સફરજનમાં. | ||
જેમ | {{gap|3em}}જેમ | ||
ઝંપલાવતો હતો | ઝંપલાવતો હતો | ||
ઉમરા<ref>એક વૃક્ષ</ref> પરથી | |||
સાત માથોડું ઊંડા ધરામાં | સાત માથોડું ઊંડા ધરામાં | ||
તેમ | {{gap|3em}}તેમ | ||
એ તારા લેવા | એ તારા લેવા | ||
પણ, હું જળની સપાટી પર જ | પણ, હું જળની સપાટી પર જ | ||
| Line 49: | Line 49: | ||
તથાસ્થુ કહીને | તથાસ્થુ કહીને | ||
એક નદીની શોધમાં નીકળેલો | એક નદીની શોધમાં નીકળેલો | ||
હું | {{gap|3em}}હું | ||
સફરજનના તળિયે તો | સફરજનના તળિયે તો | ||
પહોંચી ગયો છું હવે. | પહોંચી ગયો છું હવે. | ||
| Line 56: | Line 56: | ||
મારી આંગળીથી | મારી આંગળીથી | ||
મારા નખ | મારા નખ | ||
જટેલા જ | {{gap|3em}}જટેલા જ | ||
વેગળા છે | વેગળા છે | ||
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો. | હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો. | ||
Latest revision as of 02:57, 15 April 2025
જેમ
જળાશયમાં
એમ
સફરજનમાં
ટમટમી રહ્યા છે
તારા
હું ઝંપલાવું છું
સફરજનમાં.
જેમ
ઝંપલાવતો હતો
ઉમરા[1] પરથી
સાત માથોડું ઊંડા ધરામાં
તેમ
એ તારા લેવા
પણ, હું જળની સપાટી પર જ
એક કરોળિયાના થૂંકમાં
અટવાઈ ગયો.
હું જોડણીદોષયુક્ત શબ્દોની વચ્ચે
ગૂંચવાઈ ગયો
હું એ જળની સપાટીને તોડીને અંદર
જવા પ્રયાસો કરી રહ્યો હતો ત્યાં જ
કોઈકે મને પૂછ્યું :
- શું કરે છે તું?
- હું સપાટી તોડું છું જળની,
- શા માટે?
- મારે તારા જોઈએ છે.
- શું કરીશ તું એ તારાઓનું?
- કવિતા લખીશ એના અજવાળાથી
- શા માટે?
- ઈશ્વરે સર્જેલા જગતમાં રહી ગયેલા દોષોને સુધારવા [2]
- માણસને ફરી એક વાર માણસના મોઢામોઢ મૂકવા.
- ઈશ્વરની શોધમાં ચાલી ચાલીને લંગડી થઈ ગયેલી
કીડીઓના પગે પાટા બાંધવા
એ આગળ કંઈ પૂછે
તે પહેલાં જ હું બોલ્યો :
હું જે મૂંગા છે તેમના વતી બોલીશ
હું કાચંડા પાટલાઘો ગરોળીઓની પીડાઓનાં ગીત ગાઈશ
હું ધૂળની ડમરીઓનો ઇતિહાસ લખીશ.
હું પહેલા વરસાદની સુગંધના બારમાસા રચીશ.
હું આ પૃથ્વીને અર્થ વાન બનાવીશ[3]
હું પ્રેમીઓની ભાષાને મારી માટીની ભાષા બનાવીશ[4]
પછી એ માણસ ચાલ્યો ગયોઃ
તથાસ્થુ કહીને
એક નદીની શોધમાં નીકળેલો
હું
સફરજનના તળિયે તો
પહોંચી ગયો છું હવે.
મારા હાથથી
પેલા તારા
મારી આંગળીથી
મારા નખ
જટેલા જ
વેગળા છે
હું હમણાં જ તારા લઈને બહાર આવ્યો સમજો.
(‘નદીચાલીસા’ માંથી)
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted