હયાતી/૧૫. ખ્યાલ પણ નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| | }} {{center|<poem> આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી, એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મારું સ્વમાન રક્ષવા જ...")
(No difference)

Revision as of 22:09, 9 April 2025


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.


૧૯૬૨