બાળ કાવ્ય સંપદા/જઈને કોઈ કે'જો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(+1)
Line 25: Line 25:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મામા આવે
|previous = મામા આવે
|next = ઉષા
|next = શબરી
}}
}}

Revision as of 17:32, 9 April 2025

જઈને કોઈ કે'જો

લેખક : નિરંજન સરકાર
(1936)

ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત વરસ્યાં કરે. (૨)

ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
સંદેશો જઈને કોઈ કે'જો, કે
દિન-રાત મલક્યાં કરે. (૨)

વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મોરલાને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ગેહક્યાં કરે. (૨)

ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
મોજાંને જઈને કોઈ કે'જો, કે
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)

અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
તારલાને જઈને કોઈ કે'જો કે
રોજ રોજ ચમક્યાં કરે. (૨)