23,710
edits
(text part upto નિબંધ completed) |
No edit summary |

| (14 intermediate revisions by 2 users not shown) | |||
| Line 8: | Line 8: | ||
{{Heading|સંચયન - ૬૫| }} | {{Heading|સંચયન - ૬૫| }} | ||
==પ્રારંભિક== | == ॥ પ્રારંભિક ॥ == | ||
<poem> | <poem> | ||
| Line 52: | Line 52: | ||
'''એકત્ર ફાઉન્ડેશન : USA''' | '''એકત્ર ફાઉન્ડેશન : USA''' | ||
https://www. | https://www.ekatrafoundation.org/magazine/sanchayan | ||
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે. | આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે. | ||
'''તંત્રસંચાલન :''' શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ | '''તંત્રસંચાલન :''' શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ | ||
| Line 75: | Line 75: | ||
[[File:Sanchayan-65 - 1.jpg|center|400px]] | [[File:Sanchayan-65 - 1.jpg|center|400px]] | ||
{{center|સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર | {{center|સ્કેચબુકનું એક પાનું, બોર્ડ પર એક્રેલિક, ૧૯૬૯ - જ્યોતિ ભટ્ટ}} | ||
== અનુક્રમ == | == ॥ અનુક્રમ ॥ == | ||
<poem> | <poem> | ||
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કો: અંક - ૭: માર્ચ, ૨૦૨૫'''}} | {{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કો: અંક - ૭: માર્ચ, ૨૦૨૫'''}} | ||
| Line 112: | Line 112: | ||
'''કલાજગત''' | '''કલાજગત''' | ||
{{color|Teal|» | {{color|Teal|» ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક)}} {{Color|RoyalBlue|~}} {{color|#f08080|કનુ પટેલ}} | ||
</poem>
| </poem>

[[File:Sanchayan-65 - 2 sleeping man.jpg|center|400px]] | [[File:Sanchayan-65 - 2 sleeping man.jpg|center|400px]] | ||
| Line 192: | Line 192: | ||
==કવિતા== | == ॥ કવિતા ॥== | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
| Line 212: | Line 212: | ||
તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા. | તો હું યાચું, દઈશ ન કદી જન્મની ફેરશિક્ષા. | ||
{{right|(ગુજરાતી સોનેટ)}} | {{right|(ગુજરાતી સોનેટ)}} | ||
</poem>}} | </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan-65 - 3.jpg|center|400px]] | |||
{{center|ભૂદૃશ્ય-વિસરાયેલ સ્થળ, ૧૯૬૩ - જ્યોતિ ભટ્ટ}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
| Line 239: | Line 242: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan-65 - 4.jpg|center|400px]] | |||
{{center|પ્રકૃતિ , ૧૯૬૭ - જ્યોતિ ભટ્ટ}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{color|Maroon|'''ગઝલ'''}} | {{color|Maroon|'''ગઝલ'''}} | ||
| Line 253: | Line 258: | ||
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા! | કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા! | ||
{{right|(FB)}} | {{right|(FB)}} | ||
</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
[[File:Sanchayan-65 - 5.jpg|center|400px]] | |||
{{center|રેખાંકન, ૨૦૦૨ - જ્યોતિ ભટ્ટ}} | |||
{{Block center|<poem> | |||
{{color|Maroon|'''મિલન'''
(સૉનેટ)}} | |||
{{Color|CornflowerBlue|'''ઈન્દ્રકુમાર જોષી'''}} | |||
‘પ્રિયે ચહું તને’ કહી નવ શક્યું અરે આટલું | |||
પરસ્પર પ્રીતિ છતાં હૃદય આપણું બાપડું! | |||
અને પ્રણયઘેનમાં વિરહથી સદા ઝૂરતું | |||
પળેપળ પડી રહ્યું શરમથી સ્મરી કાંપતું. | |||
છતાંય ક-મને ધરી પ્રણયનીર રોમાંચનું | |||
પ્રતીપ વહને જતું હૃદય બેની મધ્યે વહી, | |||
થતાં જ પટ સાંકડો ન અવરોધ નીરે રહ્યો! | |||
થયું વહન સીધું ત્યાં ઉર સમીપ આવી ઊભાં! | |||
તહીં મિલન આપણું થયું પડેલ આ બાંકડે | |||
સૂકાભઠ તરુ તણી કરુણ છાંયના પાંજરે. | |||
વસંત મહીં ઝાડ એ કૂંપળથી છવાઈ ગયું. | |||
નવીન વધુ પાંદડાં ફૂટત ડાળડાળે પછી | |||
તળે તિમિર-પાંજરું થયું, ઊભાં ઉરો એ મહીં, | |||
હવે થઈ છૂટાં સૂકા તરુ થકી ન ભાગી જજો! | |||
{{right|(પદ્ય સામયિક)}} | |||
</poem>}} | </poem>}} | ||
| Line 389: | Line 418: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{color| | {{color|Maroon|'''સભાપાત્રતાની ગઝલ'''}} | ||
{{Color| | {{Color|CornflowerBlue|'''સ્નેહી પરમા'''}} | ||
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, | કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, | ||
| Line 410: | Line 439: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{center|<poem> | {{Block center|<poem> | ||
{{color| | {{color|Maroon|'''પંડિતનું ગીત'''}} | ||
{{Color| | {{Color|CornflowerBlue|'''બાબુલાલ ચાવડા ‘આતુર'''}} | ||
પંડિત! તારી પોથીનાં રીંગણનો ઓળો થાય, | પંડિત! તારી પોથીનાં રીંગણનો ઓળો થાય, | ||
પંડિત! તારા જ્ઞાનકણોને ચકલાં-કાબર ખાય. | પંડિત! તારા જ્ઞાનકણોને ચકલાં-કાબર ખાય. | ||
| Line 437: | Line 467: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center| | [[File:Sanchayan-65 - 6.jpg|center|400px]] | ||
{{color| | {{center|પ્રવાસનો આરંભ, ૧૯૭૩ - જ્યોતિ ભટ્ટ}} | ||
{{Color| | {{Block center|{{color|Maroon|'''ગઝલ'''}}

છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી! | {{Color|CornflowerBlue|'''હર્ષવી પટેલ'''}} | ||
{{Block center|<poem>છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી! | |||
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી! | ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી! | ||
કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી? | કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી? | ||
| Line 451: | Line 482: | ||
એ રઝળવું કેમ બની જતી એ લટાર કેમ થતી નથી? | એ રઝળવું કેમ બની જતી એ લટાર કેમ થતી નથી? | ||
કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા, | કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા, | ||
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી? | એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?</poem>}} | ||
{{right|(FB)}} | {{right|(FB)}}}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan-65 - 7.jpg|center|300px]] | |||
{{center|ચહેરો, ૧૯૭૮ - જ્યોતિ ભટ્ટ}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{color| | {{color|Maroon|'''ગઈકાલ વિશેનું ગીત'''}} | ||
{{Color| | {{Color|CornflowerBlue|'''દેવાયત ભમ્મર'''}} | ||
પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં, | પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં, | ||
લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા. | લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા. | ||
| Line 477: | Line 510: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan-65 - 8.jpg|center|400px]] | |||
{{center|સીતાનો પોપટ, ૧૯૬૧ - જ્યોતિ ભટ્ટ}} | |||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{color| | {{color|Maroon|'''હાહરઅ્ જ્યેલી શ્યાહેલી'''}} | ||
{{Color| | {{Color|CornflowerBlue|'''પ્રતાપસિંહ હ. રાઠોડ ‘સારસ્વત’'''}} | ||
અરિયાં ઊર્જ્યાં ચિયો ઊજ્યો ઊજ્યો ઝાઝો ર્ઝંઝવો શ્યાહેલી મારી! | અરિયાં ઊર્જ્યાં ચિયો ઊજ્યો ઊજ્યો ઝાઝો ર્ઝંઝવો શ્યાહેલી મારી! | ||
શેતર જઉં નં પાદર જઉં પણ મનનો વા ર્ચ્યાં ર્વંઝવો શ્યાહેલી મારી! | શેતર જઉં નં પાદર જઉં પણ મનનો વા ર્ચ્યાં ર્વંઝવો શ્યાહેલી મારી! | ||
| Line 499: | Line 534: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
== ॥ વાર્તા ॥ == | == ॥ વાર્તા ॥ == | ||
[[File:Sanchayan-65 - 9.jpg|left|300px]] | |||
{{color| | {{color|Maroon|'''વાંસનાં ફૂલ'''}}

{{Color| | {{Color|CornflowerBlue|'''બિપીન પટેલ’'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કઈ રગડો-ઝઘડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઈઝ નો પૉઈન્ટ ઑફ રિટર્ન-ઈરિવર્સિબલ થઈ જતો હોય છે. | એ સમયે જિંદગી મને ખેંચતી હતી અને હું એની ગતિએ ચાલતો હતો. કલ્પના સાથેના સંસારમાં એવો કઈ રગડો-ઝઘડો નહીં, એમ તો ખાસ્સો રાગ એકબીજા માટે. તેથી લગ્નનાં વીસ વર્ષ પછી પણ એને ગુણુ કહેવાનું છોડ્યું નહોતું, પણ સતત એવું લાગતું હતું કે બધું અટકી ગયું છે. આવો અટકાવ અટક્યો અટકતો નથી ને કોઈક કિસ્સામાં તો જો લાંબો ચાલે તો પછી ધેર ઈઝ નો પૉઈન્ટ ઑફ રિટર્ન-ઈરિવર્સિબલ થઈ જતો હોય છે. | ||
| Line 551: | Line 585: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ભલે આખું આભ રેલી જાય | {{Block center|<poem>‘ભલે આખું આભ રેલી જાય | ||
ગળા સમું ઘાસ ઊગી જાય.</poem>}} | ગળા સમું ઘાસ ઊગી જાય.’</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો. ‘હા’ અને ‘ના’.આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું? | પટાવાળાએ ધડામ દઈને બારણું ખોલ્યું, ‘મેમ કોંય ફાઈલ-બાઈલ હોય તો નોખતો આવું’ સુનીતાએ પૂછેલા પ્રશ્નનો જવાબ મેં ઊભા થતાં આપ્યો. ‘હા’ અને ‘ના’.આપણા કયા સંબંધને ઑલ્ટરેશન કહીશું? | ||
| Line 579: | Line 613: | ||
{{right|(વાંસનાં ફૂલ)}}
| {{right|(વાંસનાં ફૂલ)}}

[[File:Sanchayan-65 - 10.jpg|center|400px]] | |||
{{center|એક ચહેરો, કોતરણી - જ્યોતિ ભટ્ટ}} | |||
== ॥ નિબંધ ॥ == | == ॥ નિબંધ ॥ == | ||
[[File:Sanchayan-65 - 11.jpg|left|300px]] | |||
{{color| | {{color|Maroon|'''વાડ'''}}

{{Color| | {{Color|CornflowerBlue|'''નિલેશ ગોહિલ’'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાડ અમારું આશ્રયસ્થાન. અમે વાડમાં જ મોટા થયા એમ કહું તોપણ કંઈ ખોટું નથી. કેરી નદીના કાંઠાની વાડ હોય, ખેતરની વાડ હોય કે પછી ઓકળાકાંઠાની વાડ હોય એને અમારી પરવરીશમાં તલભાર પણ ખામી નથી વર્તાવા દીધી. શેઢે પાર વગરની વર્ષો જૂની ભાત ભાતની બોરડીઓ હતી. લાલચટ્ટાક ચણીબોરથી અમારાં ખિસ્સાં હાંફતાં હોય. કોઈ બોર મીઠા મધ જેવા તો કોઈ ગરભથી ભરપૂર. મુઠ્ઠીમાં સમાય નહિ તેટલા સાંગરા પડિયા આપનારા બાવળ ને ખીજડા વાડની ડૂંટીમાં જ ઊગેલા. અમને એ બ્રહ્મકમળ જેવા જ લાગતા. રાડારૂડીનાં ફૂલ અમે બકરાની જેમ મમળાવી જતા. સાથે સાથે ગંગેટીનાં સફેદ ફૂલ પછી લીલા, કાચા અને કૂણા ગંગેટા, છેલ્લે નારંગી રંગના પાકા ગંગેટાનો બરાબરનો લુત્ફ ઉઠાવતા. ખાટાં ખાટાં કશેળાં આપનારી કશેળીએ બધાં જ ખાટાં ફળોના સ્વાદ અમારી જીભમાંથી ભૂંસી નાખ્યા હતા. સૂડિયા આપનારી વેલ હતી. અમે ફાંફાં મારીને થાકતા તોય સૂડિયો ન જડે તો ત્યારે શ્લોક બોલવો પડતો, શ્લોક અમે કંઠસ્થ જ રાખતા... | વાડ અમારું આશ્રયસ્થાન. અમે વાડમાં જ મોટા થયા એમ કહું તોપણ કંઈ ખોટું નથી. કેરી નદીના કાંઠાની વાડ હોય, ખેતરની વાડ હોય કે પછી ઓકળાકાંઠાની વાડ હોય એને અમારી પરવરીશમાં તલભાર પણ ખામી નથી વર્તાવા દીધી. શેઢે પાર વગરની વર્ષો જૂની ભાત ભાતની બોરડીઓ હતી. લાલચટ્ટાક ચણીબોરથી અમારાં ખિસ્સાં હાંફતાં હોય. કોઈ બોર મીઠા મધ જેવા તો કોઈ ગરભથી ભરપૂર. મુઠ્ઠીમાં સમાય નહિ તેટલા સાંગરા પડિયા આપનારા બાવળ ને ખીજડા વાડની ડૂંટીમાં જ ઊગેલા. અમને એ બ્રહ્મકમળ જેવા જ લાગતા. રાડારૂડીનાં ફૂલ અમે બકરાની જેમ મમળાવી જતા. સાથે સાથે ગંગેટીનાં સફેદ ફૂલ પછી લીલા, કાચા અને કૂણા ગંગેટા, છેલ્લે નારંગી રંગના પાકા ગંગેટાનો બરાબરનો લુત્ફ ઉઠાવતા. ખાટાં ખાટાં કશેળાં આપનારી કશેળીએ બધાં જ ખાટાં ફળોના સ્વાદ અમારી જીભમાંથી ભૂંસી નાખ્યા હતા. સૂડિયા આપનારી વેલ હતી. અમે ફાંફાં મારીને થાકતા તોય સૂડિયો ન જડે તો ત્યારે શ્લોક બોલવો પડતો, શ્લોક અમે કંઠસ્થ જ રાખતા... | ||
| Line 600: | Line 637: | ||
વરસાદથી બચવા માટે પણ અમે આ વાડમાં જ ભરાઈ જતા. વાડે અમારી માટે ખોળો પાથરેલો જ રાખ્યો હોય. પોતે પલળે પણ અમને પલળવા ના દે. તડકા વખતે પણ એવું જ; પોતે તપે પણ અમને ન તપવા દે. ખબર નથી વાડને તે વળી પરોપકારના પાઠ કોણે ભણાવ્યા હશે? | વરસાદથી બચવા માટે પણ અમે આ વાડમાં જ ભરાઈ જતા. વાડે અમારી માટે ખોળો પાથરેલો જ રાખ્યો હોય. પોતે પલળે પણ અમને પલળવા ના દે. તડકા વખતે પણ એવું જ; પોતે તપે પણ અમને ન તપવા દે. ખબર નથી વાડને તે વળી પરોપકારના પાઠ કોણે ભણાવ્યા હશે? | ||
હવે ધીરે ધીરે વાડ વિહોણા ખેતર બાંડા હાથી જેવા લાગે છે. વાડ કાઢીને તાર બાંધી દીધા. તારમાંથી ગંગેટા બોરાં કે સાંગરા પડિયા ક્યાંથી આવવાનાં હતાં? ક્યાંક ક્યાંક તો વાડને બદલે દીવાલ જ ચણી દીધી છે. પશુ-પક્ષી, જીવ-જનાવર સાથે પવનને પણ અંદર પ્રવેશવાની પાબંદી. એક સમયે અમને અમારું પેટ ભરી અમને મોટા કર્યા હતા. મારી આંખો સામે વાડનું નિકંદન નીકળતું જાય છે અને હું આંખો આડા કાન કરું છું. | હવે ધીરે ધીરે વાડ વિહોણા ખેતર બાંડા હાથી જેવા લાગે છે. વાડ કાઢીને તાર બાંધી દીધા. તારમાંથી ગંગેટા બોરાં કે સાંગરા પડિયા ક્યાંથી આવવાનાં હતાં? ક્યાંક ક્યાંક તો વાડને બદલે દીવાલ જ ચણી દીધી છે. પશુ-પક્ષી, જીવ-જનાવર સાથે પવનને પણ અંદર પ્રવેશવાની પાબંદી. એક સમયે અમને અમારું પેટ ભરી અમને મોટા કર્યા હતા. મારી આંખો સામે વાડનું નિકંદન નીકળતું જાય છે અને હું આંખો આડા કાન કરું છું. | ||
{{Poem2Close}} | |||
{{right|(બુદ્ધિપ્રકાશઃ ૨૦૨૪)}}

==॥ પત્રો ॥ == | |||
[[File:Sanchayan-65 - 12.png|left|200px]] | |||
{{color|#003399|'''ઉમાશંકર જોશીને ઝવેરચંદ મેઘાણીનો પત્ર'''}} | |||
{{right|રાણપુરઃ ૩૦–૦૮–૧૯૪૦}} | |||
પ્રિય ભાઈ, | |||
લાંબો પત્ર મળેલો..... તમે ઈશારો કરેલો ‘લોકગીત-લોકસાહિત્ય’ના વિષય પર આવું, પણ મને સૂઝતું નથી હું શું કરું? તમે કહો છો, પણ હું તો મારા કંઠમાં પાંસચો ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યાં જતાંને મેં હજુ ય આગમાંથી ઉગારી પકડી રાખેલ છે, પણ હું કરું શું? કોની પાસે જાઉં? મારે એક મોટું volume ગીતોનું બનાવવું છે, ‘રઢિયાળી રાત’ના ત્રણ ભાગોની અંદર ન આવી શકેલાં પુષ્કળ છે. ભજનોનું કરાવી રહ્યો છું. પણ એ બધું હું કોના સહકારથી કરું? મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી, લોકસાહિત્યની એક જ કલગી બસ છે, ને એેને vindicate કરવા માટે મારી પાસે ઘણું છે. ચારણી સાહિત્ય મારા હાથમાં છે પણ હું ક્યાં બેસીને કામ કરું? પેલા વળાવાળા ચારણ-કવિ ઠાકરભાઈ, એકસઠ વર્ષની વયના છેલ્લા અવશેષ, ગઈ કાલે જ ભેટી ગયા. એને ઘેર મારા ગામથી આઠ જ ગાઉ ઉપર પાંચસો વર્ષ અંદરની હસ્તપ્રતો-ચોપડાના થોકેથોક પડ્યા છે, પણ હું એનો ભંડાર જોઈને શું કરું? હું એકલો કેટલુંક કરી શકું? Revival માટે મેં રસમાર્ગ લીધો તો વિદ્વાનો કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી. અરે ભાઈ, શાસ્ત્રીયતા તો યુનિ.ની ડિગ્રી લઈ આવનાર સેંકડો બતાવે છે, મારો છોકરોય કાલે બતાવશે, પણ પાંચસો ગીતો ને પાંચસો દુહા, આટલાં ભજનો ને આટલાં ચારણી કાવ્યો ને એનામાં રસ મૂકતી બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાખ્યે શો લાભ છે? ને એમ હું ગળાઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તો યે શો અફસોસ છે? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જાઉં તે કોઈ કહેશો?... ‘તુલસી-ક્યારો’ પૂરું કર્યું. ‘એકતારો’ની પૂર્ણાહુતિ કરી રહ્યો છું. | |||
{{ | {{right|- ઝવેરચંદ }}

{{right|( | {{right|(લિ. હું આવું છું (ખંડ-૧)}}

[[File:Sanchayan | [[File:Sanchayan-65 - 13.jpg|center|500px]] | ||
{{center|પોતે એક કલાકાર તરીકે ૨૦૦૯ (કાગળ પર ૫૨ રંગમાં સેરીગ્રાફ) - જ્યોતિ ભટ્ટ}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#003399|'''મનસુખલાલ મ. ઝવેરીનો ઝવેરચંદ મેઘાણીને પત્ર'''}} | |||
{{ | {{right|મુંબઈઃ ૨૯–૦૮–૧૯૩૯}} | ||
પ્રિય ભાઈ, | |||
પત્ર મળ્યો. તમારી પ્રવૃત્તિશીલતાની અને જંજાળની ખબર છે એટલે તમે જવાબ ન લખી શકો કે વિલંબ કરો તેનું મને દુઃખ હોય જ નહિ. મારા પત્રોનો ઉચિત ઉપયોગ કરો છો તે હું જાણું છું એટલું જ નહીં પણ તમે એમાં જે ફેરફાર કરો છો તેની સાથે પણ સંમત થઉં છું. હું તો બળ્યોઝળ્યો ગમે તેમ બાફી મારું: તમે આવશ્યક વસ્તુઓને યોગ્ય સ્વરૂપમાં પ્રગટ કરો તે તમારો અનુગ્રહ કહેવાય. યુનિ.ની મુત્સદ્દીગીરી વિશે જેમ જેમ સાંભળું છું તેમ તેમ મારા ક્રોધનો ને ખેદનો પાર નથી રહેતો. યુનિ.નું જ શા માટે? આપણા ગુજરાતી સમાજના અંગે-અંગમાં એ મુત્સદ્દીગીરી ખદબદી રહી છે. ખુશામત અને ખટપટ તો જાણે આપણો સ્વભાવ જ બની ગયાં છે. કોઈને મહેનત કરવી નથી. નક્કર અભ્યાસ કે સંગીન સાહિત્યસેવા કરીને કોઈને યશપ્રાપ્તિનો સાચો પણ લાંબો અને ધીરજ ખૂટે તેવો માર્ગ લેવો નથી. લેખકોની સાથે પરિચય રાખીને જ પોતે પણ લેખક ગણાઈ જાય તેવો લોભ સહુ રાખીને ફર્યા કરે, પરસ્પર પંપાળીને સહુ પોતપોતાનાં મનમાં મોટા બનીને ફુલાયા કરે અને ભેળમંડળ જેવા નાના નાના વાડાઓ રચીને અહો રૂપં, અહો ધ્વનિઃ કર્યા કરે! તમે મુંબઈનો વધારે અનુભવ લીધો છે એટલે આ બધું તમે જાણતા હશો જ. હું તો આ બધું નવું દેખાયું એટલે લખી રહ્યો છું. | |||
પત્ર ન લખાય તો ચિંતા રાખવાની જરૂર નથી. એ જ. | |||
{{right|લિ. મનસુખલાલના પ્રણામ}} | |||
{{right|(લિ. હું આવું છું. - ખંડ-૧)}} | |||
આ | |||
{{right| | |||

= | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
< | {{color|#003399|'''મકરન્દ દવેનો કુન્દનિકા કાપડિયાને પત્ર'''}} | ||
મનીકે પ્રિય! | |||
તારો વિસ્તૃત પત્ર મળ્યો. | |||
બહારની વ્યવસ્થાનો બધો જ દોર તારા હાથમાં. મુંબઈ રહેવું જરૂરી લાગે તો તેમ કરવું એમ તું ‘દૂર’ જા તો કાંઈ ન લાગે પણ... તારું મોં હસતું હોવું જોઈએ. મારું હૃદય વહેતા પ્રવાહ જેવું - તારા હૃદય ભણી. પણ તને ક્યાંયે આઘાત લાગે તો મારું હૃદય પછડાટ જ અનુભવે. આ નિર્બળતા હોય તો ભલે, પણ કુન્દ! - મારા તરફથી તને વિષાદની છાયાની સંભાવના જોઉં તો પણ કંપી ઊઠું. ‘બાહ્ય ગોઠવણ’માં તું મારા કરતાં વધુ સમજે તે કબૂલ ને તારી ગોઠવણ પ્રમાણે કરવાનું... ‘આંતરિક ગોઠવણ’માં... તું મારામાં ગોઠવાઈ જા, ગોઠિયણ! | |||
આપણે કદાચ સાવ અલગ પડી જઈએ ત્યારે પણ તારા આનંદની કાળજી રાખવાનું મન થાય. હા, વજ્રની વાત કરું ને મીણથીયે પોચો માનવી. આહા! તારો આનંદ મને આકરા તાપમાં પણ ઝીણી ઝરમરની જેમ વિંટાઈ વળે છે. કલ્યાણી! આ વિશ્વનું પરમ સત્ય તારું સદા કલ્યાણ કરે. | |||
આજે બપોરે ‘મહાભારત’માં ‘શકુન્તલોપાખ્યાન’ વાંચતો હતો. દુષ્યન્તની સામે શકુન્તલા એવી તો ઓજસ્વી વાત કરે છે! એક વાર તો બોલી ઊઠ્યોઃ ‘જો તો, કુન્દન! આ તેજ!’ - તે સાંભળ્યું? | |||
{{right|મ.}} | |||
[[right|(સાંઈ-ઈશા અંતરંગઃ પૃ. ૬૬)}} | |||
== ॥ વિવેચન ॥ == | |||
[[File:Chandrakanat Topiwala Sanchayan-65 - 14.jpg|left|200px]] | |||
{{color|Maroon|'''ગદ્યનું કલાસ્વરૂપ'''}}

{{Color|CornflowerBlue|'''ચંદ્રકાન્ત ટોપીવાળા'''}} | |||
{{center|(૧)}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મરિના ત્સ્વેતેવાનાં ગદ્યલખાણોના સંચયની પ્રસ્તાવના બાંધતાં સુસાન સોન્ટાગે લખેલું: ‘ગદ્ય જાણે કે હંમેશા પ્રત્યાયનશીલ સેવાપ્રવૃત્તિ છે એમ માની ગદ્યની કોઈ પણ કૃતિને ઊતરતી કક્ષાનું સાહસ ગણવામાં આવે છે.' બ્રોદસ્કીએ પણ આથી જ લશ્કરી ભાષામાં કવિતાને આકાશસંચરણ (Aviation) અને ગદ્યને ભૂમિસંચરણ (Infantry) તરીકે ઓળખાવી ગદ્યની અવહેલના કરી છે. એલિયટ દૃઢતાપૂર્વક માને છે કે એક વિશિષ્ટ સંચેતનાનો વિસ્તાર છે જે ગદ્યને અતિક્રમીને રહ્યો છે. કૉલરિજે બહુ પહેલાં ઉત્તમ શબ્દો ઉત્તમ ક્રમમાં - જેવી કવિતાની વ્યાખ્યા સામે ‘કેવળ ઉત્તમ ક્રમમાં શબ્દો’ જ્યાં હોય એને ગદ્ય તરીકે ઓળખાવ્યું છે. આમેય કોઈ પણ સાહિત્યના વિકાસમાં ગદ્યનો વિકાસ મોડો જોવા મળે છે અને ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં એ જ પરિસ્થિતિ પ્રવર્તે છે. વળી, કવિતાની જેમ ગદ્યના મૂલ્યાંકન માટે દૃષ્ટિબિંદુઓ કે મુદ્દાઓ લાંબી પરંપરાથી નિશ્ચિત થયાં નથી, એવો પહેલવહેલો તારસ્વરે અભિપ્રાય રામનારાયણ પાઠકે કાલેલકરના ગદ્યની તપાસ વખતે ઉચ્ચારેલો અને પોતાની રીતે કામચલાઉ ધોરણે એમણે નર્મદ ગદ્યની સમીક્ષા કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ચિંતનાત્મક ગદ્યની ચિંતા જેટલી ચિંતન માટે છે એટલી ગદ્ય માટે થઈ નથી એમ કહી શકાય. | |||
પશ્ચિમમાં પણ ગદ્ય અંગેના ધારણાત્મક અર્થઘટનો અને આનુભવિક વર્ણનપદ્ધતિની સામે વસ્તુલક્ષી પદ્ધતિઓનો વિકાસ છેક વીસમી સદીના બીજા ત્રીજા દાયકામાં કે વીસમી સદીના પૂર્વાર્ધમાં ઝેકોસ્લાવેકિયા, જર્મની, ફ્રાન્સ, અમેરિકામાં થયો છે અને વીસમી સદીના ઉત્તરાર્ધમાં નિરૂપણવિજ્ઞાનનાં પાસાંઓને વૈજ્ઞાનિક રીતે ઉપાવવામાં આવી રહ્યા છે. | |||
બીજી બાજુ સંસ્કૃત આલંકારિકોએ બહુ પહેલેથી જ ગદ્યના સ્વરૂપને કાવ્ય અંતર્ગત સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે: અને ગદ્યની સ્પષ્ટ વ્યાખ્યાઓ પણ બાંધી છે. એટલું જ નહિ પણ પદ્ય કે ગદ્યને પ્રધાન કે ગૌણ ગણ્યા વગર માત્ર કાવ્યત્વના સંદર્ભમાં જ એના મૂલ્યાંકનના માપદંડ નીપજાવ્યા છે. અને જો પ્રધાન ગૌણની ગદ્યના દુર્બન્ધ કલાસ્વરૂપની એમણે સવિશેષ નોંધ લીધી છે. | |||
આ સમગ્ર સંદર્ભ જોતાં ગદ્ય શું છે, ગદ્યનો રોજિંદી ભાષા સાથે સંબંધ શો છે; ગદ્ય માત્ર પદ્યની કોઈ પ્રતિલોમ વસ્તુ છે, શુદ્ધ ગદ્યથી માંડીને સર્જક ગદ્ય કે લલિત યા સાહિત્યિક ગદ્ય સુધીની સીમારેખાઓ કઈ છે, કથાત્મક અને અકથાત્મક ગદ્યની આશયલક્ષિતા કઈ રીતે ભિન્ન હોઈ શકે, આધુનિક ગદ્ય પારંપરિક ગદ્યથી કંઈ વિશેષ ગુણમાત્રા પ્રકટ કરે છે, વગેરે જટિલ પ્રશ્નોના ઉકેલ તો આ તબક્કે મળે યા ન મળે પણ આ પ્રશ્નોની ઓળખ સુધી તો અવશ્ય પહોંચવું પડશે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{center|(૨)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંસ્કૃતમાં गद् એટલે કહેવું અને લેટિનમાં Prosa એટલે સીધું અનલંકૃત ભાષારૂપ (Straight forward discourse) એવા ગદ્ય અંગેના પ્રકૃતિગત ખ્યાલો પડેલા છે. પરંતુ રોજિંદી બોલાતી ભાષામાં એકબીજા સાથે વ્યવહાર કરીએ છીએ, એકબીજાને જે કાંઈ કરીએ છીએ એ સીધું ભાષાનું અસંઘટિત રૂપ ગદ્ય નથી. મોલિયેરના નાટક ‘લે બુર્ઝવા ઝેન્તિલ હોમ’માં એક પાત્ર મોન્શ્યોર ઝૂરદેંને રોજિંદી ભાષા અને ગદ્યની ભેળસેળ થઈ ગઈ છે અથવા પાત્રને આશ્ચર્ય છે કે રોજિંદી ભાષામાં સ્વાભાવિક વ્યવહાર ન કરવાને બદલે તૈયાર આયોજિત ભાષાનો જ ઉપયોગ કરતો રહ્યો છે. ટૂંકમાં ગદ્ય જે અર્થમાં સંઘટન છે એ અર્થમાં રોજિંદી ભાષા સંઘટન નથી. રોજિંદી ભાષાથી વધુ સંઘટિત રૂપ ગદ્યનું છે, પછી એ લેખિત હોય કે મૌખિક. ગદ્યનો આ રીતે પહેલો વિરોધ રોજિંદી ભાષા સાથેનો છે. | |||
ગદ્યનો બીજો વિરોધ પદ્ય સાથેનો છે અને એ વિરોધને અચૂક ગદ્યની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યો છે. ગદ્ય એટલે છંદહીન ભાષાસ્વરૂપ, દંડી ‘अपादः पदसंतानो गद्यम्’ (‘કાવ્યદર્શ ૧.૨૩’) એટલે કે જેમાં ગણમાત્રાદિકના નિયત પદનો અભાવ છે એવાં પદોનું સાતત્ય તે ગદ્ય એમ કહીને ગદ્યને ઓળખાવે છે; તો વિશ્વનાથ वृत्तगंद्योज्झितं गद्यम् (‘સાહિત્યદર્પણ’ ૬-૩૩૦) વૃત્તની ગંધથી પણ દૂરની પરિસ્થિતિને ગદ્ય તરીકે ઓળખાવે છે. તો વામન ‘गद्यं वृत्तगन्धि चूर्णमृत्कलिका प्रायं च’ (કાવ્યાલંકાર सूत्राणि ૧.૨૧) કહી ક્યારેક અલપઝલપ રચાતા વૃત્તગન્ધિ ગદ્યની નોંધ લે છે. સાથે સાથે અદીર્ઘ સમાસ કોમલવર્ણોના ગદ્યબંધ ચૂર્ણને અને દીર્ઘસમાસ કઠોરવર્ણોના ગદ્યબંધ ઉત્કલિકાપ્રાયને જુદા તારવે છે. પરંતુ વામને ‘काव्यं गद्यं पद्यं च’ સૂત્રમાં ગદ્યનો નિર્દેશ પદ્યની પહેલાં કર્યો છે એ સૂચકતાને સ્પષ્ટ કરતાં વૃત્તિમાં કહ્યું છે કે દુર્લક્ષ્યવિષયને કારણે અને દુર્બન્ધને કારણે ગદ્યને પહેલું મૂક્યું છે અને પછી ઉમેર્યું છે કે ‘गद्यं कवीनां निकषं वदन्ति’ ગદ્ય કવિની કસોટી કહેવાય છે. | |||
ગદ્ય કઠિન છે કારણ ગદ્યમાં અનિયતપાદ લય છે. વિપુલ પ્રમાણમાં રહેલી લયની અનિયમિતતા અને અપાર વિવિધતાને કારણે સમગ્ર વિષમ લયની સામગ્રીમાંથી સંવાદ ઊભો કરવા માટે, નિયંત્રણનું બળ ઊભું કરવા માટે અને ઉત્કટ ભાષાપ્રસ્તુતિ કરવા માટે ઊંચા પ્રકારની શક્તિનો ગદ્યમાં તકાજો રહ્યો છે. વળી પદ્યમાં વાક્યરચના ગૌણ બનીને પુનરાવૃત્ત લયની આકૃતિ અગ્રણી બને છે. એની સામે ગદ્યમાં લયની પુનરાવૃત્તિને તાબે થયા વગર વાક્યરચનાઓનું નેતૃત્વ અગ્રણી બને છે. ગદ્ય અને પદ્ય વચ્ચેનો કોઈ પણ ભેદ અન્યથા કોઈ પણ બાબતમાં માત્રાભેદ હશે, પરંતુ લય અંગેનો ભેદ જાતિગત છે. ગદ્યનો વિકેન્દ્રિત લય ગદ્યનો પદ્યથી પાયાનો ભેદ છે. | |||
ગદ્યની એક સીમા શુદ્ધ ગદ્યની છે અને ગદ્યની બીજી સીમા સર્જક ગદ્યની, સાહિત્યિક ગદ્યની છે. આ બંને સીમાઓ પરનો ગદ્યનો વિરોધ પણ મહત્ત્વનો છે. શુદ્ધ ગદ્યની લગોલગ રહેલી ગદ્યાળુતા અત્યંત નિર્જીવ, નવા વિચાર કે ભાવની ઉત્કટતા વગરની, ઘણું, કહેતી અને કશો રસ ન જગાડતી નીરસ અભિવ્યક્તિનું ક્ષેત્ર છે, તો સર્જક ગદ્યની લગોલગ રહેલી કવેતાઈ અત્યંત કૃતક અલંકારપ્રતીકથી ખીચોખીચ કશું જ ન કહેતી અને વિસ્તારતી વ્યર્થ ઘટાટોપ અભિવ્યક્તિનું ક્ષેત્ર છે. ગદ્યનો ગદ્યાળુતાથી અને કવેતાઈથી જેટલો વિરોધ છે એટલો ગદ્યનો પદ્યથી નથી. ગદ્ય અને પદ્ય બંને સાહિત્યિક બની શકે છે. બંનેનો વિનિયોગ કશા આશયથી થયો છે, એમાં કલ્પનાનું સાતત્ય કયા પ્રકારે જળવાયું છે, એનું મૂલ્યાંકન કેવળ હકીકત કે સત્ય પર નિર્ભર છે કે એમાં ભાષા દ્વારા કશુંક પ્રત્યાયિત કરવામાં આવ્યું છે કે ભાષા પોતે જ કશીક રીતે પ્રત્યાયિત થવા માંડી છે - આ બધા પ્રશ્નોની તપાસથી જ ગદ્ય કે પદ્યની સાહિત્યિકતા કે સર્જકતા કે કાવ્યતા નક્કી થઈ શકે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|(૩)}} | |||

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાગ્યે જ જેના તરફ આપણું ધ્યાન ખેંચાયું છે એ ‘અલંકારસર્વસ્વ’ના કર્તા રાજાનક રુટ્યકના શિષ્ય આચાર્ય મંખકે એના ‘સાહિત્યમીમાંસા’ના બીજા પ્રકરણમાં બહુ વિશદ રીતે અને જરા જુદી રીતે આની ચર્ચા કરી છે. ભોજ ઇત્યાદિ આલંકારિકો દ્વારા ૧૨ જેટલા સાહિત્યસંબંધોનો સ્વીકાર થયો છેઃ વૃત્તિ, વિવક્ષા, તાત્પર્ય, પ્રવિભાગ, વ્યપેક્ષા, સામર્થ્ય, અન્વય, એકાર્થી, દોષત્યાગ, ગુણાધાન, અલંકારયોગ અને રસાન્વય. પરંતુ આચાર્ય મંખક આ બાર સાહિત્ય સંબંધોમાં ભેદ કરે છે; અને સ્પષ્ટ જણાવે છે કે એમાંથી પ્રારંભના આઠ સંબંધો દ્વારા તો માત્ર સાહિત્ય, એટલે કે ભાષા અને વ્યાકરણ જ રચાય છેઃ ‘एषां समष्टिरष्टानां साहित्यमिति निर्णयः।’ બાકીના ચાર સંબંધો જ કાવ્ય રચે છે. આ ચાર સંબંધો દોષત્યાગ, ગુણાધાન, અલંકારયોગ અને રસાન્વયને આચાર્ય મંખક સાહિત્યના પરિષ્કારો તરીકે ઓળખાવે છે; અને આ ચાર પરિષ્કાર દ્વારા જ સાહિત્ય કાવ્ય બને છેઃ शब्दार्थयोः संमेलनमात्रमुत्त्किरूपं साहित्यं तच्छास्राप्खानादि साधारणम्, अन्यत् परिष्कार विशिष्टं तत् काव्यमिति मन्यामहे। | |||
અહીં આચાર્ય મંખકે કરેલો સાહિત્ય અને કાવ્ય વચ્ચેનો ભેદ અને એ ભેદ માટે દર્શાવેલાં ચાર પરિષ્કારલક્ષણો ગદ્ય કે પદ્યની સર્જકતા માટે અત્યંત દ્યોતક છે. દોષત્યાગ દ્વારા સૂચવાતું સભાનતાપૂર્વકનું ભાષાનું સંઘટન (Composition); ગુણાધાન દ્વારા સૂચવાતું લય અને વાદ સાથે સંકળાયેલું ભાવોનું શૈલીપોત (Texture), અલંકારયોગ દ્વારા સૂચવાતું પ્રતીકકલ્પન સહિતનું વિચલિત અને અગ્રપ્રસ્તુતિ પામેલું ભાષાનું નવસંસ્કરણ (foregrounding) અને રસાન્વય દ્વારા સૂચવાતું ભાષાનું પ્રતિભાવમૂલક સામર્થ્ય (affective potency) અહીં નોંધપાત્ર છે. | |||
આચાર્ય મંખકે સાહિત્યને ધોરણ ગણી, સાહિત્યપરિષ્કારોની વિનિયુક્તિ દ્વારા રચાતા કાવ્યને સાહિત્યથી જુદું તારવ્યું અને વિશિષ્ટ સાહિત્યની કલ્પના કરી. બરાબર એ જ રીતે પશ્ચિમમાં રશિયન સ્વરૂપવાદે પહેલીવાર સાહિત્યિકતા અંગે વિચારણા કરી તેમ જ કાવ્યભાષા અને સાહિત્યિક ગદ્યના લક્ષણોને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો. વિકતોર શ્કલૉવ્સ્કીએ એના ‘ગદ્યસિદ્ધાન્ત’ (૧૯૨૫) લેખમાં ગદ્ય શબ્દને અસંદિગ્ધપણે સાહિત્યિક ગદ્યના અર્થે પ્રયોજ્યો છે, અને સાહિત્યિક ગદ્ય કઈ રીતે વિયોજનની પ્રવિધિ (Device of estrangement) દ્વારા અગ્રપ્રસ્તુતિ (foregrounding) સાધે છે, કઈ રીતે આપણા પ્રત્યક્ષ (perception)ને કઠિન બનાવી સ્વયંચાલનની પ્રક્રિયાને અટકાવે છે, અને એમ કરીને કઈ રીતે આપણો પ્રત્યક્ષ સ્વરૂપ પરત્વે કેન્દ્રિત થાય છે એ દર્શાવ્યું છે. | |||
વિયોજનનો આ સિદ્ધાંત આપણને ઉત્કાંતિના સિદ્ધાંત તરફ, પરંપરાવિચ્છેદની પરંપરા તરફ લઈ જાય છે. પરંપરાવિચ્છેદની આ પરંપરામાં સાહિત્યકૃતિના સ્વરૂપનો પ્રત્યક્ષ અન્ય હયાત સાહિત્યકૃતિઓના સંદર્ભમાં જ શક્ય બને છે. નવું સ્વરૂપ નવી સામગ્રીને અભિવ્યક્ત કરવા માટે નહિ પરન્તુ કલાના સ્વરૂપ તરીકે લાક્ષણિકતા ગુમાવી બેઠેલા પુરોકાલીન સ્વરૂપની અવેજીમાં ઊભું થાય છે. શ્કલોવ્સ્કીનો આ ગદ્યસિદ્ધાંત પછી વ્યાદિમિર પ્રોપની પરીકથાઓના વિશ્લેષણમાંથી પસાર થઈ નિરૂપણપરક ગદ્યના વિશ્લેષણ તરફ ખસે છે. કથાસાહિત્યમાં મૂળની કથાંશસંખ્યા (fabula)માંથી કઈ રીતે કથાંશક્રમ (syuzhet) ઊભો થાય છે, અગ્રણી અર્ધ (the leading half) અને પરિમાણી અર્ધ (concluding half)ની પ્રસ્તુતિ દ્વારા પૂર્વપ્રભાવ (Primacy effect) અને પશ્ચાત્ પ્રભાવથી ગદ્યપ્રભાવ કઈ રીતે વિસ્તરે છે, વળી એને આધારે કથાંશક્રમવાળું ગદ્ય અને કથાંશક્રમ વગરનું ગદ્ય એવો ભેદ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે એનો રસપ્રદ ઇતિહાસ આલેખાયો છે. પરંતુ આ ઇતિહાસના પાયામાં હજી શ્કલોવ્સ્કીનો વિયોજનનો સિદ્ધાંત જ મોજૂદ છે. | |||
મિખાઈલ બખ્તીન ભાષાની સર્જકશક્તિ સાથે અવિચ્છિન્નપણે સંકળાયેલા સંંવાદતત્ત્વના સિદ્ધાંતનું નિરૂપણ આપે છે. બખ્તીન દર્શાવે છે કે શબ્દ સતત સંવાદથી સંયુક્ત છે. આપણે શબ્દો વાપરીએ છીએ ત્યારે આપણે ભીતરમાં કોઈના શબ્દોની પ્રતિક્રિયામાં સંવાદ જ રચતા જોઈએ છીએ. કોઈ અન્યની ઉક્તિ જ આપણને આપણી ઉક્તિ તરફ દોરી જાય છે. ભાષાની આ સંવાદસંયુક્ત પ્રકૃતિના નિરૂપણ ઉપરાંત બખ્તીન નવલકથા અંતર્ગત સ્થલકાલ (Chronotopos)ના સંઘટનનો સિદ્ધાંત યોજે છે. આમ, ગદ્યસિદ્ધાંત ધીમે ધીમે કથાસાહિત્યને અનુલક્ષીને મુખ્યત્વે નિરૂપણસિદ્ધાંતમાં પલટાતો જોવાય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|(૪)}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છેવટે નિરૂપણ સિદ્ધાંત સંરચનાવાદી ભૂમિકામાં પ્રવેશી પ્રાથમિક ભાષાકીય સાદૃશ્યોમાંથી પોષણ મેળવતો જોવાય છે. વાક્યવિન્યાસ એ નિરૂપણનિયમો માટેનો મૂળભૂત પ્રતિમાન (model) રહ્યો છે. તોદોરોવ અને અન્ય વિવેચકો ‘નિરૂપણાત્મક વિન્યાસ’ (narrative syntax)ની વાત આવરે છે. ગ્રેમાં નિરૂપણના સાર્વત્રિક વ્યાકરણની શોધમાં નીકળે છે. ગેરાર ઝેનેત રશિયન સ્વરૂપવાદીઓના કથાંશસંખ્યા અને કથાંશક્રમના ભેદને અંતર્ગત કરી નિરૂપણ અંગે પોતાનો સબળ અને સંકુલ સિદ્ધાંત ઉપસાવે છે. | |||
ઘટનાની આગળપાછળ થતી આનુક્રમિક, રૈખિક કે વ્યુત્ક્રમ ગતિ (order); ઘટનાનું વિસ્તરતું, સંક્ષેપાતું, થંભતું સ્વરૂપ, એનો સમયાવધિ (duration); એકવાર બનતી હોવા છતાં અનેકવાર રજૂ થતું કે અનેકવાર બનતી હોવા છતાં એકવાર ઉલ્લેખાતી ઘટનાની વારંવારતા (Frequency); ઉક્તિની પ્રત્યક્ષ કે પરોક્ષ રજૂઆત સાથે દૃષ્ટિબિંદુને સમાવતી ઘટનાની વૃત્તિ (mood); નિરૂપકના પ્રકારને અને નિરૂપણ જેના માટે ઉદ્દેશાયું હોય એના પ્રકારને લક્ષમાં રાખતી વ્યાહ્યતિ (voice), વગેરે ભેદો ઉપરાંત કથા, નિરૂપક, નિરૂપ્ય, નિરૂપણના ભેદોને દર્શાવતી ઝેનેતની ચર્ચા મહત્ત્વાકાંક્ષી છે. ઝેનેતે સીધી ઉક્તિ અને પરોક્ષ ઉક્તિને આધારે નિરૂપણ અને પ્રતિનિધાન વચ્ચેનો, ગતિશીલ અને સ્થિર ઘટકતત્ત્વને આધારે નિરૂપણ અને વર્ણન વચ્ચેનો તેમ જ વ્યક્તિગત અવાજની સંયુક્તિ અને વિયુક્તિને આધારે નિરૂપણ અને પ્રોક્તિનો વિરોધ પણ સ્પષ્ટ કર્યો છે. | |||
અહીં નોંધવું જોઈએ કે આ નિરૂપણ સિદ્ધાંતોમાં ભાષાની નિર્દેશપરક પ્રકૃતિ, અર્થનું સાતત્ય અને સંવાદ, નિરૂપકની પ્રોક્તિ અને પાત્રની પ્રોક્તિ વચ્ચેનો ભેદ, નિરૂપકની વસ્તુલક્ષિતા કે નિષ્ક્રિયતા વગેરેનો સ્વીકાર નિહિતપણે કરાયેલો છે. પરંતુ આધુનિક ગદ્યકૃતિઓ નિરૂપણ સિદ્ધાંતના આ નિહિત સ્વીકારને પડકારતી આવી છે. પારંપરિક સાહિત્યિક ગદ્ય અને આધુનિક સાહિત્ય ગદ્ય લગભગ એકબીજાના પ્રતિપક્ષમાં ઊભેલાં જોવાય છે. | |||
આ સમગ્ર ભૂમિકા લક્ષમાં રાખતાં કોઈ પણ ગદ્યના કલાસ્વરૂપના મૂલ્યાંકનમાં હવે, ગદ્ય સાહિત્યિક છે કે અસાહિત્યિક છે, ગદ્ય પારંપરિક છે કે આધુનિક છે, ગદ્ય કથાસાહિત્યનું છે કે અ-કથાસાહિત્યનું છે. કથાસાહિત્યમાં પણ એ પ્રમાણ સામગ્રી આધારિત જીવનકથા અને આત્મકથાનું છે કે કલ્પના આધારિત નવલકથા વાર્તા નાટકનું છે, ગદ્ય કયા સાહિત્યપ્રકારનું છે, ગદ્યનું વૈયક્તિક કૃતિનિષ્ઠ સ્વરૂપ કયું છે, ગદ્યની અંતર્ગત તરેહોનો આશય શો છે, ગદ્યની કૃતિનિષ્ઠ અંતરંગ સંરચના અને કૃતિનિષ્ઠ બહિર્રંગ અભિવ્યક્તિ વચ્ચેની સંયોજિત કામગીરી શી છે-જેવા પ્રશ્નો ઉપસ્થિત થવા સ્વાભાવિક છે. આજના સંકેતવિજ્ઞાન, પ્રોક્તિવિજ્ઞાન, નિરૂપણવિજ્ઞાન આ દિશાઓમાં મથી રહેલાં જોવાય છે. | |||
આ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(વિવેચનનો વિભાજિત પટ)}}

[[ | [[file:Sanchayan-65 - 15.jpg|center|400px]] | ||
{{center|વર્ષા ઋતુ ૨૦૧૬ - જ્યોતિ ભટ્ટ}} | |||
==॥ કલાજગત ॥ == | |||
[[File:Sanchayan | [[File:Sanchayan-65 - 16.png|right|200px]] | ||
[[File:Sanchayan-65 - 17.jpg|left|300px]] | |||
{{color|Maroon|'''ડિજિટલ છબિકળા (ફોટોગ્રાફિક)'''}}

{{Color|CornflowerBlue|'''કનુ પટેલ’'''}} | |||
{{Poem2Open}} | |||
આપણા સમયના વિખ્યાત ચિત્રકાર, છાપા કળાકાર (પ્રિન્ટમેકર) અને છબિકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટ વિશે ગુજરાત કલા પ્રતિષ્ઠાને ૧ મે ૨૦૧૫ ગુજરાત સ્થાપના દિને “રૂપનામ જૂજવાં” નામનો કલાગ્રંથ તૈયાર કરેલો. તેમાં સાત વિભાગમાં છત્રીસ જેટલા કળા વિષયક લેખો લેવામાં આવ્યા હતા. જેમાં છબિકળા, લોકકળા, મુદ્રણક્ષમકળા (પ્રિન્ટમેકીંગ), ચિત્રકળા, ગ્રંથ પરિચય અન્ય લેખો ઉપરાંત શ્રી જ્યોતિભાઈની કેફીયત અને મુલાકાત આપવામાં આવી છે. જ્યારથી છબિકળાની શોધ થઈ ત્યારથી ચિત્રકળા સાથે તેનો સંબંધ રહ્યો છે. અહીં જ્યોતિ ભટ્ટના પુસ્તક ‘રૂપ-નામ જૂજવાં’માંથી ડિજિટલ છબિકળા વિશેનો લેખ મુકવામાં આવ્યો છે. | |||
છબિકળાની શોધ પછી લોકોએ કૅમેરાનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે અને ત્યાર પછી પણ લાંબા સમય સુધી ચિત્રકળા તથા છાપકળા સાથે સંકળાયેલા ઘણા કળાકારો કૅમેરાને અપનાવવા રાજી ન હતા. મુખ્યત્વે એ કારણે કે એમની માન્યતા પ્રમાણે ‘કેમેરાથી બનાવાયેલી છબિમાં વિજ્ઞાન અને ટેકનોલોજિ જ ભારોભાર ભરેલી હતી. આથી તેમાં કળાસર્જનના આવશ્યક સ્રોત, ભાવના તથા ઊર્મિ-અભિવ્યક્તિને યોગ્ય સ્થાન મળી શકતું જ નથી.’ આ નવી શોધથી વ્યથિત અને ક્રોધિત થઈ ફ્રાંસના પીટર દ’લા રોશ નામના ચિત્રકળાના એક પ્રાધ્યાપકે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહેલું: ‘આજથી હવે ચિત્રકળા મરી પરવારી છે.’ | |||
જોકે સદ્ભાગ્યે ત્યાર બાદ થયું એવું કે છબિકારો અને ચિત્રકારોના પરસ્પર આદાન-પ્રદાનને પરિણામે કળારૂપોની ક્ષિતિજો તથા કળાઅભિવ્યક્તિની દૃશ્યભાષા બન્ને વિસ્તરતાં જ રહ્યાં. કેટલાક ચિત્રકારોએ છબિકળાના સ્વરૂપો અપનાવી પોતાની દૃશ્યભાષાની ધાર તીક્ષ્ણ કરી. તો ‘આધુનિક’ ચિત્રકળાના વિકાસમાં છબિકળાએ પરોક્ષ રીતે પણ મોટું પ્રદાન કર્યું. કૅમેરાનો ઉપયોગ સામાન્ય બન્યો ત્યાર બાદ, પચાસ વરસ પછી પણ પૉલ ગોગેંએ કેમેરા પ્રત્યેનો પોતાનો અણગમો અને વિરોધ વ્યક્ત કરતાં કહેલું: ‘યંત્ર પ્રવેશ્યું ને કળાને દીધી ભગાડી.” આવા પ્રતિભાવે વાન ગોઘ અને ઍડવર્ડ મન્ક જેવા ચિત્રકારોને ‘તદ્દન નવો, કૅમેરાની પહોંચની બહાર હોય તેવો રાહ અપનાવી અપૂર્વ કળાકૃતિઓ સર્જવા પ્રેર્યા’ હતા. | |||
આમ છતાં પોતે બનાવેલી છબિઓને ચિત્રાદિ કળાકૃતિઓની સમકક્ષ, સન્માનનીય સ્થાન મળે તે માટે છબિકારોએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે, તેમ છતાં તેમને આંશિક સફળતા જ મળી શકી હતી. આજ પર્યન્ત એ પરિસ્થિતિમાં ખાસ કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. | |||
કહેવાય છે કે ઇતિહાસનું પુનરાવર્તન થતું જ રહે છે. ‘ડિજિટલ ટેકનોલોજિના વિસ્ફોટ પછી છબિકળા ક્ષેત્રે અકલ્પનીય ફેરફારો થવા લાગ્યા છે. આના મિશ્ર પ્રત્યાઘાતો છબિકારોમાં જોવા મળે છે. કેટલાક એને છબિકળા પર થયેલું ટેકનોલોજિનું આક્રમણ માને છે. લાંબા અનુભવ અને મહેનતને પરિણામે ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હસ્તકૌશલ્ય પર પ્રભુત્વ મેળવી તેઓ તેમની છબિના રંગ-રૂપમાં જે ખૂબીઓ નિખારી શકતા હતા તેની જોડનું પરિણામ આ, નવી ડિજિટલ પ્રકારની છબિકળાથી લાવવું શક્ય જ નથી એમ તેઓનું માનવું છે. | |||
જોકે આરંભના થોડાં વર્ષ દરમ્યાન ડિજિટલ પ્રકારે બનાવાયેલી છબિઓની ગુણવત્તામાં- ૧૫૦ વર્ષ દરમ્યાન ઘડાયેલી પારંપારિક છબિઓની તુલનામાં- થોડી ઊણપો જણાતી હતી. પરંતુ હવે તો તેમાં પણા બધા સુધારા-વધારા થઈ ચૂક્યા છે. અને કૂદકે ને ભૂસકે થતા જ રહેશે. જર્મનીની ‘બાઉહાઉસ’ નામક વિખ્યાત કળાસંસ્થાના કળાકારોએ કૅમેરા દ્વારા બનતાં છાયાંકનોનું કળાકૃતિમાં રૂપાંતર કરતા ઘણા પ્રયોગો કરેલાં. એ સમૂહના એક મહત્ત્વના કળાકાર મોહોલી નાજીએ કૅમેરાના ઉપયોગ અંગે જે નિરક્ષરતાની વાત કરેલી તેને દૂર કે ઓછી કરવામાં ડિજિટલ છબિકળાનો ફાળો ઘણો મોટો છે. | |||
વાપરવામાં સરળ અને આજની પરિસ્થિતિમાં કદાચ સસ્તા પણ કહી શકાય તેવા, કદમાં અત્યંત નાના પણ વિરાટ ક્ષમતા ધરાવતા ડિજિટલ કૅમેરા વૈશ્વિકીકરણના પ્રતાપે હવે ભારતમાંય સહેલાઈથી ઉપલબ્ધ બન્યા છે. વળી મોબાઈલ ટેલિફોનમાં પણ છબિ લઈ શકાય તેવી વ્યવસ્થા સામાન્ય બનતી ચાલી છે, માત્ર સ્થિર જ નહીં પરંતુ હાલતી-ચાલતી વિડિયો પ્રકારની છબિઓ સુદ્ધાં આવા કૅમેરા દ્વારા લઈ શકાય છે ને તેય ધ્વનિ સાથે! આપણી ચોતરફની પરિસ્થિતિમાં બનતા રહેતા નાટ્યાત્મક પ્રસંગો, વિવિધ માનવસંબંધો વગેરેને વ્યક્ત કરતી અનેક બાબતોની સારી છબિઓ મેળવવા માટે કૅમેરાધારકની હાજરી હોવી એ એક પાયાની આવશ્યક્તા છે. મોબાઈલ ટેલિફોન સાથે જોડાયેલા કૅમેરાની સુવિધા તેમજ નાના કદને કારણે બધી પરિસ્થિતિઓમાં ડિજિટલ કૅમેરા સાથે રાખવાની સમસ્યા મહદંશે દૂર થઈ છે. | |||
રાસાયણિક પ્રક્રિયાઓ તથા ડાર્કરૂમનાં બંધનોથી મુક્ત એવી આ નવા પ્રકારની છબિકળાએ ઘણી નવી ક્ષિતિજો તરફ મીટ માંડી પ્રયાણ આદર્યું છે. એક જ કૅમેરા દ્વારા સાદી (શ્વેત-શ્યામ) તથા રંગીન છબિઓ મેળવી શકાય છે. પ્રકાશના વિવિધ સ્રોતની આગવી લાક્ષણિકતાઓ હોય છે. ઉદા.ત. વીજળીના ગોળાઓમાં ઉષ્ણ-કેસરીનો અને ટ્યુબલાઈટમાં જોવા મળતો શીત-લીલા રંગનો પ્રભાવ. આવા પ્રભાવો રંગીન તથા સાદી, બન્ને પ્રકારની છબિઓ પર પોતાની વરવી લાગતી અસરો દેખાડે છે. આવા વર્ણપ્રભાવ (કાસ્ટ)ને દૂર કરી છબિમાં શુદ્ધ અને સંપૂર્ણતયા શ્વેત પ્રકાશમાં દેખાતા રંગો અથવા તડકાની પ્રખર તેજભરી પરિસ્થિતિમાં છબિ બનાવતી વખતે ઇચ્છિત છબિ-રૂપની જરૂરિયાત પ્રમાણે છાયા-પ્રકાશમાં વિરોધાભાસનું પ્રમાણ વધારી કે ઘટાડી પણ શકાય છે. ઇચ્છા કે જરૂર પ્રમાણે છબિકારો આવા કૅમેરાની પ્રક્રિયાઓનું પૂરેપૂરું કે આંશિક સંચાલન ‘હાથ’ વડે (મેન્યુઅલી) કે કૅમેરા દ્વારા-સંપૂર્ણ સ્વયંસંચાલિત રીતે કરી શકે છે. | |||
ડિજિટલ કૅમેરાનો એક બહુ મોટો ફાયદો એ છે કે છબિ લીધા પછી તેને તરત જ જોઈ શકાય છે. તેની નાનામાં નાની વિગતને વિશાળ કરી ચકાસી શકાય છે. નબળી જણાતી છબિઓ ‘ભૂંસી’ નાખી શકાય છે અને એથી નવી છબિ માટે ખાલી જગ્યા મેળવી લઈ શકાય છે. ફિલ્મને સ્થાને ઉપયોગમાં લેવાતા એક નાનકડા-ટપાલની ટિકિટ જેવડા-મેમરી કાર્ડ પર પચાસ-સોથી માંડી હજાર-બે હજાર કે તેથી પણ વધુ કલ્પનો-ઈમેજીસ-છબિરૂપે અંકિત થઈ શકે છે. કાર્ડ પર અંકિત થયેલા કલ્પનોની કાગળ પર ‘હાર્ડ કૉપી’ રૂપે છાપ મેળવી શકાય અને ટી.વી. સાથે કૅમેરા જોડીનેય જોઈ શકાય. કમ્પ્યૂટરમાં તો જોઈ જ શકાય પરન્તુ ‘સોફ્ટ કૉપી’ રૂપે સંગ્રહી શકાય તેમજ જરૂર પ્રમાણે તેમાં સુધારાવધારા કરી છબિને વધુ કળાત્મક રૂપ પણ આપી શકાય. જોકે ડાર્કરૂમમાં પણ કેટલાક છબિકારો આવા સુધારા-વધારા કરી લેતા હતા પરન્તુ તે સરળ ન હતું. સરસાધન, રસાયણો, વિવિધ લાક્ષણિકતા ધરાવતા ખાસ કાગળો ઉપરાન્ત હસ્તકૌશલ્ય અને અનુભવ પર બધું અવલંબિત રહેતું. વળી ઘણી ખરી પ્રક્રિયાઓ કરી લીધા બાદ અંતે મળી શકનાર પરિણામના તબક્કાઓ તત્ક્ષણ નરી આંખે જોઈ શકાતા નહીં અને ધાર્યું પરિણામ મળે ત્યાં સુધી બધી પ્રક્રિયાઓનું પુનરાવર્તન કર્યા કરવું જરૂરી બની રહેતું. નાણાં અને સમય બન્ને દૃષ્ટિએ તે ઘણું મોંઘું બની રહેતું. કમ્પ્યૂટર પર હરેક અવસ્થા દરમ્યાન કલ્પનો જોઈ શકાય છે અને તે પણ અજવાળામાં. દરેકે દરેક તબક્કાઓને જુદા રાખી શકાતા હોઈ પાછલા-ભૂતકાળના-તબક્કે ફરીથી કામ કરવાનું પણ શક્ય બને છે. | |||
મેમરી કાર્ડ પર અંકિત છબિઓને ઉપરોક્ત પ્રકારે રૂપાંતરિત કરી લીધા પછી એના એ કાર્ડનો ફરી ફરી ઉપયોગ કરી શકાય છે અને એથી ફિલ્મની તુલનામાં આ સસ્તું તથા સગવડભર્યું પણ બની રહે છે. | |||
તોલ-માપ, નાણાં, ઉષ્ણતામાન વગેરેની ગણતરી માટે સ્વાતંય પૂર્વે ભારતમાં ઉપયોગમાં લેવાતાં વિવિધ પ્રકારના ઘટકોને સ્થાને દશાંશ પદ્ધતિ અપનાવવામાં આવી છે. સમાન પદ્ધતિ અને ધોરણોને લીધે કોઈ પણ એક ક્ષેત્રની સમજ બીજાને સમજવા ઉપયોગી નીવડે છે. એ પ્રમાણે કમ્પ્યુટર, ટી.વી., વિડિયો ગેઈમ્સ તથા સંગીત સાંભળવા માટેના ઉપકરણો ચલાવતાં રિમોટ-કંટ્રોલ તથા મોબાઈલ ટેલિફોનની કળો-ચાંપો અને મેન, વિન્ડો જેવી બાબતો સાથે જોડાયેલી ‘દૃશ્યભાષા’માં ખૂબ જ સામ્ય હોઈ એવાં સાધનોથી જરા-તરા જ પરિચિત હોય તેવી વ્યક્તિ માટે પણ ડિજિટલ કૅમેરા વાપરવાનું સરળ બની રહે છે. | |||
નાના તથા મોબાઈલ ટેલિકોનમાં સમાવાયેલ ‘લક્ષ્ય તરફ કૅમેરા ધરી કળ દબાવો ને છબિ મેળવો’ (પોઈન્ટ ઍન્ડ શૂટ) પ્રકારના કૅમેરામાં એક સમસ્યા હજુ સંતોષકારક રીતે ઉકેલાઈ નથી. એમાં કળ દબાવ્યા પછી તરત જ નહીં પરન્તુ એકાદ સેકન્ડ પછી છબિ લેવાય છે. જોકે આનું નિવારણ પ્રમાણમાં મોટા અને ઘણા મોંઘા કૅમેરામાં લાવી શકાયું છે. પરંતુ ટેકનોલોજિના વિકાસની ગતિ જોતાં આ લખાણ છપાય તે પહેલાં ઉપરોક્ત સમસ્યાનો ઉકેલ આવી જાય તથા આ લખાણમાં જણાવેલી ઘણી વિગતો ‘ભૂતકાળની વાત, ગઈ-ગુજરી’ બની રહે તો તેમાં નવાઈ પામવા જેવું નથી. | |||
ડિજિટલ પ્રકાર પહેલાંની છબિકળા સમયે કૅમેરા દ્વારા તેની સામે રહેલાં રૂપોની કાચ, કચકડા કે પ્લાસ્ટિકની સપાટી પર દૃશ્યરૂપે નોંધ થઈ જતી હતી. આવી નોંધમાં કેટલીક બાબતો આંખે દેખ્યા અનુભવથી ઊલટી થઈ જતી હતી. આકારો, ઘાટ, પોત તથા તેનાં પ્રમાણો તો આજુબાજુના અવકાશ સાથેના પરસ્પર દૃશ્યસંબંધો બદલાયા વિના જ જળવાઈ રહેતા હતા. પરંતુ પ્રકાશાવસ્થા તથા રંગો તો તદ્દન બદલાઈ જતાં હતાં. કાળું હોય તે શ્વેત, આછું હોય તે ઘેરું, લાલ કે પીળું હોય તે લીલું કે આસમાની થઈ જતું. આ કારણે પ્રાથમિક તબક્કે લેવાયેલી નોંધ અંકિત થયેલા તે કાચ કે પ્લાસ્ટિકના ચતુષ્કોણને ‘નેગેટિવ’ અને તેની પરથી બનાવેલ છાપને ‘પોઝિટિવ’ નામ અપાયેલાં. ‘બે નકાર એટલે એક હકાર’ એ નિયમ પ્રમાણે નેગેટિવ પરથી બીજા તબક્કે તેનાય અવળા-સવળાં નેગેટિવ રૂપે બનતાં કલ્પનો ‘પોઝિટિવ’ બની રહેતાં હતાં. ‘હાર્ડ કૉપી’રૂપે કાગળ કે એવાં અન્ય ફલક પર છાપેલી છબિ સિવાયના ડિજિટલ છબિના અન્ય ઘણાં રૂપો તથા અન્ય બધા તબક્કાઓને એક દૃષ્ટિએ શબ્દચિત્ર સાથે સરખાવી શકાય. શબ્દચિત્રમાં આકૃતિઓ તથા અન્ય દૃશ્ય બાબતો સંજ્ઞાઓ દ્વારા બનતાં શબ્દો અને વાક્યો રૂપે નોંધાયાં (કે વાત કરાયાં) હોય છે. તેવું જ કંઈક છબિમાં ડિજિટ્સ-અંકો દ્વારા થાય છે અને આથી શબ્દાંકન, સ્વરાંકન કે છાયાંકન જેમ અકાંકન જેવો શબ્દ પણ કદાચ એને માટે પ્રયોજી શકાય. જોકે આ તુલના બહુ ઉપરછલ્લા સ્તરે જ થઈ શકે. શબ્દચિત્ર વિષયલક્ષી હોય છે. તેથી ઊલટું, છાયાંકન કે અંકાંકન’ મુખ્યત્વે વસ્તુલક્ષી જ વધુ હોય છે. પારંપારિક નેગેટિવને જોતાં તેની પર અંકિત રૂપોનો ઠીક ઠીક ખ્યાલ આવી શકે, પરન્તુ ડિજિટલ છબિઓ માટે ઉપયોગમાં લેવાયેલા મેમરી કાર્ડ જોતાં કાર્ડના પોતાના સ્વરૂપ સિવાય તેમાં અન્ય કંઈ જોઈ શકાતું નથી. | |||
ડિજિટલ વિજ્ઞાન અને ટેકનોલોજિ સંબંધિત બાબતોને સમજવાનું પૃથક્જનો માટે ભલે મગજને ચકરાવે ચડાવી દે તેવું અઘરું હોય પરંતુ કૅમેરા દ્વારા તેનો ઉપયોગ કરવાનું સહેલું છે. સાદા કેલ્ક્યુલેટર દ્વારા નાનીમોટી વિવિધ પ્રકારની અંકગણતરી માટે આપણે તો જેનાથી અતિ પરિચિત છીએ તે-એક થી નવ અને શૂન્ય-અંકો તથા ગુણાકાર, ભાગાકાર વગેરે સંજ્ઞાઓ દર્શાવતા કળોનો જ ઉપયોગ કરીએ છીએ. તેનો ઉકેલ પણ પરિચિત અંકોમાં જ મેળવીએ છીએ. એ પ્રમાણે ડિજિટલ કૅમેરા વાપરનારને પણ પારંપારિક છબિકળા તથા કૅમેરા સાથે સંકળાયેલી આવશ્યક્તા ઊભી થતી નથી. પ્રકાશ અને તેનું નિયંત્રણ કરતી લેન્સ વગેરે સામગ્રી સાથે સંબંધિત ભૌતિક લાક્ષણિકતાઓ બદલાતી નથી. આથી છબિ લેતી વેળા જરૂરી મોટા ભાગના નિર્ણયો ૫ણ ચક્ષુગમ્ય અનુભૂતિઓને આધારે જ લઈ શકાય છે. | |||
ક્રિકેટ તથા એવી રમતગમતની નરી આંખે જોઈ-માપી-સમજી ન શકાય તેવી બારીકીઓની ભરોસાપાત્ર નોંધ માટે ફોટોગ્રાફી અને ડિજિટલ ટેકનોલોજિનો સહિયારો ઉપયોગ વધતો ચાલ્યો છે. ‘થર્ડ અમ્પાયર’ દ્વારા અઘરા નિર્ણયો લેવા આવશ્યક બનતી આ પદ્ધતિનો પ્રેક્ષકોને રમતગમતની બારીકીઓ સમજાવતી માહિતી આપવા ઉપરાંત તેનો રોમાંચક આનંદ આપવામાં પણ મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. | |||
ઔદ્યોગિકીકરણનો પ્રભાવ વધતાં હસ્તકૌશલ્ય પર આધારિત અનેક લઘુ તથા ગૃહઉદ્યોગો પર તેની અવળી અસર પણ વધતી ચાલી હતી. ડિજિટલ ટેકનોલોજિને કારણે હવે નાના નાના અનેક છબિ-સ્ટુડિયો બંધ થઈ ગયા છે. બિનધંધાદારી સ્તરે પોતાના ડાર્કરૂમમાં છબિકારો ઉત્તમ છબિ છાપી લેતા હતા તે પરિસ્થિતિ હવે અતિશય મોંઘી તથા જગ્યા રોકતી જટિલ ડિજિટલ યંત્રસામગ્રીની આવશ્યક્તાને કારણે લગભગ અશક્ય બની ગઈ છે. જોકે વ્યક્તિગત સ્તરે ‘કળાકૃતિ’ સમી છબિનું સર્જન કરવા ઇચ્છતા કેટલાક ગણ્યાગાંઠયા છબિકારો સિવાયના ઘણી મોટી સંખ્યા ધરાવતા ‘આમ’ કૅમેરા ધારકોને આવી કોઈ પણ સમસ્યા નડતી નથી. | |||
ફિલ્મના ઉપયોગવાળી તથા ડિજિટલ પ્રકારની છબિકળામાં પ્રક્રિયાઓ તથા સાધન સામગ્રીમાં ફેરફાર થયા હોવા છતાં તેના દ્વારા બનેલી છબિઓના વિવિધ ઉપયોગો તથા સ્વરૂપોમાં કોઈ દેખીતો ફરક જણાતો નથી. પરન્તુ એક ઘણી મોટી શક્યતા ઊભી થઈ છે ખરી. કૅમેરાની સામેની ચીજ, વસ્તુ, વ્યક્તિ, પ્રસંગ, પરિસ્થિતિની છબિ ‘ખેંચવા’ કે ‘ઝડપવા’માં આવતી હતી તેને સ્થાને હવે રૂપાકૃતિઓ-કલ્પનો (ઈમેજિસ) ‘સર્જવાની’ સંભાવનાઓ પણ ખૂબ વધી છે. | |||
ચિત્રકળા(પેઈન્ટિંગ), છાપકળા(પ્રિન્ટ મેકિંગ) તથા છબિકળાના અંગ્રેજી નામાંકનો એની સાથે સંલગ્ન પ્રક્રિયાઓ વ્યક્ત કે સ્પષ્ટ કરતી વ્યાખ્યાઓ જેવાં બની રહ્યાં છે. પરન્તુ એથી એ સ્વરૂપો સીમાબદ્ધ બની રહે તેવો દુરાગ્રહ નિરર્થક ગણાય. કળાકારોએ છબિકળાની સીમાઓ ઓળંગવાનું એના આરંભકાળે જ શરૂ કરી દીધેલું. હવે તો એ સીમાઓ પારખવાનું પણ મુશ્કેલ થાય એટલી હદે આ કળાપ્રકારો એકબીજામાં ભળી ચૂક્યા છે. આમ થઈ શકવાનું એક મુખ્ય કારણ દ્વિપરિમાણિતસપાટી પર જોઈ શકાય તેવા પ્રકારની કલ્પન-સર્જના ગણી શકાય. અન્યથા આગવી લાક્ષણિકતા ધરાવતા આ ત્રણેય કળાપ્રકારોમાં જોવા મળતી આ એક સામાન્ય ખાસિયત છે. આથી કલ્પન સર્જનમાં જે કોઈ પ્રકારની આગવી લાક્ષણિકતા તથા પ્રક્રિયાઓ ઉપયોગી નીવડે અથવા સરળતા પ્રદાન કરે તેને સ્વીકારી લઈ આગળ જવાનું વલણ સ્વાભાવિક રીતે જ કળાકારોમાં વધત ચાલ્યું છે. | |||
માહિતી મેળવવા માટે કળાસંબંધિત પુસ્તકો અને સામયિકો ઉપરાન્ત ઈન્ટરનેટનો તથા કળાકૃતિના સર્જન માટે પેન્સિલ, ક્રેયોન, પીંછીનો તેમજ એચિંગ, વૂડકટ માટે બીબાં કોતરવા માટેના તીક્ષ્ણ ધાર કે અણી ધરાવતા ઓજારોની સાથોસાથ કમ્પ્યૂટર અને તેની સાથે સંકળાયેલા ‘માઉસ’નો ઉપયોગ પણ કળાકારો કરવા લાગ્યા છે. નાના કે મધ્યમ કદના ડિજિટલ કેમેરા માફક ‘લેપટૉપ’ કમ્પ્યૂટરનો ઉપયોગ પણ હવે ઘણા છબિકારો તથા ચિત્રકારો કરવા લાગ્યા છે અને તેને હંમેશાં પોતાની સાથે રાખવા લાગ્યા છે. | |||
અમૂર્ત કલ્પનાને દૃશ્યકલ્પન સ્વરૂપે રજૂ કરવા માટે જરૂરી તાલીમ, હસ્તકૌશલ્ય, સમય જેવી બાબતોની આવશ્યકતા બાધારૂપ બની રહેતી હતી તે પરિસ્થિતિ આજે ડિજિટલ ટેકનોલોજિ સાથે સંકળાયેલા સરસાધનોની મદદને કારણે ભૂતકાળમાં ધકેલાઈ ગઈ છે. સારા શબ્દકોશની જેમ, અમરકોશ પ્રકારે કક્કાવારી પ્રમાણે તેમજ સ્થળ, કાળ, શૈલી આદિના સંદર્ભે વિષયવાર વર્ગીકરણ કરેલાં લાખ્ખો દૃશ્યકલ્પનો હવે પ્રાપ્ય બન્યા છે. કમ્પ્યૂટર દ્વારા આવાં કલ્પનોનાં રંગ-રૂપ-માપ વગેરેમાં જરૂરી ફેરફારો પણ સહેલાઈથી થઈ શકે છે. | |||
કવિઓ, લેખકો, ગાયકો તથા વાદકો સહિત વધુ ને વધુ લોકો પોતાની અમૂર્ત, અદૃશ્ય સંવેદનાઓ, ઊર્મિઓ, અનુભવો તથા ભાવનાઓને પોતાની પસંદગીના અને પ્રભુત્વ મેળવેલાં અભિવ્યક્તિ માધ્યમોનાં આગવાં સ્વરૂપો દ્વારા વ્યક્ત કરે છે તેમ દૃશ્યકલ્પનો રૂપે પણ સર્જી શકશે, જોઈ અને દેખાડીય શકશે. | |||
મોહોલી નાજીએ ભાખેલી આવતીકાલની ઉષાની લાલીમા હવે પૂર્વાકાશ પર છવાઈ ગઈ છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|જાન્યુઆરી-૨૦૦૮}}

{{HeaderNav | {{HeaderNav | ||
|previous=[[સંચયન- | |previous=[[સંચયન-૬૪]] | ||
|next = | |next = | ||