9,256
edits
No edit summary |
No edit summary |

| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| એ અવિસ્મરણીય દિવસો! | | {{Heading| એ અવિસ્મરણીય દિવસો! | નગીનદાસ પારેખ }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી ઝીણાભાઈની આત્મકથાનો ‘મારી દુનિયા' પછીનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને ગાંધીજી ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવ્યા અને પકડાયા ત્યાર પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા અને બે વરસની સજા લઈને જેલમાં ગયા અને ૧૯૩૩ ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય છે. આમ, એ તેર વર્ષની કથા છે. એ વર્ષો આપણા દેશના, ગુજરાતના અને ઝીણાભાઈની પેઢીના માણસોના જીવનનાં ઉજ્જવળ ત્યાગભાવના અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્નાભર્યાં વર્ષો છે. આ કથા લખાઈ છે પણ એ રીતે કે આખા દેશમાં વ્યાપી વળેલા એ ઊર્મિઉછાળનો સ્પંદ અનુભવાતો રહે, તેમાં ગુજરાતે ભજવેલા ભાગનો એકંદર ખ્યાલ આવે તથા ઝીણાભાઈ જ્યાં કામ કરતા હોય તે સ્થાનની પ્રવૃત્તિઓની માહિતી જરા વિગતે મળે અને એ બધાની ભૂમિકા ઉપર એમનું પોતાનું જીવન આલેખાતું જાય. આ વ્યાપક પરિપ્રેક્ષ્યને લીધે આ પુસ્તકનું ઐતિહાસિક અને પ્રેરણાત્મક મૂલ્ય ઘણું વધી જાય છે. ખરું જોતાં, આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની અને ખાસ તો એ ગાળામાં દેશે અનુભવેલા અપૂર્વ અને અદ્ભુત જીવનસાફલ્યના ટાણાની કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સરજતા હતા એમ જે કહેવાયું છે તે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસોમાં પણ કેવું બળ પૂરતાં હતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતે, આ કથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક મહત્ત્વના અને ઉજ્જવળ ગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. | શ્રી ઝીણાભાઈની આત્મકથાનો ‘મારી દુનિયા' પછીનો આ બીજો ભાગ અસહકારનું આહ્વાન થયું ત્યાંથી શરૂ થાય છે અને ગાંધીજી ગોળમેજીમાંથી ખાલી હાથે પાછા આવ્યા અને પકડાયા ત્યાર પછી દેશભરમાં જે વ્યાપક ધરપકડો થઈ તેના ભાગરૂપે ઝીણાભાઈ પણ પકડાયા અને બે વરસની સજા લઈને જેલમાં ગયા અને ૧૯૩૩ ના પાછલા ભાગમાં છૂટીને બહાર આવ્યા ત્યાં પૂરો થાય છે. આમ, એ તેર વર્ષની કથા છે. એ વર્ષો આપણા દેશના, ગુજરાતના અને ઝીણાભાઈની પેઢીના માણસોના જીવનનાં ઉજ્જવળ ત્યાગભાવના અને દેશની આઝાદી માટે કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્નાભર્યાં વર્ષો છે. આ કથા લખાઈ છે પણ એ રીતે કે આખા દેશમાં વ્યાપી વળેલા એ ઊર્મિઉછાળનો સ્પંદ અનુભવાતો રહે, તેમાં ગુજરાતે ભજવેલા ભાગનો એકંદર ખ્યાલ આવે તથા ઝીણાભાઈ જ્યાં કામ કરતા હોય તે સ્થાનની પ્રવૃત્તિઓની માહિતી જરા વિગતે મળે અને એ બધાની ભૂમિકા ઉપર એમનું પોતાનું જીવન આલેખાતું જાય. આ વ્યાપક પરિપ્રેક્ષ્યને લીધે આ પુસ્તકનું ઐતિહાસિક અને પ્રેરણાત્મક મૂલ્ય ઘણું વધી જાય છે. ખરું જોતાં, આ ઝીણાભાઈ નામે એક વ્યક્તિની કથા નથી રહેતી પણ એ જમાનાની અનેક વ્યક્તિઓની અને ખાસ તો એ ગાળામાં દેશે અનુભવેલા અપૂર્વ અને અદ્ભુત જીવનસાફલ્યના ટાણાની કથા બની જાય છે. ગાંધીજી માટીમાંથી માનવ સરજતા હતા એમ જે કહેવાયું છે તે ક્રિયા અહીં પ્રત્યક્ષ જોવા મળે છે. એ જમાનાનો ઉચ્ચ આદર્શવાદ અને ધ્યેયનિષ્ઠ ત્યાગભાવના સામાન્ય માણસોમાં પણ કેવું બળ પૂરતાં હતાં તેનો અહીં પાને પાને પરિચય થાય છે. એ રીતે, આ કથા આજની પેઢીને આપણી આઝાદીની લડતના એક મહત્ત્વના અને ઉજ્જવળ ગાળાના પ્રેરક અને પાવક વાતાવરણનો જાણે કે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. | ||
| Line 36: | Line 36: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>निवार्यतामालि किमाप्ययं बटुः पुनर्चिवक्षुः स्कुरितोत्तरांधरः । | ||
]</poem>}} | न केवलं यो महंतो ऽ पभाषते श्रृणोति तस्मादपि यः स पापभाक् ॥ <ref> હે સખી, આ બટુ વળી પાછો કંઈ બોલવા માગતો હોય એમ લાગે છે, એના હોઠ ફડફડે છે, માટે એને રોક, કારણ, જે મોટાની નિંદા કરે છે તે જ માત્ર નહિ, જે તે સાંભળે છે તે પણ પાપમાં પડે છે. (કુમાર સંભવ, ૫-૮૩)]</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહેતી ઉમાનું સ્મરણ કરાવે છે. યાદ રહી જાય એવું બીજું ચિત્ર તેર વરસની સરોજિનીનું છે. એ ઉપરાંત, સુરતના પ્રદર્શનમાં ગાંધીજી વિશે ઘસાતું બોલનાર દુકાનદારની છાતી ઉપર ચડી બેસનાર ઝીણાભાઈ, પોતાની છાતી ઉપરથી મોટર હંકાવનાર તથા લોખંડની સાંકળ તોડનાર પહેલવાન વિધાર્થી લાલીવાલાની ગળચીએ ભરડો ભરાવનાર ઝીણાભાઈ અને આખી નર્મદા તરી જનાર ઝીણાભાઈનાં તેમ જ જોશ જોનાર ભાઈબંધ ઝીણાભાઈ, છેલ્લી જેલના સાથી ભગવાનદાસ તથા રીઢા કેદી મહમદિયાનાં ચિત્રો પણ ચિત્તમાં છપાઈ જાય એવાં છે. | કહેતી ઉમાનું સ્મરણ કરાવે છે. યાદ રહી જાય એવું બીજું ચિત્ર તેર વરસની સરોજિનીનું છે. એ ઉપરાંત, સુરતના પ્રદર્શનમાં ગાંધીજી વિશે ઘસાતું બોલનાર દુકાનદારની છાતી ઉપર ચડી બેસનાર ઝીણાભાઈ, પોતાની છાતી ઉપરથી મોટર હંકાવનાર તથા લોખંડની સાંકળ તોડનાર પહેલવાન વિધાર્થી લાલીવાલાની ગળચીએ ભરડો ભરાવનાર ઝીણાભાઈ અને આખી નર્મદા તરી જનાર ઝીણાભાઈનાં તેમ જ જોશ જોનાર ભાઈબંધ ઝીણાભાઈ, છેલ્લી જેલના સાથી ભગવાનદાસ તથા રીઢા કેદી મહમદિયાનાં ચિત્રો પણ ચિત્તમાં છપાઈ જાય એવાં છે. | ||
| Line 45: | Line 46: | ||
અમદાવાદ-૩૮૦ ૦૦૬
| અમદાવાદ-૩૮૦ ૦૦૬

ઝીણાભાઈ જન્મદિન
| ઝીણાભાઈ જન્મદિન

{{Right | નગીનદાસ પારેખ }}
| {{Right | '''નગીનદાસ પારેખ''' }}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||